[:gj]ભાવનગરમાં મહિલાઓએ 2.65 લાખ માસ્કનું વિક્રમજનક ઉત્પાદન કર્યું [:]

[:gj]અન્ય જિલ્લાઓને પણ માસ્ક પહોંચાડી મદદરૂપ થઇ રહ્યા છે

ભાવનગર, 20 એપ્રિલ 2020

વિપત પડે ન વલખીયે, વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કિજીયે તો ઉધમ વિપતને ખાય’ આ પંક્તિઓને ભાવનગર જિલ્લાની બહેનોએ બખૂબી આત્મસાત કરી છે.

ભાવનગર જિલ્લામાં અત્યારે કુલ ૭૨ જેટલા સ્વ સહાય જૂથો અને ૩૨૮ મહિલાઓ આ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયેલ છે. જેઓ એક દિવસના ૨૦,૦૦૦ જેટલા માસ્ક બનાવી રહ્યા છે.  જે ગુજરાતનો વિક્રમ છે.

કોરોના મહામારીમા જ્યારે માસ્કની જરૂરિયાત ઊભી થઈ ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહિલાઓને માસ્ક બનાવી આપવા માટેનું પ્રોત્સાહન આપવામા આવેલ.  અત્યાર સુધીમાં કુલ ૨,૬૫,૮૧૬ જેટલા માસ્કનુ ઉત્પાદન કરી ભાવનગર જિલ્લા સિવાય બીજા અન્ય જિલ્લાઓને પણ માસ્ક પૂરા પાડવાનું કામ કરેલ છે.

કોટન, ખાદી અને નોન વુવનના માસ્ક બનાવવામા આવે છે. રૂ. ૭ થી ૧૦ ના દરે આ માસ્કનું વેચાણ કરવામાં આવે છે. અત્યારે હાલમા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક ગ્રામ પંચાયત માસ્ક બનાવવાની કામગીરી આ આવેલ છે.[:]