[:gj]દાતાઓની રકમ મનફાવે તેમ વાપરવામાં આવી શકે છે[:]

[:gj]

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .

નવું ફંડ રચીને મોદી કંઈ દૂધે ધોયેલા સાબિત નથી થતા . કારણ કે માહિતી અધિકાર ધારા હેઠળ પણ જેમ જૂના ફંડની માહિતી મળતી નહોતી તેમ નવા ફંડ વિષે પણ માહિતી નહિ જ મળે . મોદીએ જો તેઓ પારદર્શક હોત તે તો વડાપ્રધાનને રાષ્ટ્રીય રાહત ફંડ ‘ ને પારદર્શક બનાવ્યું હોત . પણ તેમણે તેમ કર્યું નથી તેથી નવું પીએમ કેર્સ ફંડ પણ એવું જ અપારદર્શક બનાવ્યું છે .  નરેન્દ્ર મોદી અને તેમના ત્રણ પ્રધાનો કોંગ્રેસના શાસન હેઠળના વડા પ્રધાન કરતા હતા તેમ , અગાઉની જેમ જ , પોતાને મન ફાવે તેમ શુભ ઈરાદાથી લોકોએ આપેલા કરોડો રૂપિયા વાપરશે અને તેમને પૂછનારું કોઈ નહિ હોય . વળી , પીએમ કેર્સ ફંડમાં વડા પ્રધાન અને ત્રણ પ્રધાનો હોદ્દાની રૂએ સભ્યો છે કે વ્યક્તિગત રીતે તેના સભ્યો છે તેની પણ નાગરિકોને ખબર પડતી નથી , કારણ કે ટ્રસ્ટ ડીડ જાહેર કરવામાં આવ્યું નથી , એટલે ટ્રસ્ટ ડીડ તરત જ જાહેર કરવામાં આવે તે આવશ્યક છે . તો જ ખ્યાલ આવશે કે ખરેખર તેમાં શું રંધાયું છે . અત્યારે આ કિસ્સામાં તો કોંગ્રેસની સફેદ ટોપી નરેન્દ્ર મોદીએ કેસરી કરીને પોતે પહેરી લીધી હોય એમ લાગે છે . તેમ હેમન્ત શાહે જણાવ્યું હતું.[:]