[:gj]ઘોરાડ, હાથી અને બંગાળ ફ્લોરિકનને આંતરરાષ્ટ્રિય સંરક્ષણ અપાયું [:]

Ghorad, elephant and Bengal florican were given international protection

[:gj]ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બંગાળ ફ્લોરિકન અને એશિયન હાથી માટે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ
ગાંધીનગર, 21, ફેબ્રુઆરી  2020
સંયુક્ત રાષ્ટ્રના યાયાવર પ્રજાતિઓ પરના સંમેલનના પરિશિષ્ટ 1માં ભારતનાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, એશિયન એલીફન્ટ અને બેંગાલ ફ્લોરિકનને સમાવવાની ભારતની સૂચિત દરખાસ્તને અત્યારે ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર આયોજીત (સીએમએસ) સંબંધિત કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝની 13મી કોન્ફરન્સમાં મંજૂરી આપવામાં આવી હતી.
એશિયન હાથી
ભારત સરકારે ભારતીય હાથીને રાષ્ટ્રીય ધરોહર સમાન પ્રાણી જાહેર કર્યા છે. ભારતીય હાથીને વન્યજીવ (સંરક્ષણ) ધારા, 1972ના પરિશિષ્ટ 1માં એની યાદીમાં સામેલ કરીને કાયદેસર સંરક્ષણ પ્રદાન કરવામાં આવ્યું છે.

સીએમએસ સંમેલનમાં પરિશિષ્ટ 1માં ભારતીય હાથીઓને સ્થાન મળવાથી ભારતની તમામ સરહદો પર ભારતીય હાથીઓનાં સ્થળાંતરણ અને સુરક્ષિત સ્વરૂપે ભારતીય હાથીનાં પ્રવાસની સ્વાભાવિક જરૂરિયાતો પૂર્ણ કરશે તેમજ આ રીતે આપણી ભાવિ પેઢીઓ વચ્ચે આ લુપ્તપ્રાય પ્રજાતિઓનાં સંરક્ષણને પ્રોત્સાહન મળશે. નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને મ્યાન્મારમાં ઓછી સંખ્યામાં વસતી એકબીજામાં મિશ્ર થશે અને આ વસતીનાં જનીનનો આધાર વધારે વિસ્તૃત બનશે. એનાથી સ્થળાંતરણનાં રુટના ઘણા ભાગમાં મનુષ્ય અને હાથીનાં ઘર્ષણમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે.
એશિયન હાથીઓ/ભારતીય હાથીઓ આહાર અને આશ્રયની શોધમાં જુદાં જુદાં રાજ્યોમાં અને દેશોમાં લાંબું અંતર કાપે છે. જ્યારે કેટલાંક હાથીઓ એક જગ્યાએ રહે છે, ત્યારે અન્ય હાથીઓ નિયમિત રીતે વાર્ષિક સ્થળાંતરણનાં ચક્રમાં ફરે છે. આશ્રય અને યાયાવર હાથીઓની સંખ્યાનાં રેશિયોનો આધાર પ્રાદેશિક વસતીની સાઇઝ તેમજ તેમના આશ્રયમાં જે તે હદે થયેલો ઘટાડો જવાબદાર છે.
એશિયન હાથીના અસ્તિત્વ સામે વિવિધ પડકારો છે, જેમ કે આ હાથીઓ ધરાવતા મોટા ભાગનાં રાજ્યોમાં એના રહેઠાણમાં ઘટાડો થઈ રહ્યો છે, આ પ્રજાતિ સમૂહમાં રહેતી નથી અને છૂટીછવાઈ રહે છે, મનુષ્ય અને હાથી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે, હાથીદાંત માટે એનો શિકાર થઈ રહ્યો છે અને ગેરકાયદેસર રીતે હાથીઓનો વેપાર થઈ રહ્યો છે.
એડીજી (વાઇલ્ડલાઇફ) શ્રી સૌમિત્રા દાસગુપ્તાએ સંમેલનમાં પક્ષોએ સર્વાનુમતે સ્વીકારેલી દરખાસ્તને આગળ વધારીને કહ્યું હતું કે, “એશિયન હાથી/ભારતીય હાથી (એલીફાસ મેક્સિમસ ઇન્ડિકસ)ની સૌથી વધુ વસતી ભારતમાં છે. ભારત આ પ્રજાતિનાં સંરક્ષણને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે, જે માટે તમામ રેન્જ દેશોમાં હાથીઓની સ્વાભાવિક અવરજવર થાય એવું ઇચ્છે છે. આ માટે આ પ્રજાતિને સીએમએસ સંમેલનનાં પરિશિષ્ટ 1 અંતર્ગત લાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.”
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આઇકોનિક, ગંભીર સ્વરૂપે લુપ્તપ્રાય પ્રજાતિ છે. એનું સંરક્ષણ પ્રજાતિઓ પર નિર્ભર છે, જે એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કરે છે. એના સ્થળાંતરણથી ભારત અને પાકિસ્તાનનાં સરહદી વિસ્તારોમાં શિકાર અને ભારતમાં વીજળી લાઇનમાં ઘર્ષણ જેવા જોખમો ઊભા થાય છે. સીએમએસના પરિશિષ્ટ 1માં પ્રજાતિઓનો સમાવેશ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સંરક્ષણનાં પ્રયાસોમાં તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા અને સમજૂતીઓનું પાલન કરવામાં મદદરૂપ થશે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિ છે, જેની વસતિ આશરે 100થી 150ની છે. વળી આ ભારતનાં રાજસ્થાનનાં થાર રણ પૂરતા મર્યાદિત છે. આ રેન્જમાંથી 90 ટકા બસ્ટર્ડનો નાશ થયો છે અને 50 વર્ષની અંદર (છ પેઢી)માં આ પક્ષીઓની સંખ્યામાં 90 ટકા સુધીનો ઘટાડો થયો છે. આ પ્રજાતિ લુપ્તપ્રાય થવાનું જોખમ ભવિષ્યમાં વધશે એવી અપેક્ષા છે.
બંગાળ ફ્લોરિકન
બંગાળ ફ્લોરિકન એક આઇકોનિક, ગંભીર સ્વરૂપે લુપ્તપ્રાય પ્રજાતિઓમાંથી એક છે, જે એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કરે છે અને એની અવરજવરથી જમીનનાં વપરાશમાં ફેરફાર, ભારત અને નેપાળના સરહદી વિસ્તારમાં વીજળીની ટ્રાન્સમિશન લાઇનમાં વીજળી સાથે ઘર્ષણ અને પાવર-લાઇનનાં ટકરાવની સંભાવના જેવા જોખમો પેદા થાય છે. સીએમએસના પરિશિષ્ટ 1માં પ્રજાતિઓનો સમાવેશ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સંરક્ષણનાં પ્રયાસોમાં તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા અને સમજૂતીઓનું પાલન કરવામાં મદદરૂપ થશે.

આ પ્રજાતિ માટે રહેઠાણમાં ઘટાડો થયો છે, એનો શિકાર થઈ રહ્યો છે અને ભારતીય ઉપખંડમાં અસમના થોડાં સંરક્ષિત વિસ્તારોની બહાર આ પ્રજાતિનો વિકાસ થતો હતો, જેનાં પરિણામે એની સંખ્યામાં ઘટાડો થયો છે.
અત્યારે ગુજરાતમાં સીએમએસ કોન્ફરન્સ ચાલુ છે, જેની શરૂઆત સુપર યર ફોર એન્વાયર્મેન્ટ (પર્યાવરણ માટે શ્રેષ્ઠ વર્ષ) તરીકે થઈ છે, જેમાં સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રનું શિખર સંમેલન અને વર્ષ 2020નાં અંતે યુએન બાયોડાઇવર્સિટી કોન્ફરન્સ (સંયુક્ત રાષ્ટ્રની જૈવવિવિધતા પર કોન્ફરન્સ) સામેલ છે. આ કોન્ફરન્સમાં આગામી દાયકા માટે નવી આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતાનાં સંવર્ધન માટેની વ્યૂહરચના – પોસ્ટ 2020 ગ્લોબલ બાયોડાઇવર્સિટી ફ્રેમવર્ક અપનાવવામાં આવશે.[:]