[:gj]ગુજરાતમાં કોરોનાના 14 દર્દીઓ, ખરેખર કેટલાં છે ? સરકાર શું છુપાવે છે ? [:]

14 Corona patients in Gujarat, how many are there? What does the government hide?

[:gj]ગાંધીનગર, 6 માર્ચ 2020

ગુજરાત હવે કોરોના વાયરસના ભયંકર ભરડામાં આવી ગયું છે. 14 શકમંદ દર્દી જણાયા છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 8 શકમંદ દર્દી છે. જેને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક દર્દી મળી આવ્યા છે. આયલો વ્યાપ જોતા ગુજરાતમાં 1200થી વધું શકમંદ કોરોના દર્દી હોવાની પૂરી સંભાવના બિનસરકારી તબિબો વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસના કોઈ કેસ પોઝિટિવ આવ્યા નથી.

અમદાવાદ વિમાની મથક પર તમામ યાત્રીઓની સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. આઠ દર્દીઓને અમદાવાદ શહેરની સિવિલ હસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર હેઠળ દાખલ કરી દેવાયા છે.

બીજીબાજુ, ઇરાન આવેલા એક શખ્સમાં તો, સીંગાપોરથી આવેલી એક યુવતીમાં પણ કોરોના વાઇસરના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેઓને અનુક્રમે પાલનપુર અને હિમંતનગર સિવિલ હસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે, ૨૫ વર્ષીય યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. રાજયમાં પણ કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં કેસોની સંખ્યામાં ધીરે ધીરે વધી રહી છે. સરકાર બતાવે છે તેના કરતાં સ્થિતી ગંભીર હોવાનું ખાનગી હોસ્પિટલના તબિબો કહી રહ્યાં છે.

તમામના સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં બ્લગ સેમ્પલ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં  તે સિંગાપોરથી ભારત આવ્યા બાદ કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શક્યતા છે. તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ઈરાનથી પરત ફરેલા મૂળ કાણોદર ગામના મુસાયબઅલી શેરશિયાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને સિવિલના આઈસોલેશન વાર્ડમાં રાખવામાં આવ્યો છે તેને તેની સારવાર ચાલી રહી છે. રિપોર્ટની રાહ જાવામાં આવી રહી છે.

વિશ્વમાં શું છે

કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત દેશોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. હવે અસરગ્રસ્ત દેશોની સંખ્યા વધીને ૮૪ થઇ ગઇ છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે દુનિયાના દેશો તમામ મથામણ કરી રહ્યા છે પરંતુ આના પર કાબુ મુકવામાં સફળતા હાથ લાગી નથી. અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે અસરગ્રસ્ત ૮૪ દેશોમાં મોતનો આંકડો વધીને ૩૨૮૬ સુધી પહોંચી ગયો છે. જ્યારે કેસોની સંખ્યા ૯૫૪૮૩ સુધી પહોંચી ગઇ છે.

સૌથી વધારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ચીનમાં છે. જ્યાં અસરગ્રસ્ત કેસોની સંખ્યા ૮૦૪૩૦ છે. મોતનો આંકડો ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨ના મોત સાથે ૩૦૧૩ સુધી પહોંચી ગયો છે.અમરિકા સહિતના મોટા ભાગના દેશો આ કોરોનાના સકંજામાં આવી ગયા છે.

દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી.ચીનના તમામ સંબંધિત જુદા જુદા આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે.માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે.

અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.૬૪ દેશોમાં કુલ કેસોની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી ચુકી છે.[:]