ભાજપનું ભરતી કૌભાંડ વાંચો, મોદી, પટેલ, રૂપાણી જવાબદાર

On December 16, 2018, allGUJARATNEWS announced a recruitment scam of 50,000 employees in Gujarat. Read BJP recruitment scam, Modi, Patel, Rupani responsible

16 ડિસેમ્બર 2018માં ALLGUJARATNEWS દ્વારા ગુજરાતમાં 50 હજાર કર્મચારીઓની ભરતી કૌભાંડ જાહેર કરાયું હતું જે ફરીથી અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. કોંગ્રેસ દ્વારા તે અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. નોકરી કૌભાંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત અમિત શાહ તેના માટે જવાબદાર છે એવું આ મોટા ભરતી કૌભાંડથી ફલીત થાય છે.

દિલીપ પટેલ 

allgujaratnews.in@gmail.com

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2020

રાજ્ય સરકારે 2014મા 1,500 તલાટીની ભરતી કરી હતી. તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ, 2015ના રોજ રદ કરવી પડી હતી. જેમાં 8 લાખ બેકાર યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના નીસલ શાહને પકડીને એક ઉમેદવાર પાસેથી રૂ.10 લાખ લેખે પડાવાયા હતા. તેની પાસેથી રૂ.1.43 કરોડ રોકડા પકડાયા હતા. કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેનિંગ સેન્ટર ચાલવતા કલ્યાણસિંહ ચંપાવત હોવાનું સરકાર જાહેર કરી રહી હતી. પણ આરોપી કહી રહ્યો હતો કે મુખ્ય કૌભાંડી તો રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. સરકારના ઈશારે પોલીસે તેમને આરોપી બનાવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી પંચાયતમાંથી જે ઉમેદવારો પાસ થાય છે તેમાં પણ સેટિંગ કરવામાં આવે છે અને એટલું જ નહીં, પણ જ્યારે 2014મા તલાટી કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે રૂ. 1 લાખની ગેરેન્ટી સાથે ઉમેદવાર લેવાના અને ત્યારબાદ રૂ. 10 લાખ લેવાના. તેમણે આરોપ લગાવ્યો કે તેને બનાસકાંઠાની ટિકિટ મળે તેમ હોવાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આખા કાવતરાને અંજામ આપ્યો છે. જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી દરેક પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવે છે.

50 હજાર કર્મચારીઓની આવી ભરતી

ગુજરાત સરકારમાં 50 હજાર કર્મચારીઓને ગેરકાયદેસર રીતે તલાટીથી માંડીને વિવિધ જગ્યાઓમાં નોકરીઓ આપી દેવામાં આવી છે તેવો આક્ષેપ કરી કલ્યાણસિંહ ચંપાવતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 2001 પછી 50 હજાર જેટલા લોકોની ગેરકાયદેસર ભરતી થઇ છે. જેનાં માટે એક ઉમેદવાર પાસેથી 1 લાખથી 10 લાખ રૂપિયા વસુલાયા છે. મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ છે. 82 ઉમેદવારોને તલાટીની પરિક્ષામાં પાસ કરાવવા મેં જ રૂ. 5 કરોડ આપ્યા હતાં. મંત્રીઓના સગા જ દલાલોની ભૂમિકા ભજવી રહ્યાં છે. સેટિંગ કરવા માટે જ તલાટીનું રિઝલ્ટ મોડું આપવામાં આવે છે. 15 ફેબ્રુઆરી, 2015ના રોજ તલાટીની પરિક્ષા લેવાઈ ને, 4 જુલાઈ, 2016ના રોજ આખીય ભરતી રદ કરી દેવાઈ હતી. દોઢ વર્ષ સુધી રિઝલ્ટ ન આપવા પાછળનું કારણ હજુ સુધી સમજાતુ નથી. ચૂંટણી ફંડના નામે ભાજપ સરકાર જ ભરતી વખતે નાણાં ઉઘરાવે છે. જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી દરેક પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવે છે અને 2016 સુધીમાં કરેલી ભરતીમાં 40 થી 50 ટકા ભરતી ખોટી થઇ છે. સરકારમાં 50,000થી વધુને પૈસા આપીને ખોટી રીતે નોકરી આપી છે. ચંપાવતે કહ્યું કે 25 વર્ષથી ભાજપ અને RSSમાટે કામ કરતો હતો. મારૂં વધતું કદ અને સાબરકાંઠા લોકસભા બેઠકની દાવેદારીનાં પગલે મને ફસાવવામા આવ્યો છે. પોલીસ પાસે મારી સામે કોઇ પુરાવા નથી. 164નાં નિવેદનો લખાયા પણ ખોટા હતા. તેની પાસે પોતાની વાત સાબિત કરવા માટે ઓડિયો વીડિયો રેકોર્ડિંગ અને અન્ય પુરાવા પણ છે. જે ટુંક જ સમયમાં તે જાહેર કરશે. જો આ દરમિયાન મને કાંઇ પણ થશે તો તેનાં માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આનંદીબેન પટેલ જવાબદાર રહેશે.

રૂ.10 હજાર કરોડનું તલાટી ભરતી કૌભાંડ

સુરત, વડોદરા, અમદાવાદ સહિત રાજ્યભરમાં આદમી પાર્ટીની રેલી નિકળી હતી. ગુજરાતમાં અંદાજિત 10,000 કરોડના તલાટી ભરતી કૌભાંડમાં ન્યાયી અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે આમ આદમી પાર્ટીએ SIT દ્વારા તપાસ હાથ ધરાય તેવી માંગણી કરી હતી. તપાસનો પુરી ન થાય ત્યાં સુધી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહં ચૂડાસમાએ પદત્યાગ કરવો જોઈએ, તેમ કહીને તેમના રાજીનામાની માંગણી કરી હતી. તલાટી કૌભાંડમાં અનેક મોટા ભાજપના નેતાઓની સંડોવણીની આશંકા જણાવાઈ રહી હતી. તાજેતરમાં મુખ્ય આરોપી કે જેવો પોતે RSS  અને ભારતીય જાનતા પાર્ટીના સદસ્ય છે, તેવા કલ્યાણસિંહ ચંપાવત દ્વારા ખુલ્લે આમ જાહેર કરવાંમાં આવ્યું કે, રાજ્યભરમાં ભાજપના મંત્રીઓ દ્વારા 50,000થી વધુ કર્મચારીઓની ભરતીયોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ભરતીમાં રૂ.10,000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી હતી અને જો પાર્ટીને ફંડ નહીં આપવામાં આવે તો જેલમાં નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ કૌભાંડમાં રાજ્યના ત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ પણ સંડોવાયેલા છે. આ મામલે તપાસ અધિકારીઓને સમગ્ર મુદ્દે રજુઆત કર્યા છતાં યોગ્ય તપાસ થઈ રહી નથી. ભાજપ સરકારે તલાટી ભરતીકાંડ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર માત્ર નથી કર્યો પરંતુ રાજ્યના લાખો બેરોજગાર યુવાનોની કારકિર્દી સાથે ખિલવાડ કર્યો હતો. ભાજપે રાજ્યને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. જો ભારતીય જાનતા પાર્ટીમાં હજુ પણ થોડી શરમ બચી હોય તો પ્રજાજનો અને આમ આદમી પાર્ટીની માંગોને માની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનું રાજીનામુ અને સમગ્ર પ્રકરણની SIT  દ્વારા તપાસ કરાવે.

શિક્ષક ભરતી કૌભાંડ

29 જુલાઈ 2018ના રોજ સ્કૂલમાં શિક્ષક બનાવા માટે લેવાતી માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ-TAT) પરીક્ષામાં 1.47 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેવાયેલી TATની પરીક્ષાનું પેપર અગાઉના દિવસ લિક કરીને ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. શિક્ષણ બોર્ડ, બહારના રાજ્યના ગેંગ લીડર, અરવિંદ પટેલ નામના એક વ્યક્તિ આમાં સંડોવાયેલો હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો હતો. મહેનતુ વિદ્યાર્થીઓના સ્થાને પૈસા આપીને શિક્ષક બની જતા લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યાં હતા. શિક્ષણનું વધુ એક કૌભાંડ બહાર આવતાં રૂપાણી સરકાર સામે મુશ્કેલી ઊભી થઈ છે. પોલીસ તંત્ર પણ તપાસ કરવા તૈયાર નથી. અરવલ્લી અને ખેડા જિલ્લાના 48 ઉમેદવારોએ અરવિંદ પટેલ જેવા ગુનેગાર પાસેથી રૂ.5થી 7 લાખમાં  પેપર ખરીદ કર્યું હતું અને અમદાવાદ-ગાંધીનગરની ચિલોડા અને કોબા નજીકની એક હોટલમાં રાત્રે પેપર સોલ્વ કર્યું હતું. હોટલે CCTV ફૂટેજનો પુરાવો નાશ કર્યો છે. તેની તપાસ પોલીસે કરી ન હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ કોઈ જ કાર્યવાહી કરવા માંગતું ન હતું. પંચાલ છોકરીએ બબાલ કરી અને કૌભાંડ બહાર આવ્યું હતું પણ પોલીસે એવા ઉમેદવારોના નિવેદનો 5 ડિસેમ્બર 2018 સુધી લીધા ન હતા. અરવલ્લી જિલ્લાના અશોક પટેલ દ્વારા 8મી જુલાઈએ પેપર લિક કર્યું હતું. આ શિક્ષક સાથે અન્ય બે વ્યક્તિ પણ સંડોવાયેલી છે.

અપંગતાના પ્રમાણપત્રોથી નોકરીનું કૌભાંડ

અરવિંદ પટેલના અનેક સગા સંબંધીઓ રમત ગમતના અને અપંગતાના ખોટા પ્રમાણપત્રો પર વર્ષોથી સરકારનો પગાર હડપ કરી રહ્યા છે. જેમની સામે પોલીસ કાર્યવાહી થઈ નથી. અરવિંદ જે સ્કૂલમાં નોકરી કરે છે તેની આસપાસના લોકો કહે છે કે, પેપર ફોડવાના, ખોટા રમત ગમતના પ્રમાણપત્રો અને અપંગતાના પ્રમાણપત્રો આપે છે. અનેક લોકો ખોટા પ્રમાણપત્રોને આધારે નોકરી અપાવી છે. જે પહેલા પણ રમત ગમતના અને અપંગતાના ખોટા સર્ટિફિકેટનો કરોડો રૂપિયાનો ધંધો કરી ચૂક્યો છે.

હાર્દિક પટેલનો આરોપ

PAASના નેતા હાર્દિક પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, તેમણે તલાટી ભરતી માટે 2014મા પરીક્ષા આપી હતી. હાર્દિકના જણાવ્યા પ્રમાણે તલાટી પરીક્ષા વખતે કલ્યાણસિંહ ચંપાવતે તેમની પાસે પૈસા માગ્યા હતા. ચંપાવત એન્ડ કંપનીએ કુલ રૂ. 40 લાખની માગણી કરી હતી. તેમની બહેન અને અન્ય એક મિત્રને પાસ કરવા 13 – 13 લાખ રૂપિયાની માગ થઈ હતી. પેપરમાં ANS B સાઇડમાં લખવા કહેવામાં આવ્યું હતું.

GRD ભરતી કૌભાંડ

એપ્રિલ 2017માં હેડ-ક્વાર્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે 138 યુવાનોની ભરતી કરી હતી. નિમણૂક કરતા પૂર્વે ઉપરી અધિકારીની પરવાનગી લેવામાં આવી હતી. વાત પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાન પર આવતાં તેમણે મામલાને પૂરી ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી તપાસનો આદેશ કર્યો હતો. તપાસના અંતે 138 યુવાનોની ભરતી પરવાનગી વગર કરવામાં આવી હોવાનું ફલિત થતાં પોલીસ કમિશનરે તમામ 138 યુવાનોની ભરતી તાત્કાલિક અસરથી રદ કરી નાખી હતી. નોટબંધી વખતે જીઆરડીના 15 જેટલા યુવાનોએ વધુ રકમ જમા કરાવી, એક યુવાનના ખાતામાં બે-ત્રણ યુવાનોનું માનદ વેતન જમા કરાવાતું હતું, યુવાનોની પસંદગી બાદ પૂરતી તાલીમ અપાતી હતી, કેટલાક માનીતા યુવાનોને વર્ષો સુધી એક પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા.

ઠીંગણા કોન્સ્ટેબલનું ભરતી કૌભાંડ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજય પોલીસ અનામત દળ (એસઆરપી) માટે થયેલી ત્રણ હજાર લોકરક્ષકોની ભરતીમાં 37 એવા ઉમેદવારો પસંદ કરી લેવાયા હતા કે જે ઓછી ઉંચાઇ ધરાવતા હતા. તેઓ આજે પણ ફરજ બજાવી રહ્યાં છે.

પાટડીમાં તલાટી ભરતી કૌભાંડ

2 જાન્યુઆરી 2017માં વિગતો બહાર આવી હતી કે, સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં તલાટી મંત્રીની ભરતીમાં કૌભાંડ આચરીને એક મોટા ગજાના નેતાના સાળા સહિત 3 સામે રૂ.94 લાખ ખંખેરી લીધાની ફરીયાદ નોંધાઈ છે. ભરતી કૌભાંડમા હજુ પણ ૩૩ લોકો ભોગ બન્યા હોવાનુ પણ પ્રાથમિક રીતે જાણવા મળ્યુ છે. 33 લોકો પાસે 69 લાખ પડાવ્યા હતા.

સરકારની ખેતી બેંકમાં 400 કર્મચીરઓનું ભરતી કૌભાંડ

ગુજરાત કોઓપરેટિવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક)માં 400થી વધુ ક્લાર્કની ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરાઈ હતી. બેંકના 17 ડિરેક્ટરોએ 400 જગ્યાઓ માટે પોતાના પસંદગીના 20-20 વ્યક્તિઓની નિમણૂક કરવાનો આગ્રહ રાખ્યો હતા. ઇન્ટરવ્યૂ પેનલની યાદીમાં ફેરફાર કરીને તેના પર સહી કરવાની ચાર્ટડ એકાઉન્ટન્ટે ના પાડી દેતા આ સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો. કર્મચારીઓની નિમણુંક કરવા માટે રાજકોટ, ભરૂચ, મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ હેડ ઓફિસમાં ઇન્ટરવ્યૂ યોજાયા હતા. સહકાર વિભાગના રજિસ્ટ્રારને આ ઘટનાની જાણ કરી રજૂઆતો પણ કરાઈ હતી, જેમણે સામે કોઇ પગલાં લીધા નથી.

અપંગ શિક્ષક અનામત ભરતી કૌભાંડ

7 જુન 2018માં કચ્છમાં ખોડ ખાંપણના ખોટા સર્ટીફિકેટ રજૂ કરી શિક્ષક બનવાનું કૌભાંડ જાહેર થયું હતું. પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં ગેરરીતિ બદલ જિલ્લાના 4 સહિત રાજ્યના 7 શિક્ષકો સામે ફરિયાદ થઈ હતી. આ ભરતી 2017માં થઈ હતી. હોસ્પિટલ દ્વારા ખોટા સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સભ્ય સચિવ મહેશકુમાર રાવલે ગાંધીનગર સેકટર 21  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 1થી 5 ધોરણના વિદ્યા સહાયકની ખાલી પડેલી 1300 જગ્યા માટે ટેટ-1ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ હતી. અલ્પ દ્રષ્ટિ ધરાવતા હોવા અંગેના પ્રમાણપત્રો રજૂ કરી અનામત કેટેગરીમાં નોકરી આપવામાં આવી હતી.

BJPનું નવા પ્રકારનું ભરતી કૌભાંડ

રાજકીય નેતાઓ કૌભાંડ કરવાના અવનવા રસ્તા શોધી કાઢી લેતાં જોવા મળે છે. મહેસાણા નગરપાલિકામાં 2015મા ભાજપનાં શાસનમાં થયેલા કર્મચારી ભરતી કૌભાંડ શોધીને ભાજપનાં કોર્પોરેટર નવીન પરમારે જાહેર કર્યું હતું. મહેસાણા પાલિકામાં 258 સફાઈ કર્મચારીઓમાંથી 206 કર્મચારીઓને કાયમી કરવા માટે વડી અદાલતે આદેશ આપ્યો હતો. જે અનુસાર 206 સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી. પણ તેમાં તે સમયના ભાજપના નેતાઓએ કટકી કરવા માટે અને પોતાના માનીતા લોકોને પણ આ યાદીમાં ઘૂસાડી દીધા હતા. ખરેખર તો તે સફાઈ કર્મચારી જ ન હતા, જેમ છતાં તેમને હંગામી સફાઈ કર્મચારી ગણીને નોકરીના કાયમી આદેશો કરી દીધા હતા. 206 સફાઈ કર્મચારીના બદલે 74 બોગસ લોકોને ઘુસાડી દઈને તેમને સફાઈનું કામ આપવાના બદલે ઓફિસમાં ક્લાર્ક બનાવી દીધા હતા. એક જગ્યા માટે રૂ.20થી 30 લાખ બોલાતા હતા.

અનેક કૌભાંડ

કૉંગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં છેલ્લા 10 વર્ષમાં મોટા પાયે આર્થિક વ્યવહારથી ભરતીમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે. ભાજપ શાસનમાં મોટા ભાગની સરકારી નોકરીઓમાં ગેરરીતિ અને આર્થિક વ્યવહાર દ્વારા ભરતી કરીને કૌભાંડ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડ પણ ઘણું મોટું અને વ્યાપક છે. ભાજપ સરકારમાં એક પછી એક સરકારી નોકરીના ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે. HTAT ની ભરતીમાં આણંદ ખાતે મોટું ભરતી કૌભાંડ, ટ્રાઇબલ ડેવલોપમેન્ટની ધોરણ- 6 થી 8 ની વિદ્યાસહાયક ભરતીમાં કૌભાંડ, અનેક વખત વિદ્યાસહાયકોની ભરતીના મેરીટમાં ગેરરીતિઓ થઈ, નર્સિંગ, મલ્ટીપર્પજ હેલ્થ વર્કર, તલાટી, વર્ગ-3 અને 4ના ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક સહિતની ભરતીઓ તથા ખોટા સર્ટીફિકેટો, નકલી પદવી દ્વારા નોકરીની ગોઠવણ અંગે અનેક ફરીયાદો રાજ્ય સરકારને મળી હોવા છતાં સાચા લોકોને ન્યાય મળવાને બદલે કૌભાંડ કરનારાઓને સરકાર બચાવવાનું કામ કરી રહી છે.

ગુજરાતમાં બેંક ભરતી કૌભાંડ

સરકારી ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2014માં ક્લેરીકલ સ્ટાફની ભરતી માટેની પરીક્ષા બાદ 700 ઉમેદવારોને જુન-2015માં ગુજરાતની વિવિધ બ્રાંચ માટે ઇન્ટરવ્યુ માટે બોલાવાયા હતા. જેમાં 300થી વધું ઉમેદવારો મુલાકાત માટે આવ્યા જ ન હતા. તેમને ડર હતો તે તેનો ભાંડો ફૂટી જશે. જે લોકોના ઇન્ટરવ્યુ થઇ ગયા છે અને એપોઇન્ટમેન્ટ અપાઇ ગઇ છે તેમાંથી અમદાવાદના સાંતેજ પોલીસ સ્ટેશનમા આવા બે ઉમેદવારો સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે કેટલાક ઉમેદવારો સ્ટેટ બેંકની અમદાવાદ ખાતે લાલા દરવાજા પાસે આવેલી લોકલ હેડ ઓફિસમા મૌખીક ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા ત્યારે અધિકારીઓને તેમાં 20થી વધુ ઉમેદવારો શંકાસ્પદ લાગ્યા હતા. કેટલાકની અંગુઠાની છાપ મળતી આવતી ન હતી. બે પાંચ ઉમેદવારો સામે લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી બેંકે કૌભાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો.

(દિલીપ પટેલ)