[:gj]કડોદરા પોલીસને સ્માર્ટ તો બનાવાઈ પણ બુટલેગરોનું થાણું ક્યારે સુધરશે, ફરિયાદ ઓન લાઈન શરૂ કરો[:hn]कडोदरा पुलिस को स्मार्ट बनाया जाए तो भी लूटपाट कब बंद होगी, ऑनलाइन शुरू करें शिकायत[:]

[:gj]Even if Kadodara police is made smart, when will the looting stop, start complaint online

સુરત 19 જૂલાઈ 2021

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ‘કડોદરા GIDC એસોસિએશન’ના સહયોગથી એક કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન’ ખુલ્લું મૂકાયું છે. કડોદરા પોલીસ સ્ટેશન સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. નવનિર્મિત કડોદરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જરૂરિયાત મુજબની કુલ 15 ઓફિસો તથા પ્રથમ માળ ઉપર 5 મોટા હોલની સુવિધા છે. જેમાં કોન્ફરન્સ હોલ, ટ્રેનીંગ હોલ, પેન્ટ્રીની સુવિધા, પોલીસ સ્ટાફ માટે આરામ હોલ તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કે જેમાં એક ડિજીટલ વોલ બનાવવામાં આવશે. આ વોલથી સુરત જિલ્લાના મુખ્ય માર્ગો અને મુખ્ય નગરોને ક્લોઝલી મોનિટર કરી શકાશે. જેનાથી ટ્રાફિક નિયમન અને ગુનાઓ ઉપર અંકુશ મેળવવાની કામગીરી ખુબ સરળ થશે. અહીં પોલીસને સ્માર્ટ બનાવવાની જાહેરાત સરકારે કરી છે.

રૂપિયા 33 કરોડના વ્યવહારો કરતી કડોદરા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપની જીતેલું છે. ત્યારબાદ અહીં આ નવું પોલીસ મથક બન્યું છે. ખરેખર તો અહીં નવા મકાન અને સ્માર્ટ પોલીસની સાથે નાગરિકોને ફાયદો થાય એવી ઓન લાઈન પોલિસ સેવાઓ શરૂ કરવાની જરૂર હોવાનું સુરતના લોકો માને છે. જેથી તુટી ગયેલી કાયદો અને વ્યવસ્થા સંભાળી શકાય.

કડોદરા પોલીસ કેવી છે

જૂલાઈ 2021માં વરેલીથી ગુમ થયેલ બે બાળકીને કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી.

પીઆઈ સસ્પેન્ડ

2 જૂન 2021માં અંત્રોલીથી રૂા. 24 લાખનો 18 હજાર બોટલ દારૂ પકડાતાં કડોદરા પીઆઈ સસ્પેન્ડ થયો હતો. સુરતના કડોદરા પોલીસ મથકના PI આનંદ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, અંત્રોલી ગામ નજીકથી રૂ. 24 લાખનો દારૂનો જથ્થો ઝડપાતા કાર્યવાહી કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી, પલસાણાના બુટલેગર સોહન પટેલે મહારાષ્ટ્રથી દારૂ મંગાવ્યો હતો. પોલીસ ખાતું પોતે જ ભ્રષ્ટાચાર અને  શિસ્તનો ભંગ કરતું નજરે પડે તો પણ લાલ આંખ કરવામાં આવી રહી છે. વિદેશી દારૂ કાર્ટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. કેયૂર રોહિત ભંડારી (રહે. બારડોલી), બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ (રહે ચલથાણ), મનીષ મારવાડી (રહે જોળવા)ને મોટા પ્રમાણમાં ગેરકાયદે જથ્થો વેચાણ અર્થે પૂરો પાડી દારૂની હેરફેરી જુદા જુદા વાહનોમાં કરવામાં આવી રહી છે. બે મહિનાથી નવાપુરના નવાપુરના પિન્ટુ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ગડરી ગુજરાતમાં દારૂ આપતો હતો. સીધી વાત છે કે ભરણું ન ભરતાં આ પલગાં લેવાયા હોઈ શકે છે. એક બુટલેગર પકડાય ગયો, અને બાકીના આઠ બુટલેગરો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. ટ્રક તથા છ લકઝયુરીયસ ગાડીમાં દારુનુ કટીંગ પકડી પાડ્યું હતું.

બીજો બનાવ

દિવાળીના તહેવાર સમયે સાયણ ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવાની બીજા બનાવમાં રાજ્ય પોલીસ વડાએ સાયણ આઉટ પોસ્ટના પીએસઆઈ આર.એમ.સંગાડા અને ૧૪ દિવસથી ઓલપાડમાં ફરજ બજાવતા પી.આઈ. બી.બી.કોળીને તાત્કાલીક અસરથી ફરજ મોકૂફનો હુકમ કરી સુરત જિલ્લા હેડ ક્વાર્ટસ ખાતે હુકમ કર્યો છે.

સસ્પેન્ડ

4 જૂન 2021ના રોજ બારડોલીથી કડોદરા રોડ ઉપર હોરીજન હોટલની સામે આગળ ચાલતી ટ્રકની પાછળ એક કાર ભટકાઈ હતી. ટ્રક ચાલક  ભાગી છૂટ્યો હતો. ફરિયાદ ન લીધી અને લાખોનો ટ્રક પી.એસ.ઓ.એ છોડી મૂક્યો હતો. આ બાબતે વિવાદ થયો હતો. જિલ્લા પોલીસવડાએ એ.એસ.આઈ મુકુંદ ચાલકેને સસ્પેન્ડ કરી દીધો હતો.

બે સસ્પેન્ડ છતાં બુટલેગરો ફરતા

કડોદરામાં એક જ વર્ષમાં બે અધિકારીઓ સસ્પેન્ડ કરી દેવાયા પણ  બુટલેગરો શનિ અને શંભુ 10 જૂન 2021 સુધી પોલીસ ચોપડે વોન્ટેડ હતા. ગામમાં નજર સામે ફરતાં હતા. સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. આજે પહેલાં કરતાં વધું દારું અહીં આવે છે.

એજન્સી, ગાંધીનગર, રાજકીય નેતાઓના મેળાપીપળાથી 20 થી 25 પેટીનું કાર્ટિંગ કરતા બુટલેગર શનિ અને શંભુ હવે ટ્રક ભરીને દારૂનું કાર્ટિંગ કરતો થઈ ગયો છે.

સુરત જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનમાં કડોદરાની ગણતરી થાય છે. ટેબલ નીચેની આવક અને ગુનાખોરી અહીં વધી છે.

પોલીસ સ્ટેશન સ્થાનિક અધિકારી માટે અપશુકનિયાળ સાબિત થયું છે.

અહીં પરપ્રાંતિય વસ્તીને લઈ 82 વિદેશી દારૂના પીઠા ધમધમે છે. ગાંજો કે દેશી દારૂનું વેચાણ ધૂમ થાય છે. ઔધોગિક એકમોને લઈ પોલીસને એક મોટી આવક થાય છે. પરિણામ આ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ મેળવા મોટો ભાવ બોલાય છે.

અધિકારી સસ્પેન્ડ થયા અને પછી હાજર થયા પણ બુટલેગરોની ધરપકડ થઈ ન હતી.  શનિ અને શભુ આજે પણ બિન્દાસ્ત ફરે છે. એની પાછળ પોલીસ જવાબદાર છે.

નિષ્ફળતા

3 જૂન 2020 કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એન.ડી.પી.એસ. ના ગુન્હામા જામીનમુક્ત આરોપીને પાસા દરખાસ્ત કરી પાસા હુકમ થયેલા એક આરોપીને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે પકડ્યો હતો. કડોદરા પોલીસ પક઼ડી શકી ન હતી.

વેવાઈ-વેવાણની પ્રેમ કથા પાંગરી

સોશિયલ મીડીયાના કારણે સુરતના ભારે ચર્ચાસ્પદ બનેલા સુરતના વેવાઇ-વેવાણ પ્રેમ પ્રકરણમાં . સુરતમાં મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં અને વેવાઈ કડોદરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જે આજ સુધી રહસ્યા રહ્યું છે.

ફોજદાર ન રાખો ત્યાં સ્માર્ટ કવી રીતે બને

ઓગસ્ટ 2019 સુધી સુરત જિલ્લામાં કુલ 12 પીઆઈ છે. 12 પીઆઈની જગ્યાએ માત્ર 3 પીઆઈથી કામગીરી ચાલી હતી.  વહીવટી કામગીરી થઈ શકતી ન હતી. ત્રણ પોલીસ મથક કડોદરા, કામરેજ અને ઓલપાડ પીએસઆઈને ચાર્જ આપી વહીવટ ચાલી રહ્યો હતો.  જિલ્લામાં સૌથી વધુ ગુનાખોરી અને ને.હા.નં.48 અને 53 પસાર થાય છે તે ત્રણેય પોલીસ મથકમાં ઘણા મહિનાઓથી પીઆઈની નિમણૂક થઈ ન હતી. ત્યાં પોલીસ સ્માર્ટ કઈ રીતે રહી શકે. ગુનાખોરીનો આંક પણ સતત વધતો જાય છે. સુરત ગ્રામ્યના કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન પીઆઇ પીએ વળવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જનતા રેડ

દારૂબંધી જેવી ગંભીર બાબત આજે પણ છે. મોટા હપ્તા વસુલાય છે. સુરત ભાજપના રાજ્ય નેતાના આશિર્વાદ છે. તેથી હવે જનતાએ રેડ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

બુટલેગરે રેલી કાઢી

9 જૂલાઈ 2021ના દિવસે  બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ સુરતમાં જેલમાંથી છૂટ્યાં બાદ કડોદરાના માથાભારે રાજકિય વ્યક્તિઓની વગ ધરાવતાં બુટલેગરે વૈભવી જેગુઆર કારમાં રેલી કાઢી હતી. કડોદરા પોલીસ ઉઘતીં રહી હતી. સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો તેવી આ ઘટના હતી.

સુરતના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે.  કારની રેતીમાં આગળ અને પાછળ પણ ગાડીઓનો મોટો કાફલો હતો. જેનો એક વીડિયો આ બુટલેગરે સોશિયલ મીડિયામાં વાઈરલ  કર્યો હતો.

સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાનો આરોપ કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા પર છે. તે ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો. ડીજે સાથે લોકો નાચતાં હતા.  મોટા અવાજે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા ફિલ્મનું ગીત પર રેલી કાઢી હતી. ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો આ ગીતમાં હતા. તે આશ્વર વાંસફોકડિયાને પ્રમોટ કરતાં હતા.

લોકો પોલીસ તંત્રની કામગીરી પર કાળી આંગળીઓ ઉઠાવી રહ્યા છે. રેલી એખ રાજકીય નેતાની સામે તો હતી જ પણ દારબના ધંધાનો કેવો વટ છે તે પણ બતાવતી હતી. ઉપસરપંચ સામે જીતનો હરખ આ રેલીમાં વ્યક્ત થયો હતો. ગુંડાગારીની હદ સુરતમાં વટાવી ગયા હતા. રેલીમાં બુટલેગરનો રોફ અને ખોફ દેખાડવાનો પ્રયાસ હતો. સુરતમાં કાયદો કેવો પાંગળો છે તે બતાવે છે.

લક્ઝુરિયસ કારની સનરૂફમાં બહાર આવી લોકોનું અભિવાદન બુટલેગર ઈશ્વર વાસફોડીયા ઝીલતો હતો. ગામમાં લોકો જોવા બહાર નિકળી ઊભા રહી તાળીઓ પાડતાં હતા. હાથ ઊંચા કરી અભિવાદન જીલતાં હતા. પોલીસ નજર ઝુકાવતી ન હતી.

કોઈ મોટું કામ કરીને ગામમાં પ્રવેશ્યા હોય તે રીતે બુટલેગરે ગામમાં એન્ટ્રી મારી હતી. ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો હતો. આજે પણ એવો જ માહોલ છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોવાવી ઘટનાઓ પણ બહાર આવી છે.

યુવતીએ અશ્લીલ હરકતો કરી, વીડિયો

4 જુન 2021માં બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બને છે. પાલિકાના ભાજપના નેતા દક્ષેશ શેઠ અને પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકો બીભત્સ ટેપમાં ફસાયા હતા. જેનો વીડિયો જાહેર કરાયો હતો. ભાજપના કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.

સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. અધિકારીએ ફરિયાદ કરી નથી. તેમને સસ્પેન્ડ પણ કરાયા નથી.

ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. ભાજપે સસ્પેન્ડ કર્યા પણ પેલા પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા નહીં.

વિડિયો કોલમાં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. એવું જ પોલીસ અધિકારી કરી રહ્યાં હતા.

કડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફૂટ પાણી ભરાય છે

વરસાદના સમયે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં એક ફૂટ પાણી ભરાય છે. ચલથાણ ગામની સીમના આવેલા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં એકફૂટ જેટલું પાણી ભરાઈ જતા પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા આ સમસ્યા તો નિવારો.

12 કિલો સોના કેસમાં સારી કામગીરી

સુરતમાં મારવાડી ગેંગ છે. જેણે સુરતના  વેપારી વલભીપુર ના વતની હિંમતભાઈ કાળુભાઈ સોનાણી તેઓ ગત 18 માર્ચે 12 કિલો સોનું આપવા માટે છેતર્યા હતા. કડોદરા બારડોલી હાઈવે પર 12 કિલો સોનાના સિક્કા આપવાનું જણાવી ને મળવા માટે બોલાવ્યા અને 1.40 કરોડની ઠગાઈ કરી સોનાના નકલી સિક્કા આપી ઠગ ભાગી ગયા હતા. 3 મહિના પછી કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અમદાવાદમાંથી બે આરોપીઓને ઝડપી પાડયા હતા. ચાર આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી.  ફોટા ગુજરાત પોલીસ ને આપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન પાસેથી બે આરોપી અમદાવાદમાં રહેતા હોવાની જાણ થતા રામોલ પોલીસે એ બંનેની અટકાયત કરીને કડોદરા પોલીસને જાણ કરી હતી.

અમદાવાદમાં સંજય નગર ઈન્દિરા નગર ની પાસે રહેતા રાજુલાલ રાઠોડ (મૂળ રાજસ્થાનના રહેવાસી) અને પન્ના  ચતુરરાઠોડ (મૂળ જુનાવાડજ અમદાવાદ શહેરના રહેવાસી) 2 આરોપી અમદાવાદ માંથી ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત આ ગુનાના અન્ય આરોપી ખોડા રમેશ રાઠોડ, મણી મોહન રાઠોડ, જીતુ ધોળા રાઠોડ, બાલા રાજુ રાઠોડ  ફરાર હતા.

હપ્તા માંગતા લુખ્ખાઓ

ગુનેગારો બેફામ બની રહયાં હોવાથી લોકોમાં ભય જોવા મળી રહયો છે. 7 માર્ચ 2020માં કડોદરા વિસ્તારમાં વેપારીઓને ડરાવી ધમકાવી હપ્તા માંગવામા આવે છે. આવા લુખ્ખાઓનો વિડીયો જાહેર કરાયો હતો.  દુકાનમાં તલવાર સાથે ઘુસી આવેલાં લુખ્ખા તત્વો વેપારીને ડરાવી ધમકાવી રહયાં છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઇ રહયો છે.

આ તો કરો

ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનને સીસીટીવી સાથે જોડીને તેને ગૃહ વિભાગની વેબસાઈ સાથે લાઈવ જોડી દેવા માટે કામ કરવું તે સાચી વહીવટી બાબત છે. આ લાઈવ કેમેરે ગુજરાતના કોઈ પણ નાગરિક જોઈ શકે. પોલીસ સામેની ફરિયાદો ઓન લાઈન નોંધવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હોવા છતાં નોંધવામાં આવતાં નથી, તે નોંધવાનું શરૂ કરાવો. કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશનમાં ગયા વગર પોતાની ફરિયાદ ઓન લાઈન ગૃહ વિભાગના કંટ્રોલ રૂમને આપી શકે એવી જોગવાઈ કરો.

સીસીટીવી લગાવો

દેશભરમાં છાશવારે પોલીસગીરી છાપરે ચઢતી રહે છે. સામાન્ય માણસ માટે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવા સુખદ અનુભવ હોતો નથી.  પોલીસકર્મીઓ મનફાવે તેમ વર્તે છે. દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે.

દેશની સર્વોચ્ચ અદાલતે પોલીસની ગેરવર્તણુંક પર લગામ મૂકતા દેશના તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવીની નજર હેઠળ આવરી લેવા કહ્યું છે. ગુજરાત સહિત દરેક રાજ્યો પાસેથી સીસીટીવી અંગે માહિતી મંગાવી હતી.

પોલીસ સ્ટેશનની અંદર કેમેરા મૂકવા તે નાગરીકોના બંધારણિય અધિકાર છે. એવું કહ્યું છે.  વળી પોલીસ અધિકારી સમક્ષ નોંધાવવામાં આવતા નિવેદનનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કરાવનું કહ્યું છે. તે માટે એટર્ની જનરલ પાસે મદદ માગી હતી. 2018માં એક ચુકાદાને ટાંકી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર સરકાર પાસે આ મામલે વિસ્તૃત સોગંદનામુ માગ્યુ હતુ. નાગરિકોને પોલીસ સ્ટેશનમાં કથિત ગેરકાયદે કસ્ટડીમાં રાખી ટોર્ચર કરવામાં આવે છે.

સારી કામગીરી

વાંકાનેડા ગામે હળપતિ વાસમાં આવેલા એક ગોડાઉનમાં દારૂ ઉતારતી વખતે પોલીસ દરોડામાં ભાગી જનાર આરોપી રામેશસિંગ જોગરાજસિંગ રાજપુરોહિત વરેલી ગામે બે વર્ષ પછી જોવા મળેલો હતો. કડોદરા પોલીસે ત્કાલિક તપાસ કરી આરોપીને વરેલી ગામની સાંઈ દર્શન સોસાયટીનાં નાકેથી ઝડપી લીધો હતો.

આરોપી ભાગી ગયો

26 ઓક્ટોબર 2016માં  કડોદરા જીઆઇડીસી પોલીસ મથકેથી ચોરીના આરોપીને  મેડિકલ ચેકઅપ કરવા ગયા ત્યારે પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી છૂટયો હતો. ચલથાણ ગામે મોબાઇલની દુકાન તોડી  કિરણ ઉર્ફે કૃણાલ ખસવી દેવીપૂજક (ઉં.વ. ૨૩, રહે. નાના વરાછા, સરથાણા જકાતનાકા, પુલની નીચ, મૂળ, અમદાવાદ)એ ચોરી કરી હતી.[:hn]Even if Kadodara police is made smart, when will the looting stop, start complaint online

सूरत 19 जुलाई 2021

सूरत जिले के पलसाना तालुका के अंतोली गांव में ‘कडोदरा जीआईडीसी एसोसिएशन’ के सहयोग से एक करोड़ रुपये की लागत से निर्मित ‘कडोदरा जीआईडीसी स्मार्ट पुलिस स्टेशन’ खोला गया है। कडोदरा पुलिस स्टेशन स्मार्ट और सुविधाजनक हो गया है। नवनिर्मित कडोदरा पुलिस स्टेशन के भूतल पर कुल 15 कार्यालय हैं और पहली मंजिल पर 5 बड़े हॉल हैं। इसमें कांफ्रेंस हॉल, ट्रेनिंग हॉल, पेंट्री सुविधा, पुलिस स्टाफ के लिए विश्राम कक्ष और कमांड एंड कंट्रोल रूम होगा जिसमें डिजिटल वॉल का निर्माण किया जाएगा. यह दीवार सूरत जिले की मुख्य सड़कों और प्रमुख शहरों पर कड़ी निगरानी रखेगी। इससे यातायात को नियंत्रित करने और अपराध को नियंत्रित करने में काफी आसानी होगी। इधर सरकार ने पुलिस को स्मार्ट बनाने का ऐलान किया है.

भाजपा ने कडोदरा नगरपालिका की 28 सीटों में से 27 पर जीत हासिल की है, जो 33 करोड़ रुपये में डील करती है। तभी से यहां यह नया थाना बना हुआ है। दरअसल, सूरत के लोगों का मानना ​​है कि नए भवन और स्मार्ट पुलिस से नागरिकों को फायदा पहुंचाने वाली ऑनलाइन पुलिस सेवाएं शुरू करने की जरूरत है। ताकि टूटी कानून व्यवस्था को संभाला जा सके।

कैसी है कडोदरा पुलिस

जुलाई 2021 में, कडोदरा पुलिस ने वर्ली से दो लापता लड़कियों को घंटों के भीतर पाया।

पीआई निलंबित

2 जून 2021 को रु. 24 लाख रुपये की 18,000 बोतल शराब जब्त होने के बाद कडोदरा पीआई को निलंबित कर दिया गया। सूरत के कडोदरा थाने के पीआई आनंद ब्रह्मभट्ट निलंबित, अंतोली गांव के पास रु. 24 लाख की शराब जब्त की गई। राज्य निगरानी प्रकोष्ठ की टीम शराब से भरे ट्रक को लेकर तेज गति से जा रही थी, पलसाना के शराब कारोबारी सोहन पटेल ने महाराष्ट्र से शराब मंगवाई थी. पुलिस विभाग भले ही खुद भ्रष्ट और अनुशासन का उल्लंघन करने वाला नजर आ रहा हो, लेकिन इस पर आंखें मूंद ली जा रही हैं। रंगहठ विदेशी शराब की ढोना करते पकड़ा गया। केयूर रोहित भंडारी (बारडोली निवासी), बद्री जाट उर्फ ​​बद्री मारवाड़ी, संजय उर्फ ​​गापो कांतिलाल पटेल (चलथान निवासी), मनीष मारवाड़ी (जलवा निवासी) को विभिन्न वाहनों में अवैध बिक्री के लिए बड़ी मात्रा में तस्करी कर लाया जा रहा है. नवापुर के पिंटू गदरी और उसका भाई विश्वास गदरी दो महीने से गुजरात में शराब परोस रहे थे. यह सीधा है कि इन प्लगों को बिना फिल किए लिया गया होगा। एक बूटलेगर को पकड़ लिया गया, और अन्य आठ बूटलेगर ने बचने के लिए अंधेरे का फायदा उठाया। ट्रक और छह लग्जरी वाहन शराब काटते पकड़े गए।

एक और घटना

दीपावली पर्व के दौरान सायन गांव से बड़ी मात्रा में विदेशी शराब बरामद होने की एक अन्य घटना में राज्य पुलिस प्रमुख ने सायन चौकी के पीएसआई आरएम संगदा और पी.आई. बीबी कोली को सूरत जिला मुख्यालय पर तत्काल प्रभाव से ड्यूटी स्थगित करने का आदेश दिया गया है।

बर्खास्त कर दिया

4 जून 2021 को बारडोली से कडोदरा रोड पर होराइजन होटल के सामने चलती ट्रक के पीछे एक कार ने टक्कर मार दी। ट्रक चालक फरार हो गया। शिकायत नहीं ली और लाखों ट्रक पीएसओए छोड़ गए। मामला विवादित था। जिला पुलिस प्रमुख ने एएसआई मुकुंद चालके को निलंबित कर दिया था।

दो निलंबनों के बावजूद चल रहे अवैध तस्कर

कडोदरा में एक ही वर्ष में दो अधिकारियों को निलंबित कर दिया गया था, लेकिन बूटलेगर शनि और शंभू 10 जून, 2021 तक पुलिस बुक में वांछित थे। गांव घूम रहे थे। सूरत जिले के कडोदरा थाना क्षेत्र में शराब तस्करों में हड़कंप मच गया है। आज यहां पहले से कहीं ज्यादा शराब आती है।

एजेंसी, गांधीनगर, बूटलेगर्स शनि और शंभू, जो राजनीतिक नेताओं की सभा से 20 से 25 पेटी की कार्टिंग करते थे, अब ट्रक भरकर शराब की कार्टिंग कर रहे हैं।

कडोदरा की गिनती सूरत जिले के महत्वपूर्ण थानों में होती है। यहां तालिका के नीचे आय और अपराध में वृद्धि हुई है।

स्थानीय अधिकारी के लिए थाना पुलिस के लिए अशुभ साबित हुआ है।

डायस्पोरा में 82 विदेशी डिस्टिलरी हैं। गांजा या देसी शराब की बिक्री बड़े पैमाने पर हो रही है. औद्योगिक इकाइयों से पुलिस को अच्छी खासी आमदनी होती है। परिणाम इस पुलिस स्टेशन में पोस्टिंग के लिए भुगतान करने के लिए एक बड़ी कीमत है।

अधिकारियों को निलंबित कर दिया गया और बाद में पेश किया गया लेकिन बूटलेगर्स को गिरफ्तार नहीं किया गया। शनि और शभु अभी भी चल रहे हैं। इसके लिए पुलिस जिम्मेदार है।

असफलता

3 जून 2020 कडोदरा जीआईडीसी थाने में भर्ती एनडीपीएस। नं. के अपराध में जमानत पर छूटे आरोपियों में से एक को सूरत ग्रामीण एसओजी को सौंप दिया गया है। पुलिस ने पकड़ लिया। कडोदरा पुलिस उसे पकड़ नहीं पाई।

वेवई-वेवानी की प्रेम कहानी पंगरी

सूरत के वेवई-वेवना प्रेम अध्याय में जो सोशल मीडिया के कारण काफी विवादित हो गया है। वह देर रात सूरत के वेवन विजलपुर थाने और वेवई कडोदरा थाने में मौजूद थे. जो आज तक रहस्य बना हुआ है।

अपराधी मत बनो

अगस्त 2019 तक, सूरत जिले में कुल 12 पीआई हैं। संचालन 12 पीआई के बजाय केवल 3 पीआई से चला। प्रशासनिक कार्य नहीं हो सका। तीन पुलिस स्टेशन, कडोदरा, कामराज और ओलपाड, पीएसआई के प्रभारी थे। जिले में सर्वाधिक अपराध दर वाले और एनएच नंबर 48 व 53 पास वाले तीन थानों में कई माह से पीआई की नियुक्ति नहीं हुई थी। वहां पुलिस कैसे होशियार रह सकती है। क्राइम रेट भी बढ़ रहा है। ग्रामीण सूरत के कडोदरा जीआईडीसी। पीआई पीए बनाकर थानों को सस्पेंड कर दिया गया।

जनता रेड

शराब जैसी गंभीर चीजें आज भी मौजूद हैं। बड़ी किश्तें ली जाती हैं। सूरत भाजपा प्रदेश नेता का आशीर्वाद है। ऐसे में अब ऐसी स्थिति पैदा हो गई है जहां जनता को छापेमारी करनी पड़ रही है.

बूटलेगर ने रैली की

दिनांक 9 जुलाई 2021बूटलेगर ईश्वर वासफोडिया के सूरत में जेल से रिहा होने के बाद, बूटलेगर, जो कडोदरा के उद्दंड राजनेताओं में से एक है, एक लग्जरी जगुआर कार में सवार हुआ। कडोदरा पुलिस बढ़ रही थी। सूरत में पता चला कि अपराधियों को पुलिस का कोई डर नहीं है.

सूरत के कडोदरा थाना क्षेत्र में शराब तस्करों में हड़कंप मच गया है। कार के आगे और पीछे वाहनों का एक बड़ा बेड़ा भी था। जिसका एक वीडियो इस बूटलेगर द्वारा सोशल मीडिया पर वायरल हो गया।

कुख्यात बूटलेगर अश्वर वानफोकाडिया पर सूरत के पलसान तालुका के वंकानेडा गांव के उप सरपंच को रिवॉल्वर से धमकाने का आरोप है। वह एक भूरे रंग की जगुआर कार में सड़कों पर उतरे। डीजे पर डांस करते लोग। मुंबई के गैंगस्टरों पर आधारित फिल्म ‘शूटआउट एट वडाला’ के गाने पर जोरदार रैली की गई। भाई बोले तो.. जिन का भाई बोले तो पाइन का… इस गाने में थे ऐसे शब्द। वह अश्वर वानफोकाडिया का प्रचार कर रहे थे।

लोग पुलिस व्यवस्था की कार्यप्रणाली पर काली उंगलियां उठा रहे हैं। रैली न केवल एक राजनीतिक नेता के खिलाफ थी बल्कि यह भी दिखाया कि दरब का कारोबार कैसा था। इस रैली में उप-पंच के खिलाफ जीत की खुशी व्यक्त की गई। सूरत में गुंडागर्दी की हद पार हो गई थी। रैली बूटलेगर की दहाड़ और डर दिखाने की एक कोशिश थी। सूरत का कानून दिखाता है कि यह कितना लंगड़ा है।

बूटलेगर ईश्वर वासफोडिया का स्वागत लग्जरी कार के सनरूफ में निकले लोगों ने किया। गांव के लोगों ने खड़े होकर ताली बजाई। उन्होंने हाथ उठाकर एक दूसरे का अभिवादन किया। पुलिस ने मुड़कर नहीं देखा।

बूटलेगर ने गाँव में ऐसे प्रवेश किया जैसे वह कोई महान कार्य करके गाँव में दाखिल हुआ हो। गुजरात में असामाजिक और गुप्त तत्व कानून से नहीं डरते थे। माहौल आज भी वैसा ही है। सूरत शहर और जिले में लंबे समय से अवैध कारोबारियों का बोलबाला है। सार्वजनिक रूप से अपना जन्मदिन मनाने के लिए भीड़ की भी खबरें आई हैं।

युवती ने किए अश्लील इशारे, वीडियो

4 जून 2021 को बारडोली का व्यापारी ऑनलाइन हनीट्रैप का शिकार हो गया। भाजपा नेता दक्षेश सेठ और पलसाना तालुका के एक पीएसआई सहित बारडोली के दो युवक अश्लील टेप में पकड़े गए। जिसका वीडियो जारी किया गया था. लड़की पहले बीजेपी पार्षद के सामने नग्न होकर जाती है. इसके बाद पार्षद नग्न होकर अश्लील इशारे भी कर रहे हैं।

ग्रामीण सूरत के कडोदरा थाने के पीएसआई का वीडियो वायरल हो गया है. अधिकारी ने शिकायत नहीं की। उन्हें सस्पेंड भी नहीं किया गया है।

बीजेपी नेता और पार्षद का युवती के साथ अश्लील वीडियो वायरल हुआ था. भाजपा ने निलंबित कर दिया लेकिन पुलिस अधिकारियों को निलंबित नहीं किया गया।

वीडियो कॉल में बीजेपी नेता लाल के सामने नग्न और अश्लील इशारे करते दिखे. पुलिस अधिकारी यही कर रहा था।

कडोदरा थाना क्षेत्र में एक फुट पानी भर गया है

कडोदरा जीआईडीसी थाने में बारिश के दौरान एक फुट पानी भर गया है. कडोदरा जीआईडीसी चलथन गांव के सीम पर स्थित है। थाने में पुलिस को भरने में काफी मशक्कत करनी पड़ी। पहले इस समस्या का समाधान करें।

12 किलो सोने के मामले में अच्छा प्रदर्शन

सूरत में मारवाड़ी गैंग है। सूरत के वल्लभीपुर के रहने वाले हिम्मतभाई कालूभाई सोनानी ने 18 मार्च को 12 किलो सोना दिलाने के लिए ठगी की थी. कद्दोदरा ने बारडोली हाईवे पर बैठक बुलाकर 12 किलो सोने के सिक्के मांगे और 1.40 करोड़ रुपये ठगे और नकली सोने के सिक्के दिए। 3 महीने बाद कडोदरा थाने में शिकायत दर्ज कराई गई। पुलिस ने अहमदाबाद से दो आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने चारों आरोपियों को वांछित घोषित कर दिया। सीसीटीवी फुटेज के आधार पर जांच की जा रही है। तस्वीरें गुजरात पुलिस को सौंपी गईं। रमोल पुलिस ने अहमदाबाद शहर के रामोल थाने से दोनों आरोपियों को गिरफ्तार कर कडोदरा पुलिस को सूचना दी.

अहमदाबाद में संजय नगर इंदिरा नगर के पास रहने वाले राजूलाल राठौड़ (राजस्थान के मूल निवासी) और पन्ना चतुरराठोड़ (जुनावाज अहमदाबाद शहर के निवासी) को अहमदाबाद से गिरफ्तार किया गया था। इसके अलावा मामले के अन्य आरोपी खोड़ा रमेश राठौर, मणिमोहन राठौर, जीतू ढोला राठौर, बाला राजू राठौर फरार हैं.

लखखा मांग रहे हैं किश्तें

अपराधियों के बढ़ते जाने से लोगों में दहशत का माहौल है. 7 मार्च, 2020 को कडोदरा क्षेत्र के व्यापारियों को धमकाया गया और किश्तों की मांग की गई। ऐसे ठिकाने का एक वीडियो जारी किया गया था। छिपे हुए तत्व तलवार लेकर दुकान में घुसपैठ कर व्यापारी को धमका रहे हैं। सूरत में अपराध का ग्राफ लंबे समय से ऊपर जा रहा है।

इसे करें

गुजरात के हर थाने को सीसीटीवी से जोड़ना और उसे गृह विभाग की वेबसाइट से लाइव जोड़ना एक सच्चा प्रशासनिक मामला है. इस लाइव कैमरे को गुजरात का कोई भी नागरिक देख सकता है. पुलिस के खिलाफ शिकायतें दर्ज नहीं हो रही हैं, भले ही देश के सर्वोच्च न्यायालय ने उन्हें ऑनलाइन दर्ज करने के लिए कहा है, उन्हें दर्ज करना शुरू करें। बशर्ते कि कोई भी नागरिक अपनी शिकायत गृह विभाग के कंट्रोल रूम में बिना थाने जाए ऑनलाइन दर्ज करा सकता है।

सीसीटीवी लगाएं

पूरे देश में पुलिस बढ़ रही है। पुलिस थाने की सीढ़ियां चढ़ना आम आदमी के लिए सुखद अनुभव नहीं होता। पुलिसकर्मी जैसा चाहते हैं वैसा ही व्यवहार करते हैं। हर गतिविधि पर सीसीटीवी कैमरा होना चाहिए।

देश की शीर्ष अदालत ने पुलिस कदाचार पर अंकुश लगाने के लिए देश के सभी पुलिस थानों को सीसीटीवी की निगरानी में रखने को कहा है। गुजरात समेत हर राज्य से सीसीटीवी की जानकारी मांगी गई थी।

पुलिस थानों के अंदर कैमरे लगाना नागरिकों का संवैधानिक अधिकार है। ने कहा कि। साथ ही पुलिस अधिकारी के समक्ष दाखिल किया जाने वाला बयान मैंने ऑडियो-वीडियो रिकॉर्डिंग के लिए कहा है। उसने अटॉर्नी जनरल की मदद मांगी। 2018 में सुप्रीम कोर्ट के जस्टिस रोहिंटन एफ. नरीमन की अध्यक्षता वाली पीठ ने इस मामले में केंद्र सरकार से विस्तृत हलफनामा मांगा था। नागरिकों को कथित अवैध हिरासत में थाने में रखा जा रहा है और प्रताड़ित किया जा रहा है।

अच्छा प्रदर्शन

वंकानेडा गांव के हलपति वास में एक गोदाम में शराब उतारने के दौरान पुलिस की छापेमारी में फरार हुआ आरोपी रमेश सिंह जोगराज सिंह राजपुरोहित दो साल बाद वेरेली गांव में मिला. कडोदरा पुलिस ने तत्काल जांच कर आरोपी को वारेली गांव स्थित साई दर्शन सोसायटी से गिरफ्तार कर लिया.

आरोपी भाग गया

आरोपी 26 अक्टूबर 2016 को पुलिस हिरासत से फरार हो गया था, जब वह कडोदरा जीआईडीसी थाने से आरोपी का मेडिकल चेकअप करने गया था। किरण उर्फ ​​क्रुणाल खासवी देवीपूजक (यूवी 6, नाना वराछा, सरथाना जकातनाका, पुलनी नीच, मूल, अहमदाबाद में रहता है) चलथन गांव में एक मोबाइल की दुकान में घुस गया और उसे चुरा लिया।[:]