[:gj]કપડવંજની રહસ્યમય કુંડવાવ અને 32 કોઠાની વાવ[:]

The mysterious Kundav of Kapadvanj and the wand of 32 rooms

[:gj]ખેડા જિલ્લાનું કપડવંજના કુંડવાવનું તોરણ ગુજરાતના સ્થાપત્યનો નમૂનો છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેનો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે. કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે,  31 કોઠા તૂટી ગયા છે. ઇમારતની જાળવણીમાં બેદરકારી છે.

કુંડવાવ ભૌગોલિક ગણતરીએ તેમાં આડકતરા પાસવર્ડ ધરાવતી પદ્ધતિઓ અને એનસીયન્ટ આર્કિટેક્ચરનું અદભુત મિશ્રણ છે. મહેમદાવાદના ભમ્મરિયા કુવા સાથે કનેકટેડ છે તેમાં અનેક રૂમો છે જેમાંથી પાણી પસાર થઈ એ.સી. જેવી ઠંડક આપે તેવી રચના છે. કુંડવાવનો કીર્તિસ્તંભ ઉભો કર્યો અને બનાવ્યો તેનું કોઇ કારણ તેની કોઈ પણ લીંક વાવ સાથે નથી મળતી.

રહસ્યમય

કુંડવાવની પજલ સોલ્વ કરવા માટે કોડ વર્લ્ડ છે, તેમજ ૩૨ કોઠાની વાવ માંથી મોઢેરા સ્થિત મોઢેરા મંદિરમાં જવાના રસ્તા છે કાળક્રમે લગભગ તમામ લુપ્ત થઈ ગયા છે.

પ્રાચીન કાળમાં ભરૂચથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, માળવા અને ઉત્તર ભારત જતો માર્ગ કપડવણજ પાસેથી પસાર થતો હતો. ઈ. સ. 1913માં રેલવે નંખાઈ તે પહેલાં સાબુ, કાચની બંગડીઓ, બરણીઓ, ઘી અને હાથવણાટનું કાપડ અહીંથી ભારતના અન્ય ભાગોમાં તથા ઈરાન અને અરબસ્તાન જતું હતું. અકીકના પથ્થરો ખંભાત મોકલાતા હતા, અને તેના મણકા અને બીજી વસ્તુઓની નિકાસ આફ્રિકાના તથા યુરોપના દેશોમાં થતી હતી. સિદ્ધરાજ જયસિંહના સમયમાં વેપારકેન્દ્રમાં જાહોજલાલી હતી. તેથી ઇમારતો બંધાઈ છે, તે સમયની કલા-સંસ્કૃતિ અને અદ્ભુત ઐતિહાસિક વારસાની સાહ્યબી સૂચવે છે.

બત્રીસ કોઠાની વાવનું સ્થાન :

વાવનું નામ સૂચવે છે કે આ વાવ 32 કોઠા-માળની એક છે. મોહર નદીને કાંઠે આવેલી આ વાવ તે સમયે પાણીપુરવઠા માટે અગત્યનો સ્રોત હતો. આ વાવ સિદ્ધરાજ જયસિંહના ઈ.સ.1094થી 1143ના શાસનકાળમાં બંધાયેલી છે. શહેરની મધ્યમાં કુંડવાવ કે જેના પ્રવેશ માટે વડનગર જેવું જ અદભુત તોરણ બાંધવામાં આવ્યું છે. ગુજરાતના 13 કીર્તિસ્તંભોમાંનું આ તોરણ વડનગરની માફક સારી હાલતમાં સચવાયેલું છે.

સ્થાપત્ય

વાવમાં ઊતરવા માટે સીધાં તથા આડાં પગથિયાંનું બાંધકામ કરવામાં આવેલું છે. વાવ ઘણી ખંડિત હાલતમાં હોવાથી તેની ઉપર કેટલા કૂટ-પેવેલિયન બાંધવામાં આવ્યાં હતાં તે સ્પષ્ટ થતું નથી. ફક્ત નીચેના કૂવા પાસે રહેલા કૂટ સલામત હાલતમાં છે. અંદરની સ્તંભ અને દીવાલો પરની કોતરણી અણખોલ માતાની વાવ-દાવડ તથા અમદાવાદની દાદા હરિરની વાવને મળતી આવે છે. વાવના સ્તંભ, બ્રેકેટ્સ અને પેરાપેટ દીવાલો ઉપરની કોતરણીમાં દર્શાવેલાં ઘરેણાં, વાવ 13મી સદીમાં બંધાયેલી હોય તેમ દર્શાવે છે. પગથિયાંઓની વચ્ચેની પરસાળ કે ઓટલો વિશિષ્ટ છે, જે મુખ્યત્વે પેવેલિયન કે છત્ર ધરાવતા કૂટમાં જોવા મળે છે. કૂવા પાસેના છેલ્લા કૂટમાં બેસવાની જગ્યાઓ ટેકા દેવાની બેઠક ધરાવે છે.

ભૌમિતિક આકારો અને કુદરતી વિષયવસ્તુવાળી કોતરણી વચ્ચેની પરસાળો અને થાંભલાઓ ઉપર જોવા મળે છે.

પગથિયા ઉપર પુષ્કળ ગંદકી અને ઘાસ-વનસ્પતિ ઊગી નીકળેલાં છે અને જીવજંતુ રહેતા હશે તેવું લાગ્યું. પગથિયાંની ઉપર કોઈ પેવેલિયન-કૂટ બચ્યાં નથી. બધા જ પથ્થરો તૂટીને પગથિયા ઉપર વેરવિખેર પડેલાં છે. લગભગ 100-150 ફૂટ નીચે પગથિયા પાસે પાણી ભરેલું છે. વાવ બિલકુલ ખંડેર હાલતમાં છે.

વાવથી 100 મીટર કુંડવાવ નામનું સ્થળ રહેલું છે, જે એક લંબચોરસ વિશાળ કુંડ કે હોજ જેવી ખુલ્લી વાવ કે કુંડ છે. કુંડ એક કૂવા જોડે સંકળાયેલો છે, જે મુખ્ય પ્રવેશદ્વાર ઉપર રહેલા જર્જરિત ફુવારાની બરાબર નીચે રહેલો છે. કુંડમાં ઊતરવા ચારેબાજુ સીધાં અને આડાં પગથિયાંઓ છે. પગથિયાંઓમાં વચ્ચે ગોખલા આવેલા છે, જેમાં કદાચ અગાઉ મૂર્તિઓ હોઈ પણ શકે, જોકે અત્યારે તમામ ખાલી છે. કુંડની ત્રણ બાજુ જમીનની સપાટી ઉપર દેરીઓ રહેલી છે, જેના ઉપર કોતરકામ જોવા મળે છે. ખાસ કરીને દેરીના ઉપરના છત્રીના ભાગ ઉપર વિશેષ જોવા મળે છે.

કુંડના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ કુંડને અડીને જમીનની સપાટી ઉપર વિશાળ પથ્થરનું તોરણ બનાવેલું છે, જે આબેહૂબ વડનગરના તોરણ જેવું છે. આ તોરણ કોતરણીથી ભરપૂર છે. મોટા વિસ્તારમાં ફેલાયેલી આ વાવ બે બાજુ ઊંચા રહેઠાણનાં મકાનોથી જ્યારે રસ્તાની બાજુ પાકી જાળીથી રક્ષિત છે. આ વાવ પણ સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094થી 1143) દ્વારા તેના શાસન દરમિયાન બાંધવામાં આવેલી છે. વાવના પ્રવેશદ્વારને અડીને વિશાળ પથ્થરનું ટાવર બંધાયેલું છે, જે જોવા લાયક છે.

કુંડવાવના પવિત્ર જળથી રક્તપિત્તનો રોગ મટતો તેવું કહેવાય છે. કુંડવાવની લંબાઇ 1328 ચોરમસ વાર ક્ષેત્રફળની છે. પહેલા આ વાવમાં બારેય માસ ભરાયેલું રહેતું હતું. 461 ચોરસ વારના ક્ષેત્રફળમાં રહેલ આ વાવને પુરાતત્વ દ્વારા દેખભાળ રાખવામાં આવે છે.

કપડવંજ શહેરમાં બીજી સીંગરવાવ, રાણીવાવ, સિંધવાવ તેમજ શહેરની આસપાસમાં અવાર્ચીન વાવોમાં બીડની વાવ, સૈયદની વાવ, કાપડીનીવાવ, વહોરીવાવ, નીશાળીવાવ જેવી જર્જરીત વાવો આવેલી છે.

ગુજરાતના જાણીતા સરોવર, વાવ, કૂવા, તળાવ 

પાંડવ કુંડવાવ: ભદ્રેશ્વર,કરછ

દૂધિયાવાવ: ભદ્રેશ્વર,કરછ

દેસલસર, હમીરસર તળાવ:ભૂજ

નારાયણ સરોવર: કાલીકુંડ, કરછ

ફૂલસર તળાવ: ભદ્રેશ્વર

ચકાસર તળાવ:શંખાસર,કરછ

ગંગા સરોવર: બાલારામ, બનાસકાંઠા

રાણકી વાવ: પાટણ

સહસ્ત્રલિંગ તળાવ: પાટણ

ખાન સરોવર: પાટણ

બિંદુ, અલ્પા,સિદ્ધસર તળાવ: સિદ્ધપુર

ધમેશ્ર્વરી વાવ:મોઢેરા

૭૨ કોઠાની વાવ: મહેસાણા

શર્મિષ્ઠા તળાવ: વડનગર

દેળિયુ તળાવ: વિસનગર

ગુજા તળાવ:ગુજા

રામકુંડ: મોઢેરા

શકિત કુંડ:આખજ

ગૌરી કુંડ: વડનગર

અડાલજની વાવ: અડાલજ

કાઝીવાવ: હિંમતનગર

હંસલેશ્વર તળાવ:ઈડર

રણમલસર રાણી તળાવ:ઈડર

સપ્તેશ્વર કુંડ:સપ્તેશ્વર, ઈડર

હીરૂવાવ: મોડાસા, અરવલ્લી

વણઝારીવાવ: મોડાસા

દેસણનો ભૃગુકુડ: ભિલોડા

કરમાબાઈનુ તળાવ: શામળાજી

વડાતળાવ, ત્રિવેણી કુંડ, અષ્ટ કોણી કુંડ: ચાંપાનેર , પંચમહાલ

કુંકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ,સીગરવાવ: કપડવંજ

ભમમરીયો કુવો: મહેમદાવાદ

ગોમતી તળાવ: ડાકોર

શિવકુંડ : કપડવંજ

જ્ઞાનવાળી વાવ: ખંભાત, આણંદ

વેરાઈમાતાનુ તળાવ: આણંદ

નારેશ્વર તળાવ: ખંભાત

મલાવ તળાવ: ધોળકા

ગંગાસર તળાવ: વિરમગામ

દાદા હરિની વાવ: અમદાવાદ

નવલખી વાવ: વડોદરા

મુહમ્મદ તળાવ: વડોદરા

આજવા તળાવ: વડોદરા

ડભાસા તળાવ:પાદરા

દશપુરાનુ તળાવ: પાદરા

નાગેશ્વર તળાવ: ડભોઇ, વડોદરા

તેન તળાવ: ડભોઇ

સુર સાગર તળાવ: વડોદરા

બડબડિયો કુંડ: અંકલેશ્વર, ભરૂચ

સૂયૅકુડ : ભરૂચ

માધાવાવ: વઢવાણ

ગંગવો કુંડ:દેદારદા, વઢવાણ

ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ: સુરેન્દ્રનગર

બૃહા કુંડ: શિહોર, ભાવનગર

ગોપી તળાવ,પંચકુંડ : અમરેલી

ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક:ઉના, ગીર સોમનાથ

તુલશીશ્યામ કુંડ:તુલશીશ્યામ

બ્રહાકુંડ: કોડીનાર

સોમ્ય  સરોવર: સોમનાથ

અડીકડી વાવ: જૂનાગઢ

નવઘણ કૂવો: જૂનાગઢ

ઉપરકોટ વાવ: જૂનાગઢ

દામોદરકુંડ, રેવતી કુંડ, મૃગીકુંડ, કમંડલ કુંડ: જૂનાગઢ

રત્ન તળાવ:બેટ દ્વારકા

રણમલ (લાખોટા) તળાવ: જામનગર[:]