[:gj]કોરોનામાં દવાનો નશો કરવાનું કૌભાંડ ક્યાં પકડાયું ? [:en]Narco drug users during lockdown time in Gujarat[:]

Narco drug users during lockdown time in Gujarat

[:gj]લોકડાઉન સમય દરમિયાન દવાના દુર ઉપયોગ કરતાં વ્યકિતઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી: રૂપિયા ૩ લાખની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આખા ગુજરાતમાં દારૂના નશાના સ્થાને આવી નાર્કો ડ્રગ્સ વાપરવામાં આવી રહી છે.

રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા અન્ય નશાકારક ગોળીઓનો મોટો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતાં ફુડ એન્ડ ડ્રગ્સની મહેસાણા અને પાટણ ઓફિસની સંયુકત ટીમે સદરહું જગ્ય્યાએ તા ૨૬-૦૪-૨૦૨૦ના રોજ પાટણ ખાતે રેડ કરતાં આ જગ્યાએથી (૧) કોડીન સિરપ, ૮૪૦ × ૧૦૦ એમ.એલ, (૨) ટ્રેમાડોલ કેપ્સુલ ૩૨૦૦ કેપ્સુલ તથા (૩) અલ્પ્રાજોલમ ટેબલેટ ૫૮,૨૦૦ ટેબલેટનો જથ્થો મળી આવેલ આ ત્રણેય દવાઓ મે. સી.બી. હેલ્થકેર, સોલન, હિમાચલ પ્રદેશ દ્રારા ઉત્પાદન કરવામાં આવેલ તથા માર્કેટબાય: વી.કેર ફાર્મા, કલોલ, ગાંધીનગર દર્શાવેલ.

આ દવાઓ માન્ય પરવાના વગરની જગ્યાએ સંગ્રહ કરી તેનું મોટા પાયે ખરીદ-વેચાણ કરી આવી દવાઓનો નશા માટે ઉપયોગ થતો હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવતાં નાર્કોટીક કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી નાર્કોટીક કંટ્રોલના અધિકારીઓને સાથે રાખી ઉક્ત દવાઓ પંચનામાં હેઠળ જપ્ત કરવામાં આવેલ છે તથા આ દવાઓ જીમિત પટેલ, વૈરાઇ ચકલા, પાટણની માલિકીની હોવાનું તપાસમાં જણવા મળેલ આથી તેઓને ત્યાં આ દવાઓ જપ્ત કરેલ. આ ત્રણેય દવાના લેબલ ઉપર દર્શાવેલ માર્કેટીંગ પેઢી મેસર્સ, વી.કેર ફાર્મા, કલોલ, આવા કોઇ માન્ય પરવાનાં ધરાવતા ન હોવાનું ધ્યાને આવેલ છે.

આમ, નશાકારક દવાઓનો મોટા જથ્થો અસામાજીક તત્વો દ્રારા ખરીદ-વેચાણ કરાતુ હોય એન.ડી.પી.સી. (નાર્કોટીંગ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

24 જાન્યુઆરી 2019 સુધીમાં બીજી આવી ઘણી દવા પકડાઈ હતી.

ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાંથી નશીલી દવાઓની બાવન બોટલના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી. હુસૈની મસ્જિદ પાછળ રહેતા સાજિદ ઇકબાલ મમદુ પોતાના મકાનમાં તેના મિત્ર ફરદીન ફિરોજખાન પઠાણ સાથે કોડીન સીરપની નશીલી દવાનો છૂટકમાં તેનો વેપાર કરતા હતા. કફ સીરપનો ઉપયોગ ખાંસીની બિમારી માટે થાય છે. તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર તે દવાની દુકાનેથી આપી શકાતી નથી. કોડીન સીરપ એક સાથે વધુ માત્રામાં પીવાથી નશો ચડે છે. જેથી નશાખોરોએ દારૃ કે અન્ય નશીલા પદાર્થના વિકલ્પ તરીકે વર્ષોથી નશો કરવા લાગ્યા છે.

એફએસએલ દ્વારા નશીલી દવાનું પરિક્ષણ કરાવતા કોડીન સીરપની દવા જે નાર્કોટીક્સ પદાર્થમાં આવે છે. લોકો સીરપ પીવાના રવાડે ચડી ગયા છે. મેડીકલ સ્ટોર સિવાય બિચ્છુ ગેંગ દ્વારા ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. એક માતા કે જે ભાજપમાં મહિલા મોરચામાં સક્રિય કાર્યકર છે. તેણે પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ કરી હતી. આત્મ વિલોપન કરી લેવાની પણ વાત કહી હતી.

કોડીન ફેક્સફેક નામનું કેમિકલ

કફ સિરપમાં કોડીન ફેક્સફેક નામનું કેમિકલ હોય છે. જે અફીણમાંથી બને છે. બજારમાં 32થી પણ વધારે બ્રાન્ડની કફ સિરપ રૂ.10થી 100 સુધીમાં મળે છે. તેથી તે સસ્તો નશો કરવાનું સાધન છે. કફ સિરપની આખી બોટલ જ ગટગટાવી જાય છે.

42,000 બોટલ પકડી હતી

નશા માટે વપરાતા 42,358 બોટલ રૂ.3 લાખની કિંમતનો કફ સિરપનો જંગી જથ્થો અમદાવાદમાં ગયા વર્ષે 3 જૂલાઈ 2018માં પકડી પાડ્યો હતો. સાણંદના દિયા હેલ્થ કેરના લલીત પટેલ, રાજસન પાલીના ભરત ચૌધરી અને અમદાવાદના નિલેશ ચાવડાને પકડી પાડવામાં આવ્યા હતા. જે સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે. કોરેક્સ, રેક્સકોફ, રેન્કોફ બ્રાંડ તેમાં આવે છે. ઉત્પાદક મેસર્સ બાયોજિનેટીક ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ હતી.

દુકાનોમાંથી પકડાઈ દવા

અમદાવાદમાં કોડિન નામની કફસિરપ નું વેચાણ કરતી 150 દુકાનો પર 3 જૂલાઈ 2018માં તપાસ કરીને ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની કચેરીએ 27 દુકાનોના લાયસન્સ રદ કર્યા હતા. અન્ય 35 દુકાનોના દવાના પરવાના 15 દિવસ માટે રદ કરવામાં આવ્યા હતા. લાઇસન્સ જ ન ધરાવતી પેઢીઓ દ્વારા તેનો વેપાર કરવામા આવી રહ્યા હોવાની માહીતી ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની કચેરીનેમળતા આ ઓપરેશન હાથ ધરાયું હતું.

ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્મેન્ટ ભ્રષ્ટ

આવી દવા ક્યાંય પણ પ્રિસ્ક્રીપ્શન વગર ન વેચાય તે ધ્યાન રાખવાની જવાબદારી ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાની છે. તેમ છતાં તેઓ દ્વારા આ અંગે દવાની દુકીનોમાં બહુ ઓછી તપાસ કરે છે. તેમનો વિભાગ એક દવાની દુકાનેથી મહિને રૂ.1200નો હપતો લે છે. જે આવી ખોટી રીતે દવા વેચે તેની પાસેથી મહિને રૂ.5000થી 10,000 પડાવે છે. જેની આવક વર્ષે રૂ.25 લાખની એક ઈન્સ્પેક્ટકરની મોટા શહેરોમાં થાય છે. ભ્રષ્ટાચાર માટે હેમંત કોશિયા જવાબદાર છે. યુવાનોનને નશાખોરી તરફ ધકેલમાં આ ડ્રગ્સ કમિશનર કચેરી પોતે જ જવાબદાર છે.

કરોડનો જથ્થો

વૃષભ રાવલ જે કુરિયરમાં કામ કરતો હતો. રઉફ અને મહંમદ સાથે મળીને 1 લાખ જેટલાં ડાઈજાફાર્મ, આલ્પ્રાઝોલમ, કોડીય સિરપ અને પેરામાઈન ઈન્જેક્શન મળીને રૂ.5 કરોડનો દવાનો જથ્થો અમેરિકામાં મોકલતા હતા ત્યારે 23 મે 2015માં અમદાવાદમાંથી પકડાયો હતો.

પાટણમાંથી જથ્થો મળ્યો

પાટણના આરતી મેડિકલ એજન્સીના સતીષ રમેશ મોદીની પાસેથી 23 ઓગસ્ટ 2018માં કોડીન કન્ટેન્ટની રૂ.3.93 લાખની દવા પકડાઈ હતી. કોડીન કન્ટેન્ટની 10 પ્રકારની કફ સીરપની 2500 બોટલ, 9 પ્રકારની 18,000 નંગ ટેબ્લેટ જેમાં આલ્ફાઝોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રતિબંધિત પેનકેબના નશીલા 35 ઇન્જેકશન પણ મળી આવ્યા હતા.  લઇ શહેરના પકડી પાડ્યો હતો.

શું નુકસાન થાય

કફ સિરપનો નશો કરતાં લોકોને વિવિધ બિમારીઓ લાગુ થાય છે. હાર્ટ એટેક આવવાની શક્યાતા વધી જાય છે. વધું માત્રા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. તેની ખતરનાક આડઅસર થાય છે. ઉબકા, ઉલટી, પેટ નો દુખાવો, સુસ્તી, સ્લીપ ડિસઓર્ડર, કોમા, અનિયમિત હ્રદયના ધબકારા, માથાનો દુખાવો, બેચેની, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર, કબજિયાત, હાયપોટેન્શન, ચક્કર આવવા, મૂંઝવણ થવી વગેરે અસર થઈ શકે છે.[:en]

Food and Drugs action against drug users during lockdown time: Drugs worth Rs 3 lakh have been seized. All over Gujarat, such narco-drugs are being used in place of alcohol. A joint team of Mehsana and Patan Office of Drugs and Drugs visited Patan on 5-04-2050 at Sadarhu place. Of the place than Red (1) codeine syrup, 840 × 100 ml, (2) tramadol 3200 capsule capsule and (3) the amount of alprazolam tablets 58200 tablet found on the three drugs. C.B. Produced by Healthcare, Solan, Himachal Pradesh and marketed by: VCare Pharma, Kalol, Gandhinagar. After contacting the control department and keeping the narcotics control officials together, the said drugs have been confiscated under the commission. The drugs were found to be owned by Jimit Patel, Vairai Chakla, Patan, so they seized the drugs there. It has been noticed that the marketing firm Messrs., V. Care Pharma, Kalol, mentioned above on the labels of these three drugs do not have any such licensed licenses. (Narcotic Drugs and Psychotropic Substances) Act.[:]