[:gj]લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્ષિક 1.25 કરોડનું ટર્નઓવર[:]

[:gj]ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.

1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે. તેમની સાથે મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો પણ જોડાયા છે. સાથે જ ઘણી વિદેશી કંપનીઓ પણ તેની સાથે રોકાણ કરવા માગે છે. તેમની પ્રોડક્ટની સપ્લાય અમેરિકામાં પણ થાય છે. દેવેશ કહે છે, અમારા ગામ બોરિયાવીની હળદર સમગ્ર દેશમાં ફેમસ છે. થોડાં દિવસ પહેલા તેનું પેટન્ટ પણ કરાવ્યું છે.

આ વાતને ધ્યાનમાં રાખીને મેં ચાર વર્ષ પહેલા ઓર્ગેનિક ખેતી શરૂ કરી. જોકે મારો પરિવાર પહેલાથી જ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે એટલે મને વધુ તકલીફ ના પડી. હાલ અમે 5-7 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરીએ છીએ.

દેવેશ જણાવે છે કે, આ વર્ષે માર્ચમાં અમે ઈમ્યૂનિટી પાવર વધારનારી હળદરની કેપ્સૂલ લોન્ચ કરી છે. તેને માટે અમે દેશી હળદરને પ્રોસેસ કરી તેના 150 તત્વોને એક્ટિવ કર્યા. કારણ કે, હાલ જે હળદર ખાવામાં આવે છે, તેનો ફાયદો સીમિત હોય છે. બીજું કે, તેનો ઉપયોગ લોકો નિયમિતરીતે નથી કરતા, જેને કારણે હળદરના પોષક તત્વોનો પૂરો ફાયદો શરીરને નથી મળતો. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને અમે હળદર કેપ્સૂલ બનાવી છે. જોકે, કોરોનાને પગલે તેની સપ્લાય માત્ર ગુજરાત અને આસપાસના ક્ષેત્રો સુધી જ સીમિત રહી. હવે પરિસ્થિતિ સુધરી રહી છે, તો દેશભરમાં તેની સપ્લાય શરૂ કરી રહ્યા છીએ.

દેવેશે જણાવ્યું કે, હાલ અમે દરરોજ 5000 કેપ્સૂલનું ઉત્પાદન કરી રહ્યા છીએ. વૈશ્વિક બજારમાં આ કેપ્સૂલનું માર્કેટ ઊભું કરવા માટે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાની ઘણી કંપનીઓ સાથે વાત ચાલી રહી છે. આ કેપ્સૂલ માટે અમે બે વર્ષ સુધી રિસર્ચ અને ડેવલપમેન્ટ પર કામ કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન લીધું. ત્યારબાદ કેપ્સૂલનું પેટન્ટ પણ કરાવ્યું.

દેવેશે જણાવ્યું કે, ચોકલેટ પાવડરની જેમ હળદર પણ દૂધમાં મિક્સ કરીને પી શકાય છે, અમે એવો જ પાવડર બનાવ્યો છે. તે સંપૂર્ણરીતે ઓર્ગેનિક છે અને યુરોપના ઘણા દેશોમાં અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. હવે અમે તેને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેને માટે તેનું પેકેજિંગ અને ડિઝાઈન અમદાવાદમાં તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોડક્ટ ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. યુરોપમાં અમને તેનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે.

દેવેશ જણાવે છે કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરતા કરતા જ મને ઓનલાઈન માર્કેટિંગ સમજવામાં મદદ મળી. તેની મદદથી હું સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ જ સારી રીતે માર્કેટિંગ કરી લઉં છું. કમ્યુનિકેશન સ્કિલને પગલે ઈન્ટરનેશનલ કમ્યુનિટી સાથે ડીલ કરવામાં પણ સરળતા રહે છે. ઓર્ગેનિક બટાકા માટે ગ્રોફર્સ અને બિગ બાસ્કેટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ અમારા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ તેમની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે એગ્રીમેન્ટ થઈ શકે છે. તેઓ કહે છે કે, જર્મની, અમેરિકા, ફ્રાન્સ જેવી ઘણા દેશોની કંપનીઓએ નિવેશ માટે રસ દાખવ્યો છે.[:]