[:gj]ગુજરાતના ખેડૂત વૈજ્ઞાનીકે વિકસાવેલા બાયો-ફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટીથી સ્થાનિક ખેડૂતોને લાભ થઇ રહ્યો છે[:en]Biofortified carrot variety developed by farmer scientist benefits local farmers[:]

[:gj]ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂત વિજ્ઞાની વલ્લભાઈ વશરામભાઈ મરવાણિયાએ ઊંચું બીટા-કેરોટિન અને આયર્ન ધરાવતા બાયોફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટી મધુવન ગાજર વિકસાવ્યું છે, જેનો લાભ આ વિસ્તારનાં 150થી વધારે સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. આ ગાજરનું વાવેતર જૂનાગઢમાં 200 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે, જે સ્થાનિક ખેડૂતોની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશમાં 1000 હેક્ટરથી વધારે જમીન પર આ વેરાઇટીનું વાવેતર થઈ રહ્યું છે.

મધુવન ગાજર પોષક દ્રવ્યોનું ઊંચું પ્રમાણ ધરાવતું ગાજર છે, જેને બીટા-કેરોટિનનું ઊંચું પ્રમાણ (કિલોગ્રામદીઠ 277.75 મિલીગ્રામ) અને આયર્નનું પ્રમાણ (કિલોગ્રામદીઠ 276.7 મિલીગ્રામ) સાથે પસંદગીની પદ્ધતિ દ્વારા શુષ્કતાના આધારે વિકસાવવામાં આવ્યું છે તથા એનો ઉપયોગ કેરટ ચિપ્સ, જ્યુસ અને અથાણા જેવા વિવિધ મૂલ્ય સંવર્ધિત ઉત્પાદનો માટે થાય છે. આ તમામ વેરાઇટીઓમાં બીટા-કેરોટિન અને આયર્ન સામગ્રી શ્રેષ્ઠ હોવાનું જણાયું છે.

ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત નેશનલ ઇન્નોવેશન ફાઉન્ડેશન (એનઆઇએફ) – ઇન્ડિયાએ વર્ષ 2016 થી 2017 વચ્ચે જયપુર સ્થિત રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થા (આરએઆરઆઈ)માં આ વેરાઇટીને માન્યતા આપવા માટે પરીક્ષણો હાથ ધર્યા હતા. આ પરીક્ષણોમાં જાણકારી મળી હતી કે, મધુવન ગાજર નોંધપાત્ર રીતે મૂળની વધારે ઉપજ (હેક્ટરદીઠ 74.2 ટન) અને પ્લાન્ટ બાયોમાસ (પ્લાન્ટદીઠ 275 ગ્રામ) ધરાવે છે, જે અન્ય વેરાઇટીની સરખાણમીમાં વધારે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અસમ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા જુદાં-જુદાં રાજ્યોમાં એનઆઇએફ દ્વારા 25 હેક્ટરથી વધારે જમીન પર આ વેરાઇટીના ખેતરોમાં પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાં 100થી વધારે ખેડૂતો સંકળાયેલા હતા, જેમાં વેરાઇટી (મધુવન ગાજર) ઉપજ અને અન્ય ગુણોની દૃષ્ટિએ ગુણકારક હોવાનું જણાયું હતું.

વર્ષ 1943માં શ્રી વલ્લભભાઈ વશરામભાઈ મરવાણિયાને જાણકારી મળી હતી કે, સ્થાનિક ગાજરની વેરાઇટીનો દૂધની ગુણવત્તા વધારવા માટે ચારા તરીકે ઉપયોગ થાય છે. તેમણે આ વેરાઇટીનું વાવેતર કર્યું હતું અને આ ગાજરને બજારમાં સારી કિંમતે વેચ્યા હતા. ત્યારપછી તેમણે તેમના પરિવાર સાથે આ કલ્ટિવેટરનું જતન કરવા અને વિકસાવવા કામગીરી કરી છે. આ વેરાઇટીના બીજનું ઉત્પાદન અને વેચાણ એમના પુત્ર શ્રી અરવિંદભાઈ કરે છે અને દર વર્ષે આશરે 100 ક્વિન્ટલનું વેચાણ કરે છે. આશરે 30 સ્થાનિક બીજ સપ્લાયર્સ આખા દેશમાં આ બીજના વેચાણમાં સંકળાયેલા છે અને કેટલાંક સ્થાનિક ખેડૂતોના જૂથ સાથે શ્રી વલ્લભભાઈ પોતે બિયારણનું ઉત્પાદન કરે છે.

આ વેરાઇટીના વિકાસના શરૂઆતનાં વર્ષો દરમિયાન શ્રી વલ્લભાઈએ બિયારણના ઉત્પાદન માટે શ્રેષ્ઠ પ્લાન્ટની પસંદગી કરી હતી અને સ્થાનિક વપરાશ તેમજ વેચાણ માટે નાનાં વિસ્તારમાં તેનું વાવેતર કર્યું હતું. પછી આ ગાજર માટેની માગમાં વધારો થયો હતો. એટલે તેમણે 1950ના દાયકા દરમિયાન મોટા પાયે એનું વાવેતર શરૂ કર્યું હતું. તેમણે 1970ના દાયકામાં તેમના ગામ અને લગોલગ વિસ્તારોમાં અન્ય ખેડૂતોમાં આ બિયારણોનું વિતરણ શરૂ કર્યું હતું. 1985 દરમિયાન તેમણે મોટા પાયે બિયારણોનું વેચાણ શરૂ કર્યું હતું. મધુવન ગાજરની સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સફળતાપૂર્વક એનું વાવેતર થાય છે.

શ્રી વલ્લભભાઈ વશરામભાઈ મરવાણિયાને ફેસ્ટિવલ ઑફ ઇનોવેશન (એફઓઆઇએન) – 2017 દરમિયાન નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતનાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો હતો. એમના અસાધારણ કાર્ય બદલ વર્ષ 2019માં એમને પદ્મશ્રી એનાયત થયો હતો.[:en]Delhi, 08 APR 2020
Madhuban Gajar, a biofortified carrot variety with high β-carotene and iron content developed by Shri Vallabhhai Vasrambhai Marvaniya, a farmer scientist from Junagadh district, Gujarat is benefitting more than 150 local farmers in the area. It is being planted in an area of over 200 hectares in Junagadh, and the average yield, which is 40-50 t/ha, has become the main source of income to the local farmers. The variety is being cultivated in more than 1000 hectares of land in Gujarat, Maharashtra, Rajasthan, West Bengal, Uttar Pradesh during the last three years.

The Madhuvan Gajar is a highly nutritious carrot variety developed through the selection methodwith higher β-carotene content (277.75 mg/kg) and iron content (276.7 mg/kg) dry basis and is used for various value-added products like carrot chips, juices, and pickles. Among all the varieties tested, beta-carotene and iron content were found to be superior.

National Innovation Foundation (NIF) – India, an autonomous institute under the Department of Science and Technology,Govt. of India conducted validation trials for this variety at Rajasthan Agricultural Research Institute (RARI), Jaipur, between 2016 and 2017. In the trials, it was found that Madhuban Gajar carrot variety possesses a significantly higher root yield (74.2 t/ha) and plant biomass (275 gm per plant) as compared to check variety.

The on-farm trials of the variety were conducted over 25 hectares of land by NIF in different states like Gujarat, Maharashtra, Rajasthan, Assam, Haryana, Punjab and West Bengal which involved more than 100 farmers where the performance of the variety (MadhuvanGajar) was found to be appreciable in term of yield and its other properties.

During 1943, Shri Vallabhhai Vasrambhai Marvaniya found that a local carrot variety which was profoundly used for fodder to improve the quality of milk. He selectively cultivated this variety and sold this carrot in the market at a good price. Since then, he, along with family, is working for the conservation and development of this cultivar. The production and marketing of seeds of the variety are taken care of by his son Shri Arvindbhai and the average sale is about 100 quintals per annum. Around30 local seeds suppliers are involved for the seed marketing of the variety throughout the country, andthe production of seeds is being under taken out byShri Vallabhhai himself with a group of some local farmers.

During the early years of the development of this variety,Shri Vallabhhai selected the best plants for seed production and grew them in a small area for domestic consumption as well as for marketing. Later on, demand for this carrot grew, and he started cultivation on a large scale during the 1950’s. He also started distributing the seeds to other farmers in his village and adjoining areas in the 1970s. During 1985, he started selling the seeds on a large scale. The average yield of Maduvan Gajar is 40 – 50 t/ha and had been cultivated in Gujarat, Maharashtra, and Rajasthan successfully.

Shri VallabhaiVasrambhai Marvaniyawas conferred with a National Award by the President of India at Rashtrapati Bhavan, New Delhi during Festival of Innovation (FOIN) – 2017. He was conferred with Padma Shri in the year 2019 for his extraordinary work.[:]