[:gj]કોરોના વાયરસ બિમારી (કોવિડ-19) માટે વધારાની માર્ગદર્શિકા[:]

[:gj]નવા દિલ્હી, 19 માર્ચ, 2020

  • કોઇપણ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક મુસાફર વિમાનને આગામી 22 માર્ચ, 2020થી એક અઠવાડિયા સુધી ભારતમાં ઉતારવાની મંજૂરી નહીં અપાય.
  • રાજ્ય સરકારો યોગ્ય દિશાનિર્દેશો જારી કરશે જેથી કરીને જનતાના પ્રતિનિધિઓ/ સરકારી કર્મચારીઓ/તબીબી વ્યવસાયિકો સિવાયના 65 વર્ષથી વધુ વયના (મેડિકલ સહાયતા સિવાયના) નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે.
  • તેવી જ રીતે, 10 વર્ષથી ઓછી વયના બાળકોને પણ ઘરમાં જ રહેવાની અને તેમને બહાર નહીં ફરવા જવાની સલાહ આપવામાં આવે.
  • રેલવે તેમજ નાગરિક ઉડ્ડયન વિદ્યાર્થીઓ, દર્દીઓ અને દિવ્યાંગ શ્રેણી સિવાય તમામ કન્સેશનલ પ્રવાસને રદ કરશે.
  • રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે તે ઇમરજન્સી/આવશ્યક સેવાઓમાં કામ કરતા લોકો સિવાય ખાનગી ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને ઘરે બેઠા કામ કરવા માટે પ્રોત્સાહિત કરે.
  • ભીડભાડને ઘટાડવા માટે કેન્દ્ર સરકારના તમામ ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓને એકાંતરા સપ્તાહે ઓફિસમાં થોડા-થોડા સમય માટે હાજરી આપવા માટે કહેવાશે.

[:]