[:gj]10 હજાર લોકોને ગાયત્રી પરિવાર તરફથી રાસન કીટ અપાઈ [:]

[:gj]ગુજરાતના ગાયત્રી પરિવાર ના કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી 10000થી વધુ રાસન કીટો જરૂરિયાત મંદોને ત્યાં જઈને હાથો હાથ પહોંચાડવામાં આવી રહી છે. જેમાં ઘઉં, દાળ, ચોખા, લોટ, શાકભાજી સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ સિવાય ૧૦૦૦ કિલો બુંદી અને ૧૦૦૦ કિલો ગાઠીયાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂખ્યા જન ત્યાં સુધી ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા કરવામાં આવ્યુ હતું. કુદરતી આફત હોય કે મહામારી પીડિતોની મદદ માટે અગ્રેસર રહીને સેવામાં મચી પડતા ગાયત્રી ના પરિજનોએ કોરોનાવાયરસ નાગરિકોને બચાવવા માટે ઉપયોગી બની રહે તે માટેઅત્યાર સુધી માં 16900 થી વધુ તૈયાર કરાયેલા માસ્કનું પણ વિતરણ  કરવામાં આવ્યું છે .  આમ ગુજરાતમાં ગાયત્રી પરિવારના કેન્દ્રો દ્વારા રાહત ફંડમાં રોકડ રાશિનું દાન, જરૂરિયાત મંદોને રાસન કીટ અને કોરોનાવાયરસથી બચાવવા માટે માસ્ક આપીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

[:]