[:gj]N-95 માસ્કનું બ્લેકમાર્કેટ ઘટાડવા મોટી માત્રમાં ઉત્પાદન / ઈમ્પોર્ટ[:en]Large scale production / import to reduce the black market of N-95 masks[:hn]N-95 मास्क के काले बाजार को कम करने के लिए बड़े पैमाने पर उत्पादन / आयात[:]

[:gj]સરકારે આવશ્યક ચીજવસ્તુઓના ધારા, 1955માં સુધારો કરીને એન-95 માસ્કને આવશ્યક ચીજવસ્તુઓ તરીકે અધિસૂચિત કરી છે. આ માટે સરકારે 13 માર્ચ, 2020ની તારીખની અધિસૂચના જાહેર કરી છે. એટલે આ કાયદા અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ, કાળા બજાર દંડને પાત્ર છે.

આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળા બજારીને નિયંત્રણમાં રાખવા રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ધારા, 2005 અંતર્ગત સુપરત કરવામાં આવેલા અધિકારોનો ઉપયોગ કરવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારને સૂચના આપવામાં આવી છે, જેથી સર્જિકલ અને પ્રોટેક્ટિવ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ અને ગ્લોવ્સની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય, જેની કિંમત 13 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલા આદેશ મુજબ, પેક સાઇઝ પર પ્રિન્ટેડ મહત્તમ છૂટક કિંમત (એમઆરપી)થી વધારે ન હોય.

દેશમાં એન-95 માસ્કની સંગ્રહખોરી, કાળા બજાર અને કિંમતમાં મોટો ફરક સાથે સંબંધિત ફરિયાદો મળી છે. આ સંદર્ભમાં એનપીપીએએ તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર્સ (એસડીસી)/ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સ (એફડીએ)ને ઉચિત કામગીરી કરવા સૂચના આપી છે.

રિપોર્ટ મુજબ, થોડા એસડીસી/એફડીએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે તથા આવશ્યક ચીજવસ્તુની સંગ્રહખોરી અને કાળાં બજાર કરતાં લોકો સામે ઉચિત પગલાં લેવામાં આવ્યાં છે. આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ પીઆઇએલ પણ ફાઇલ થઈ છે, જેમાં સરકાર દ્વારા એન-95 પર ટોચમર્યાદા લાદવાની માંગણી થઈ છે.

સરકાર દેશમાં એન-95ના પર્યાપ્ત પુરવઠાને સતત સુનિશ્ચિત કરવા આતુર છે. આ માટે સરકારે ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સ પાસેથી બલ્ક રેટ પર મોટી સંખ્યામાં એન-95ની ખરીદી કરી છે. એન-95 માસ્કની ઊંચી કિંમતની સમસ્યાઓનું સમાધાન કરવા એનપીપીએએ એની કિંમતમાં ઘટાડો કરવા હસ્તક્ષેપ કર્યો છે.

આ સંબંધમાં દેશમાં વાજબી કિંમતે એન-95 માસ્કની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા એનપીપીપીએએ 21 મે, 2020ના રોજ એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં એન-95ના તમામ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયરોને બિનસરકારી ખરીદી માટે કિંમતમાં સમાનતા જાળવવા અને વાજબી કિંમતે એને ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ સબમિટ થયેલી એનપીપીપીએની અરજીમાં એન-95 માસ્ક પર ટોચમર્યાદા લાદવાની અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને દેશમાં એન-95ના માસ્કની પુરવઠા-માગમાં રહેલા ફરકને ધ્યાનમાં રાખીને. એનપીપીએએ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સને સ્વૈચ્છિક રીતે કિંમતો ઘટાડવા સલાહ આપી હતી.

દરમિયાન એનપીપીએએ આજે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા એક સમાચારનું ખંડન કર્યું છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, એનપીપીપીએએ ટાંકેલા કિંમતને મંજૂરી આપી છે, જે માસ્ક માટે સરકારી ખરીદીના દરથી ત્રણ ગણાથી વધારે છે. સમાચારમાં સરકારની ખરીદીના દર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

આ પ્રકારની એડવાઇઝરી ઇશ્યૂ કર્યા પછી એન-95ના મોટા ઉત્પાદકો/આયાતકારોએ તેમની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્ય છે, જેથી દેશમાં એન-95 માસ્કની કિંમત 47 ટકા ઘટીને વાજબી થઈ છે. એન-95ના અન્ય ઉત્પાદકો/આયાતકારોએ જણાવ્યા મુજબ, અન્ય ઉત્પાદકો/આયાતકારો સરકારની સલાહને અનુસરશે અને જાહેર જનહિતમાં કિંમતમાં ઘટાડો કરશે એવી અપેક્ષા છે.[:en]The Government has notified N-95 Masks as an essential commodity under Essential Commodities Act, 1955 by the Government vide Notification dated 13th March 2020. Thus, hoarding, black-marketing of the essential commodity is punishable offence under the Act.

To keep check on the hoarding, black-marketing of the essential commodity, NPPA in exercise of the powers conferred under National Disaster Management Act, 2005 had directed all States/ UT Governments to ensure sufficient availability of surgical and protective Masks, Hand Sanitizers and Gloves at prices not exceeding the Maximum Retail Price printed on the pack size vide Orders dated 13th March 2020.

Grievances have been received regarding hoarding, black-marketing and differential higher pricing of N-95 Masks in the country. In this context, NPPA has directed State Drug Controllers/Food & Drug Administrations of all State/ UT Governments to take appropriate actions. As reported, raids have been conducted by few SDCs/ FDAs and appropriate action is being taken against the hoarders and black-marketers of the essential commodity.

A PIL has also been filed before Hon’ble High Court of Bombay on the plea of bringing price cap on the N-95 Masks by the Government.

The Government is striving to ensure uninterrupted supply of N-95 Masks in adequate quantity in the country. For this, the Government is procuring largest chunk of the N-95 Masks directly from the manufacturers/ importers/ suppliers at bulk rates. To address the issue of higher prices of the N-95 Masks, NPPA intervened to bring down the prices.

In this regard, in order to ensure availability of N-95 Masks at affordable prices in the country, NPPA issued an Advisory on 21st May 2020 to all the manufacturers/ importers/ suppliers of the N-95 Masks to maintain parity in prices for non-government procurements and to make available the same at reasonable prices.

Further, NPPA submitted before Hon’ble High Court of Bombay on the plea of bringing price cap on the N-95 Masks that looking to the mismatch in the demand-supply of N-95 Masks in the country, NPPA advised manufacturers/ importers/ suppliers to bring down the prices voluntarily.

Meanwhile NPPA denies the news item appeared in the Times of India today alleging that NPPA approvingly cited a price that is more than three times the government procurement rate for the masks.  The Government procurement rate quoted in the news clipping is fallacious, deceptive and misleading.

After issuing such an Advisory, major manufacturers/ importers of N-95 Masks have reduced their prices significantly up to 47% leading to availability of N-95 Masks in the country at affordable prices. As reported by the other manufacturers/ importers of N-95 Masks, it is expected that other manufacturers/ importers will follow the advice of the Government and roll down the prices in the larger public interest.[:hn]सरकार ने आवश्यक वस्तु अधिनियम, 1955 के तहत दिनांक 13 मार्च, 2020 को जारी अधिसूचना के द्वारा एन-95 मास्क को आवश्यक वस्तु के रूप में अधिसूचित किया है। इस प्रकार, आवश्यक वस्तु की जमाखोरी और कालाबाजारी अधिनियम के तहत दंडनीय अपराध है।

राष्ट्रीय आपदा प्रबंधन अधिनियम, 2005 द्वारा प्रदत्त शक्तियों के तहत एनपीपीए ने आवश्यक वस्तु की जमाखोरी व कालाबाजारी पर नियंत्रण रखने के लिए, 13 मार्च, 2020 को सभी राज्यों / केन्द्र शासित प्रदेश सरकारों को सर्जिकल और सुरक्षात्मक मास्क, हैंड सैनिटाइज़र और दस्ताने की पर्याप्त उपलब्धता सुनिश्चित करने का निर्देश दिया था।

निर्देश में यह भी कहा गया था कि इन आवश्यक वस्तुओं की कीमतें पैकेट पर अंकित अधिकतम खुदरा मूल्य से अधिक नहीं होनी चाहिए।

इस प्रकार की शिकायतें प्राप्त हुई हैं कि देश में एन-95 मास्क की जमाखोरी व कालाबाजारी की जा रही है और इन्हें ऊंची कीमतों पर बेचा जा रहा है। इस संदर्भ में, एनपीपीए ने सभी राज्यों / केंद्र शासित प्रदेशों की सरकारों के औषध नियंत्रकों (ड्रग कंट्रोलर्स) / खाद्य और औषध प्रशासनों को उचित कार्रवाई करने का निर्देश दिया है।

प्राप्त जानकारी के अनुसार कुछ एसडीसी / एफडीए द्वारा छापे मारे गए हैं और आवश्यक वस्तु के जमाखोरों और कालाबाजारियों के खिलाफ उचित कार्रवाई की गयी है। सरकार द्वारा एन-95 मास्क पर मूल्य की ऊपरी सीमा निर्धारित करने के सम्बन्ध में माननीय उच्च न्यायालय, बंबई के समक्ष एक जनहित याचिका भी दाखिल की गई है।

सरकार देश में पर्याप्त मात्रा में एन-95 मास्क की निर्बाध आपूर्ति सुनिश्चित करने के लिए प्रयासरत है। इसके लिए, सरकार निर्माताओं / आयातकों / आपूर्तिकर्ताओं से सीधे व बड़ी मात्रा में एन-95 मास्क, थोक दरों पर खरीद रही है। एन-95 मास्क की अधिक कीमत को देखते हुए एनपीपीए ने कीमतों में कमी लाने के लिए हस्तक्षेप किया।

इस संबंध में, देश में किफायती कीमत पर एन-95 मास्क की उपलब्धता सुनिश्चित करने के लिए एनपीपीए ने एन-95 मास्क के सभी निर्माताओं / आयातकों / आपूर्तिकर्ताओं के लिए 21 मई, 2020 को परामर्श जारी किया। परामर्श में गैर-सरकारी खरीद के लिए भी कीमतों में उचित समानता बनाये रखने और किफायती मूल्य पर उत्पादों को उपलब्ध कराने के लिए कहा गया था।

इसके अलावा, एन-95 मास्क के मूल्य की ऊपरी सीमा तय करने के मामले पर माननीय उच्च न्यायालय, बंबई के समक्ष एनपीपीए ने कहा कि देश में एन-95 मास्क की मांग-आपूर्ति में अंतर को देखते हुए एनपीपीए ने निर्माताओं / आयातकों / आपूर्तिकर्ताओं को सलाह दी है कि वे स्वेच्छा से मास्क की कीमत कम करें।

इस बीच, एनपीपीए ने टाइम्स ऑफ इंडिया में आज छपी खबर का खंडन किया है, जिसमें यह कहा गया है कि एनपीपीए ने एक ऐसे मूल्य का हवाला दिया है जो मास्क के लिए सरकारी खरीद की कीमत के तीन गुने से भी अधिक है। खबर में उद्धृत सरकारी खरीद की दर गलत, भ्रामक और तथ्य से परे है।

परामर्श जारी करने के बाद, एन-95 मास्क के प्रमुख निर्माताओं / आयातकों ने अपनी कीमतें 47% तक कम कर दी हैं, जिससे देश में एन-95 मास्क किफायती कीमत पर उपलब्ध हैं। यह उम्मीद की जाती है कि एन-95 मास्क के अन्य निर्माता / आयातक भी सरकार की सलाह का पालन करेंगे और जनहित में कीमतों को कम करेंगे।[:]