[:gj]ભૌતિક વિજ્ઞાન શિખવનારા લેફ્ટનન્ટ દુહિતા હવે યુવતિઓને અમદાવાદની સેવાના પાઠ ભાણાવે છે[:en]Lt Duhita, who teaches physics, now teaches women in Ahmedabad service[:]

Lt Duhita, who teaches physics, now teaches women in Ahmedabad service

[:gj]અમદાવાદ, 18 એપ્રિલ 2020

અમદાવાદની પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થિઓને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવનાર લેફ્ટનન્ટ દુહિતા હવે અમદાવાદની યુવતિઓને રાષ્ટ્રસેવાના પાઠ ભાણાવી રહ્યા છે.

મારા શહેરમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે હું ઘરે કેવી રીતે બેસી રહુ ? દેશની સેવા કરવા જ અમે એન.સી.સી.ની તાલીમ લીધી છે. ભૌતિક વિજ્ઞાનના લેક્ચરર અને એન.સી.સી. લેફ્ટનન્ટ એવા દુહિતા લખતરિયા કહે છે.

અમદાવાદમાં કોરોના સામેની લડાઇમાં 145 કેડેટ્સ કાર્યરત છે. અમદાવાદની સરકારી પોલીટેકનીક ખાતે એન.સી.સી. ગર્લ્સ યુનિટની શરૂઆત તાજેતરમાં જ થઈ છે. આ યુનિટની આગેવાની લેફ્ટનન્ટ દુહિતા કરે છે. તેઓ ગત માર્ચ મહિનામાં જ ગ્વાલીયરના આર્મિ ટ્રેનિંગ અકેડમીથી તાલીમ મેળવી લેફ્ટનન્ટ બન્યા છે.

અમદાવાદમાં લેફ્ટનન્ટ દુહિતા તેમની યુનિટના 25 ગર્લ્સ કેડેટ્સ સાથે ફિલ્ડ પર કામ કરે છે. ઘરેથી સોશિયલ મિડીયા કેમ્પેઇન અને પોસ્ટર-મેકીંગ જેવી રચનાત્મક પ્રવૃત્તિ થકી ફરજ અદા કરી રહ્યા છે. આ માટે અમદાવાદની 1-ગુજરાત ગર્લ્સ બટાલીયનને કર્નલ અવેશપાલના નેતૃત્વ હેઠળ તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત NCC  ડાયરેક્ટોરેટ દ્વારા 637 કેડેટ્સ, 54 આસીસ્ટંટ NCC ઓફિસર-ANO અને 85 કાયમી ઇન્સ્ટ્રક્ટરને 20 સ્થળે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ટુકડી ટ્રાફિક, કુંડાળા લાઈન, અન્ન વિતરણ અને લોકોને કોવિડ-19 અંગે તકેદારી રાખવા માટે માહિતી આપવાના કાર્યોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેડેટ્સને નાના ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જંકશન પર તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 145 કેડેટ્સ, 02 GCI ગર્લ્સ કેડેટ ઈન્સ્ટ્રક્ટર, 13 ANO અને 23 કાયમી ઇન્સ્ટ્રક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે.

[:en]Lt Duhita, who teaches physical science lessons to students at the Polytechnic College in Ahmedabad, is now teaching the service of women in Ahmedabad to the Nation. We have trained NCC only to serve the country. Lecturer in Physics and NCC There are 145 cadets employed in the battle against Corona in Ahmedabad, says Duhita Lakhtriya, a lieutenant. NCC at Government Polytechnic in Ahmedabad The girls unit has just started. This unit is led by Lt Duhita. He became a Lieutenant in training from Gwalior’s Army Training Academy last March. Lt Duhita works in the field with 25 Girls Cadets from his unit in Ahmedabad. From home, social media campaigns and poster-making are doing their duty through creative activities.[:]