[:gj]ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો [:]

Status of National Institute of Biasg in Gujarat - Bhaskaracharya Institute of Space Applications and Geo-Informatics

[:gj]ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ

ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફરમેટીકસ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉપગ્રહના માધ્યમથી એગ્રીકલ્ચર, સોઇલ એન્ડ લેન્ડ યુઝ, અર્બન લેન્ડ યુઝ, વોટર રિર્સોસીસ, વોટરશેડ, વન પર્યાવરણ, જિઓલોજી, મરિન એપ્લીકેશન્સ વગેરેમાં વિકાસ આયોજન અને વિકાસકાર્યોથી સોશિયો-ઇકોનોમીક ડેવલપમેન્ટ ક્ષેત્રોમાં ર૦૦૩થી આ ઇન્સ્ટીટયુટની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

જીઆઇએસ(GIS) પ્રોજેકટસનો કાર્યક્ષમ પ્રારંભ કરાશે તથા પ્રવૃત્તિઓના વ્યાપ અને અમલીકરણ માટે સંશોધન અને વિકાસ તથા ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે સહાય અપાશે અને અવકાશ (સ્પેસ)ને લગતા નિર્ણયોની સપોર્ટ સિસ્ટમ મારફતે વિકાસ, આયોજન અને સુશાસન માટે સુગમતા પણ ઉભી થશે.

કેન્દ્ર સરકારના ર૦ થી વધુ મંત્રાલયો તથા અનેક રાજ્યની સરકારો સ્પેસ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ ટેકનોલોજીના ઉપયોગ માટે બાયસેગની મદદ લે છે.

ગુજરાતની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને જાન્યુઆરી-૨૦૨૦માં ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇર્મ્પોટન્સનો દરજ્જો આપ્યો છે. ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટીને નેશનલ ઇન્સ્ટીટયુટ બનાવવાની જાહેરાત કરી છે.[:]