[:gj]બિનીત મોદી, અમદાવાદ, 6 નવેમ્બર 2020
ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું 3 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ 4 વાર ચૂંટાઈ આવ્યા હતા.
વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રેસ પક્ષે સરકારમાં જોડાવાનું નક્કી કર્યું એ સમયે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કહ્યું કે, ‘ધારશીભાઈ તમારું ભણતર ઓછું પડે છે એટલે મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાશે નહીં.’ એટલે તેમણે કહ્યું કે, ‘કામ તો સાયેબોએ કરવાનું છે ને મને સહી કરતા તો આવડે છે ચીમનભાઈ. મારા ગામની મંડળીનો દસ વર્ષથી વહીવટ હું જ કરું છું.’ ધારશીભાઈ માત્ર ગુજરાતી ચાર ચોપડીનું જ ભણતર ધરાવતા હતા.
તો આવો રોકડો જવાબ આપનારા ધારશીભાઈ સમય જતા ધારશીબાપાના નામે સંબોધાતા થયા. ખેતીની સાથે વેપાર કરી જાણતા તેઓ વડા ગામ સેવા સહકારી મંડળીના સ્થાપક સભ્ય હતા અને સ્થાનિક વેપારી મંડળના આગેવાન હતા. ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા પરંતુ કૉંગ્રેસ પક્ષની સરકાર નહોતી એટલે તેમને સરકારમાં કોઈ સ્થાન – હોદ્દો મળી શક્યા નહોતા. એનો તેમને વસવસો પણ નહોતો.
વસવસો હતો તો એ વાતનો કે ધારાસભ્ય પદની છેલ્લી ચોથી મુદત પછી તેમની ટિકિટ અણધડ રીતરસમોથી કાપવામાં આવી, તેમને ઉમેદવારીથી દૂર રાખવામાં આવ્યા હતા. ગત તેરમી વિધાનસભામાં તેઓ 2012 થી 2017 સુધી કાંકરેજ બેઠકના ધારાસભ્ય હતા. ડિસેમ્બર 2017માં નવી ચૌદમી વિધાનસભા માટે ચૂંટણી નજીક આવી ત્યારે ઉંમરની રીતે 80ની નજીક પહોંચવા આવ્યા હતા એટલે સ્વાભાવિક ક્રમમાં પક્ષ નવા ઉમેદવારને, યુવાનને તક આપે એ જરૂરી હતું. પરંતુ કૉંગ્રેસના નેતાઓએ ન તો તેમની પાસે નવું નામ માગ્યું કે ન તેમની કોઈ સલાહ લીધી.
તેમને જણાવવામાં આવ્યું કે તમને ટિકિટ ન ફાળવવા માટે અલ્પેશ ઠાકોર દ્વારા કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે. ધારશીભાઈ કહે કે, એ ભાઈ તો ભાજપના ટેકેદાર છે. એ શું કામ મારી ટિકિટ કપાવે? એ સમયે જે જવાબ મળ્યો ત્યારે જ તેમને ખબર પડી કે અલ્પેશ ઠાકોર હવે કૉંગ્રેસમાં દાખલ થઈ ગયા છે. ધારશીબાપા કહે કે, ‘તમે લોકો લખી રાખજો કે આ ભાઈ પાલટી (કોંગ્રેસ પક્ષ)માં લાંબુ ટકશે નહીં.’ ગુજરાત કૉંગ્રેસના આગેવાનો સમજ્યા કે આ તો બાપા એમની ઉમેદવારી જઈ રહી છે એટલે ગુસ્સામાં બોલી રહ્યા છે. ધારશીભાઈ પોતે ઉમેદવારી માટે પ્રબળ દાવેદાર નહોતા. પરંતુ પક્ષે તેમના જેવા સિનિઅર આગેવાનની ટિકિટ પક્ષમાં નવા-સવા આવેલા અને જેમનું કંઈ જ રાજકીય પ્રદાન નહોતું એવા અલ્પેશ ઠાકોરના કહેવાથી કાપી એ વાતે દુઃખી જરૂર થયા હતા. જો કે બાપાએ ભાખેલું ભાવિ સાચું પડ્યું. રાધનપુર વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થયેલા અલ્પેશકુમાર ખોડાભાઈ ઠાકોર ચૂંટાઈ આવ્યાના દોઢ જ વર્ષમાં પક્ષપલટો કરીને ભાજપમાં ભળી ગયા. ભાજપના ઉમેદવાર લેખે રાધનપુરના મતદારોએ તેમને નવેસરથી ઘરભેગા કર્યા એ જુદી વાત છે.
આમ રોકડું રાજકીય ભાવિ પારખનાર ધારશીભાઈ ખાનપુરા ઑક્ટોબરની મધ્યમાં ન્યૂમોનિયાગ્રસ્ત થયા. કાંકરેજમાં પ્રાથમિક ઉપચાર પછી વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. કોરોના સંક્રમિત થયાની જાણ થઈ અને તેની પણ સારવાર કરવામાં આવી. જો કે એક્યાસી પારની ઉંમરે સારવારને દાદ આપી નહીં. 19મી ડિસેમ્બર 1939ના રોજ કાંકરેજ તાલુકાના વડા ગામે જન્મેલા ધારશીભાઈ લખાભાઈ ખાનપુરા 3 નવેમ્બર 2020ના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા.
અલવિદા ધારશીબાપા. તમે ચાર જ ચોપડી ભણ્યા હતા પણ જબરી કોઠાસૂઝ સાથે વાતો ટકોરાબંધ કરતા હતા એ કહેવું પડશે હોં.[:en]Binit Modi, Ahmedabad, 6 November 2020
A four-time MLA from Kankrej assembly constituency in Banaskantha, Dharshibhai Khanpara died on November 3, 2020. He was elected 4 times on the Congress party ticket in the Gujarat Assembly of 1990, Ninth, Eleventh and finally in the Thirteenth Assembly of 2012.
The fact that after the last fourth term of MLA post, his ticket was cut, he was kept away from candidature. In the last thirteenth assembly, he was the MLA for the Kankrej seat from 2012 to 2017. As elections were held for the new 14th Assembly in December 2017, the age group was close to 80, so it was natural that the party should give a chance to a new candidate, a youth. But Congress leaders neither asked him for a new name nor took any advice from him.
Told by party that, Congress President Rahul Gandhi has been approached by Alpesh Thakor for not allocating tickets to him. Dharshibhai says that the brothers are supporters of the BJP. Did my ticket get cut off from that job? It was only when he got the answer that he knew that Alpesh Thakor had now joined the Congress. Dharshibhai used to say, “You people should write that it will not last long in Palati (Congress Party)”. The leaders of Gujarat Congress understood that Bappa had no candidature, and he was speaking angrily. Dharshibhai himself was not a strong contender for candidacy. But the party was saddened by the fact that a senior leader like him was ticketed by Alpesh Thakor, a new party leader who had no political contribution to the Congress.
However, the future he had told came true. Alpeshkumar Khodabhai Thakor, who won the Radhanpur assembly seat as a Congress candidate, joined the BJP within a year.
Dharshibhai Khanpara, Corona was reported to be infected and was also treated. However, at the age of eighty, the treatment did not work. Born on 19 December 1939 in Vada village of Kankrej taluka, Dhiribhai Lakhbhai Khanpura died on 3 November 2020 in Ahmedabad.
Goodbye Dharamshibapa.[:hn]बिनित मोदी, अहमदाबाद, 6 नवंबर 2020
गुजरात के बनासकांठा के कांकरेज विधानसभा क्षेत्र से चार बार के विधायक, धारशीभाई खानपुरा का 3 नवंबर, 2020 को निधन हो गया। वह 1990 की आठवीं विधानसभा, नौवीं, ग्यारहवीं और अंत में 2012 की तेरहवीं विधानसभा में कांग्रेस पार्टी के टिकट पर 4 बार चुने गए।
जब पहली बार विधानसभा चुनाव हुए थे और कांग्रेस पार्टी ने 1992 के बाद सरकार में शामिल होने का फैसला किया था, तब तत्कालीन मुख्यमंत्री चिमनभाई पटेल ने कहा था, “धारशीभाई , आपकी शिक्षा कम है इसलिए आपको मंत्रिमंडल में शामिल नहीं किया जा सकता है।” चिमनभाई जानते हैं कि मुझे कैसे साइन करना है। मैं दस साल से अपनी गाँव की मंडली चला रहा हूँ। ’ धारशीभाई ने केवल चार गुजराती तक का अध्ययन किया।
तो ऐसे नगदी जवाब देने वाले धर्शिभाई समय के साथ धारशीबापा के नाम से जाने लगे। कृषि के साथ व्यापार करने का तरीका जानने के बाद, वह वड़ा गाम सेवा सहकारी मंडल के संस्थापक सदस्य और स्थानीय व्यापार संघ के नेता थे। वे चार बार विधायक चुने गए लेकिन कांग्रेस पार्टी की सरकार नहीं थी इसलिए उन्हें सरकार में कोई पद नहीं मिला। यह बातक ने भी उसे परेशान नहीं किया।
तथ्य यह है कि विधायक पद के अंतिम चौथे कार्यकाल के बाद, अजीब अनुष्ठानों के कारण उनका टिकट काट दिया गया था, उन्हें उम्मीदवारी से दूर रखा गया था। पिछली तेरहवीं विधानसभा में, वह 2012 से 2017 तक कांकरेज सीट के विधायक थे। जैसा कि दिसंबर 2017 में नई 14 वीं विधानसभा के लिए चुनाव हुए, आयु वर्ग 80 के करीब थे, इसलिए यह स्वाभाविक था कि पार्टी को एक नए उम्मीदवार, एक युवा को मौका देना चाहिए। लेकिन कांग्रेस नेताओं ने न तो उनसे कोई नया नाम पूछा और न ही उनसे कोई सलाह ली।
उन्हें बताया गया कि अल्पेश ठाकोर द्वारा कांग्रेस अध्यक्ष राहुल गांधी से उन्हें टिकट आवंटित नहीं करने के लिए संपर्क किया गया है। धारशीभाई कहते हैं कि भाई बीजेपी के समर्थक हैं। क्या उस काम से मेरा टिकट कट गया? यह केवल उस समय था जब उन्हें जवाब मिला कि उन्हें पता है कि अल्पेश ठाकोर अब कांग्रेस में शामिल हो गए हैं। धारशीभाई कहते थे की, “आप लोगों को लिखना चाहिए कि यह भाई पालटी (कांग्रेस पार्टी) में ज्यादा समय तक नहीं टिकेगा।” गुजरात कांग्रेस के नेताओं ने समझा कि बाप्पा की उम्मीदवारी नहीं रही है, और वह गुस्से में बोल रहे हैं। धारशीभाई खुद उम्मीदवारी के प्रबल दावेदार नहीं थे। लेकिन पार्टी सें इस तथ्य से दुखी थे कि उनके जैसे वरिष्ठ नेता का टिकट अल्पेश ठाकोर ने काट दिया था, जो पार्टी के एक नए नेता थे जिनका कोंग्रेस में कोई राजनीतिक योगदान नहीं था।
हालाँकि, जो भविष्य बताया था वह सच हो गया। अल्पेशकुमार खोडाभाई ठाकोर, जिन्होंने राधनपुर विधानसभा सीट कांग्रेस के उम्मीदवार के रूप में जीती थी, एक साल के भीतर ही भाजपा में शामिल हो गए, ईस्तीफा दीया, फीर चूनाव में रहे मगर चुनाव हार गए ।
धारशीभाई खानपुरा, अक्टूबर के मध्य में निमोनिया हुंआ, कांकरेज में प्राथमिक उपचार के बाद, आगे के उपचार के लिए, अहमदाबाद के यू.एन. मेहता अस्पताल लाया गया। कोरोना के संक्रमित होने की सूचना मिली थी और उसका इलाज भी किया गया था। हालांकि, अस्सी की उम्र में, उपचार काम नहीं आया। 19 दिसंबर 1939 को कंकरेज तालुका के वड़ा गाँव में जन्मे धरिभाई लखभाई खानपुरा का 3 नवंबर 2020 को अहमदाबाद में निधन हो गया।
अलविदा धरमशीबापा।[:]
