[:gj]મજૂરો પગપાળા વતન ન નિકળે, મુખ્ય પ્રધાનનો આદેશ [:]

[:gj]ગાંધીનગર, 26 માર્ચ 2020

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના નાના-મોટા-ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા વિવિધ જિલ્લા ઓના ગામોના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં ઉદ્યોગોમાં કામ કરતા આવા શ્રમજીવીઓને કારીગરો ને અપિલ કરી છે કે, હાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે*
*તેમણે જણાવ્યું છે કે, આ કોરોના વાયરસથી બચવાના શ્રેષ્ઠ વિકલ્પ રૂપે ભીડભાડ ન કરવી અને ટોળામાં ક્યાંય પણ ન નીકળવું કે ઘરની બહાર ન નીકળતા જ્યાં છીએ ત્યાં જ રહેવું હિતાવહ અને સલામત છે*
*મુખ્યમંત્રીશ્રીએ આવા શ્રમજીવીઓ-કારીગરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, લોક ડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે*
*તેમણે રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશન, બિલ્ડર્સ એસોશિએશન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાને ત્યા કામ કરતા આવા શ્રમયોગી કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે*
*શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, આવા કામોમાં સેવા સંસ્થાઓ અને રાજ્ય સરકાર શક્ય મદરૂપ થશે*

અમદાવાદથી રાજસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસને પગલે પ્રવર્તમાન લોકડાઉનની જાહેર થયેલી સ્થિતિમાં રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનને અપિલ કરી છે કે, શાકભાજી તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો હોલસેલ માર્કેટમાં કે શાક માર્કેટ માં કે રિટેલર્સ પાસે ખરીદી કરવા જઇને ભીડ-ભાડ ન કરે.
તેમણે સ્પષ્ટપણે અનુરોધ કર્યો છે કે, આવી ચીજવસ્તુઓ તેમને તેમના ઘરની નજીકમાં વેપારી પાસેથી સરળતાએ મળી રહેશે. શક્ય હોય ત્યાં સુધી સૌ નાગરિકો આવી ચીજવસ્તુઓ માટે ટેલિફોનથી ઓર્ડર આપે અને ઘરે બેઠા ડિલિવરી મેળવે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનને અપિલ કરતા એમ પણ કહ્યું છે કે, કોરોના વાયરસની આ બીમારી ભીડભાડ અને એક બીજાના સંપર્કથી પણ વધુ સંક્રમિત થતી હોય છે એટલે સૌ સોશિયલ ડિસ્ટન્સ જાળવે.
ગુજરાતમાં સૌ-નાગરિક ભાઇ-બહેનો આ સોશિયલ ડિસ્ટનર્સ જાળવીને અને ઘરમાં જ રહીને સફળ બનાવીએ.

રાજસ્થાન જતા 700 જેટલા શ્રમિકોને જોઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તરત જ માન. ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી તેમની સાથે જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને જમવાની તેમજ વતન પહોચાડવા માટે બસોની વ્યવસ્થા કરી આપી હતી.

ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવતા અને ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટ પર આવતા મજૂરો દાહોદ જીલ્લાના વતનીઓ સુરત, ભરૂચ અને અંકલેશ્વરમાં ફસાયા હતા. સમગ્ર રાજ્યમાં લોકડાઉનના પગલે આ મજૂરો પગપાળા જ વતન તરફ જઈ રહ્યા હતા.આવા સમયે તંત્ર તેમની મદદે આવ્યુ હતું.છોટાઉદેપુર જિલ્લાના શ્રમજીવીઓ લોક ડાઉનના કારણે વતન તરફ પગપાળા જઈ રહ્યા હતા જેથી બુધવારે અંકલેશ્વર ખાતેથી વહીવટી તંત્ર દ્વારા ગુજરાત એસ.ટી.ની ૫ બસો તાત્કાલીક ફાળવી શ્રમજીવીઓને વતન તરફ મોકલવામાં આવ્યા.ગાંધીનગરથી પણ રાજસ્થાન તરફ જઈ રહેલા રાજસ્થાનના નાગરીકોને ગાંધીનગર જીલ્લા પ્રશાસન દ્વારા મેડીકલ તપાસ કરાવીને વતન તરફ મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

[:]