[:gj]વડાપ્રધાન રાહત ફંડનું ઓડિટ કરતી કંપનીનું નામ ત્રણ દિવસથી હટાવી લેવામાં આવ્યું – ગોલમાલ [:]

[:gj]કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .  વડા પ્રધાનની કચેરી દ્વારા તેનું સંચાલન થયું છે . વડા પ્રધાન હોદાની રુએ આ ફંડના અધ્યક્ષ છે . તેની રચના સંસદના કોઈ કાયદા દ્વારા કે કોઈ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી નથી . એટલે કે તે કાનૂની કે સરકારી સંસ્થા નથી અને તેથી તે સંસદને જવાબદાર પણ નથી . સંસદમાં કદી આ ફંડના અહેવાલો રજૂ થતા નથી . તેનું કેગ દ્વારા ઓડિટ પણ થતું નથી . ખાનગી સીએ દ્વારા તેનું ઓડિટ થાય છે . લગભગ 15 દિવસ અગાઉ તેનું ઓડિટ – કઈ કંપની કરે છે તેનું નામ તેની વેબ સાઈટ પર હતું પણ તે છેલ્લા ત્રણ દિવસથી હટાવી લેવામાં આવ્યું છે . એટલે તેનું ઓડિટ કોણ કરે છે તેની ખબર આજે પડતી નથી . તેમ પ્રો.હેમંતકુમાર શાહે જણાવ્યું હતું.[:]