[:gj]500 સોશિયલ એકાઉન્ટ પોલીસે બંધ કેમ કરાવી દીધા ? [:]

[:gj]રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે,

લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના  બનાવોની  100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એક કંપની ફાળવવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં  તારીખ 25 એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે.

ડ્રોનના સર્વેલન્સથી 306 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9,795 ગુના દાખલ કરીને 19,153  લોકોની અટકાયત કરાઈ છે. સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV  નેટવર્ક દ્વારા 74 ગુના નોંધીને 84 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી 1,908 ગુના નોંધી 2,892 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે 27 ગુનામાં ૩૩ લોકોની જ્યારે આજસુધીમાં 361 ગુનાઓ દાખલ કરીને 591 લોકોની અટકાયત કરવામાં આવી છે.

વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે 133 જ્યારે કુલ 1234 અને 54 જ્યારે કુલ 650 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે 28 તેમજ કુલ 456 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે કુલ 544 ગુના દાખલ કરીને 1124 આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે  14 એકાઉન્ટ સહિત  અત્યારસુધીમાં કુલ 496 એકાઉન્ટ બંધ કરાયા છે.

28/04/2020 થી આજ સુધીમાં  કુલ 2,630 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 924 તથા 485 અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી 4,039 ગુનાઓમાં કુલ 4,971 આરોપીઓની એમ અત્યારસુધીમાં કુલ 1,07,100 લોકોની  અટકાયત કરવામાં આવી છે.

લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે 7,660 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ 7,321 વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ  1,35,143 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.[:]