[:gj]રાજ્યપાલે ધારાસભ્ય ખાંટને ગેરલાયક ઠેરવ્યા [:]

[:gj]પંચમહાલ જિલ્લાની મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને બરતરફ  કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે, ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા બેઠક ઉપર ચાલે એમ નથી. જેથી રાજ્યપાલે જાતિના પ્રમાણપત્ર યોગ્ય ન હોવાથી તેમને વિધાનસભાની બેઠક માટે અયોગ્ય ઠેરવવા માટે અધ્યક્ષ પાસે મોકલ્યું હતું. રાજ્યપાલ પાસે આ અંગે પિટીશન કરવામાં આવી હતી, કે જાતિનું પ્રમાણપત્ર શિડ્યુકાસ્ટની સીટ પર ચાલે એમ નથી. ચૂંટણી પંચનો અભિપ્રાય પણ સામેલ કરાયો હતો. રાજ્યપાલે  બેઠક ખાલી કરવાનો આદેશ અધ્યક્ષને મોકલ્યો હતો.

ગુજરાત વડી અદાલતના ન્યાધીશ બેલા ત્રિવેદીએ ભૂપેન્દ્રસિંહનું આદિજાતિનું પ્રમાણપત્ર રદ કર્યું હતું. વદી અદાલતે કહ્યું હતું કે, આદિજાતિ વિકાસ કમિશનરના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી.

ભૂપેન્દ્રસિંહ સામે હારેલા ભાજપના ઉમેદવાર વિક્રમ ડિંડોરે આદિજાતિ વિકાસ વિભાગને ફરિયાદ કરી હતી કે ભૂપેન્દ્રસિંહ આદિવાસી સમાજમાંથી નહીં પરંતુ ઓ.બી.સી.(અધર બેકવર્ડ ક્લાસ)માં સમાવિષ્ટ થતી જ્ઞાાતિમાંથી આવે છે. આદિજાતિનું પ્રમાણપત્ર રદ થવું જોઈએ. આ ફરિયાદને આદિજાતિ વિકાસ કમિશનરની સ્ક્રૂટિની સમિતિ સમક્ષ મોકલવામાં આવી હતી.

ભૂપેન્દ્રસિંહના પિતા ઓ.બી.સી. સમુદાયના છે અને માતા આદિજાતિ સમુદાયના છે. જો કે ભૂપેન્દ્રસિંહના બાળકો અને ભાઈઓ ઓ.બી.સી.નું પ્રમાણપત્ર ધરાવે છે. તેમના લગ્નસંબંધો પણ ઓ.બી.સી. સમુદાયમાં જ છે. જેની સામે ભૂપેન્દ્રસિંહ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પિતાએ તેમને નાનપણમાં તરછોડયા હોવાથી તેમની માતાએ મોસાળમાં તેમનો ઉછેર કર્યો હતો, જેથી તેઓ આદિજાતિ સમુદાયના છે તેવું કહી શકાય.

માતાની જ્ઞાાતિ તેના સ્વીકારની સત્તાવાર મંજૂરી આપે તો તે બાળકને તેની માતાની જ્ઞાાતિનું પ્રમાણપત્ર મળી શકે છે. જો કે આ પ્રકારનો કોઈ પુરાવો ભૂપેન્દ્રસિંહ રજૂ કરી શક્યા નહોતા. આથી આદિજાતિ વિકાસ કમિશનરે ભૂપેન્દ્રસિંહનું આદિજાતિનું પ્રમાણપત્ર રદ કર્યુ હતું.

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા અને બાદમાં કોંગ્રેસને ટેકો આપ્યો હતો. ચૂંટણી પહેલા ભૂપેન્દ્રસિંહ ખાંટ કોંગ્રેસના કાર્યકર્તા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથેના ગઠબંધનના કારણે કોંગ્રેસે આ બેઠક વહેંચણી અંતર્ગત બીટીપીને આપી દીધી હતી. ત્યારબાદ ખાંટે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમને ભાજપના વિક્રમસિંહ ડિંડોરને 4,000 મતોના અંતરથી હરાવીને બેઠક જીતી હતી, બીટીપીના ઉમેદવાર અલ્પેશ ડામોર ત્રીજા નંબર પર રહ્યાં હતા.[:]