[:gj]17 મહિનાની શીયા અને 8 મહિનાનો મહંમદ સાજા થઈ ઘરે ગયા, ગોત્રીમાં 55 ટકા સાજા થયા[:en]17-month-old Shia and 8-month-old Muhammad recovered and went home, with Gotri recovering 55 percent[:hn]17 महीने की शिया और 8 महीने का मुहम्मद कोरोना बरामद हुए, गोत्री 55 फीसदी तक ठीक हो गई[:]

[:gj]વડોદરા, 10 મૅ 2020

8 માસનો મહંમદ હુસેન હાલોલના લીમડી ફળિયાનો છે, જ્યારે 17 માસની શીયા મિનેશ રાણા નાગરવાડાની છે. એમના પરિવારના વડીલો સંક્રમિત થતાં આ બાળકોને ચેપની અસર થઈ હતી. હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

શિયાના માતાએ જણાવ્યું કે મારી દીકરીના બધાં જ રિપોર્ટ સમયસર થયાં,નિયમિત ચેક અપ અને સારી સારવાર મળી, ભોજનની પણ કાળજી લેવામાં આવી હતી.

બાળરોગ વિભાગના ડો.ગૌતમ શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં કોરોના ની અસર પામેલા 8 ભૂલકાઓ દાખલ કરવામાં આવ્યા જે પૈકી 6 ને સાજા કરવામાં સફળતા મળી છે. હાલમાં એક સારવાર હેઠળ છે અને એક બાળકનું મરણ થયું છે.

અહીંના બાળરોગ વિભાગમાં ડો.નિમિષા પંડ્યા અને ડો.દિવ્યા દવે તેમજ મદદનીશ પ્રાધ્યાપકો ડો.રિતેશ પરમાર, ડો.લલિત નેઇનીવાલ, ડો. પૂતુન પટેલ અને ડો.ગૌતમ શાહ સહિત નર્સિંગ સ્ટાફ બાળકોની સારવાર અને જીવન રક્ષાનું કામ કરી રહ્યાં છે.

ગોત્રી ખાતેની વિશેષ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ બાળકોની સારવાર માટે ડો.નિમિષા પંડ્યાના નેતૃત્વમાં સારવાર ચાલે છે.

ગોત્રી ખાતે થી 4, સયાજીમાંથી 8, આજવા રોડ આઇ.ટી.આઇ.ખાતે થી 13,અને એચ.એસ.આર.ટી.આઇ.ખાતે થી 16 મળીને કુલ 41 કોરોના મુકતોને રજા આપવામાં આવી છે.  52 રોગમુક્ત ને રજા આપવામાં આવી હતી.આમ,કુલ 93 જણ બે દિવસમાં રોગમુક્ત થતાં રિકવરી દર 55 ટકા થયો છે. સારવાર હેઠળના લોકોનો દર 39 ટકા છે જ્યારે મરણ દર 6 ટકા છે.[:en]Vadodara, 11 May 2020
8-month-old Mohammad Hussain hails from Halol, while 17-month-old Shia Minesh Rana hails from Nagarwada. The children were infected when the elders of their family became infected. Now Corona was declared free, on 11 May 2020.
Sheena’s mother said that all the reports of my daughter were timely, regular check-ups and good treatment, meals were also taken care of.
Dr. Gautam Shah of the Pediatrics Department said that so far 8 cases of corona have been admitted out of which 6 have been cured. One is currently undergoing treatment and one child has died.
Dr. Nimisha Pandya and Dr. Divya Dave as well as Assistant Professors Dr. Ritesh Parmar, Dr. Lalit Nainiwal, Dr. Nursing staff including Putun Patel and Dr. Gautam Shah are working to treat and save the lives of the children.
Special Kovid Hospital at Gotri is treating children with positive and suspicious corona under the leadership of Dr. Nimisha Pandya.
4 from Gotri, 8 from Sayaji, 13 from Ajwa Road ITI and 16 from HSRTI, a total of 41 crore have been released. A total of 93 people were discharged in two days, bringing the recovery rate to 55 per cent. The rate of people undergoing treatment is 39 percent while the mortality rate is 6 percent.[:hn]वडोदरा, 10 मई 2020
8 महीने का मोहम्मद हुसैन हलोल से रहता है, जबकि 17 महीने का शिया मिन्नेश राणा नगरवाड़ा से आता है। जब उनके परिवार के बुजुर्ग  कोरोना से संक्रमित हो गए तो बच्चे संक्रमित हो गए। अब कोरोना को स्वतंत्र घोषित कर दिया गया।
शीना की मां ने कहा कि मेरी बेटी की सभी रिपोर्ट समय पर, नियमित जांच और अच्छे उपचार, भोजन का भी ध्यान रखा गया था।
बाल रोग विभाग के डॉ। गौतम शाह ने कहा कि अब तक कोरोना के 8 मामलों में भर्ती कराया गया है, जिनमें से 6 ठीक हो गए हैं। अभी एक का इलाज चल रहा है और एक बच्चे की मौत हो गई है।
डॉ। निमिषा पंड्या और डॉ। दिव्या दवे के साथ-साथ सहायक प्रोफेसर डॉ। रितेश परमार, डॉ। ललित नैनवाल, डॉ। पुतुन पटेल और डॉ। गौतम शाह सहित नर्सिंग स्टाफ बच्चों के जीवन का इलाज करने और उन्हें बचाने के लिए काम कर रहे हैं।
गोत्री का विशेष कोविद अस्पताल डॉ। निमिषा पंड्या के नेतृत्व में सकारात्मक और संदिग्ध कोरोना वाले बच्चों का इलाज कर रहा है।
गोत्री से 4, सयाजी से 8, अजवा रोड आईटीआई से 13 और एचएसआरटीआई से 16 को जारी किए गए हैं। दो दिनों में कुल 93 लोगों को छुट्टी दी गई, जिससे रिकवरी की दर 55 फीसदी हो गई। इलाज करा रहे लोगों की दर 39 प्रतिशत है जबकि मृत्यु दर 6 प्रतिशत है।[:]