[:gj]23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ કરવા સરકારનો નિર્ણય[:en]Government’s decision to start schools and colleges in Gujarat from 23 November[:hn]23 नवंबर से गुजरात में स्कूल और कॉलेज शुरू करने का सरकार का फैसला[:]

[:gj]ગાંધીનગર, 11 નવેમ્બર 2020

23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી કાર્યરત થશે.

શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે. શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાની સૂચનાઓ પણ અનુસરવા તાકીદ કરવામાં આવી છે.

આ હેતુસર રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.

વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.

રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે.

આગામી તા.ર૩ નવેમ્બરથી રાજ્યમાં ધો-૯ થી ૧રની શાળાઓ તેમજ પી.જી, મેડીકલ-પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાયનલ ઇયરના વર્ગો શરૂ થશે.

બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રાખવામાં આવી નથી.

શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે, તેવું પણ સૂચવાયું છે. દરેક વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે.

વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે. જો કલાસરૂમનું કદ નાનું હોય તો કોમ્પ્યુટર હોલ, લેબોરેટરી, લાયબ્રેરીનો ઉપયોગ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા માટે કરવાની પ્ણ શાળા-કોલેજોને SOP આપવામાં આવી છે.

શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય તેમજ શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે.

સામુહિક પ્રાર્થના – મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કુલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.

સ્કુલ બસ તરીકે ઉપયોગમાં લેવાતા વાહનને દિવસમાં ઓછામાં ઓછું બે વાર સેનિટાઇઝ કરવા તેમજ આવા વાહનની બારીના પડદા-કાચ ખૂલ્લા રાખવાની પણ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

ભારત સરકારની SOPના અનુપાલન સાથે શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ડી.ઇ.ઓ ધ્યાન રાખશે.[:en]Gandhinagar, 11 November 2020

It has been decided to start schools and colleges from November 23, 2020. Post-graduate, medical and paramedical classes will be started in the first phase in colleges and universities at the Gujarat Cabinet meeting. Also, only the final year classes will be started for graduation. Final Year and ITI Polytechnic colleges will also be operational from 23 November.

The online education system provided by schools and colleges will continue. Students have also been urged to follow the instructions of the Principal-Principal for organizing the event in a phased manner so that the school-college campus is not crowded.

For this purpose, the state government has asked for arranging aud evens i.e. three days a week for class 10th and 12th in the school and three days for 10 and 12 days as per requirement.

Students are also advised to come to school on scheduled days of the week and do homework on the remaining days.

This SOP will apply equally to all government, grant-in-aid and self-finance schools, Kasturba Gandhi Balika Vidyalaya, Department of Social Justice and Empowerment as well as schools in the tribal development department of all boards of the state.

From next 26 November, PG, in addition to medical-paramedical, graduate final year classes will be started in Staud’s schools.

The government will announce later to take appropriate decisions in time to start academic work of the remaining classes — standards. Student attendance is not compulsory.

Institutions must also seek written consent of the student’s parents or guardians to come to school, it has been suggested. Each student will be asked to bring their own masks, water bottles, books, snacks etc. from home and not to interact with other students.

According to the revised seating arrangement in the class, there should be a distance of at least 3 feet between the two students. School-colleges have also been given SOPs to use computer halls, laboratories, libraries for arranging student rooms if the class size is small.

Before commencing school-colleges, sanitation facilities in each campus, checking of students with thermal guns, soap for washing hands and soaps have to be ensured. Not only social distance is maintained in the classroom and school-college premises, but the use of masks and the availability of medical services within close proximity of the school-college is also mandatory.

Group prayer – It is also advised not to do sports or any other group activity on the field. Parents will be encouraged to use their personal transportation to pick up and take the child from school. Students using public transport will be given appropriate precautionary guidance from the school.

The vehicle used as a school bus has been instructed to clean it at least twice a day and at the same time keep the window-glass of such vehicle open.

The school administrators, teachers, parents and students as well as the DEO shall take care of the compliance of the Government of India SOP.[:hn]गांधीनगर, 11 नवंबर 2020

23 नवंबर, 2020 से स्कूल और कॉलेज शुरू करने का निर्णय लिया गया है। गुजरात कैबिनेट की बैठक में कॉलेजों और विश्वविद्यालयों में पहले चरण में पोस्ट ग्रेजुएट, मेडिकल और पैरामेडिकल कक्षाएं शुरू की जाएंगी। साथ ही स्नातक स्तर के लिए केवल अंतिम वर्ष की कक्षाएं शुरू की जाएंगी। फाइनल ईयर और आई.टी.आई. पॉलिटेक्निक कॉलेज भी 23 नवंबर से चालू होंगे।

स्कूल और कॉलेजों द्वारा प्रदान की जाने वाली ऑनलाइन शिक्षा प्रणाली जारी रहेगी। छात्रों से चरणबद्ध तरीके से आयोजन करने के लिए प्रिंसिपल-प्रिंसिपल के निर्देशों का पालन करने का भी आग्रह किया गया है ताकि स्कूल-कॉलेज परिसर में भीड़भाड़ न हो।

इस उद्देश्य के लिए, राज्य सरकार ने स्कूल में 10 वीं और 12 वीं कक्षा के लिए ऑड ईवन यानी सप्ताह में तीन दिन और आवश्यकता के अनुसार 10 और 12 दिनों के लिए तीन दिन की व्यवस्था करने को कहा है।

छात्रों को यह भी सलाह दी जाती है कि वे सप्ताह के निर्धारित दिनों में स्कूल आएं और बचे हुए दिनों में गृहकार्य करें।

यह SOP सभी सरकारी, ग्रांट-इन-एड और सेल्फ फाइनेंस स्कूलों, कस्तूरबा गांधी बालिका विद्यालय, सामाजिक न्याय और अधिकारिता विभाग के साथ-साथ राज्य के सभी बोर्डों के आदिवासी विकास विभाग के स्कूलों पर समान रूप से लागू होगा।

अगले 26 नवंबर से, पीजी, मेडिकल-पैरामेडिकल के अलावा, स्टैड के स्कूलों में स्नातक अंतिम वर्ष की कक्षाएं शुरू की जाएंगी।

शेष कक्षाओं-मानकों के अकादमिक कार्य को शुरू करने के लिए समय में उचित निर्णय लेने के लिए सरकार बाद में घोषणा करेगी। छात्र की उपस्थिति अनिवार्य नहीं है।

संस्थानों को स्कूल आने के लिए छात्र के माता-पिता या अभिभावकों की लिखित सहमति भी लेनी होगी, यह सुझाव दिया गया है। प्रत्येक छात्र को अपने स्वयं के मास्क, पानी की बोतल, किताबें, स्नैक्स आदि घर से लाने और अन्य छात्रों के साथ बातचीत न करने के लिए कहा जाएगा।

कक्षा में संशोधित बैठने की व्यवस्था के अनुसार, दोनों छात्रों के बीच कम से कम 3 फीट की दूरी होनी चाहिए। स्कूल-कॉलेजों को छात्र हॉल की व्यवस्था के लिए कंप्यूटर हॉल, प्रयोगशालाओं, पुस्तकालयों का उपयोग करने के लिए एसओपी भी दिए गए हैं यदि कक्षा का आकार छोटा है।

स्कूल-कॉलेजों को शुरू करने से पहले, प्रत्येक परिसर में स्वच्छता की सुविधा, थर्मल गन के साथ छात्रों की जाँच, हाथ धोने के लिए साबुन और साबुन की व्यवस्था सुनिश्चित करनी होगी। न केवल कक्षा और स्कूल-कॉलेज परिसर में सामाजिक दूरी बनाए रखी जाती है, बल्कि स्कूल-कॉलेज के निकट निकटता के भीतर मास्क का उपयोग और चिकित्सा सेवाओं की उपलब्धता भी अनिवार्य है।

सामूहिक प्रार्थना – यह भी सलाह दी जाती है कि मैदान पर खेल या किसी अन्य समूह की गतिविधि न करें। माता-पिता को बच्चे को स्कूल से लाने और ले जाने के लिए अपने व्यक्तिगत परिवहन का उपयोग करने के लिए प्रोत्साहित किया जाएगा। सार्वजनिक परिवहन का उपयोग करने वाले छात्रों को स्कूल से उचित एहतियाती मार्गदर्शन दिया जाएगा।

स्कूल बस के रूप में उपयोग किए जाने वाले वाहन को निर्देश दिया गया है कि वह दिन में कम से कम दो बार सफाई करे और साथ ही ऐसे वाहन की खिड़की-कांच को खुला रखे।

स्कूल प्रशासक, शिक्षक, अभिभावक और छात्रों के साथ-साथ डीईओ भारत सरकार के एसओपी के अनुपालन का ध्यान रखेंगे।[:]