[:gj]ગુજરાતના 17 લાખ ઘરોને નળ જોડાણથી પાણી પહોંચતું કરવાનું અભિયાન [:]

[:gj]ગુજરાતના 17 લાખ ઘરોને નળ જોડાણથી પાણી પહોંચતું કરવાનું  અભિયાન હાથ ધર્યું છે.

સુરત ઝોનમાં સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને નર્મદા એમ કુલ 07 જિલ્લાઓ અને 3540 ગામો સમાવિષ્ટ છે. વર્ષ-2011ના આંકડા મુજબ સુરત ઝોનના સાત જિલ્લાની વસ્તી 58,22,922 હતી, જેમાં 10 વર્ષ બાદ નોંધપાત્ર વધારો નોંધાયો હોવાથી આ વસ્તીને સુદ્રઢ આયોજન મુજબ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે 94 હયાત જૂથ પાણી પુરવઠા યોજનાઓ તેમજ 52 (બાવન) નવી પ્રગતિ હેઠળની જૂથ યોજનાઓ અમલી છે. આમ સુરત ઝોન હેઠળના જિલ્લાઓમાં રૂ.2067.28 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.

વાસ્મો હેઠળ રૂ.565.55 કરોડના ખર્ચે 41 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજનાઓ જેમાં 14 યોજનાઓ પ્રગતિમાં અને બે યોજનાઓ પૂર્ણ થઈ તેમજ 25 યોજનાઓનું ભાવિ આયોજન કર્યું હોવાનું જણાવી તેમણે વર્ષ 2022 સુધીમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું.[:]