[:gj]500 કરોડમાં 10 પુલ બનશે [:]

[:gj]2019

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે. કે રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સમય બધ્ધ આયોજન કરાયુ છે. જેના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં આગામી સમયમાં રૂ.487 કરોડ ના ખર્ચે નવા 10 ફ્લાય ઓવર બનાવવામાં આવશે.
રાજ્યમાં માર્ગ સુવિધાના કામો ક્ષેત્રે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. હયાત માર્ગોને પહોળા કરવા, કાચા માર્ગોને પાકા બનાવવા તથા ચાર-માર્ગીય રસ્તા ઉપર આવતા જંકશનો ઉપર ફ્લાય ઓવર બનાવવામાં આવશે. જે હેઠળ ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાય ઓવર બનશે.
ટ્રાફીકના પ્રશ્નોના નિવારણ સંદર્ભે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે ફ્લાય ઓવરના કામો હાથ ધરાનાર છે તેમાં

(૧) આણંદ કરમસદ હાઇવે ઉપર બોરસદ ખાતે રૂ.૪૫ કરોડના ખર્ચે,
(૨) સિધ્ધપુરના દેથલી ચાર રસ્તા પર રૂ.૩૫ કરોડના ખર્ચે,
(૩) પાટણના નવજીવન હોટલના ચાર રસ્તા પર રૂ.૨૭ કરોડના ખર્ચે,
(૪) ભુજ-લખપત રોડ ઉપર રૂ.૩૬ કરોડ ના ખર્ચે બે ફ્લાય ઓવર
(૫) મહેસાણા ના મોઢેરાના ચાર રસ્તા ઉપર રૂ.૧૧૦ કરોડના ખર્ચે,
(૬) સુરત-કડોદરા રોડ ઉપર કડોદરા જંકશન ખાતે રૂ.૧૧૦ કરોડના ખર્ચે,
(૭) સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર રોડ પરના માધાપર જંકશન પર રૂ.૬૦ કરોડના ખર્ચે,
(૮) ગાંધીનગર-અમદાવાદ રોડ ઉપર ધોળાકુવા ખાતે રક્ષા શક્તિ સર્કલ ઉપર રૂ.૫૦ કરોડ ના ખર્ચે
(૯) ગાંધીધામ ટાકોર રોડ ઉપર રૂ.૧૭ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવશે.

આગામી સમયમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સગવડ માટે તેમજ ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે જરૂરીયાત મુજબ નવા ફ્લાય ઓવર બનાવવાનું પણ રાજ્ય સરકાનું આયોજન છે અને વધુ નવા ઓવરબ્રીજો ની ટુંક સમયમાં મંજુરી આપવામાં આવશે.[:]