[:gj]ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓમાંથી સામાન્ય પ્રવાહની શાળાઓનું ૮૦% પરિણામ[:]

[:gj]ગાંધીનગર, 18 જૂન 2020

ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ધોરણ-૧૦માં ૧૦ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૭૨.૦૯% પરિણામ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે.

માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના જાહેર થયેલા રાજ્યના એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૦.૬૪% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધોરણ-૧૦ની ૧૦ શાળાઓમાં ૮૦% થી વધુ અને ૨૬ આદર્શ નિવાસી શાળાઓનું સરેરાશ પરિણામ ૭ર.૦૯% આવ્યું છે તેમજ માર્ચ-૨૦૨૦ની ધોરણ-૧૨ની પરીક્ષાના સામાન્ય પ્રવાહના જાહેર થયેલા રાજ્યના એચ.એસ.સી. બોર્ડના સરેરાશ ૭૬.૨૯% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે. નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા દ્વારા ૧૦૦% પરિણામ લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

ધોરણ-૧૦ની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી-૧૯ આદર્શ નિવાસી શાળાઓએ અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહની ૦૭ આદર્શ નિવાસી શાળાઓ પૈકી-૦૬ આદર્શ નિવાસી શાળાઓએ રાજ્યના બોર્ડના સરેરાશ પરિણામ કરતાં વધુ પરિણામ પ્રાપ્ત કર્યું છે જ્યારે ધોરણ-૧૦ની ૧૦ શાળાઓએ ૮૦%થી વધુ પરિણામ અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહની ૦૬ શાળાઓએ ૮૦ % થી વધુ પરિણામ મેળવવામાં સફળતા હાંસલ કરી છે.[:]