[:gj]4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો ટોચનાં સ્થાનેઃ ટ્રાઈ[:]

Jio in top spot in 4G download speed: TRI

[:gj]

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી

ટેલીકોમ નિયમનકાર ટ્રાઈનાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં 20.9 મેગાબિટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ સાથે રિલાયન્સ જિયોએ એનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારે વોડાફોને 4જી અપલોડ સ્પીડની દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

નવેમ્બરમાં રિલાયન્સ જિયોએ 27.2 એમબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ મેળવી હતી, જેમાં ઘટાડો થવા છતાં રિલાયન્સ જિયોએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ એની સૌથી નજીકની હરિફ ભારતી એરટેલ કરતાં ત્રણ ગણી વધારે ડાઉનલોડ સ્પીડ એના સબસ્ક્રાઇબરને પૂરી પાડી હતી.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નાં જણાવ્યા મુજબ, ભારતી એરટેલની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ 7.9 એમબીપીએસ, વોડાફોનની 7.6 એમબીપીએસ અને આઇડિયાની 6.5 એમબીપીએસ હતી.

ટ્રાઈ રિયલ-ટાઇમ આધારે એની માયસ્પીડ એપ્લિકેશની મદદથી આખા ભારતમાંથી ડેટા એકત્ર કરીને સરેરાશ સ્પીડની ગણતરી કરે છે.

વોડાફોન અને આઇડિયાએ તેમનો મોબાઇલ બિઝનેસ મર્જ કર્યો હોવા છતાં ટ્રાઈએ તેમની કામગીરીને અલગ-અલગ રીતે માપી છે, કારણ કે બંને કંપનીઓનું ઇન્ટિગ્રેશન ચાલુ છે.

ડાઉનલોડ સ્પીડ વિવિધ એપ્લિકેશનમાંથી કન્ટેન્ટ મેળવવામાં મદદરૂપ થાય છે.

[:]