[:gj]ગુજરાતથી મજૂરોને મોકલવા 150 દિવસ નિકળી જશે, અરાજકતા કેવી છે ? [:]

[:gj]ત્રણ દિવસમાં ૧૮ ટ્રેન મારફતે ર૧પ૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન-રાજ્ય મોકલવામાં આવ્યા છે. માત્ર સુરત અને આસપાસ 20 લાખ લોકો છે, આખા ગુજરાતમાં 40 લાખ લોકો સ્થળાંકર કરવા માંગે છે. તેથી એક ટ્રેનમાં 1200 અને બસમાં 30 લોકો જઈ શકે છે. તે હિસાબે 3333 ટ્રેન જોઈશે. 3 દિવસમાં માત્ર 18 ટ્રેન મળી છે. જો રોજ 20 ટ્રેન મળે તો તમામને મોકલવા માટે 150 દિવસ નિકળી જશે. એસટીની વ્યવસ્થા કરવામાં આવે તો પણ 75 દિવસે બધાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાશે.

સુરતથી ઓરિસ્સા માટે ૭ ટ્રેન, ઝારખંડ ને બિહાર માટે એક-એક ટ્રેન, અમદાવાદથી યુ.પી માટે ૬ ટ્રેન, બિહાર માટે ૩ ટ્રેન તેમજ વડોદરા, નડિયાદ અને પાલનપુરથી યુ.પી. માટે એક-એક ટ્રેન એમ ૧૮ ટ્રેનની વ્યવસ્થાઓ ભારત સરકારે રાજ્ય સરકાર સાથેના સંકલનમાં કરી આપી છે. જિલ્લા કલેકટરની હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર નોંધાવાનું પણ રહેશે.

સુરતમાં વસેલા-સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓના વતની રત્નકલાકારો જો પોતાના વતન જવા માંગતા હોય તો એ અંગે પણ યોગ્ય વિચારણાઓ હાથ ધરી છે. સમગ્ર બાબતે રાજ્ય સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. હાલ આ અંગે કોઇ નિર્ણય કરાયો નથી. તબક્કાવાર અને સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે મંજૂરી, મળે તેમનું સુરતમાં સ્ક્રીનીંગ થાય તેમજ તેમના વતન જિલ્લામાં જ્યારે તે પહોચે ત્યારે ત્યાં પણ સ્કીનીંગ થાય, ગ્રામ પંચાયત કે નગરપાલિકા નક્કિ કરે તે રીતે ૧૪ દિવસ માટે આવા રત્ન કલાકારને હોમ અથવા પબ્લીક કવોરેન્ટાઇન સ્થળે કવોરેન્ટાઇન થવાનું રહેશે.
શરદી, તાવ, ખાંસી કે બિમારીના લક્ષણો હોય તો તેમને જવા દેવાની પરવાનગી નહિ અપાય અને તેઓ એકવાર પોતાના વતન જાય તે પછી ૧૪ દિવસ અને ૧ માસ સુધી સુરત પાછા ફરી નહિ શકે. તેવી બધી જ બાબતોની સર્વગ્રાહી રણનીતિ સુરત જિલ્લા કલેકટર સૌરાષ્ટ્રના જે-તે જિલ્લા કલેકટરો સાથે મળીને રાજ્ય સરકારના દિશાનિર્દેશનમાં તૈયાર કરશે.
મધ્યમવર્ગીય પરિવારોના ૬૧ લાખ APL-1 કાર્ડધારકોને અઢી કરોડ જેટલા લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી છે તેનો આગામી તા. ૭મી મે થી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે.
APL-1 કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંક ૧ અને ર છે તેમને તા. ૭મી મે, ૩ અને ૪ છેલ્લા આંક વાળા કાર્ડધારકોને તા. ૮મી મે, પ અને ૬ છેલ્લો આંક હોય તેમને તા. ૯મી મે તથા ૭ અને ૮ વાળા કાર્ડધારકોને તા. ૧૦મી તેમજ ૯ અને ૦ આંક ધરાવનારા APL-1 કાર્ડધારકોને તા. ૧૧મી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે.
કોઇ APL-1 કાર્ડધારક લાભાર્થી તેના નિર્ધારીત ફાળવેલા દિવસે અનાજ લેવા ન જઇ શકે તો તેને તા. ૧રમી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે.
ઓરેંજ-ગ્રીન ઝોનમાં ઊદ્યોગો શરૂ કરવાની આપેલી છૂટછાટ અન્વયે આશરે ૩ હજાર જેટલા ઊદ્યોગો જામનગર અને જૂનાગઢ મહાનગર વિસ્તારોમાં શરૂ થયા છે. અંદાજે રપ થી ૩૦ હજાર શ્રમિકોને રોજગાર મળતો થયો છે.
આવા ગ્રીન ઝોન વિસ્તારોમાં એસ.ટી. બસ સેવાઓ પણ પચાસ ટકા પેસેન્જર ક્ષમતા સાથે ધીરે ધીરે શરૂ થઇ જશે.
રાજ્યના ગ્રીન-ઓરેન્જ ઝોન વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત થઇ રહ્યું છે અને દુકાનો, ઊદ્યોગો-વેપાર વણજ પણ શરૂ થવા માંડયા છે[:]