[:gj]71 હજાર કરોડનું દાન, ખરા દાનવીર આ કહેવાય [:]

71 thousand crore donations, this is true donor

[:gj]દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે રૂ.71000 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમ તેમની કુલ સંપત્તિના 7.7 ટકા જેટલી થાય છે. હાલમાં જેફની કુલ સંપત્તિ 9.28 લાખ હજાર કરોડ રૂપિયા છે.  ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે બેઝોસ અર્થ ફંડની શરૂઆત કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી સામે બહુ મોટો ખતરો છે અને તેનો ઉકેલ લાવવા માટેની લડતમાં ક્લાઈમેટ ચેન્જ સામે લડત ચલાવતા વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકરો અને એનજીઓને ભંડોળ પુરૂ પાડીશું. પૃથ્વીને આપણે બચાવી શકીશું. આ પહેલ બાદ કોર્પોરેટ જગત, દુનિયાના બીજા દેશો અને વૈશ્વિક સંગઠનો પણ લડતમાં જોડાશે તેવી આશા છે. આ પહેલા પણ એમેઝોનના કર્મચારીઓને બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડતમાં જોડ્યા છે. બેઝોસે એલાન કરેલુ છે કે, 2030 સુધીમાં એમેઝોન સંપૂર્ણપણે રીન્યુએબલ એનર્જીથી સંચાલિત બની જશે.[:]