[:gj]દૂઘ, શાકભાજી, કરિયાણું, અનાજ, દવાની ઘટ ન થાય તેનું વેપારી, ઉદ્યોગો કાળજી રાખે – મુખ્ય પ્રધાન[:en]CM holds video-conference with officials of trade, industry associations of Metropolitans to cooperate in fighting against Coronavirus[:]

[:gj]વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં તેને વધુ ફેલાતો અટકાવવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય સ્વયં શિસ્ત લોકોમાં કેળવાય તે માટે વેપાર-ઉદ્યોગના સહયોગ હેતુથી 6 મહાનગરોના વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપાર ઉદ્યોગ-સગંઠનોને અપિલ કરતા કહ્યું કે, આ મહામારીના સમયે જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય ચીજવસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોના વાયરસનો વ્યાપ ગુજરાતમાં ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ.
આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દૂઘ શાકભાજી, કરિયાણું, અનાજ, ફામર્સી જેવી વસ્તુઓની નાગિરોકોને ઘટ ન થાય તેનું વેપાર ઉદ્યોગ- સંગઠનોએ ધ્યાન રાખવું જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આ પરિસ્થિતિમાં તમામ ચેમ્બર્સ અને વેપાર ઉદ્યોગ સંગઠનોએ આગળ આવવું જોઇએ. તેમને બને ત્યાં સુધી પોતાના કર્મચારી અને કારીગરોને સ્વંય સ્થિત જાળવવાનું કહેવું જોઇએ અને કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો હોય તો તેમને આઇસોલેશન માટે પણ સમજાવવા જાઇએ.
મુખ્યમંત્રીશ્રીને તમામ વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ ખાતરી આપી કે, આ મહામારીના સમયમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા તમામ નિર્ણયોને પૂરતો સહયોગ પણ આપશે. તમામ વેપારી મહાજનોને પણ અપલિ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્રારા કોરોના વાયરસને લઇને જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે તેની માહિતી પણ પોતાના દરેક કર્મચારી અને કામદારો સુધી પહોંચાડે જેથી આપણે સૌએ સાથે મળીને આ કોરોના વાયરસને હરાવી શકીએ.[:en]Ahmedabad: With a view to prevent further spreading of the Coronavirus from its present condition, to instill self-discipline among the people for maintaining social distances, and for cooperation in trade and commerce, Chief Minister Mr. Vijaybhai Rupani today held a video conference with officials of trade and commerce institutions and chamber of commerce of six municipal corporations of the state for providing them the guidelines.

 

Appealing to the Chamber of Commerce and Trade – Commerce institutions, the Chief Minister said that in this present time of pandemic, you people ought to give full cooperation in not selling any item other than urgently needed essential commodities for preventing further spreading-scope of Coronavirus in Gujarat.

 

Mr. Rupani further added that trade & commerce institutions should ensure that the citizens don’t experience short supply of daily life’s essential commodities such as milk, vegetables, grocery, food-grains, pharmacy and others.

 

He said that in the present situation all the chambers and associations of trade & commerce should come forward to advice their employees and workers to observe self-discipline and to opt for isolation if any of them are showing any symptoms of Coronavirus.

 

The Chief Minister also appealed to the trade mahajans to convey the state government’s guidelines for Coronavirus to their employees and workers so we jointly together can defeat the deadly disease.[:]