[:gj]સાણંદમાં 1,00,000 સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન[:en]Campaign to make one lakh seed-balls and bury them in the ground in Sanand, Gujarat[:hn]गुजरात के साणंद में एक लाख सीडबॉल बनाकर जमीन में गाड़ने का अभियान[:]

[:gj]અમદાવાદ, 16 જૂન, 2021

વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળ માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી 1,00,000 જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં – ઝાંખરામાં મુકવાનું આયોજન હાથ ધરાયું છે. હાલના સમયમાં પર્યાવરણ ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે જેના પરિણામે માનવ સમાજ પર ઘાતક અસરો વર્તાઈ રહી છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનારી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરશે.

માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુ બારોટ કહે છે કે, “ આજે પર્યાવરણની સમસ્યા વિકરાજ્ળ બની રહી છે… ભવિષ્યમાં પણ આ ખતરાની ઘંટીને ઓળખી માનવ સફાળો જાગશે નહીં તો વિપરિત પરિણામો ભોગવવા પડશે. આ પરિસ્થિતીને ધ્યાને લઈ માનવ સેવા ટ્રસ્ટે પર્યાવરણ બચાવો ઝુંબેશ ઉપાડી લીધી છે. 1,00,000 સીડ બોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની પહેલ કરી છે…વૃક્ષો આપણા માટે સર્વસ્વ છે… વૃક્ષ હશે તો જ આપણું અસ્તિત્વ ટકી રહેશે, એ પણ એટલું જ સત્ય છે…આગામી પેઢી પણ પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપવા સહયોગી બને તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું..’

આગામી સમયમાં સાણંદના અન્ય વિસ્તારમાં પણ સીડબોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું મનુભાઈ કહે છે. સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાવળના જંગલમાં 1 લાખ સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, બાવળ વગેરેના બી વાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે. કુદરતનો એવો ક્રમ છે કે જો બીજને માટી, ગરમી અને ભેજ મળી રહે તો તે આપો-આપ ભીતમાં ઉગી નીકળતા પીપળાની જેમ ઉગી જાય છે જો માત્ર થોડાજ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવી દેશે એમ તેઓ કહે છે.[:en]Ahmedabad, June 16, 2021

A unique program has been organized by Sanand-based voluntary organization Manav Seva Trust with the aim of inculcating the sanskar of environmental protection in the minds of children in the event of increasing pollution and global warming. With the help of youth, a plan has been made to make one lakh seedballs and plant them in the fallow land around Sanand. This campaign started by Manav Seva Trust will protect the environment and nature at a time when the environment is under threat of deadly effects on human society.

Manu Barot, trustee of Manav Seva Trust, says, “Today the problem of environment is getting worse… If in future man does not wake up to this alarm, then he will have to face the opposite consequences.” The Human Services Trust has launched a campaign to save the environment. We have taken an initiative to become environment protector by making one lakh seed balls..trees are everything for us..we will survive only if we have trees,it is also true…the next generation is also a partner in the campaign to save the environment. It takes time to build.”

Manubhai says that the practice of seedball on a large scale in other areas of Sanand is also being considered in the near future. The work of pouring earthen balls from the seeds of lemon, kanji, peltoform, gulmahor, acacia etc. in 1 lakh seed balls in acacia forest of Sanand municipal area is in progress. Nature has decreed that if the seed gets soil, heat and moisture, then it will automatically grow like a pipe growing out of fear. Even if a few seeds grow, this hard work will pay off.[:hn]अहमदाबाद, 16 जून, 2021

साणंद स्थित स्वयंसेवी संस्था मानव सेवा ट्रस्ट द्वारा बढ़ते प्रदूषण और ग्लोबल वार्मिंग की स्थिति में बच्चों के मन में पर्यावरण संरक्षण का संस्कार पैदा करने के उद्देश्य से एक अनूठा कार्यक्रम आयोजित किया गया है। युवाओं के सहयोग से करीब एक लाख सीडबॉल बनाकर साणंद के आसपास की परती भूमि में लगाने की योजना बनाई गई है। मानव सेवा ट्रस्ट द्वारा शुरू किया गया यह अभियान ऐसे समय में पर्यावरण और प्रकृति की रक्षा करेगा जब पर्यावरण को मानव समाज पर घातक प्रभावों का खतरा हो रहा है।

मानव सेवा ट्रस्ट के ट्रस्टी मनु बरोट कहते हैं, ”आज पर्यावरण की समस्या विकराल होती जा रही है… अगर भविष्य में मनुष्य इस अलार्म के प्रति नहीं जागता है, तो उसे इसके विपरीत परिणाम भुगतने होंगे.” इस स्थिति को देखते हुए मानव सेवा न्यास ने पर्यावरण को बचाने के लिए अभियान चलाया है। हमने एक लाख सीड बॉल्स बनाकर पर्यावरण रक्षक बनने की पहल की है…पेड़ हमारे लिए सब कुछ हैं…पेड़ होने पर ही हमारा अस्तित्व बचेगा, यह भी सच है… अगली पीढ़ी भी पर्यावरण को बचाने के अभियान में सहयोगी बनने में समय लेती है।”

मनुभाई का कहना है कि निकट भविष्य में साणंद के अन्य क्षेत्रों में भी बड़े पैमाने पर सीडबॉल की प्रथा पर विचार किया जा रहा है। साणंद नगरपालिका क्षेत्र के बबूल के जंगल में 1 लाख बीज के गोले में नींबू, कांजी, पेल्टोफार्म, गुलमहोर, बबूल आदि के बीज से मिट्टी के गोले डालने का कार्य प्रगति पर है। कुदरत का फरमान है कि बीज को मिट्टी, गर्मी और नमी मिल जाए तो वह डर से उगने वाले पाइप की तरह अपने आप बढ़ जाएगा।थोड़े से बीज उग भी जाएं तो यह मेहनत रंग लाएगी।[:]