[:gj]લોંચ થતાં જ રૂ.200 કરોડના ફોન 55 સેકન્ડમાં વેંચાઈ ગયા[:]

With the launch, the phones worth Rs 200 crore were sold in 55 seconds

[:gj]ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ 108 મેગાપિક્સલનો કેમેરા સાથે પોતાના બે સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro લૉન્ચ કર્યા છે. પહેલી જ સેલમાં 55 સેકેન્ડમાં જ રૂ.200 કરોડના આ સ્માર્ટફોન સ્ટોક આઉટ થઇ ગયો હતો. Xiaomi Mi 10 અને Xiaomi Mi 10 Pro બંનેમાં 108MP કેમેરા

Mi10 Pro સ્માર્ટ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લુ કલરનો સમાવેશ થાય છે. આ ડિવાઈસની કિંમત 8 GB RAM + 256 GB સ્ટોરેજ મો઼ડેલની કિંમત આશરે રૂ.50,000 છે. જ્યારે 12 GB RAM + 512 GB સ્ટોરેજ મોડેલની કિંમત આશરે 60,000 રૂ. છે. 20 MP વાઈડ એન્ગલ સેન્સર, 12 MP ડેપ્થ સેન્સર, 5 MP ટેલિફોટો લેન્સ અને 2 MP માઈક્રોલેન્સ આપવામાં આવ્યા છે. 6.47 ઈંચની ફૂલ HD ડિસપ્લે અને AMOLED લુક છે. ક્વાલકોમ પ્રોસેસરને કારણે ફોનમાં સ્પીડ મળી રહેશે. આ ઉપરાંત 5260mAh ની એક બેટરી પણ આપવામાં આવી છે. કંપની આ જ વર્ષે આ બંને મોડેલ ભારતમાં લૉન્ચ કરશે એવી તૈયારી બતાવી હતી.[:]