[:gj]લઠ્ઠાકાંડ 2022 દારૂ, કેમિકલ [:]

[:gj]આરોપીઓ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી છે. જયેશે ચાર વર્ષ એમોક કોર્પોરેશનમાં કામ કર્યું હતું. સાથે ઇન્ચાર્જ તરીકે સીનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બબોલટમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. મુખ્ય આરોપી છેલ્લા ચાર મહિનાથી ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજયને પહોંચાડ્યું હતું.

તપાસમાં ખુલાસો થયો કે 22મી જુલાઈના રોજ જયેશ પોતાના મિત્ર ગોપાલ ભરવાડની રિક્ષા લઈ આવી દિનેશ નામના સાગરીત સાથે કેમિકલ ભરી રવાના થયો હતો. આરોપી જયેશ અને દિનેશે કમોડ, ધોળકા, બગોદરા, ધંધુકા સહિત ભલગામડા પાસેની કેનાલ પર બોલાવીને બોલેરો ગાડીમાં કેમિકલ મોકલાવ્યું હતું. આરોપી એ સંજય પાસેથી 40,000 મીથેનોલ તેમજ ભાડાના 1500 રૂપિયા લીધા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી જયેશ ની સાથે અન્ય 3 લોકોની ધરપકડ કરી બોટાદ પોલીસ ને સોપશે.

ભાટિયાએ કહ્યું કે આ પ્રકરણમાં 13 લોકો સામે ગુનો દાખલ થયો છે.

આશિષ ભાટિયા
આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ.

જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો, જે મૂળ બોટાદનો રહેવાસી છે.

જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.

ચોંકાવારી વિગત એ છે કે જયેશે માત્ર 40,000 રૂપિયાની લાલચે આ મિથાઈલ કેમિકલ ચોરી કરીને વેચ્યું હતુ. પોલિસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 600 લિટર કેમિકલ જયેશે 40,000 રૂપિયામાં વેચ્યું હતુ. ભાટિયાએ કહ્યું કે 460 લિટર કેમિકલ કબ્જે કર્યું છે અને 24 કલાકમાં મોટા ભાગના આરોપીને પકડવામાં આવ્યા આવ્યા છે. FIRમાં કુલ 13 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ કોઈ રિઢા ગુનેગાર નથી.

ગુનો
બરવાળા પોલીસે 14 સામે નોંધ્યો ગુનો
મહિલા બુટલેગર સહિત બેની થઇ ધરપકડ
અન્ય 7 આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
રાજ્યમાં ચકચારી મચાવનાર કેસમાં અત્યાર સુધી 48ના મોત થયા છે. તેમજ કુલ 89 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બરવાળા પોલીસે 14 સામે ગુનો નોંધ્યો છે. તેમાં બુધવારે મહિલા બુટલેગર સહિત બેની ધરપકડ કરી હતી. તથા ગઈકાલે અન્ય 7 આરોપીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

4 દર્દીઓની હાલત ગંભીર
ઉલ્લેખનીય છે કે રાણપુર પોલીસે 11 સામે ગુનો નોંધ્યો છે. તેમાં હજી સુધી રાણપુરમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તથા માં SITની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. તેમાં આરોપી જયેશને સાથે રાખી એમોસ કંપનીમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તથા મિથેનોલ સપ્લાય કરવા બદલ એમોસ કંપનીને સીલ કરાઈ છે. તેમજ બોટાદ લઠ્ઠાકાંડ કેસમાં સિવિલ હોસ્પિટલમાંથી 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તથા 4 દર્દીઓની હાલત ગંભીર છે. તેમજ 43 દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે. અને 20 દર્દી ડાયાલિસિસ પર છે.

ત્રણેય તપાસ કમિશને લઠ્ઠાકાંડની પાછળ પોલીસના ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યોત્રણેય તપાસ કમિશને લઠ્ઠાકાંડની પાછળ પોલીસના ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો
લઠ્ઠો (હૂચ) ઝેરી રહી જવાથી મૃત્યુ નિવારી શકાતું નથીલઠ્ઠો (હૂચ) ઝેરી રહી જવાથી મૃત્યુ નિવારી શકાતું નથી
લઠ્ઠાકાંડ: માત્ર રૂ.40માં 2 પોટલી પી લોકોએ સામે ચાલીને મોત ખરીદ્યું!લઠ્ઠાકાંડ: માત્ર રૂ.40માં 2 પોટલી પી લોકોએ સામે ચાલીને મોત ખરીદ્યું!

પીડિત 6 દર્દી સારવારને અંતે સાજા થયા
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, ઝેરી દારૂની અસરથી પીડિત 6 દર્દી સારવારને અંતે સાજા થયા છે. જેમને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, આ દર્દીઓને રજા આપતાં પહેલાં ફરી વાર દારૂ ના પીવે તે માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. 4 દર્દીની હાલત ગંભીર છે, એ સિવાય બાકીના તમામ દર્દી સ્થિર છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, હોસ્પિટલમાંથી દર્દીઓ ભાગી ના જાય તે માટે વોર્ડની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે, કારણ કે કેટલાક દર્દીઓએ ઘરે જલદી જવા માટેની જીદ પકડી હતી. જોકે 6 દર્દી સાજા થતાં તેમનું કાઉન્સેલિંગ કરીને તરત જ રજા આપવામાં આવી છે. સિવિલમાં હવે નવા દર્દીઓના દાખલ થવાનું પ્રમાણ ઓછું થયું છે. મોટાભાગના 30 થી 50 વર્ષ આસપાસના દર્દી સારવાર હેઠળ છે.

સરપંચ
બોટાદના રોજીદ ગામથી લઠ્ઠાકાંડની થયેલી શરૂઆતમાં અનેક ગામો સપડાયા હતા. પરંતુ પ્રથમ શરૂઆત અને અંત સુધીમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને જાગૃતિ લાવનાર યુવાન સરપંચના મુખે લઠ્ઠાકાંડની શરૂઆત સાપથી થઈ અને પુરી સહાયથી થાય છે. સરપંચ જીગર ડુંગરાણી(Rojid Sarpanch Statements ) સાથે ખાસ વાતચીતમાં શું છે લઠ્ઠાકાંડનું સત્ય(Truth behind Latthakand Incident) તે જાણીએ આ અહેવાલમાં.સરપંચ જીગર ડુંગરાણી સાથે ખાસ વાતચીત અને લઠ્ઠાકાંડનું સત્ય.આ પણ વાંચો: લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ ‘જૈસે થે’ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરીઆસપાસના ગામમાં સરપંચ નાગરિક હોઈ તેમને જાણ કરી.આસપાસના ગામમાં સરપંચ નાગરિક હોઈ તેમને જાણ કરી.સવાલ – ક્યાથી ખબર પડી કે આ દારૂ છે અને કેમિકલ વાળો દારૂ છે?જવાબ – આ ઘટનાના જે દિવસે પ્રારંભ થયો ત્યારે બોટાદથી એક ફોન આવ્યો કે તમારા ગામના એક વ્યક્તિને દાખલ કર્યા છે. તે એમ કહે છે કે સાપ કરડ્યો છે પણ સાપ કરડ્યો નથી. ઝેરી દારૂ પીવાથી થતું છે. તંત્રને અમે જાણ કરી કે, આવું બન્યું છે પછી અમારા ગામમાં બધાને જાણ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને કોણ બહાર છે તેને શોધવા લાગ્યા હતા.સવાલ – તમારા રોજીદ ગામથી શરૂઆત થઈ છે પણ આસપાસના ગામડાઓ હતા ત્યારે ગામવોસીઓને જાણ કરી હતી ?જવાબ – મારી પાસે આ ન્યૂઝ આવ્યા એટલે મારી બાજુના રાણપરી, વૈયા સહિત આસપાસના ગામમાં સરપંચ, નાગરિક હોય તેમને જાણ કરી. તમારે કોઈ હોઈ તો જાણ કરજો પણ ઘણા લોકોને એમ થયું આ શું હશે આથી એક દિવસ મોડુ થયું અને હોસ્પિટલ પહોંચવા લાગ્યા તેમાં આ આંકડો મોટો આવ્યો.સવાલ – ચોકડી ગામનું નામ બોલાય છે ? તંત્રએ કામગીરી કરી છે ? દારૂ પીને પકડાય તો લાખ રૂપિયા જેવો દંડની જોગવાઈ છે. કાયદો કડક છે પરંતુ કાગળ પર છે. જે કડક થવો જોઈએ?જવાબ – દારૂ મળે તો દંડ લેવો પડે અને જો દારૂ મળતો જ ન હોય તો દંડની ક્યાં જરૂરિયાત છે. તમે જુઓ નાના નાના બાળકો છે. તેના પિતાના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કેટલાનો દંડ લીધો જાણવું છે મારે. મારા ખ્યાલ મુજબ દારૂ મળવો ન જોઈએ.આ પણ વાંચો: બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત્ઘણા લોકોને એમ થયું આ શું હશે આથી એક દિવસ મોડુ થયું અને હોસ્પિટલ પહોંચવા લાગ્યા તેમાં આ આંકડો મોટો આવ્યોઘણા લોકોને એમ થયું આ શું હશે આથી એક દિવસ મોડુ થયું અને હોસ્પિટલ પહોંચવા લાગ્યા તેમાં આ આંકડો મોટો આવ્યોસવાલ – ભાજપે, કોંગ્રેસ પોતાની વાત મૂકીને રાજકીય નેતાઓ મેળાવડાઓ વધી ગયા છે તો રાજકીય મુદ્દો ડાયવર્ટ કરવો જોઈએ કે સરકારે તેનું કામ કરવું જોઈએ?જવાબ – સરકારે તેનું કામ કરવું જોઈએ આપણે ગુજરાતમાં ત્રણ પક્ષ સક્રિય છે પણ આપણે એ વિચારવું જોઈએ એ દારૂ ક્યાંથી આવ્યો કોણ બનાવે છે. જાણ કરો પ્રોસેસ કરશો તો જાણવા મળશે ન્યૂઝમાં આવીને કશું નહીં થાય. દેશી દારૂના અનુસંધાને જ પીધો હતો પછી ભલે તે કેમિકલ વાળો(Chemically Mixed Alcohol) હોય કે ઝેરી દારૂ હોય.સવાલ – યુવાનો ભોગ બન્યો છે ? કેવા પ્રકારના વર્ગના યુવાનો મોત થયા ?જવાબ – અમારા ગામમાં મૃત્યુ થયા બધા ખેતમજૂરી કરતા હતા. જે રોજનું રળીને પેટ ભરતા હતા. એક બે નહિ પણ બધો મજૂર વર્ગ હતો. બધાના ઘરમાં નાના બાળકો છે. 43નો આંકડો આવ્યો મોતનો હતો હવે રોજીદમાં 10 લોકો હતા તેમના ઘરમાં નાના બાળકો છે તેને સરકારે સહાય આપવી પડશે અને દારૂ વહેચે છે તેની સામે પણ એક્શન લેવી પડશે.
પંચ
——-
બોટાદ લઠ્ઠા કાંડ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ વડાએ ‘કેમિકલના દુર ઉપયોગ’ની ઘટના ગણવી, દારૂનો ઉલ્લેખ ટાળ્યો
આપણું ગુજરાત

ટૉપ ન્યૂઝ
જુલાઇ 26, 2022 બોટાદ લઠ્ઠા કાંડ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ વડાએ ‘કેમિકલના દુર ઉપયોગ’ની ઘટના ગણવી, દારૂનો ઉલ્લેખ ટાળ્યો
Botad: બોટાદ જીલ્લમાં થયેલા લઠ્ઠા કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુએ બે લોકોના મૃત્યુ થતા મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે જયારે કુલ 51 લોકો ભાવનગર તથા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 મૃત્યુ થયા છે અને બોટાદ જીલ્લામાં ૨૨ મૃત્યુ નોંધાયા છે. અન્ય 2 મૃતકો વિષે હાલ માહિતી મળી નથી. ત્યારે બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આ ઘટનાને ‘કેમિકલના દુર ઉપયોગ’ની ઘટના ગણાવી ‘દારૂ’નો ઉલ્લેખ પણ ટાળ્યો હતો. પોલીસે આપેલી પ્રેસ નોટમાં પણ ‘દારૂ’ અંગે કોઈ ઉલ્લેખ નથી.
ત્યારે નોંધવા લાયક બાબત એ છે કે આરોપીઓ સામે IPCની કલમ 302, 328, 120B સાથે સાથે પ્રોહીબીશન એક્ટની કલમ-65A, 67(1) અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘બોટાદ જિલ્લામાં કેમિકલના દુરઉપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે.’

ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ગઇકાલે બપોરે અમારી પાસે માહિતી આવી હતી કે અમદાવાદના ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2-3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેનાં આધારે પોલીસ અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે લોકોએ કેમિકલ પીધું હોવાની જાણકારી મળી. વધુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, બોટાદના અનેક ગામોમાં આ રીતે લોકોએ કેમિકલ પીધુ છે. 24 કલાકની અંદર ગુનો દાખલ કરાયો છે. તમામ આરોપીએ રાઉન્ડઅપ કરીને એફઆઈઆર કરી છે. 460 લીટર મિથાઈલ આલ્કોહોલ કબજે કરાયુ છે. સેમ્પલના રિપોર્ટમાં 99 ટકા મિથાઈલ છે તે સ્પષ્ટ થયુ છે.
આશિષ ભાટિયાએ જણાવ્યુ કે, આ એક ઈન્ડસ્ટ્રીય કેમિકલ છે જેનો ઉપયોગ પેઈન્ટ, પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. કેમિકલ દારૂમાં મિક્સ નથી કર્યું, પણ પાણીમાં ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટ મિક્સ કરીને તેને બનાવાયુ હતું. કેમિકલમાં પાણી મિક્સ કરીને લકો સીધેસીધુ પી ગયા. તેમને ખબર ન હતી કે ઈન્ડસ્ટ્રીય યુઝ માટે થાય છે.આ ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટના ગેરઉપયોગનુ આ પરિણામ છે.
કોંગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોરે ગુજરાત સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે, ‘ગુજરાતની ભાજપ સરકાર કોરોના કાળમાં સોસાયટીમાં ડ્રોનની મદદથી ધાબા પર બેઠેલા લોકોને પકડી પાડે, તો ગુજરાતમાં જયારે ડ્રગ્સ આવે, દારૂની ભઠ્ઠીઓ ચાલે છે તો ત્યાં કેમ તમારું ડ્રોન કામ નથી કરતું?’

મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રાજુ અસ્લાલીની AMOS નામની કંપનીમાં કામ કરે છે. તે આ કંપનીમાં ગોડાઉનનો ઈન્ચાર્જ હતો. આ કંપનીના ગોડાઉનમાં મિથાઈલ આલ્કોહોલના બેરલ મૂકાય છે. જયેશના પિતરાઈ ભાઈ સંજય નગોઈનો રહેવાસી છે. બંનેએ મળીને કેમિકલ કાંડને અંજામ આપ્યો હતો. જયેશે 22 તારીખે 600 લીટર કેમિકલ ગોડાઉનમાથી ચોરી કરીને સંજયને 40 હજારમાં વેચ્યુ હતું. આ બનાવામાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવોની તપાસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ પણ જોડાયેલી છે.
આ ઝેરી કેમિકલ યુકત પ્રવાહીનું એફ.એસ.એલ. ગાંધીનગર દ્વારા પૃથકરણ કરતાં તેમાં કુલ ૯૮.૭૧ મિથાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.
——-
ટીવી 9

Botad lattha kand live : ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ ! અત્યાર સુધીમાં 36 લોકોના મોત,રાજ્ય સરકાર એક્શનમાં
લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ બે લોકોના સારવાર દરમિયાન મોત થતા આંકડો 29ને પાર પહોંચી ગયો છે.જો વિગતે વાત કરીએ તો રોજિંદ માં 9,ધંધુકા 9, પોલારપુર 2 ,ભીમનાથ 1,ચદરવા 2,રાણપુર 1,દેવ ગના 3,રણપુરી 1,કોરડા અને ચુડા ગામમાં એક વ્યક્તિનું મોત થયુ છે.
ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ ! અત્યાર સુધીમાં 36 લોકોના મોત,રાજ્ય સરકાર એક્શનમાં
TV9 GUJARATI

Jul 27, 2022 | 6:32 AM

બોટાદના (Botad)લઠ્ઠાકાંડ માં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.હાલ 66 થી વધુ લોકોની સારવાર હેઠળ છે.જેમાં 6 વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર છે.બીજી તરફ પોલીસે (gujarat Police) સમગ્ર કેસમાં રાજુ પિંટુ નામના એક શખ્સની અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. આ ઘટનાના (Botad Lattha kand live) સમગ્ર રાજ્યમાં ઘેરા પડ્યા છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માગ્યો છે.

26 Jul 2022 08:57 PM (IST)
ઝેરી દારૂકાંડ મામલે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને કરવામાં આવી છે રેડ: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી
રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામાં આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે

26 Jul 2022 08:54 PM (IST)
કથિત લઠ્ઠાકાંડ મુદ્દે CMએ કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે આપ્યો આદેશ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામાં આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી.

26 Jul 2022 08:25 PM (IST)
Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો, 13 લોકોની કરાઈ ધરપકડ, બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ
ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકો વિરૂદ્ધ નોંધાયો ગુનો નોંધાયો છે જેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. જે 24 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમાં બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ છે.. બરવાળાની ફરિયાદમાં 13 માંથી 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે રાણપુરના 11માંથી 6 આરોપીને ઝડપી લેવાયા છે. સમગ્ર કાંડ મુદ્દે બોટાદ એસપીએ કહ્યું કે, કેમિકલમાંથી કોઈ દારૂ બનાવાયો ન હતો.. કેમિકલ સીધું પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું મોત થયું છે.

26 Jul 2022 08:18 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમા, અનેક સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર કર્યા દરોડા
બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે વિવિધ સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા, જેમા ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી, સુખસર સહિતના વિવિધ સ્થળોએ દેશી દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે ઝાલોદના ચીતોડિયામાં કારમાં લવાઈ રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમા એક શખ્સની ધરપકડ રી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો હતો.

26 Jul 2022 08:11 PM (IST)
Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, એકપણના રિપોર્ટમાં નથી મળ્યુ દારૂનુ તત્વ
ઝેરી દારૂકાંડમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમા 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ક્યાંય દારૂનું તત્વ મળ્યુ નથી. ઈથાઈલ નહીં પરંતુ સીધુ જ મિથેનોલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાણીમાં જ સીધુ કેમિકલ ભેળવીને દારૂનુ નામ આપવામાં આવ્યુ હોવાનો ખૂલાસો થયો છે. ત્યારે સમગ્ર ઘટનાને પોલીસ હવે લઠ્ઠાકાંડ નહીં પરંતુ કેમિકલ કાંડ ગણાવી રહી છે.

26 Jul 2022 08:05 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદના આકરૂ ગામે શંકાસ્પદ જણાતા દફન કરાયેલો મૃતદેહ બહાર કઢાયો
ઝેરી દારૂ પીધા બાદ બોટાદના આકરૂ ગામે બે લોકોના મોત થયા હતા, જેમા ભાવેશ ચાવડા અને કિશન ચાવડાની ગઈકાલે દફનવિધિ કરાઈ હતી. જેમા ભાવેશ ચાવડાનું પોસ્ટમોર્ટમ ન થયુ હોવાથી દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો.

26 Jul 2022 07:55 PM (IST)
Lattha Kand Live Updates : બરવાળા ઝેરી દારૂકાંડ મામલે તપાસ તેજ, SITના સભ્યો રોજિદ ગામ પહોંચ્યા
બરવાળા ઝેરી દારૂકાંડ મામલે તપાસ તેજ કરી દેવાઈ છે. SIT ના સભ્યો રોજિદ ગામ પહોંચ્યા છે. SMCના SP નિર્લિપ્ત રાય, રેન્જ આઈજી અશોક યાદવ સહિતના રોજિદ ગામ પહોંચ્યા હતા. આ દરમિયાન SITના વડા IPS સુભાષ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે મિથાઈલ આલ્કોહોલને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ દોષીત હશે તેની સામે પગલા લેવામાં આવશે, વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે દર મહિને પાસાના કેસોનું રિવ્યુ કરવામાં આવે છે.

 

26 Jul 2022 07:47 PM (IST)
Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં કંડલામાં મિથેનોલ આલ્કોહોલની હાથ ધરાઈ તપાસ
બરવાળા ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કંડલામાં મિથેનોલ આલ્કોહોલને લઈને કંડલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કંડલામાં મિથેનોલ આલ્કોહોલનું મોટાપાયે ઈમ્પોર્ટ થાય છે. જેને લઈને નશાબંધી વિભાગ દ્વારા ટ્રેડર અને ઈમ્પોર્ટરની તપાસ કરાશે, જેમા લાઈસન્સ અને જથ્થા અંગે તપાસ કરવામાં આવશે. 120થી વધુ ટ્રેડર અને ઈમ્પોર્ટરોના લાઈસન્સ અને જથ્થાની તપાસ કરવામાં આવશે.

 

26 Jul 2022 07:38 PM (IST)
Lattha Kand Live Updates : બરવાળામાં ઝેરી દારૂકાંડ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યુ ગામેગામ ચાલતી દારૂની હાટડીઓ સરકાર બંધ કરાવે
બરવાળા ઝેરી દારૂકાંડ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યુ આવતીકાલે તે અસરગ્રસ્તોની મુલાકાતે જશે. અલ્પેશ ઠાકોરે કોન્સ્ટેબલથી લઈ રેન્જ આઈજી સુધીના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. અલ્પેશ ઠાકોરે ઝેરૂ દારૂકાંડના જવાબદારોને ફાંસીની સજા ફટકારવાની માગ કરી છે. ભ્રષ્ટ અધિકારીઓે અને પોલીસકર્મીઓને પણ કડક સજા કરવાની માગ કરી છે .અલ્પેશ ઠાકોરે કહ્યુ છે કે ગામેગામ ચાલતી દારૂની હાટડ઼ીઓ સરકાર બંધ કરાવે.

 

26 Jul 2022 07:30 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદ ઝેરી દારૂકાંડમાં તપાસ તેજ, SITના વડા IPS સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા
બોટાદ ઝેરી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. SITના વડા IPS સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા છે. જેમા આરોપી અજિત અને સંજયને પણ બરવાળા લવાયા છે. ધરપકડ બાદ બંને આરોપીને બરવાળા લવાયા છે. અજિત પાસેથી 100 લીટર કેમિકલ કબજે કરાયુ છે.

 

26 Jul 2022 07:24 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદના ઝેરી દારૂકાંડ બાદ વલસાડ પોલીસ એક્શનમાં, વિવિધ વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર કરી રેડ
વલસાડના વિવિધ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી છે. કોસંબા સહિતના વિસ્તારોમાં પોલીસે રેડ કરી હતી, તો વાપી ટાઉન વિસ્તારમાં પણ ત્રણ સ્થળે રેડ કરી હતી. જેમા દેશી ગોળની સાથે દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી અને એક મહિલા સહિત 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

 

26 Jul 2022 07:15 PM (IST)
Lattha Kand Live Updates : આમોસ કંપનીમાં ક્રાઈમ બ્રાંચની ટીમે હાથ ધરી તપાસ
આરોપી જયેશ Amos કંપનીમાં છેલ્લા 5 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટર વિથ સુપરવાઈઝર હતો. આ કબૂલાત પછી ક્રાઈમબ્રાંચની ટીમ Amos કંપનીમાં મિથેનોલ કેમિકલ સ્ટોકની ગણતરી કરવા પહોંચી હતી. Amos કંપનીમાં સુપરવાઈઝર તરીકે રહેલા જયેશે મિથેનોલ કેમિકલ વેચ્યુ હતુ.

 

26 Jul 2022 07:01 PM (IST)
Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડના મુખ્ય આરોપીની ચોંકાવનારી કબૂલાત, 41 હજાર રૂપિયા માટે કર્યો હતો મોતના કેમિકલનો સોદો
ઝેરી દારૂકાંડના મુખ્ય આરોપીએ ક્રાઈમ બ્રાંચમા કબુલાત કરી છે કે છેલ્લા એક વર્ષથી બરવાળાનો સંજય પિતરાઈ ભાઈ જયેશ પાસેથી કેમિકલ મગાવતો હતો. જયેશ જાણતો હતો કે મિથેનોલ પીવાથી માણસ મરી શકે છે છતા 41 હજાર રૂપિયા માટે જયેશે મોતના સામાનનો સોદો કર્યો હતો. જયેશે 41 હજાર 500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ વેચ્યુ હતુ.

 

26 Jul 2022 06:54 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદમાં ઝેરી દારૂકાંડમાં કેમિકલ મિથેનોલ મોકલનાર આરોપી જયેશ ખાવડિયા ફરાર થવાની તૈયારીમાં હતો
બોટાદ લઠ્ઠાકાંડમાં કેમિકલ મિથેનોલ મોકલનાર આરોપી ફરાર થઈ જવાનો હતો, જો કે ફરાર થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો. જયેશે જ 41,500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ તેના ફઈના દીકરા સંજયને વેચ્યુ હતુ. જયેશ છેલ્લા 4 મહિનાથી થોડુ થોડુ કેમિકલ ભેગુ કરી રહ્યો હતો. આરોપી જયેશ Amos કંપનીમાં છેલ્લા 5 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટર વિથ સુપરવાઈઝર હતો.

26 Jul 2022 06:44 PM (IST)
Lattha Kand Live Updates : જાણો ઝેરી દારૂકાંડ મામલે બોટાદ SP કરણરાજ વાઘેલાએ શું કર્યા ખૂલાસા? કેવી રીતે આવ્યુ હતુ કેમિકલ ? જુઓ વીડિયો
બોટાદ SP કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે કોઈ એક પાસેથી કેમિકલ નથી મળ્યુ, આ ઘટનામાં આખી કડી જોડાયેલી છે જેમા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલના ગલ્લેથી પોલીસે 5 લીટર કેમિકલ મળ્યુ હતુ. મહેન્દ્રએ ચોકડી ગામના પિન્ટુ પાસેથી કેમિકલ ખરીદ્યુ હતુ. જ્યારે આરોપી પિન્ટુએ વિનોદ, સંજય અને હરેશ પાસેથી 200 લીટર કેમિકલ ખરીદ્યુ હતુ.

 

26 Jul 2022 06:31 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે મુખ્ય આરોપીની કબુલાત, એક વર્ષથી પિતરાઈ ભાઈ પાસેથી મગાવતો હતો કેમિકલ
બોટાદ ઝેરી દારૂકાંડમાં મુખ્ય આરોપી બરવાળાના સંજયએ ક્રાઈમ બ્રાંચમાં કબુલાત કરી છે કે તે છેલ્લા એક વર્ષથી તેના પિતરાઈ ભાઈ જયેશ પાસેથી કેમિકલ મગાવતો હતો. જયેશ જાણતો હતો કે મિથેનોલ પીવાથી માણસ મરી શકે છે. જયેશે 41 હજાર 500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ વેચ્યુ હતુ. જયેશે નવુ માકન લીધુ હતુ અને પૈસાની જરૂર હોવાથી મિથેનોલ વેચ્યુ હતુ.

26 Jul 2022 06:02 PM (IST)
Lattha Kand Live Updates : અરવિંદ કેજરીવાલે ભાવનગરની સિવિલની મુલાકાત લઈ અસરગ્રસ્તોને મળ્યા, સરકાર પર પ્રહાર કરતા કહ્યુ બુટલેગરોને રાજકીય રક્ષણ વગર આ શક્ય નથી
અરવિંદ કેજરીવાલે ભાવનગર સિવિલની મુલાકાત લીધી અને ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોને મળ્યા હતા. આ મુલાકાત કેજરીવાલે જણાવ્યુ કે હજુ પણ કેટલાક લોકોની હાલત ઘણી ગંભીર છે. રાજ્યમાં દારૂબંધીના કાયદા પર સવાલ ઉઠાવતા કેજરીવાલે જણાવ્યુ કે દારૂબંધી છે તો કેવી રીતે દારૂ વેચાઈ રહ્યો છે ? આ તકે કેજરીવાલે સરકાર સામે સવાલ ઉઠાવ્યો કો બુટલેગરોને રાજકીય રક્ષણ વિના આ શક્ય નથી.

 

26 Jul 2022 05:32 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે SITના વડા સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા
બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે SITના વડા સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા છે. આરોપી અજીત અને સંજયની ધરપકડ કરી બંનેને બરવાળા પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આરોપી અજિત પાસેથી 100 લીટર કેમિકલ જપ્ત કરાયુ છે. આરોપી અજિત સામે રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો. કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાણપુરમાં કુલ 11 લોકો સામે ગુનો નોંધાયો છે.

 

26 Jul 2022 05:14 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદ લઠ્ઠાકાંડ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર ચિંતિત અને સજાગ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે સમગ્ર ઘટના અંગે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે. તેમણે વધુમાં જણાવ્યુ કે ઝેરી દારૂ માટે 600 લીટરનો જથ્થો વપરાશમાં લેવાયો હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાંથી 450 લીટરનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. હવે જો આ જથ્થો પણ બજારમાં જતો રહ્યો હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તે વિચાર પણ કમકમાટી ઉપજાવે તેવો છે. શિક્ષણમંત્રીએ સમગ્ર ઘટનામાં મીડિયાની કામગીરીની પણ સરાહના કરતા જણાવ્યુ કે મીડિયાની સતર્કતાને કારણે આ ઘટના ઉજાગર થઈ છે. તેમની સક્રિયતાને કારણે લોકો સામેથી સારવાર લેવા આવ્યા છે. જેના લીધે આ ઘટનાની અસરકારક્તાને ઘણા અંશે ઓછી કરી શકાઈ છે.

 

26 Jul 2022 05:03 PM (IST)
Botad lattha kand live : બોટાદ લઠ્ઠાકાંડમાં વધ્યો મોતનો આંક, મૃતકોની સંખ્યા 36એ પહોંચી
બોટાદ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હાલ મૃત્યુઆંક વધીને 36 થયો છે. જેમા બરવાળામાં 25 લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયા છે જ્યારે ધંધુકામાં 11 લોકોના મોત થયા છે.

 

26 Jul 2022 04:53 PM (IST)
Lattha Kand Live Updates : શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દારૂકાંડના અસરગ્રસ્તોની લીધી મુલાકાત, દર્દીઓની સારવારની મેળવી વિગતો, અસરગ્રસ્તોના સ્વજનોને આપી સાંત્વના
બોટાદ લઠ્ઠાકાંડ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તાત્કાલિક હવાઈ માર્ગે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. દર્દીઓની સઘન સારવાર થાય અને ડાયાલિસિસ નેફ્રોલોજિસ્ટ્સની ટીમ સહિતની તમામ વ્યવસ્થાઓ ઝડપથી ગોઠવાઈ જાય તે તમામ બાબતોનુ ધ્યાન રાખવા તાકીદ કરી હતી. તેમજ માદક દ્રવ્યોનું વેચાણ કરનારા અને તેનો પુરવઠો પુરો પાડનારા તથા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ઘટનાના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી છે, જે એફ.એસ.એલ. ના તપાસના તથ્યોના અંતે ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ સરકારને રજૂ કરશે

.

26 Jul 2022 04:16 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદના બરવાળામાં થયેલા ઝેરી દારૂકાંડ અંગે CM કરશે રિવ્યુ બેઠક
બરવાળામાં થયેલા ઝેરી દારૂકાંડ અંગે મુખ્યમંત્રી રિવ્યુ બેઠક કરશે. જેમા ગાંધીનગરમાં આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાશે. જેમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના એ.સી.એસ રાજકુમાર, રાજ્યના DGP આશિષ ભાટિયા અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશનર બેઠકમાં જોડાશે.

 

26 Jul 2022 04:09 PM (IST)
Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડમાં એક બુટલેગરનું પણ મોત નિપજ્યુ
ઝેરી દારૂકાંડમાં 25 વર્ષિય એક બુટલેગરનું પણ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.. આ બુટલેગરો પોતે વિદેશી દારૂ લાવીને પીધો હતો અને અન્યને પણ પીવડાવ્યો હતો. આ બુટલેગરના પિતા વિનુ કવાડિયા અને તેના ભાઈ શક્તિ કવાડિયા સમગ્ર ઘટના બાદ ફરાર થઈ ગયા છે. આ ત્રણેય બોટાદના લિસ્ટેડ બુટલેગર છે. રોજિદ ગામના સરપંચ ધર્મેન્દ્ર ડુંગરાણીએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા ત્રણેયે તેમને મારી નાખવાની પણ અગાઉ ધમકી આપી હતી. હાલ બુટલેગર વિપુલ કાવડિયાનું મોત થતા તેના માતાને બોલાવી પોલીસે અંતિમવિધિ કરાવી હતી.

 

26 Jul 2022 03:56 PM (IST)
Botad lattha kand live : લઠ્ઠાકાંડ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કુલ 18 દર્દીઓ દાખલ છે જેમા 6 દર્દીઓ ક્રિટીકલ છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લઠ્ઠાકાંડ પર જણાવ્યુ કે ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગ સજાગ થઈ ગયુ છે અને જરૂરી તમામ સાધન સામગ્રી પુરી પાડવામાં આવી રહી છે. જેમા માદક પદાર્થોના સેવનને જોતા ડાયાલિસિસ કરવાની જરૂરિયાતને જોતા ડાયાલિસિસના સાધનો અને નેફ્રોલોજિસ્ટ્સ અને નિષ્ણાંત સ્ટાફને તુરંત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

 

26 Jul 2022 03:29 PM (IST)
Lattha Kand Live Updates : મિથેનોલ આલ્કોહોલ કેમિકલને લઈને કંડલામાં તપાસનો ધમધમાટ
બોટાદના બરવાળામાં સર્જાયેલ લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમા મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલને લઈને કંડલામાં પણ તપાસ હાથ ધરાઈ છે. કંડલામાં મોટા પાયે મિથેનોલ આલ્કોહોલની ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ મોટાભાગના વિસ્તારમાં કચ્છથી મિથેનોલનો જથ્થો જાય છે. લાઈસન્સ અને જથ્થા અંગે તપાસ કરવામાં આવી છે. નશાબંધી વિભાગ દ્વારા ટ્રેડર અને ઈમ્પોર્ટરની તપાસ કરવામાં આવશે. જેમા 120થી વધુ ટ્રેડર અને ઈમ્પોર્ટરોના લાઈસન્સ અને જથ્થાની તપાસ કરાશે.

 

26 Jul 2022 03:20 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદ લઠ્ઠાકાંડ પર શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની કરી માગ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે શંકરસિંહ વાઘેલાએ તેમની પ્રતિક્રિયા આપી છે. વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માગ કરી છે. વાઘેલાએ કહ્યુ છે કે રાજ્યમાં દારૂબંધીના કાયદા મુદ્દે પુન: વિચારની જરૂર છે. ઝેરી દારૂકાંડ મુદ્દે તેમણે કહ્યુ કે રાજ્યમાં ઝેરી દારૂથી મોતની ઘટના પહેલીવાર નથી બની. તો તેમણે બોટાદ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા કે સરપંચની વાતને ધ્યાને લેવાઈ હોત તો દારૂકાંડ ન થયો હોત. વાઘેલાએ વધુમાં કહ્યુ કે ગુજરાતમાં કોઈ ગામ એવુુ નથી જ્યાં દારૂ ન વેચાતો હોય, સુરતમાં પણ લાખો રૂપિયાનો દારૂ ઠલવાય છે. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત મુદ્દે પ્રહાર કર્યો કે વાઈબ્રન્ટ ગુજરાતના નામે વાઈબ્રેશન ગુજરાત મોડ ચાલે છે.

 

26 Jul 2022 03:03 PM (IST)
Lattha Kand Live Updates : બોટાદ લઠ્ઠાકાંડમાં વપરાયેલા ઝેરી કેમિકલના એક્સક્લુઝિવ CCTV
બોટાદ ઝેરી દારૂકાંડના એક્સક્લુસિવ CCTV સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે મોતનો સામાન ટેમ્પામાં ભરીને બરવાળા લઈ જવાઈ રહ્યો હતો. આ CCTV અમદાવાદ પેટ્રોલ પંપ પરના છે જ્યાંથી 22મી તારીખે કેમિકલ લઈ જવાયુ હતુ.

 

26 Jul 2022 02:57 PM (IST)
Lattha Kand Live Updates : અમદાવાદ પોલીસના અનેક વિસ્તારોમાં દરોડા
ઝેરી દારૂકાંડ સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા કરવામાં આવ્યા છે. કાગડાપીઠના કંટોડિયાવાસમાં PCBની ટીમે દરોડા કર્યા છે. શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસે આ દરોડાની કામગીરી શરી કરી છે.

 

26 Jul 2022 02:49 PM (IST)
Lattha Kand Live Updates : તમામ આરોપીઓને બરવાળા પોલીસને સોંપવામાં આવશે
આરોપીઓને અમદાવાદથી બરવાળા લઈ જવાયા છે, તમામ આરોપીઓને બરવાળા પોલીસને સોંપવામાં આવશે. જેમા મુખ્ય બે આરોપી સહિત 10 આરોપીને બરવાળા પોલીસને સોંપાશે

 

26 Jul 2022 02:27 PM (IST)
Lattha Kand Live Updates : તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચાઇ
Lattha Kand Live Updates : બોટાદ જિલ્લામાં કેમીકલના દુરઉપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે. તેમણે જણાવ્યુ કે, 10 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ રજૂ કરાશે ચાર્જશીટ

26 Jul 2022 02:25 PM (IST)
Lattha Kand Live Updates : ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
Lattha Kand Live Updates : બરવાળામાં ઝેરી દારૂકાંડ બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા અને બરવાળા દારૂકાંડના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં હર્ષ સંઘવીએ દર્દીઓ સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યાં હતા.

26 Jul 2022 02:20 PM (IST)
Lattha Kand Live Updates : કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્તોના પરિવારોની મુલાકાત લીધી
Lattha Kand Live Updates : લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્તોના પરિવારોની મુલાકાત કરી.પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ રોજીદ ગામ પહોંચ્યા હતા. રોજીદ ગામમાં મૃત્યુ પામેલા પરિવારોને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મળીને સાંત્વના પાઠવી. લઠ્ઠાકાંડમાં યોગ્ય તપાસ કરી અને અસરગ્રસ્તોના પરિવારોજનોને ન્યાય મળે તેની માગણી કરી હતી.

26 Jul 2022 02:15 PM (IST)
Lattha Kand Live Updates : માત્ર કાગળ પર જ દારુબંધી, ગુજરાતમાં ખુલ્લેઆમ દારુ વેચાય છે: કેજરીવાલ
Lattha Kand Live Updates : લઠ્ઠાકાંડ મામલે ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટુ નિવેદન આપ્યુ છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ છે કે, દારુબંધીનો કડકાઇથી અમલ થવો જોઇએ. માત્ર કાગળ પર જ દારુબંધી છે, ગુજરાતમાં ખુલ્લેઆમ દારુ વેચાય છે. ગુજરાતમાં કાયદાકીય રીતે દારુબંધી છે. તો કઇ રીતે દારુ વેચાય છે ?

 

26 Jul 2022 01:56 PM (IST)
Botad Lattha kand : FSL એ ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો
FSL એ ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે,જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.આ દારૂમાં 98 ટકા મિથાઈલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યુ છે.

 

26 Jul 2022 01:44 PM (IST)
Lattha Kand Live Updates : ઉચ્ચ અધિકારીઓની કમિટીનું ગઠન કરાયુ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.આ કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે.

26 Jul 2022 01:27 PM (IST)
Botad Lattha kand : જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરાશે
બોટાદના બરવાળાના ઝેરી દારૂકાંડ મામલે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે.જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કરવામાં સસ્પેન્ડ કરવામાં આવશે.માહિતી મુજબ ગૃહ રાજ્ય પ્રધાન ઉચ્ચ અધિકારીઓ બેઠક કરશે.ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આવી ઘટના ન બને તે માટે સરકાર એક્શન લેશે.

26 Jul 2022 12:41 PM (IST)
Barvala Hooch Tragedy : થોડીવારમાં ફેક્ટ ફાઈન્ડીંગ સમિતિની થશે જાહેરાત
બરવાળામાં સરપંચની અરજી મામલે મોટો ખુલાસો થયો છે. 18 અને 19 જુલાઈએ પોલીસે સરપંચની અરજી પર સમન્સ પાઠવ્યુ હતુ.પરંતુ કોઈ હાજર રહ્યુ નહોતુ. માહિતી મુજબ પ્રોહિબેશનના 6 કેસ અને તડીપારનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.તપાસ માટે થોડીવારમાં ફેક્ટ ફાઈન્ડીંગ સમિતિની જાહેરાત કરવામાં આવશે.

 

26 Jul 2022 12:26 PM (IST)
Lattha kand Live Updates : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ
બોટાદના બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં અત્યારસુધી 29 જેટલા મોત નિપજ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઝેરી દારૂકાંડ પાછળ ભાજપની સરકારને જવાબદાર ઠેરવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સરકારની રહેમ નજર હેઠળ ગામેગામ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. જેમાં પોલીસથી માંડીને ઉપરના અધિકારીઓ તેમજ સરકારમાં બેસેલા નેતાઓ પણ ભાગીદાર છે. પોલીસના હાથ બાંધીને સરકાર જ બુટલેગરોને છૂટ્ટો દોર આપ્યો છે.

26 Jul 2022 12:20 PM (IST)
Barvala hooch tragedy : લઠ્ઠાકાંડની આગમાં વધુ બે જિંદગી હોમાઈ, આંકડો 29 પર પહોંચ્યો
લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ બે લોકોના સારવાર દરમિયાન મોત થતા આંકડો 29ને પાર પહોંચી ગયો છે.જો વિગતે વાત કરીએ તો રોજિંદ માં 9,ધંધુકા 9, પોલારપુર 2 ,ભીમનાથ 1,ચદરવા 2,રાણપુર 1,દેવ ગના 3,રણપુરી 1,કોરડા અને ચુડા ગામમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

26 Jul 2022 12:15 PM (IST)
Lattha kand LIVE : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અસરગ્રસ્ત પરિવારોને મળશે
લઠ્ઠાકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ભાવનગર હોસ્પિટલની મુલાકાત કરશે, સાથે જ તેઓ અસરગ્રસ્ત પરિવારોને પણ મળશે.

 

26 Jul 2022 12:04 PM (IST)
Gujarat Lattha kand : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિતના નેતાઓ હોસ્પિટલની મુલાકાત લેશે
માહિતી મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો મુલાકાત લેશે.જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના લોકો ભાવનગર હોસ્પિટલની મુલાકાત લેશે.

26 Jul 2022 11:54 AM (IST)
Lattha kand Live Updates : રોજીદ ગામમાં ચોતરફ હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા
બોટાદ ઝેરી દારૂ કાંડમાં રોજીદ ગામના(Rojid Village) અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે.ગામમાં 8થી 10 લોકો મોતને ભેટ્યા છે.ગામમાં આજે સવારે એકસાથે 5 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે.ગામમાં ચારેતરફ આંક્રદનો માહોલ જોવા મળી રહ્યો છે.પરિવારજનોની આંખમાં આંસુ સૂકાતા નથી. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે,કોઈ મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો કોઈ દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે.આખુ ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

 

26 Jul 2022 11:33 AM (IST)
Botad Lathha kand Live : લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં
લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે.13 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જ્યારે 10 લોકોની અટકાયત કરાઈ છે.હાલ કેમિકલ સપ્લાય કરનાર અને ડિસ્ટ્રીબ્યુટ કરનારની ઓળખ થઈ ગઈ છે.તો કેમિકલનો FSL રિપોર્ટ પણ આવી ગયો છે.મહત્વનું છે કે લઠ્ઠાકાંડની બોટાદ પોલીસ તપાસ કરી રહી છે.

26 Jul 2022 10:46 AM (IST)
Botad Lattha kand Live Updates : અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ પણ સામે આવી રહ્યા છે કેસ
બરવાળા ધંધુકાના અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ કેસ સામે આવી રહ્યા છે.સવારથી અત્યાર સુધીમાં નવા 36 કેસો સામે આવ્યા છે, તમામ લોકોને 108 મારફતે બરવાળા, ધંધુકા અને ભાવનગર લઇ જવામાં આવી રહ્યા છે.

26 Jul 2022 10:40 AM (IST)
Botad Lattha kand : લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 27 થયો
બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ 3 લોકોના મોત થતા મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.

26 Jul 2022 10:37 AM (IST)
Lattha kand Live Updates : અરવિંદ કેજરીવાલે મૃતકોને શ્રધ્ધાંજલિ આપી
ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.’

26 Jul 2022 10:28 AM (IST)
Botad Lattha kand Live: ગાંધીનગર ખાતે ગુહ વિભાગની બેઠક શરૂ
ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલિસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક શરૂ થઈ છે.

26 Jul 2022 10:22 AM (IST)
Lattha kand : દારૂમાં મિથેનોલ હોવાનો ખુલાસો
અમદાવાદની AMOS કંપનીમાંથી મિથેલોન ગયુ હોવાનો ખુલાસો થયો છે.પીપળજ દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 117 નંબરના પ્લોટમાં AMOS કંપની આવી છે.જ્યાં આ મિથેનોલ કેમિકલ રાખવામાં આવ્યુ હતુ.જયેશ ખારડિયા નામના આરોપીએ જણાવ્યુ હતુ કે ત્રણ દિવસ પહેલા સંજય નામના બુટલેગરને 600 લિટર મિથેનોલ આપ્યુ હતુ.હાલ ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

 

26 Jul 2022 09:42 AM (IST)
Gujarat Lattha kand : ઝેરી દારૂકાંડ મામલે ગૃહવિભાગે બોલાવી બેઠક
ઝેરી દારૂકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે,ત્યારે ગૃહવિભાગે 10 વાગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે.આ બેઠક માં રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.આ બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરવામાં આવશે.માહિતી મુજબ FSL એ ગૃહ વિભાગ માં રિપોર્ટ રજુ કર્યો છે. સુત્રોનુ માનીએ તો ઝેરી દ્રવ્ય માં 80 ટકા કેમિકલ હોવાનુ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

26 Jul 2022 09:37 AM (IST)
Botad Lattha kand : લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
ઝેરી દારૂ કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે,પોલીસે પીપળજથી જયેશ ખાવડિયા નામના આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ કબૂલ્યુ છે કે, દારૂ બનાવવામાં મિથેનોલ કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

26 Jul 2022 09:28 AM (IST)
Lattha kand Live Updates : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે કરી વાતચીત
લઠ્ઠાકાંડના પગલે ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરીને લઠ્ઠાકાંડનો તાગ મેળવ્યો છે.સાથે જ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.તેમજ મુખ્યપ્રધાને સમગ્ર ઘટનામાં તપાસ કરી રિપોર્ટ ગૃહવિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને પણ સુચનો કરવામાં આવ્યા છે.

26 Jul 2022 09:18 AM (IST)
Botad Lattha kand Live : થોડીવારમાં બોટાદ SP યોજશે પત્રકાર પરિષદ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે થોડીવારમાં બોટાદ SP પત્રકાર પરિષદ યોજશે.ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે આ મામલે થોડીવારમાં બોટાદ SP પત્રકાર પરિષદ યોજશે.

26 Jul 2022 09:13 AM (IST)
Botad Lattha kand : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 જેટલા દર્દીઓ દાખલ
બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ થયા છે.જ્યારે 40 લોકો સારવાર હેઠળ છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 જેટલા દર્દીઓને ખસેડવામાં આવ્યા છે.

26 Jul 2022 09:11 AM (IST)
Gujarat Lattha kand : વેજળકા ગામના 6 વ્યક્તિની તબિયત લથડતા સારવાર અર્થ ખસેડાયા
બોટાદ જિલ્લાના વેજળકા ગામના 6 વ્યક્તિની તબિયત લથડતા સારવાર અર્થ હોસ્પિટલ (bhavnagar Hospital) ખસેડવામાં આવ્યા છે.

 

26 Jul 2022 09:05 AM (IST)
Botad Lattha kanda kand : લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની હપ્તાખોરીનો ઓડિયો થયો વાયરલ
બોટાદમાં (Botad) લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની (Botad Police) હપ્તાખોરીનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના ASI આસમીનબાનુ ઝડકીલા બોલતા જોવા મળી રહ્યા છે.જે દારૂકાંડમાં હપ્તાનું સેટિંગ કરતો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.મહત્વનું છે કે, ASI આસમીનબાનુ સામે ACB માં ફરિયાદ છતા કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.બરવાળાના (Barwala) જાગૃત નાગરિક લક્ધીરસિંહ ઝાલાએ લેખિતમાં ફરિયાદ કરવા છતાં પગલાં ભરાયા નથી. જો કે ટીવીનાઇન ઓડિયોની પુષ્ટી કરતું નથી.

 

26 Jul 2022 09:03 AM (IST)
Botad lattha kand Live Updates : ઝેરી દારૂકાંડ મામલે રાજકારણ ગરમાયુ
બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે કોંગ્રેસના (Congress) પ્રવક્તા મનિષ દોશીએ (Manish Doshi) રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે. મનિષ દોશીએ કહ્યું કે,’ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવા ગૃહ વિભાગના રાજમાં લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે.ગુજરાત સરકારનું ગૃહ વિભાગ (Department of home affairs) મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરે છે.’

 

26 Jul 2022 09:01 AM (IST)
લઠ્ઠાકાંડ પ્રકરણની ગુજરાત ATS કરશે તપાસ
બોટાદ ઝેરી દારૂકાંડની તપાસ ગુજરાત ATSને સોંપાઈ છે. ATSની અધ્યક્ષતામાં SITની ટીમ તપાસ કરી રહી છે. ATSએ રાજુ અખ્તર અને રાજુ યાદવ નામના શખ્સોની અટકાયત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે લાંભા નજીકની EOS નામની કંપનીમાંથી કેમિકલ આવ્યું હતુ. જે કંપનીમાંથી કેમિકલ લવાયું હતુ તે કંપની સુધી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. SIT દ્વારા જિલ્લામાં દેશી દારૂની હાટડીઓ ચલાવનારાઓને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ, ગ્રામ્ય SOG,અસલાલી પોલીસ સ્ટેશન તપાસમાં જોતરાઈ છે.
——–
લઠ્ઠાકાંડ : મહેતા કમિશનની ભલામણોનો કાયદામાં દેખાડા પૂરતા સુધારા કર્યા: કોંગ્રેસ
30-07-2022

ભાજપ સરકારનો શરાબકાંડ-લઠ્ઠાકાંડને કેમિકલ કાંડમાં ખપાવીને કરતૂતો ઉપર પડદો પાડવાનો પ્રયાસ

નવગુજરાત સમય, અમદાવાદ

ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૪૬ લોકોના મોત અને ૫૪૧ લોકો અસરગ્રસ્ત થયા હતા, કેટલાય નાગરિકોએ પોતાની આંખો સહિતના અંગો ગુમાવ્યા હતા. ૨૦૦૯ના લઠ્ઠાકાંડ બાદ રચાયેલા જસ્ટિસ મહેતા કમિશને સરકારને સુપરત કરેલા રિપોર્ટમાં મિથેનોલની થતી ગેરકાયદે હેરફેર, સ્ટોરેજ પર ચાંપતી નજર રાખવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, વિજિલન્સ રાખવાની ભલામણ કરી હતી, પરંતુ તેનો જમીન પર ક્યાંય અમલ થયો નહીં અને કાયદામાં દેખાડા પુરતા સુધારા કર્યા હતા. પરિણામે, બોટાદ લઠ્ઠાકાંડ નાગરિકોના જીવ મિથેનોલ આલ્કોહોલના કારણે હોમાઈ ગયા છે. ભાજપ સરકાર શરાબ-લઠ્ઠા કાંડને કેમિકલ કાંડમાં ખપાવીને કરતૂતો પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે લઠ્ઠા કાંડ-મિથેનોલ કાંડ માટે જવાબદાર પ્રોહિબિશન, એક્સાઈઝ અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માગ કરી છે.

ભાજપ સરકારે સુરતના લઠ્ઠા કાંડ અને ૨૦૦૯ના અમદાવાદની ઘટનામાંથી કોઈ શીખ લીધી નથી. મહેતા કમિશનની ભલામણોને લાગુ કરવામાં આવી નહીં. કેમિકલ કાંડની વાતો કરતી સરકારે મિથેનોલ-કેમિકલના એક્સાઈઝના કર્મચારીઓ પર કાર્યવાહી કેમ કરતી નથી ? તેવો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, એક તરફ ગૃહમંત્રી-રાજ્ય સરકાર વારંવાર લઠ્ઠાકાંડને મિથેનોલ-કેમિકલ કાંડ ગણાવે છે તો FIRમાં પ્રોહિબિશનની કલમ કેમ લગાવવામાં આવી? ગુજરાતમાં જ્યારે પણ મહેફીલ કાંડ, લઠ્ઠા કાંડ જેવી ઘટનાઓ બને ત્યારે સરકાર નીતનવા પરિપત્રો કરે છે, પરંતુ વિસ્તાર પ્રમાણે પ્રોહિબિશન કાયદા હેઠળ પકડાયેલા લોકોનું રજિસ્ટર કેમ નથી બનાવતી? હિસ્ટ્રીશીટર, બુટલેગર, દારૂના ખેપિયા અને અસામાજિક તત્વોના કેટલા રજિસ્ટર છે? તેમાં આવા કેટલા લોકો રજિસ્ટર થયા છે ? તેની સંપૂર્ણ માહિતી ભાજપ સરકાર જાહેર કરે. બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના માનવસર્જીત છે અને ભાજપ સરકાર જવાબદાર છે. પ્રોહિબિશન-એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આશીર્વાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદે કરોડો રૂપિયાની હેરફેર-વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારુબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ-વિપક્ષી નેતા આજે બોટાદમાં: ધરણાં યોજશે

ભાજપ સરકાર-પોલીસ તંત્રની નિષ્ક્રીયતા-હપ્તારાજને કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડ-હત્યાકાંડ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના આગેવાનો ૩૦મી જુલાઈને શનિવારે બપોરે ૧ કલાકે બોટાદના ભાવનગર-બોટાદ રોડ ખાતેના જ્યોતિ સર્કલ ખાતે ધરણાં યોજીને વિરોધ નોંધાવશે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, પ્રદેશ પદાધિકારીઓ જોડાશે.

વી ટીવી
સરપંચે વધુમાં જણાવ્યું કે, ‘અગાઉ મામલતદારે એક્શન લીધાં હતા પરંતુ ત્યાર બાદ પોલીસે કોઇ કામગીરી ન કરી. પોલીસે બરવાળા તાલુકામાં દારૂ ન વેચાતો હોવાનો રિપોર્ટ સોંપ્યો છે. હાલમાં લઠ્ઠાકાંડ બાદ હકીકતો સામે આવી છે. હાલમાં 10થી 11 જગ્યાએ બરવાળા તાલુકામાં દારૂ વેચાય છે. રોજીદના 16થી વધુ લોકો હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.’

 

બરવાળા પોલીસ સ્ટેશને ખડકી દેવાયો પોલીસનો કાફલો

વધુમાં તમને જણાવી દઇએ કે, બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે બરવાળા પોલીસ સ્ટેશને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ATS, SP, રેન્જ IG અને FSLની ટીમો બરવાળા પોલીસ સ્ટેશને ખડકી દેવાઇ છે. એ સિવાય LCB અને SOGની ટીમો પણ બરવાળા પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડબાય કરી દેવાઇ છે. 15 લોકોને બરવાળા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લવાયા છે. જ્યાં દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા 15 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
—–
જી ન્યૂઝ
દારૂ વેચતા તત્વોમાં ફફડાટ: દારૂ મુદ્દે પોલીસે ત્રીજું નેત્ર ખોલ્યું! ઝાડી-ઝાંખરામાં ધમધમતી 6 ભઠ્ઠીઓ ઝડપી
સંદીપ વસાવા/સુરત: રાજ્યમાં કેમિકલ કાંડ હાલ ખુબ જ ચર્ચામાં છે. બોટાદ અને બરવાળામાં થયેલા મહાવિનાશક નરસંહાર એટલે કે કેમિકલકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે અને તાબડતોડ પોલીસને દારૂનું દૂષણ ડામવા કડક પગલા ભરવાના આદેશ છૂટ્યા છે. ત્યારે દારૂ માફિયાઓ પર પોલીસે હવે ડ્રોનનો સહારો લીધો છે.

Jul 30, 2022, 05:02 PM IST
તમને નશાબંધી વિભાગ વિશે કેટલી ખબર છે? અહીં વાંચો આ નગ્ન સત્ય

હાલમાં રાજ્યમાં બનેલી કેમિકલ કાંડની ઘટનાએ આપણે સૌને ફરી એકવાર વિચારવા મજબૂર કરી મૂક્યા છે. કેટલાક પ્રશ્નોનું, સ્વ-મુલ્યાંકન કરીને, ખરેખર શું આપણે નૈતિક સમાજની રચના કરવા સક્ષમ બની રહ્યા છીએ કેમ? એના તરફ વિચારવા મજ્બુર કરવા જ જોઇએ.

Jul 29, 2022, 07:42 PM IST
કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે બોટાદ પોલીસ આવી, પિતા ગુમાવનાર 4 બાળકોની જવાબદારી લીધી
દેવગણા ગામમાં પહોંચેલી બોટાદ પોલીસે કરી મોટી જાહેરાત

Jul 27, 2022, 01:16 PM IST
પોલીસવડા પોતાના જ અધિકારીઓને દારૂ પીતા ન રોકી શક્યા, વલસાડમાં પોલીસ પીધેલી પકડાઈ
વલસાડ SP એ દારૂની પાર્ટી પર રેડ કરતા માલૂમ પડ્યુ કે આ તો પોતાના જ વિભાગના અધિકારીઓ છે

Jul 27, 2022, 11:52 AM IST
કેમિકલ કાંડમાં ભાજપ ચૂપ, રોજીદમાં પીડિત પરિવારોને મળવા છેવટે અલ્પેશ ઠાકોરને મોકલ્યા
અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે

Jul 27, 2022, 11:27 AM IST
ઘરનો કમાનાર ઘણી જ ગયો, દાદી પાસે બેસેલા માસુમને ખબર પણ નથી કે લઠ્ઠાકાંડમાં તેણે પિતા ગુમાવ્યા
દારૂની બદીએ ત્રણ વર્ષના કેવલના માથા પરથી માતાપિતાનો સાયો છીનવી લીધો, તેની ઉછેરની ચિંતા વૃદ્ધ દાદીને ઘેરી વળી

Jul 27, 2022, 09:50 AM IST
ઝેરી કેમિકલ 41 લોકોનો જીવ ભરખી ગયો, હજી 89 જીવન-મરણ સામે ઝોલા ખાઈ રહ્યાં છે
પોલીસે કહ્યું કે કેમિકલ પીવાને કારણે મૃતકોનું મોત થયુ છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાથી પીધો હતો

Jul 27, 2022, 08:41 AM IST
ગુજરાત હવે દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળે, શંકરસિંહે ફરી ઉઠાવ્યો મુદ્દો
શંકરસિંહ વાઘેલા અનેકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે તેમણે કથિત લઠ્ઠાકાંડ ફરી સરકાર સામે સવાલ ઉઠાવ્યો

Jul 26, 2022, 04:26 PM IST
રોજીદમાં આજે ઘરે-ઘરે રોકકળ, પોલીસે આ શખ્સની વાત સાંભળી હોત તો કથિત લઠ્ઠાકાંડ સર્જાયો ન હોત
પોલીસે બરવાળાના સરપંચની અરજી પર ધ્યાન આપ્યુ હોત તો આજે 30 લોકોના મોત થયા ન હોત

Jul 26, 2022, 02:28 PM IST

આ રીતે ગોડાઉનમાંથી ચોરાયેલું 600 લીટર મિથાઈલ આલ્કોહોલ સપ્લાય થયું હતું, ખરીદનાર વિપુલ વિનુ ખુદ પણ પીને મર્યો
ગુજરાતના બરવાળાના રોજીદ ગામે થયેલા કથિત લઠ્ઠાકાંડ કેસમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કેમિકલ કંપનીમાંથી લાવવાથી લઈને કેવી રીતે લોકોના પેટમાં પહોંચ્યુ તેની માહિતી આપી હતી.

Jul 26, 2022, 01:45 PM IST
14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે 31 જણા મોતને ભેટ્યા, 40 રૂપિયાની પોટલીમાં વેચ્યુ મોત
10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. 14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે, 31 જણા મોતને ભેટ્યા

Jul 26, 2022, 12:14 PM IST
લઠ્ઠાકાંડ બાદ રોજીદ ગામમાં માતમ છવાયો, લાશોના ઢગલા થયા, એકસાથે 5 અર્થી નીકળી
ગુજરાતના જે રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ત્યાં 9 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ગામમાં આજે એકસાથે 5 લોકોની અર્થી નીકળતા ગામ લોકોને દારૂની બદી કેટલી ખરાબ છે તે હવે સમજાઈ ગયુ હશે

Jul 26, 2022, 10:57 AM IST
બરવાળા લઠ્ઠાકાંડમાં જે મહિલા ASI ની સંડોવણી ખૂલી તેની બદલીના આદેશ છૂટ્યા
મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે. મહિલા ASI ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી ખૂલી

Jul 26, 2022, 10:37 AM IST
બરવાળા લઠ્ઠાકાંડ : દારૂ નહિ મોતનો સામાન હતો, મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું 80% કેમિકલ પીધું હતું

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ

Jul 26, 2022, 09:24 AM IST
બરવાળા લઠ્ઠાકાંડ : ઝેરી દારૂએ 31 લોકોનો જીવ લીધો, હોસ્પિટલમાં અસંખ્ય દર્દી, હજી કેટલાયના જીવ જશે

6બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠાકાંડથી 31 લોકોનાં મૃત્યુથી હાહાકાર… 38 લોકો હજુ હૉસ્પિટલમાં સારવાર હેઠળ… 5 ગામોમાં ઝેરી દારૂએ અનેક પરિવારોને નોંધારા કરતા છવાયો આક્રંદ…

Jul 26, 2022, 08:28 AM IST
દારૂબંધી છાતા લઠ્ઠાકાંડ થયું, 123 લોકોના મોત માટે સરકાર જવાબદાર: અમિત ચાવડા

જો ગુજરાત સરકારે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવ્યો હતો તો લઠ્ઠાકાંડની ઘટના ન બની હોત. આ નિવેદન આપ્યુ ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠા કાંડમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદા અંગે બોલતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્ય સરકારની ઢિલીનીતી અને કાયદો તથા વ્યવસ્થાની ગંભીર નિષ્ક્રિયતાના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો અને 123 લોકોના મોત થયા હતા.

Jul 6, 2019, 07:38 PM IST

અમદાવાદ: ઓઢવ લઠ્ઠાકાંડમાં 6 લોકો દોષિત જાહેર, જુઓ વિગત
અમદાવાદ: લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 33 આરોપીઓ સામે કરાઈ હતી ચાર્જશીટ. કેમિકલ આપનારા જયેશ ઠક્કર, દાદુ છારાને આરોપી જાહેર કરાયા. 650 જેટલા સાક્ષીઓએ આપી હતી જુબાની.

Jul 6, 2019, 01:00 PM IST
રથયાત્રાને કારણે ટળ્યો લઠ્ઠાકાંડનો ચુકાદો, હવે 6 જુલાઈએ આવશે નિર્ણય

ઓઢવ 2009 લઠ્ઠાકાંડનો કેસનો ચુકાદો સેસન્સ કોર્ટમાં ટળ્યો છે. રથયાત્રાને કારણે પોલીસ જાપ્તો ન મળવાથી કોર્ટ હવે 6 જુલાઈએ ચુકાદો આપશે. રયાત્રા હોવાથી કેદી જાપ્તો ન મળતા આ ચુકાદો હવે 6 જુલાઈના રોજ આવશે.

Jun 28, 2019, 12:07 PM IST
123 લોકોનો ભોગ લેનાર અમદાવાદના 2009ના લઠ્ઠાકાંડનો આજે ચુકાદો આવશે

વર્ષ 2009 અમદાવાદ લઠ્ઠાકાંડના મામલામાં આજે સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. વિનોદ ડગરી સહિત 33 આરોપીઓને આ કેસમાં પકડવામાં આવ્યા હતા.

Jun 28, 2019, 08:53 AM IST

રૂરકીમાં ‘લઠ્ઠાકાંડ’: 14નો ભોગ લેવાયો, નશાબંધી વિભાગના 13 કર્મચારી સસ્પેન્ડ
રૂરકીના ઝબરેડા વિસ્તારમાંથી એક મોટા સમાચાર આવ્યાં છે. ઝેરી દારૂ પીવાથી 12 લોકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Feb 8, 2019, 01:00 PM IST
શું અમદાવાદમાં લઠ્ઠાકાંડે ફરી માથુ ઉંચક્યું? 2 યુવકોના મોત, મોઢામાંથી નીકળતું હતું ફીણ

અમદાવાદમાં ફરીથી લઠ્ઠાકાંડે માથુ ઉંચક્યું હોય તેવી શક્યતા છે. અમદાવાદના વટવા વિસ્તારમાં બે યુવાનોના શંકાસ્પદ હાલમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બંને યુવકોના પરિવારજનોએ લઠ્ઠાકાંડ થયાનો આક્ષેપ કર્યો છે.

Nov 18, 2018, 10:15 AM IST
અમદાવાદ : યુવકનું શંકાસ્પદ મોત, પરિવાર કહે છે લઠ્ઠાકાંડ અને પોલીસ-ડોક્ટર્સનું બીમારીનું રટણ

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં યુવકના શંકાસ્પદ મોતના મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે

Jul 9, 2018, 12:02 PM IST
કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં કોંગ્રેસની “નિરાશા” અને નેતૃત્વની “નિષ્ફળતા” છુપાયેલી

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે. અસરગ્રસ્તોની તાત્કાલિક યોગ્ય સારવાર માટે સરકારે સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોલીસતંત્ર દ્વારા આ ઘટના સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યાં છે. કોંગ્રેસ સામે પ્રત્યાઘાત આપતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડની હારમાળાઓ સર્જાતી હતી પણ તેના પર એકશન લેવાતા ન હતાં. કોંગ્રેસના મંત્રીઓના બંગ્લાઓ ગુનેગારોના આશ્રય સ્થાનો બન્યાં હતાં. કોંગ્રેસના નેતાઓની ગાડીઓમાં ખતરનાક હથિયારો પકડાતાં હતાં. ગુજરાતમાં અનેક ગેંગો રાજકીય આશ્રયથી ફૂલીફાલી હતી. કોંગ્રેસ શાસનના આ ભયંકર ભુતકાળ ગુજરાતની જનતા ભુલી નથી. કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને “ઉડતા પંજાબ” અને “ઝુમતા ગુજરાત”નો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.

Jul 6, 2018, 09:12 AM IST
લઠ્ઠાકાંડ મામલે ભાજપનો પ્રહાર, ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે…01:14
લઠ્ઠાકાંડ મામલે ભાજપનો પ્રહાર, ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે…

Jul 5, 2018, 02:18 PM IST

હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ પાડશે જનતા રેડ
સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની હાલત લથડી છે. જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. જ્યાં 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો અન્ય બે વ્યક્તિને ઓબ્ઝરવેશનમાં રખાયા છે. જે લોકોને ઝેરી દારૂની અસર થઈ છે તેમના લોહીના નમૂનામાંથી મીથેનોલ ન મળવાનો ચોંકાવનારો ખુલાસો થતા દારૂ દેશી બનાવટનો હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાસના નેતા હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે સવારે સોલા હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.

Jul 5, 2018, 02:13 PM IST
ગુજરાતમાં દારૂબંધી માટે ત્રિપુટ મેદાને; હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી કરશે જનતા રેડ
ગુજરાતમાં દારૂબંધી માટે ત્રિપુટ મેદાને; હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી કરશે જનતા રેડ
સોલા હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે બુટલેગરો બેફામ અને ફરિયાદ કરનાર સામે ફરિયાદ થાય છે.

Jul 5, 2018, 12:56 PM IST
દારૂ પીને ચાર લોકોની સ્થિતિ લથડતા પોલીસ એક્શનમાં, દરોડા પાડીને હજારો લિટર દારૂ કર્યો જપ્ત
દારૂ પીને ચાર લોકોની સ્થિતિ લથડતા પોલીસ એક્શનમાં, દરોડા પાડીને હજારો લિટર દારૂ કર્યો જપ્ત
તો બીજી સોલા ગામ સહિત આજુબાજુના તમામ દેશી દારુના અડ્ડાઓ પર ક્રાઈમબ્રાંચની ટીમ રવાના કરાઈ છે. જેમાં અનેક દેશીદારુના અડ્ડાઓ સામે આવી શકે છે.

Jul 4, 2018, 08:45 PM IST
અમદાવાદમાં લઠ્ઠાકાંડની અફવા બાદ પોલીસ તંત્ર દોડતું થયું: 2નાં મોત
અમદાવાદમાં લઠ્ઠાકાંડની અફવા બાદ પોલીસ તંત્ર દોડતું થયું: 2નાં મોત
હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, અફવા ફેલાયા બાદ પોલીસ અધિકારીઓ સહિતનું તંત્ર દોડતું થયું

BBC
લઠ્ઠાકાંડ : ‘આંખે અંધારાં આવ્યાં અને…’, ઝેરી દારૂ પીધા બાદ બચી ગયેલા લોકોની આપવીતી
ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી
30 જુલાઈ 2022

ગુજરાતમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને લોકોમાં આક્રોશ છે અને સરકારે પણ કાર્યવાહી હાથ ધરી છે
આ કાંડમાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા સારવાર બાદ ઘરે પરત ફર્યા છે
ગુજરાતમાં બનેલી આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયામાં પણ આક્રોશ ઠાલવી રહ્યા છે અને દારૂબંધીની નીતિ સામે સવાલ થયા છે

ગુજરાતમાં બોટાદ જિલ્લામાં થયેલા ‘લઠ્ઠાકાંડ’ને લીધે અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે, કેટલાકે ઘરના મોભી ગુમાવ્યા છે અને છોકરાઓ નિરાધાર બન્યા છે.

બોટાદમાં થયેલી ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 39 લોકોનાં મોત થયાં છે. દેશી દારૂ પીધા બાદ અનેક લોકોને અમદાવાદ, ભાવનગર, બોટાદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કેટલાકના સારવાર દરમિયાન મોત થયાં છે, તો કેટલાક લોકો સારવાર બાદ સાજા થયા પછી ઘરે આવ્યા છે.

90 જેટલા લોકો સારવાર હેઠળ હતા, જેમાંના કેટલાકને સરવાર બાદ રજા અપાઈ છે.

સારવાર બાદ પોતાના ઘરે આવેલા લોકોએ જણાવ્યું હતું કે દારૂ પીધા બાદ તેમની કેવી હાલત થઈ હતી.

આ લઠ્ઠાકાંડનો મુખ્ય શિકાર રોજિદ ગામ બન્યું છે. ગામ હાલ શોકનો માહોલ છે અને મૃતકના સ્વજનોને લોકો સાંત્વના આપી રહ્યા છે.

બોટાદમાં થયેલા આ લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં આક્રોશ છે. લોકો સોશિયલ મીડિયામાં પણ ગુજરાતમાં ચાલતી દારૂબંધીની નીતિ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

ગુજરાત સરકારનો દાવો છે કે કેમિકલને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી, જોકે લોકોની વાત પરથી હકીકત જરા જુદી જણાઈ આવે છે.

ત્યારે મીડિયા અહેવાલો અને સરકાર તેમજ પોલીસમાં આ ઘટનાના ‘કેમિકલકાંડ’ તરીકેના નિરૂપણથી અનેક મૂંઝવણો ઊભી થઈ છે.

રોજિદ ગામના અનિલભાઈ હૉસ્પિટલમાંથી સારવાર લઈને ઘરે પરત ફર્યા છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે તેમણે બે થેલી દારૂ પીધો હતો. પછી આંખમાં ઘેન ચડ્યું અને ચક્કર જેવું આવવા લાગ્યું. પછી તપાસ કરવા ગયા અને દાખલ કરી દીધો હતો. તેઓ ચાર દિવસ બાદ સારવાર લઈને પાછા આવ્યા છે.

તો રોજિદ ગામના હિંમતભાઈ કહે છે, “અમે ચાર લોકો હતા. દારૂની પાંચ થેલી લાવ્યા હતા. પછી ચારેયે દારૂ પીધો. પછી બેની તબિયત બગડી હતી. તેમને દવાખાને દાખલ કર્યા હતા. પછી એ બે લોકો મરણ પામ્યા. પછી મને ફોન આવ્યો કે જો દારૂ પીધો હોય તો કહી દે. પછી મને પણ દવાખાને લઈ ગયા હતા.”

તેઓ કહે છે કે “મને આંખે અંધારાં આવતાં હતાં. સામે કોઈ ઊભું હોય તો દેખાતું નહોતું.”

અમદાવાદ : એ બુટલેગર જેણે લઠ્ઠાકાંડમાં લોકોને મરતા જોયા અને દારૂ વેચવાનું છોડી દીધું

અન્ય એક વ્યક્તિ પણ કહે છે કે બધા એમ કહે છે કે કેમિકલ પીધું છે, કેમિકલ કોઈ જાણી જોઈને પીવે ખરું. દારૂ પીધો હતો.

વિનોદભાઈ કહે છે કે “મને ખબર હતી કે દારૂ છે, એવી ખબર નહોતી કે કેમિકલ છે કે લઠ્ઠો. સવારે બે થેલી પીધી હતી અને રાતે અસર થઈ એટલે રાતે બે વાગ્યે દાખલ કર્યો હતો.”

સરકારનું કહેવું છે કે આ લોકોએ કેમિકલ પીધું હતું, જોકે સારવાર લઈને આવેલા લોકોનું કહેવું છે કે તેમણે દેશી દારૂ જ પીધો હતો.

રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર ખાલી ભરમાવવા માટે આમ કહી રહી છે.

તેઓ કહે છે, “પોલીસ કહે છે કે કેમિકલ પીવાથી આ લોકોનાં મૃત્યુ થયાં છે. તો મુદ્દો એ જ છે કે જો ગામમાં દારૂ વેચાવાનો બંધ થઈ ગયો હોય અને તેની જગ્યાએ કેમિકલ મળવાનું શરૂ થઈ ગયું હોય તો એમાં વાંક કોનો?

તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે “કેમિકલકાંડ કે લઠ્ઠાકાંડ, સરકાર કોઈ રીતે હાથ ઊંચા કરવા નથી માગતી. સરકાર સો ટકા કડકમાં કડક પગલાં ભરશે.”

જુગારમાં કરોડો ડૂબ્યા તો નોંધાવી છેતરપિંડીની ખોટી ફરિયાદ, કઈ રીતે ભાંડો ફૂટ્યો?
જ્યારે 2009માં ગુજરાતમાં લઠ્ઠાને કારણે 140 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં

દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.

હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી જાણકારી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબાગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.

કાચા દારૂમાં યૂરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહૉલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.

વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહૉલ શરીરમાં જતા કેમિકલ રિએક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરના અંદરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને તરત મૃત્યુ થઈ જાય છે.

BBC
બોટાદ લઠ્ઠાકાંડ : ‘પતિ જતો રહ્યો, હવે ત્રણ બાળકોને કઈ રીતે ઉછેરવાં? 39નાં મૃત્યુ, 20થી વધુ ગામોમાં લોકો બીમાર
27 જુલાઈ 2022
28 જુલાઈ 2022
ગુજરાત લઠ્ઠાકાંડ

બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 39 સુધી પહોંચ્યો, વધવાની શક્યતા
60 જેટલા દર્દીઓ ભાવનગર તેમજ અમદાવાદની હૉસ્પિટલોમાં સારવાર હેઠળ
બોટાદના ત્રણ તાલુકામાં નોંધાયેલી પોલીસ ફરિયાદોમાં 14 આરોપીઓની ધરપકડ
રોજિદમાં સૌથી વધુ 11 લોકોનાં મૃત્યુ, હજી પણ ગામમાં શોકમગ્ન વાતાવરણ

“એણે ગટરમાં ઊતરવું પડતું, લોકો જેની ગંધથી જ દૂર ભાગતા એવો કચરો પોતાને હાથે ઊપાડવો પડતો. બસ, તો મગજને થોડી શાંતિ મળે એ માટે દારૂ પી લેતો હતો. પણ એ દારૂએ જ મારો ભાઈ છીનવી લીધો. એની પત્ની, આ બાળકો, તેમનું શું?”

આ શબ્દો છે બોટાદના રોજિદ ગામે રહેતા વશરામભાઈનાં બહેનના. તેઓ કહે છે, “એ તો જતો રહ્યો. હવે જે લોકોને પાછળ છોડીને ગયો છે તેમને સહન કરવું પડશે.”

વશરામભાઈ એ લોકો પૈકી એક હતા, જેમનું કથિતપણે ઝેરી દેશી દારૂ પીવાથી મૃત્યુ થયાં છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે.

વશરામભાઈનાં પત્ની આરતીબહેન છૂટક મજૂરી કરીને દિવસના આશરે 200 રૂપિયા કમાઈને બાળકો અને પરિવારજનોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરતાં હતાં.

જોકે, આ રીતે દારૂના કારણે પતિ ગુમાવ્યા બાદ હવે તેઓ નિરાધાર થઈ ગયાં છે. તેઓ કહે છે, “આ મોંઘવારી વચ્ચે રોજના 200-250 રૂપિયા કમાઈને ત્રણ છોકરાઓને પાળવા અઘરા છે.”

બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં કથિતપણે ઝેરી દેશી દારૂ પીધા બાદ સેંકડો લોકો બીમાર પડી ગયા છે. બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાના જણાવ્યા પ્રમાણે કુલ મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે.

આરતીબહેન કહે છે,”રોજિદ અને તેની આસપાસમાં આવેલાં અન્ય 20 જેટલા ગામોમાં દારૂ પીધા બાદ લોકોની તબિયત બગડી રહી છે અને તેમને સારવાર માટે મોકલાઈ રહ્યા છે.”

બોટાદ : ‘હવે હું મારી બે દીકરીઓને લઈને ક્યાં જાઉં?’ લઠ્ઠાકાંડને કારણે જ્યાં ઘરેઘરે માતમ છે
દેશી દારૂને જીવલેણ બનાવી દેનારું કેમિકલ મિથેનૉલ શું છે?

રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે ગામના 33 દર્દીઓ હાલમાં ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

તેમણે આગળ કહ્યું, “આ પહેલાં ભૂતકાળમાં પણ મેં એસપી અને પીએસઆઈને લેખિતમાં આ અંગે રજૂઆતો અને ફરિયાદો કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં.”

ધારાસભ્ય રાજુ ગોહિલે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે પણ આ અંગે રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે. તેમણે કહ્યું, “મે મહિનામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઊઠાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.”

ઉલ્લેખનીય છે કે સરપંચ અને ધારાસભ્ય બંનેએ આ મુદ્દાને લઈને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં દારૂની ભઠ્ઠીઓ અને વેચનારાઓનું દૂષણ દૂર થયું નહોતું.

ગામનાં એક મહિલાએ બીબીસી સંવાદદાતા રૉક્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ગામમાં સૌથી મોટી સમસ્યા દારૂ અને જુગારની છે, જે બંધ થવી જ જોઈએ.”

તેમણે કહ્યું,”અમે લોકો પણ ઘણી વખત પોલીસને ફરિયાદ કરવા ગયા પણ પોલીસ એમ કહે છે કે રોજિદમાં તો દારૂ વેચાતો જ નથી.”

અન્ય એક મહિલાએ કહ્યું, “મારો ખુદનો દીકરો પુષ્કળ દારૂ પીતો હતો. તેણે પત્ની, બાળકો અને પરિવાર બધાં જ છોડી દીધાં હતાં.”

“ઘરમાંથી બધા ના પાડતા તો ઝઘડવા લાગતો હતો. જેથી મેં દારૂ વેચનારી મહિલાને જઈને કહ્યું હતું. તેમ છતાં પણ કંઈ સુધર્યું નહીં.”

ઈલાબહેન નામનાં એક મહિલા કહે છે, “અહીં સામસામે બે ઘરોમાં જુવાનજોધ છોકરા જતા રહ્યા છે. બંને પરણેલા હતા, બંનેને સંતાનો હતાં. એ લોકો તો દારૂ પીવામાં જતા રહ્યા પણ હવે તેમના પરિવારનું શું?”

આ મામલે બોટાદ જિલ્લાના બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણ ફરિયાદોમાં કુલ 33 આરોપીઓ છે. જે પેકી પોલીસ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

ગુજરાતમાં લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયાએ મંગળવારે પ્રેસકૉન્ફરન્સ કરીને પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.

તેમણે પોલીસ કાર્યવાહી અને બનાવ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, “અમદાવાદ ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બનાવના સ્થળે પહોંચ્યા હતા જે દરમિયાન તેમને જાણકારી મળી હતી કે જે લોકોની તબિયત ખરાબ છે તેઓ કોઈ કેમિકલની અસરમાં હતા.”

“આ સમગ્ર બનાવની તપાસ કરતાં જણાયું છે કે બોટાદ જિલ્લાનાં અમુક ગામડાંમાં ખાસ કરીને રોજિદ અને ચોકડી ગામમાં આ બનાવની અસર જોવા મળી છે.”

તેઓ કેસની તપાસ અંગે વિગતો જણાવતાં કહે છે કે, “આ બાબતની જાણ થતાં બોટાદ એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ અને ભાવનગર રૅન્જ આઈજીને પણ મોકલવામાં આવ્યા હતા.”

અત્યાર સુધીની પરિસ્થિતિ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા કહે છે કે, “બનાવ માટે જવાબદાર આરોપીઓને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં રાઉન્ડઅપ કરી લેવાયા છે.”

“ઘટના માટે જવાબદાર કેમિકલ મિથાઇલ આલ્કોહૉલ પણ કબજે કરાયું છે. ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાની તપાસ કરતાં પણ મિથાઇલ આલ્કોહૉલની હાજરી જણાઈ આવી છે.”

ડીજીપી આશિષ ભાટીયા જણાવે છે કે, “નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બૅરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી, કેમિકલ ચોર્યું હતું. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહૉલ સપ્લાય કર્યો હતો.”

જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત, દિલીપ નામના લોકોને આ પ્રવાહી વેચ્યું હતું.

પિન્ટુએ આ કેમિકલ વહિયા ગામના બવાન નારાયણ, વલ્લભ, રાણપરી ગામના જટુભા, રોજિંદ ગામનાં ગજુબહેન અને વિપુલ વિનુને આપ્યું હતું.

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, “મિથાઇલ આલ્કોહૉલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સૉલ્વન્ટ છે, આનું વેચાણ આગળ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ છે. ”

આશિષ ભાટીયાએ હાલમાં દર્દીઓની હાલત અંગે વાત કરતાં કહ્યું હતું કે, “આ કેમિકલ પીનાર લોકો પૈકી મોટા ભાગના લોકો ભાવનગર અને અમદાવાદમાં સારવાર હેઠળ છે, જે પૈકી મોટા ભાગનાની હાલત સારી છે. તેમને યોગ્ય સારવાર અપાઈ રહી છે.”

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન તાક્યું હતું.

તેમણે કહ્યું, “ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આ રીતે દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થાય છે. લોકોને ખબર છે કે આ દારૂના પૈસા ક્યાં જાય છે. જો અમારી સરકાર આવશે તો અમે દારૂબંધીનો ચુસ્ત અમલ કરીશું.”

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ધ હિંદુને જણાવ્યું, “બૂટલેગરો અને પોલીસની સાઠગાંઠથી બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને આવા લોકોને ભાજપ દ્વારા છાવરવામાં આવે છે. પોલીસ રૅગ્યુલર તેમની પાસેથી હપ્તા લે છે.”

આ મામલે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરતાં ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, “ગુજરાતમાં દરરોજ સરકારના સંરક્ષણમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ પિવાય છે. સરકાર દારૂબંધી પર સર્ક્યુલર બહાર પાડવામાં વ્યસ્ત છે અને અસામાજિક તત્ત્વો મુક્તપણે દારૂ વેચવામાં.”

“બૂટલેગિંગમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ સરકાર કડક પગલાં ભરે અને દારૂબંધીનો કડકડાઈથી અમલ કરે એવી અમારી માગ છે.”

જ્યારે ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું, “સરકારે દારૂબંધીનું કડક પાલન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે દારૂબંધીના કડક પાલન અને ગેરકાયદેસર દારૂવેચાણને લઈને ચુસ્ત કાયદો બનાવે અને તે પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં…”

BBC
બોટાદ લઠ્ઠાકાંડ : ‘દારૂથી મારા પતિ મર્યા અને પોલીસ કહે છે કે દારૂ વેચાતો જ નથી’, મૃતકના પરિવારજનોનો પ્રશ્ન
રોક્સી ગાગડેકર છારા
બીબીસી સંવાદદાતા, બોટાદથી
28 જુલાઈ 2022

પોલીસ સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે સારવાર હેઠળ 88 અસરગ્રસ્ત પૈકી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે
ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં છ લોકો વૅન્ટિલેટર પર છે
નજર સમક્ષ પરિજનના મૃત્યુનું આ વર્ણન જેમણે નકલી દારૂ પીધો હતો તે તમામ ઘરની કહાની હતી
પોલીસ સમક્ષ કૂલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆર પૈકી 8 લોકોની ધરપકડ કરી છે
ગુજરાત પોલીસે હવે દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા પર તવાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે
એક તરફ છાતી કૂટતી, રોકકળ કરતી મહિલાઓ, બીજી તરફ પોલીસ વાનની તમામ હિલચાલ જોઈ રહેલા લોકોનો સમુહ અને ગામમાં કદી જોવા નહીં મળેલી મીડિયાકર્મીઓની ટીમ.

બોટાદના રોજિદ ગામવાસીઓ લઠ્ઠાકાંડને કારણે 30-35 વર્ષના 11 યુવાનોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા હતા.

મૃતદેહોને ખુલ્લા ટ્રેક્ટરમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્મશાનગૃહમાં તેમના કતારમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામના લોકો માટે આ અસામાન્ય દૃશ્ય હતું.

ત્યાં વિલાપ કરતી અને ગુસ્સે ભરાયેલી મહિલાઓનો સમુહ હતો, જેઓ સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ પર દેશી દારૂના ગેરકાયદેસર વેપારને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવી રહ્યો હતો.

રોજિદ આ લઠ્ઠાકાંડનું સૌથી વધુ અસરગ્રસ્ત ગામો પૈકીનું એક છે. લઠ્ઠાકાંડથી જિલ્લાનાં અન્ય ગામોમાં પણ મૃત્યુ નોંધાયાં હતાં. અમદાવાદ જિલ્લાના બોટાદ સરહદે આવેલાં ગામોમાં ઓછાંમાં ઓછાં 8 મૃત્યુ નોંધાયાં છે.

વશરામ વાઘેલા 30 વર્ષના સફાઈ કર્મચારી હતા, જે રવિવારે સાંજે કથિત નકલી દારૂ પીને બીમાર પડ્યા હતા. વાઘેલાના પરિવારમાં તેમનાં પત્ની સોનલ અને ત્રણ બાળકો છે.

સૌથી મોટો પુત્ર 11 વર્ષનો છે. બીબીસી સાથે વાત કરતી વખતે તેમનાં પત્ની સોનલ વાઘેલાએ જણાવ્યું કે તે રોજના માત્ર 150 થી 200 રૂપિયા કમાય છે અને હવે તેમના માટે તેમનાં ત્રણ બાળકોનું ભરણપોષણ કરવું અશક્ય થઈ પડ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ નાના ગામમાં રોજ કામ મળતું પણ નથી.

વશરામ વાઘેલાનાં બહેન કમુબહેન ભારે ગુસ્સામાં હતાં અને ગામમાં દારૂના ગેરકાયદે વેચાણને અટકાવી ન શકવા બદલ સ્થાનિક પોલીસને દોષી ઠેરવતાં હતાં.

કમુબહેને કહ્યું કે તેમના ભાઈ ગંદકી સાફ કરવાનું, ગટર સાફ કરવાનું કામ કરતા હતા અને એ બદબૂ સહન કરી શકાય એ માટે તેમને નશો કરવો પડતો હતો, જો તે આમ ન કરે તો તે કામ કેવી રીતે કરે અને તેના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરે?

કમુબહેને તેમનાં ભાભી સોનલ માટે નોકરીની માંગણી કરી, તેમની પાસે બાળકોને ઉછેરવાનો કોઈ વિકલ્પ નથી.

કમુબહેન કહે છે, “સરકારે આ અપરાધની જવાબદારી લેવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે પીડિત પરિવારોને વળતર આપવામાં આવે અને નોકરીઓ આપવામાં આવે જેથી તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.”

વશરામ વાઘેલાના ઘરથી થોડે દૂર કથિત નકલી દારૂ પીવાથી વધુ એક મૃત્યુ નોંધાયું હતું. દીપક વાઘેલાના પરિવારમાં તેમનાં પત્ની અને બે પુત્રી છે. બીબીસી સાથે વાત કરતાં તેમના પત્ની મનીષાએ કહે છે કે તેમને ખબર નથી કે હવે તેમનું અને તેમની દીકરીઓનું શું થશે.

નજર સમક્ષ તરફડીને મૃત્યુ પામેલા પતિનું વર્ણન કરતાં તેઓ જણાવે છે, “દીપક નજીકના દારૂના અડ્ડામાંથી 20 રૂપિયાનો દારૂ પીને રવિવારે મોડી સાંજે નોકરી પરથી પાછા ફર્યા હતા. તેમણે રાત્રે તબિયત સારી ન હોવાની ફરિયાદ કરી, પરંતુ અમે તેને હૉસ્પિટલ લઈ જઈ શક્યા નહીં, બીજા દિવસે અમે બધાં ખેતરમાં કામ કરવાં ગયાં અને તેમની તબિયત બગડી, તેમને ઊલટી થવા લાગી અને આંખોની રોશની ગુમાવવાની ફરિયાદ કરી. અમે તેમને હૉસ્પિટલ લઈ ગયા અને થોડા કલાકોમાં તે મૃત્યુ પામ્યા.”

નજર સમક્ષ પરિવારજનોના મૃત્યુનું આવું વર્ણન જેમણે નકલી દારૂ પીધો હતો તે તમામ ઘરની કહાની હતી. ઍમ્બ્યુલન્સ આવાં ઘરોમાં ચક્કર લગાવી રહી હતી અને હૉસ્પિટલના કર્મચારીઓએ ખડેપગે રહેવું પડ્યું હતું.

બરવાળા પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાંથી મોટા ભાગના દર્દીઓને ભાવનગર સિવિલ હૉસ્પિટલ અથવા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે 88 લોકો હજુ પણ ભાવનગર અને અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે.

ભાવનગરના રેન્જ આઈજી અશોક યાદવે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, “ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં છ લોકો વૅન્ટિલેટર પર છે. પોલીસ સમક્ષ કૂલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆર પૈકી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.”

આ દરમિયાન ગુજરાત પોલીસે હવે દારૂબંધી ધરાવતા રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર તવાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.

બીબીસીએ બોટાદ એસપી કરણરાજ વાઘેલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા.

અમદાવાદ જિલ્લાના રેન્જ આઈજી વી ચંદ્રશેખરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં નકલી દારૂના સેવનથી ઓછાંમાં ઓછાં 8 મૃત્યુ નોંધાયાં છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયાએ મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ‘અમદાવાદના નારોલ ઔદ્યોગિક વિસ્તારની ફેકટરીમાંથી મિથેનૉલની દાણચોરી કરવામાં આવી હતી.’

રાજ્યના ગૃહવિભાગે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી અને રાજ્ય મૉનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય સાથેની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી હતી.

સુભાષ ત્રિવેદીએ મીડિયાકર્મીઓને કહ્યું હતું કે, ટીમ આ કેસમાં તમામ પાસાંની તપાસ કરશે.

બીબીસીએ રોજિદ ગામના સરપંચ જીગર ડુંગરાણી સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, “અમે દારૂના ગેરકાયદે વેપાર અંગે માર્ચ મહિનામાં બરવાળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.”

“જ્યારે મેં એક 15 વર્ષના છોકરાને અડ્ડામાંથી દારૂ પીને બહાર આવતા જોયો, ત્યારે મેં પોલીસનો સંપર્ક કર્યો. જોકે, મને ખબર ન હતી કે આ દારૂની બનાવટમા મિથેનૉલનો ઉપયોગ થાય છે. જો પોલીસે મારી અરજી પર સમયસર કાર્યવાહી કરી હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત.”

સરપંચે દાવો કર્યો હતો કે સ્થાનિક પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા મેળવીને દારૂના ગેરકાયદેસર વેપારને મંજૂરી આપી રહી છે.

બીબીસી સાથે વાત કરતાં બોટાદ મતવિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે, તેમણે તાલુકા કક્ષાની સંકલન બેઠકમાં દારૂના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

લઠ્ઠાકાંડ મામલે વધુ વિગતો મેળવવા માટે બીબીસીએ ભાજપના સ્થાનિક વરિષ્ઠ નેતા અને બોટાદના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરનો પણ સંપર્ક કર્યો હતો.

તેમણે કહ્યું, “પોલીસ ગુનેગારોને પકડવા માટે અથાક મહેનત કરી રહી છે. મારા કાર્યકાળ દરમિયાન આ વિસ્તારમાં દારૂના કોઈ અડ્ડા નહોતા ચાલતા. આ બધું કૉંગ્રેસના ધારાસભ્યે ચાર્જ સંભાળ્યા પછી શરૂ થયું છે.”

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા સહિતના કૉંગ્રેસના નેતાઓએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

પત્રકારો સાથે વાત કરતી વખતે જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે રાજ્યાશ્રય હેઠળ બુટલેગરો દારૂનો મુક્તપણે વેપાર કરે છે. આ બુટલેગરો પાસેથી વસૂલવામાં આવતાં નાણાંનો ભાજપ દ્વારા ચૂંટણીફંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને આ ગેરકાયદેસર અડ્ડાઓ પોલીસ અને સ્થાનિક ભાજપના નેતાઓની ભાગીદારીમાં ચલાવવામાં આવે છે.

તો આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે ‘તમામ લોકો જાણે છે કે ગેરકાયદેસર દારૂના વેચાણ દ્વારા એકઠા થયેલા પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે ‘સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનાવ અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.’

———-
કડવું સત્ય: દેશીદારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ભીંસ વધારે ત્યારે ત્યારે લઠ્ઠાકાંડ થયો છે

કડવું સત્ય: દેશીદારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ભીંસ વધારે ત્યારે ત્યારે લઠ્ઠાકાંડ થયો છે

પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ 4): બરવાળાના લઠ્ઠાકાંડ પછી નીમવામાં આવેલી SITની તપાસમાં જે સત્ય બહાર આવી રહ્યા છે. તે ચોંકાવનારા હોવાની સાથે ગુજરાતનું તે કડવું સત્ય પણ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રાપ્ત આંકડા અનુસાર 50થી 60 લાખ લોકો દેશી દારૂના બંધાણી છે. બરવાળા અને તે પહેલા થયેલા લઠ્ઠાકાંડમાં સામ્યતા એવી છે કે પોલીસે જ્યારે દેશી દારૂ પર તવાઈ લાવી છે ત્યારે લઠ્ઠાકાંડ થયો છે.

જ્યારે પણ લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ નિર્માણ થાય છે, ત્યારે પોલીસ પર માછલાં ધોવાય છે. કેટલાક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થાય છે તો કેટલાકની બદલી થાય છે. બરવાળા લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાના આવેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે તેમના લોહીમાં દારૂનું પ્રમાણ જોવા મળ્યું નથી, પરંતુ તેમના લોહીમાં મિથાઈલ આલ્કોહોલ જ હતો.

SITની તપાસમાં આવેલી હકીકતો પ્રમાણે રોજીદ ગામમાં ચાલતી દારૂની ભઠ્ઠી અને વેચાણ સામે સરપંચએ લેખિત ફરિયાદ કરતાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી દારૂનું વેચાણ બંધ કરાવ્યુ હતું. આ ઘટના ઘટી તેના એક સપ્તાહ પહેલાથી દેશી દારૂ મળવાનો બંધ થઈ ગયો હતો. આથી દારૂ પીનારા અને દારૂ વેચનારા બુટલેગરની સ્થિતિ કફોડી બની હતી. બરવાળાના બુટલેગરે દારૂનું ઉત્પાદન નહીં થતાં મીથાઈલ આલ્કોહોલ લાવી એમાં થોડું પાણી ઉમેરી દેશી દારૂ તરીકે તેને વેચ્યો હતો.

આ કડવું સત્ય બધાએ સ્વીકારવું જ રહ્યું કે જો રોજીદ ગામમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોત તો મીથાઈલ આલ્કોહોલનો ઉપયોગ ન થયો હોત અને લઠ્ઠાકાંડની સ્થિતિ ન સર્જાઈ હોત. 2009નો લઠ્ઠાકાંડ હોય કે સુરત ગ્રામ્યમાં થયેલો લઠ્ઠાકાંડ હોય તેમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભીંસ વધારતા મીથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. આમ પોલીસ દારૂની ભઠ્ઠીઓ ચલાવવા દે તો પણ તેની ટીકા થાય અને પોલીસ ભઠ્ઠીઓ બંધ કરાવે તો લઠ્ઠાકાંડ થાય. જે રાજ્યમાં એક કરોડથી વધુ લોકો જ્યારે દેશી અથવા વિદેશ દારૂનું સેવન કરે છે ત્યારે દારૂબંધીનો અમલ કરવાની સરકાર પાસે કોઈ ચુસ્ત વ્યવસ્થા નથી.
———-
બોટાદ લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી કરતા છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધંધુકા પીઆઇ કે.પી.જાડેજા, રાણપુર પીએસઆઇ એસ.ડી. રાણા, બરવાળા પીએસઆઇ ભગીરથસિહ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે સિવાય સી.પી.આઇ સુરેશ કુમાર ચૌધરી, બોટાદ ડી.વાય.એસ.પી એસ.કે.ત્રિવેદી, ધોળકા ડી.વાય.એસ.પી એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં ગંભીર બેદરકારીને લઇને ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમા મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે. બોટાદ જિલ્લામાં 33 અને ધંધુકા તાલુકામાં 11 લોકોના મોત થયા છે. હજુ પણ 80થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે 34 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 21 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. કમિટી બે દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે અને દસ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાશે. દરેક ગામમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે.

2009
13 વર્ષ પહેલા અમદાવાદમાં પણ થયો હતો ‘લઠ્ઠાકાંડ,’ 123 લોકોના થયા હતા મોત
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news : અમદાવાદના લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોને આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા હતા.
NEWS18 GUJARATI
JULY 26, 2022, 14:40 IST

અમદાવાદ: ધંધુકા અને બાવળામાં ઝેરી કેમિકલવાળો દારૂ પીવાને કારણે અત્યારસુધીમાં 27 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 40 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. આ પહેલા પણ ગુજરાતમાં લોકો લઠ્ઠાકાંડનો ભોગ બની ચૂક્યા છે. અમદાવાદમાં 6 જુલાઇ 2009ના રોજ લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે સુરતમાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમા 24 લોકોના મોત થયા હતા. આ છતાંપણ આવા લોકોના ભોગ લેનારા ઝેરી દારૂનો વેપલો હજી બંધ થવાનું નામ નથી લઇ રહ્યો.

અમદાવાદના લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત

विज्ञापन
અમદાવાદમાં વર્ષ 2009ના 6 જુલાઇના રોજ ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોને આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા હતા. આ કેસમાં 10 વર્ષ બાદ આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને 50 હજાર રુપિયાનો દંડ થયો હતો. ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ઘટનામાં મુખ્ય આરોપી બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી અને કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી હતા.
ચિત્રલેખા

અમદાવાદ લઠ્ઠાકાંડ કેસઃ કોર્ટે 6 આરોપીને દોષિત જાહેર કર્યા
July 6, 2019

અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો છે. જેમાં 39 માંથી 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તમામ 6 આરોપીને સજા સંભળાવી છે જેમાં ત્રણેય પુરુષ આરોપીઓને 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 50 હજારનો દંડ અને ત્રણેય મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સ્પેશિલ સેશન્સ કોર્ટે આજે શનિવારે વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ અંગે ચૂકાજો જાહેર કર્યો છે. કોર્ટ દ્વારા મુખ્ય સુત્રધાર વિનોદ સહિત કુલ છ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જેમાં ત્રણ મહિલા નંદાબહેન, મીનાબહેન અને જશી બહેન ઉપરાંત ત્રણ પુરુષમાં વિનોદ ડગરી, જયેશ અને અરવિંદનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટે 39 આરોપીઓમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે બાકીના 33 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. ત્રણ આરોપીને 304 હઠેળ અને ત્રણ મહિલાને પ્રોહીબિશન હેઠળ દોષિત જાહેર કર્યા છે.

લઠ્ઠાકાંડ દોષિત આરોપીઓને સજાનું એલાન

1- વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઇ ચૌહાણ: 10 વર્ષની જેલની સજા, 50 હજાર દંડ
2- જયેશ હિરાલાલ ઠક્કર: 10 વર્ષની જેલની સજા, 50 હજાર દંડ

3-અરવિંદ તળપદા : 10 વર્ષની જેલની સજા, 50 હજાર દંડ

4-નંદાબેન ઘનશ્યામભાઇ જાની: 3.5 વર્ષની જેલની સજા અને 2500 દંડ

5-જસીબેન વિજયભાઇ ચુનારા: 3.5 વર્ષની જેલની સજા અને 2500 દંડ

6-મીનાબેન મનજતસીંગ રાજપુત: 3.5 વર્ષની જેલની સજા અને 2500 દંડ

ઉલ્લેખનીય છેકે વર્ષ 2009માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દેશી ખરાબ દારૂ એટલે કે લઠ્ઠો પીવાથી માણસો ટપોટપ મરવા લાગ્યા હતા. ઓઢવમાં લઠ્ઠાકાંડ થવાથી કુલ 123 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં 33 લોકોની ધરપકડ તે સમયે કરવામાં આવી હતી. આ કેસમાં 650 જેટલા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. અગાઉ કોર્ટે કાગડાપીઠ લઠ્ઠાકાંડમાં ચુકાદો આપ્યો હતો, જેમાં 10 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને 8 જેટલા લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

———
“અત્યારે દારૂનો ધંધો બંધ છે, રાતે 8 પછી આવજો”:ચકચારી લઠ્ઠાકાંડ બાદ પણ કલોલમાં દારૂનો ધીકતો વેપાર, બૂટલેગરો કહે છે, “હમણાં બહુ કડક ચાલે છે, સાચવીને લઈ જજો”

લઠ્ઠાકાંડ બાદ પોલીસે તાપી નદીના કિનારે ડ્રોન ઉડાડી 6 ભઠ્ઠી ઝડપી; તમામ ભઠ્ઠીઓ તોડી દેશી દારૂ તેમજ રસાયણનો નાશ કરાયો
બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં કુલ 31 લોકોના મોત થયા છે અને ઘણા લોકો સારવાર લઈ રહ્યા છે. આ કાંડમાં એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં મહિલા એએસઆઈનો રોલ સામે આવ્યો છે તેની બદલી કરી દેવામાં આવી છે. મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે. આ મહિલા એએસઆઈની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી હોવાની માહિતી સામે આવી છે.

ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં પોલીસ સાથે હપ્તાની લેતી દેતી મામલે વાત કરવામાં આવી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે. બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI આસમીબાનુ ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે. જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે.

આ લઠ્ઠાકાંડમાં સરકાર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ વિશે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ કે, બોટાદ જિલ્લામાં કેમિકલના દુરઉપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે.
————-
કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ
By Dhruvi PatelPublished on: 5:33 pm, Wed, 27 July 22

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. પહેલા પણ કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે. અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઈ થયું નથી. પાંચ દિવસ થોડી જગ્યાઓ પર રેડો પડે, બે નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાય અને આખી વાત ત્યાં જ પુરી થઇ જાય.

મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે આખા વર્ષમાં ગુજરાતમાં 10 હજાર કરોડ રૂપિયાનો ગેરકાનૂની દારૂ વેચવામાં આવે છે. તો મારો એક સવાલ છે કે આ રૂપિયા જાય છે ક્યાં? હદ તો ત્યાં થઈ જાય છે જ્યારે ભાજપના લોકો દારૂ ની જગ્યાએ કેમિકલ ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે અને કહે છે કે, કેમિકલને કારણે મૃત્યુ થયા છે. શું તમે લોકો મોતને જુઠા પાડો છો?

લઠ્ઠાકાંડ ઇફેક્ટ : વડોદરામાં દેશી દારૂ સાથે 86 ની અટકાયત
By HM News -27/07/202232

વડોદરા,તા.27 જુલાઈ 2022,બુધવાર : રાજ્યમાં લઠ્ઠા કાંડના કારણે વડોદરા પોલીસ દેશી દારૂના કેસ કરવા સક્રિય થઈ હતી.અને વિવિધ પોલીસ મથકોમાં વીતેલા 24 કલાક દરમિયાન નશાની હાલતમાં 55 લોકો અને દેશી દારૂ સાથે 86 લોકોની અટકાયત કરી છે.આમ ડ્રાઈવના આદેશ વચ્ચે વડોદરાના પોલીસ મથકો પીધેલા અને બુટલેગરોથી ઉભરાયા છે.જે રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલા અંશે મજબૂત છે તે દર્શાવે છે.

વીતેલા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ પોલીસ મથકની કામગીરી ઉપર નજર નાખીએ તો ,વાડી પોલીસ પીધેલા 08 અને દેશી દારૂ સાથે 04,વારસિયા પોલીસ પીધેલા 05 અને દેશી દારૂ સાથે 03,સયાજીગંજ પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 10, સમા પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 03,રાવપુરા પોલીસ પીધેલા 02 અને દેશી દારૂ સાથે 02,પાણીગેટ પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 05 તથા વિદેશી દારૂ સાથે 01,નવાપુરા પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 04, નંદેશરી પોલીસ દેશી દારૂ સાથે 03, માંજલપુર પોલીસ દેશી દારૂ સાથે 11,વડોદરા રેલવે પોલીસ વિદેશી દારૂ સાથે 02,મકરપુરા પોલીસ પીધેલા 08,અને દેશી દારૂ સાથે 03, લક્ષ્મીપુરા પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 01, કારેલીબાગ પોલીસ પીધેલા 02 અને દેશી દારૂ સાથે 01,જવાહરનગર પોલીસ દેશી દારૂ સાથે 03, જે.પી.રોડ પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 07, હરણી પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 06, ગોત્રી પોલીસ દેશી દારૂ સાથે 06,ગોરવા પોલીસ દેશી દારૂ સાથે 04, ફતેહગંજ પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 01, સિટી પોલીસ પીધેલા 06 અને દેશી દારૂ સાથે 02, છાણી પોલીસ દેશી દારૂ સાથે 02, બાપોદ પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 07 આરોપીઓની અટકાયત કરી છે.

ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની કરી માંગણી
મોરબી : ગુજરાતમાં બોટાદમાં બનેલ લઠ્ઠાકાંડ ઘટના અંગે ઠેર ઠેર આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં કરી,નારા લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા નારા લગાવી ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રાજ્યપાલને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

દારૂબંધ ગુજરાતમાં ભાવનગર અને બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ અંગેની નૈતિક જવાબદારીના ભાગ રૂપે ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા આપ પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા રાજ્યપાલને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા સેવાસદન ખાતે ધરણા કરી, ભાજપ હાય હાય, પોટલી નહીં શિક્ષણ આપો, પોટલી નહીં વિજળી આપો, પોટલી નહીં હોસ્પિટલ આપો, પોટલી નહીં સારી સુવિધાઓ આપોને નારા લગાવ્યા અને ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.આ સમયે આમ આદમી પાર્ટી મોરબીના હોદેદારો અને કાર્યક્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

———–
કેમિકલકાંડ: પોલીસ-બૂટલેગરની સાઠગાંઠ ખૂલીPublished 21 hours ago on July 30, 2022By Sameer

કોલ ડિટેઈલમાં ભાંડો ફૂટ્યો, ‘સીટ’ આજે સરકારને સોંપશે રિપોર્ટ

આઈજીપી સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ શનિવારે રાજ્ય સરકારને હૂચ દુર્ઘટના પર તેનો અહેવાલ સુપરત કરવા માટે તૈયાર છે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે અહેવાલ સરહદી રાજ્યોમાંથી આઈએમએફએલની દાણચોરીને નિયંત્રિત કરવા પર સખત ભાર મૂકે છે, ત્યારે તેણે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક પોલીસ અને દેશી દારૂના બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ પણ દર્શાવી છે.
હૂચ ટ્રેજેડી રિપોર્ટ બોટાદમાં બુટલેગરો દ્વારા ઉપયોગમાં લેવાતા મિથાઈલ આલ્કોહોલ જેવા ઝેરી રસાયણોના વેચાણ પર નિયંત્રણ તરફ પણ નિર્દેશ કરે છે, જેણે 42 થી વધુ લોકોના જીવ લીધા હતા અને દારૂૂ પીનારા અન્ય લોકોને અસર કરી હતી.
એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વણવેચાયેલી સામગ્રીમાંથી મોકલવામાં આવેલા નમૂનાઓમાં લગભગ 99% મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યો હતો.
એસઆઈટીએ કથિતપણે તેના અહેવાલમાં કેટલાક પોલીસ અને બુટલેગરો વચ્ચે સંભવિત સાંઠગાંઠનો ઉલ્લેખ કર્યો છે જેઓ દુર્ઘટના પછી પકડાયા હતા. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ એક કોપના કોલ ડેટા રેકોર્ડના આધારે જાણવા મળ્યું છે જે હાલ સસ્પેન્ડ છે. તે સીડીઆર પરથી સ્પષ્ટ છે કે પોલીસ બોટાદના બરવાળાના બુટલેગરો સાથે સંપર્કમાં હતી, એક અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સીટે હૂચ દુર્ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ ભલામણ કરી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, નસ્ત્રઅમે બેદરકારી દાખવનારા તમામ પોલીસકર્મીઓ સામે તપાસની ભલામણ પણ કરી છે અને આવા લોકોને પોલીસ દળમાંથી બરતરફ કરવાનું સૂચન પણ કર્યું છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીટે અમદાવાદમાં 2009ની હૂચ દુર્ઘટના પછી ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી જી સી રાયખરે તેમના અહેવાલમાં સૂચવેલા મુદ્દાઓને આધારે પગલાં લેવાની ભલામણ પણ કરી છે જેમાં 148 લોકો માર્યા ગયા હતા.
એસઆઈટીએ આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ અને પોલીસકર્મીઓની પણ પૂછપરછ કરી છે જેમના કાર્યક્ષેત્રમાં આ ઘટના બની હતી.
દરમિયાન, નશાબંધી અને આબકારી વિભાગે કેટલાક ફેક્ટરી માલિકો અને વિભાગના જ અધિકારીઓ વચ્ચે સંભવિત સાંઠગાંઠ હોવાનો સંકેત આપ્યો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે રિપોર્ટ સબમિટ થયા બાદ વિભાગના કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.
આમોસ વેરહાઉસના ઈન્ચાર્જ રાજેશ ઉર્ફે રાજુએ 600 લીટર મિથાઈલ આલ્કોહોલની ચોરી કરી અન્ય આરોપીને વેચી માર્યો હતો અને પછી બોટાદના બુટલેગરોને કેમિકલ વેચી દીધું હતું. જોકે પોલીસ દાવો કરે છે કે કેમિકલ સાદા પાણીમાં ભેળવવામાં આવતું હતું અને તેને દેશી દારૂૂ તરીકે વેચવામાં આવતું હતું, કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશી દારૂૂ તરીકે વેચાતી કોઈપણ વસ્તુ, જે મૃત્યુનું કારણ બને છે, તે હૂચ સિવાય બીજું કંઈ નથી.
દરમિયાન, રાજ્યમંત્રી (ગૃહ) હર્ષ સંઘવીએ પણ દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અને કેસને ઝડપી લેવા સૂચન કર્યું હતું. અમે ઘટનાના દિવસથી 13 દિવસમાં ચાર્જશીટ સબમિટ કરવાની આશા રાખીએ છીએ.

બોટાદ અને બરવાળાના એક ડઝન પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા કથિત લઠ્ઠાકાંડને પગલે એલસીબી અને એસઓજીના વધુ 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે. ગઈકાલે સાંજે 12 12 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે જેમાં ક્રિપાલસિંહ દોલુભા ઝાલાને છોટાઉદેપુર,વનરાજ બોરિયાને બનાસકાંઠા, ભાર્ગવ રામાનુજને દાહોદ,જયેશ ધાંધલને પશ્ચિમ કચ્છ,કિરણભાઈ દાયમાને વલસાડ, લગ્ધીરસિંહ ચુડાસમાને આહવા-ડાંગ,પ્રધુમ્નસિંહ વાળાને તાપી-વ્યારા,ઇન્દ્રજીતસિંહ મોરીને નવસારી,નિકુંજ ડાભીને સુરત ગ્રામ્ય.વિજય ધરજીયાને ભરૂૂચ,પૃથ્વીસિંહ જાદવને પંચમહાલ અને નીલેશ ગલથરાને મહીસાગરની બદલી કરવામાં આવી છે.

————-

રાણપુર : લઠ્ઠાકાંડના પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા કોંગ્રેસે યોજી મૌન રેલીPublished 21 hours ago on July 30, 2022By Sameer

10 લાખની માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલા પરીવારજનોને ઝડપી ન્યાય મળે તે માટે રાણપુર બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મૌનરેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ધંધુકા,બરવાળા અને રાણપુર પંથકમાં થયેલ લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલ લોકોના પરીવારજનોને સરકાર ઝડપી ન્યાય આપે અને દરેક પીડીત પરીવાર ને 10-10 લાખની આર્થિક સહાય ની માંગ સાથે મૌનરેલી યોજી રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આ માંગણી નહી સ્વીકારાય તો આગામી દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ મૌનરેલી માં અખીલ ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા સહીત રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજ કોઠારીયા સહીત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

————–
ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં’: લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસના ધમપછાડા

July 27, 2022 4336
અમદાવાદ,તા.27 જુલાઈ 2022,બુધવાર’ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં’ મારવા જેવો ઘાટ બે દિવસમાં પોલીસનો થયો હતો. બોટાદ-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડમાં દેશી દારૂ પીવાના કારણે ૪૦ લોકોના મોત થયા બાદ પોલીસે રાજ્યમાં ઠેર ઠેર દારૂના અડ્ડા બંધ કરાવવા કવાયત શરૂ કરી હતી. લઠ્ઠાકાંડના દિવસે અને સોમવાર સાંજ સુધીમાં રાજ્યના મોટાભાગના જાણીતા અને નામી બુટલેગરોના દારૂના અડ્ડા બંધ થઈ ગયા હતા. રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લઠ્ઠાકાંડની અસર પોલીસની કામગીરી પર જોવા મળી હતી. રાજ્યમાં દારૂના અડ્ડાની સફાઈ કરવાનું પોલીસને ભાન થયું પણ ઘણું મોડું થઈ ગયુંલઠ્ઠાકાંડને પગલે રાજ્યમાં ઠેર ઠેર પોલીસે દારૂના અડ્ડા અને બુટલેગરો પર ત્રાટકવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે રીતસરના ધામા નાંખી દારૂના અડ્ડા કોઈ પણ સંજોગોમાં ચાલુ ના રહે તેવી કસરત શરૂ કરી દીધી હતી. વધુ વાંચો : ગુજરાત લઠ્ઠાકાંડ: મોતનો આંકડો 41 પર પહોંચ્યો, 117 લોકો સારવાર હેઠળપોલીસની આ કામગીરી અંગે લોકોમાં ચર્ચા છે કે, દારૂ વેચતા તત્વો કે દારૂના અડ્ડાની લોકો દ્વારા અનેકવાર ફરિયાદો કરવા છતાં તમામ ફરિયાદોમાં પોલીસ દ્વારા કાર્યવાહી થતી નથી. જો કે, લઠ્ઠાકાંડમાં રહીસહી આબરૂ બચાવવા માટે પોલીસે મોડે મોડે સફાઈ અભિયાન ચલાવવાનું ભાન થયું છે. પોલીસ અધિકારીઓ અને વહીવટદારોની મિલીભગતથી જ દારૂના અડ્ડા ચાલતા હોવાની લોકમુખે ચર્ચાય છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મોટા ભાગના અધિકારીઓ વહીવટદાર રાખતા થઈ ગયા છે.વહીવટદારો દ્વારા અસમાજીક પ્રવૃત્તિઓ કરતા તત્વોને ઉત્તેનજ આપીને હપ્તા લઈને બેનંબરી ધંધા કરાવવામાં આવે છે. રાજ્યમાં ડ્રગ્સના દુષણ અને દારૂના અડ્ડાઓને કારણે અનેક જીંદગીઓ બરબાદ થઈ ગઈ પણ સજ્જડ કાર્યવાહી થતી નથી. લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો દેખાડો કરવામાં આવતો હોવાની ચર્ચા લોકોમાં છે. વધુ વાંચો : ભાજપ સરકાર હચમચી ઉઠી, લઠ્ઠાકાંડ સર્જાતા હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો

———-
ગૃહમંત્રીના રાજીનામાની માંગણી; લઠ્ઠાકાંડ મામલે યુવા કોંગ્રેસ અને NSUIનું વિરોધ પ્રદર્શન
By
Satya Manthan Desk

27/07/2022
3
0
FacebookTwitterPinterestWhatsApp
youth congress gujarat president vishwanathsinh vaghela
વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલા
અમદાવાદ : બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ (Botad Latthakand) બાદ વિરોધ પક્ષે સત્તાપક્ષ ભાજપ પર પ્રહાર શરૂ કર્યા છે. વિરોધ પક્ષ સતત ગુજરાતમાં દારૂબંધીની અમલવારીમાં સરકાર અને પોલીસ વિભાગ પર સવાલો પેદા કરી રહ્યું છે. ત્યારે આજે કોંગ્રસની વિદ્યાર્થી પાંખ NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NSUI દ્વારા દારૂની પોટલી જેવી પોટલી લઈ વિરોધ પ્રદર્શન કરી રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવા આક્ષેપ કર્યા હતા. તેમજ ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગણી પણ કરવામાં આવી હતી.

youth congress gujarat president vishwanathsinh vaghela
વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલા
આજરોજ તારીખ 27 જૂલાઈના રોજ બે અલગ-અલગ સ્થળો પર કોંગ્રેસની યુવા પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NSUI ની વિદ્યાર્થી પાંખ દ્વારા દારૂ વેચાણ પર પ્રતિબંધના નામે સેટિંગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ NSUIના નેતા સંજયએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જાહેરમાં દારૂ વેચાણ થાય છે તે પ્રકારનો વિરોધ કરી રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યાં છીએ.

વધુ વાંચો- રાજકોટવાસીઓ વાહન પર આવા લખાણ લખ્યા હોય દૂર કરજો

અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસની યુવા પાંખ દ્વારા યુથ કોંગ્રેસે પણ રસ્તે ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જાહેરમાં ગૃહરાજ્ય મંત્રીનું પુતળા દહન કર્યું હતું. યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સમયે ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિહં વાઘેલા પણ હાજર રહ્યા હતા. વિશ્વનાથસિહેં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, “ બોટદાના લઠ્ઠાકાંડ માટે સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જવાબદાર છે. આજે રાજ્ય નશાનો અડ્ડો બની રહ્યું છે વારંવાર હજારો કરોડના ડ્રગ્સ મળી રહ્યા છે અને ઠેર-ઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. ત્યારે ચોક્કસ પણે લાગી રહ્યું છે કે સરકાર યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ નશાના રવાડે ચડાવી દેવા માંગે છે. યુથ કોંગ્રેસ આ મુદ્દે આક્રમકતાથી લડશે અને ગુજરાતના યુવાનોને જાગૃત કરશે.”

youth congress gujarat NSUI
વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના કાર્યકરો
પોલીસ જે રીતે સરકાર વિરોધમાં થતા વિરોધ પ્રદર્શનમાં કાર્યવાહી કરે તેમ અહિં પણ કરવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટક કરી લઈ સ્થિતી કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.

—————–
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે ગુજરાત લઠ્ઠાકાંડ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેને ‘મોટી દુખની વાત’ ગણાવતા કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધીમાં 23 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. AAP નેતાએ એમ પણ કહ્યું કે તેઓ ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લેશે.

કેજરીવાલે ટ્વિટ કર્યું કે, “તે જાણીને ખૂબ જ દુઃખ થયું કે નકલી દારૂ પીવાથી 23 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. હું મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને આજે ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લઈશ.“

કેજરીવાલે – આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર મુલાકાત પર ગુજરાતમાં આ ઘટનાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી. સોમવારે રાત્રે પત્રકારો સાથે વાત કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે જ્યાં પ્રતિબંધ અમલમાં છે.

બોટાદ જિલ્લામાં નકલી દારૂના સેવનથી સોમવારથી અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું. પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમ આ કેસની તપાસ કરી રહી છે. પીટીઆઈએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે તેઓ જરૂર પડ્યે હત્યાના આરોપો ઉમેરશે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામના રહેવાસીઓ અને અન્ય કેટલાક ગામોના રહેવાસીઓ સોમવારે સવારે તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ આ બાબત પ્રકાશમાં આવી હતી.

———-
બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગ આકારા પાણીએ: 2 SPની બદલી 6 પોલીસકર્મી સસ્પેન્ડ
By Desh Devi News -July 28, 202201725

બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસ અધિકારી-કર્મીઓ ઉપર તવાઇ : 2 એસ.પી.ની બદલી, 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ: ઘરે ઘરે માતમ

જામનગરના પૂર્વ SP અને વરિષ્ઠ આઈપીએસ સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૮ જુલાઇ ૨૨ ગાંધીનગર: બોટાદ લઠ્ઠાકાંડને લઇને ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહવિભાગ દ્વારા બોટાદ કેમિકલકાંડના 2 આઇપીએસ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બોટાદના એસ.પી. કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ છે.6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. એ સિવાય અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલ, બોટાદના ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બરવાળાના પીએસઆઇ ભગીરથસિંહ વાળા અને રાણપુરના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના પીઆઇ કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. એટલે કે 2 એસ.પી. કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા છે.

જુઓ કોની બદલી કરાઇ અને કોને સસ્પેન્ડ કરાયા?

બોટાદ એસ.પી.કરણરાજ વાઘેલાની બદલી કરાઇ
અમદાવાદ ગ્રામ્ય એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ
અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા
બોટાદ ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરાયા
ધંધુકાના પીઆઇ કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા
બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરાયા
રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા
પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા
બોટાદના લઠ્ઠાકાંડમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે

નોંધનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.ભાવનગર સિવિલમાં દર્દીઓની સંખ્યા 104એ પહોંચી બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે.
———–
મહિલા ASI સસ્પેન્ડ
ByOnlineDesk11Posted on July 27, 2022
SHARE TWEET SHARE EMAIL COMMENTS
અમદાવાદ: અમદાવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળામાં (Barwala) ઝેરી દારૂ (Alcohol) પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં (Laththakand) અત્યાર સુધીમાં 39 વ્યક્તિનાં મોત (Death) નિપજ્યા છે. જ્યારે 80થી 90 લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી 12 જણાં મૃત્યુ પામ્યા છે, જ્યારે રાણપુરમાં 8 લોકોના મૃત્યુ થયા છે. લઠ્ઠાકાંડમાં મૃતકના પરિજનો કલાપાત કરી રહ્યાં છે. લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી બે મહિલાના મોત નિપજ્યાં છે. સોંમવારે લઠ્ઠાકાંડનો બનાવ બનતા જ પોલીસના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી છે.

બરવાળા લઠ્ઠાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અને ATS ની ટીમ પણ તપાસ હાથ ધરી અત્યાર સુધીમાં 14 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના જણાવ્યા અનુસાર દારૂની અંદર મિથાઈલ કેમિકલ ભેળવી દારૂ વેચવામાં આવ્યો હતો. ઓરાપીએ કબૂલાત કરી હતી કે મિથાઈલ કેમિકલ એક કંપનીમાંથી ચોર્યું છે. 600 લિટર કેમિકલ 14 બુટલેગરોને વેચવામાં આવ્યું હતું. અને આ બુટલેગરોએ 98% કેમિકલમાં માત્ર 2 % પાણી ઉમેરું 40ની પોટલીમાં લોકોને વેચી દીધુ હતું. પોલીસ 450 લિટર જેટલું કેમિકલ જપ્ત કર્યું છે. તેમજ ઈરાદાપૂર્વ કાંડ કર્યાનો ગુનો નાંધી 14 બુટલેગરોની પૂથપરથ કરવામાં આવી રહી છે.

પોલીસના કહ્યું અનુસાર લોકોએ દારૂ નહિ પણ કેમિકલ પીધું હતું
SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટનાના મૂળ સુધી જવા માટે એક SOP પણ તૈયાર કરવામાં આવી છે બીજીવાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ દરેક મુદ્દાઓ તપાસી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. મિથાઇલ કેમિકલને લગતા નિયમો બનાવવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર રોજીદ ગામના બુટલેગરે લોકોને કેમિકલ આપ્યું હતું. પોલીસે કહ્યા અનુસાર કેમિકલ પીવાને કારણે મૃતકોના મોત થયા છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાંખી પીધો હતો.

FSL રિપોર્ટમાં શું આવ્યું
FSLની રિપોર્ટ અનુસાર અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. જેમાં માત્ર 2 % પાણીનો જ ઉપયોગ કરી ગ્રાહકોને વેચી દેવામાં આવ્યું હતું. હાલમાં 80થી 90 લોકોની FSL રિપોર્ટના આધારે સારવાર ચાલી રહી છે.

મહિલા ASI સસ્પેન્ડ
સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 8 ગામોના 14 બુટેલગરોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મહિલા ASIની જાણમાં દારૂના વેચાણનું સેટિંગ કરાવવામાં આવ્યું હોવાની ઓડિયો ક્લિપ ફરતા મહિલા ASI યાસ્મિન જગરેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇને તાત્કાલિક બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.
લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત 25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો જેમાં આખા ગુજરાત ડંકો જોવા મળ્યો હતો. 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,આમ વધતો જતો આંક અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા માત્ર એક જ તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ લઠ્ઠાકાંડ નો બનાવ નો આખા ગુજરાત માં ડંકો વાગતા નેતા ઓ અને પોલીસ અધિકારીઓ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે. આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી હતી, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપયો હતો.

*સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ થઈ હતી*

દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ ના જવાબદાર કર્મીઓ સામે કડક કાર્યવાહી કરી છે.એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે.આમ લઠ્ઠાકાંડ માં કાર્યવાહી ના દોર શરૂ કરી દેવામાં આવ્યા છે.

*આ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી*

કરણરાજ વાઘેલા બોટાદ SP- બદલી

વીરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય SP- બદલી

• એસ.કે.ત્રિવેદી DYSP- સસ્પેન્ડ

એન.વી.પટેલ DYSP ધોળકા- સસ્પેન્ડ

. એસ.ડી.રાણા PSI રાણપુર- સસ્પેન્ડ

ભગીરથસિંહ વાળા PSI બરવાળા- સસ્પેન્ડ

• કે.પી.જાડેજા PI ધંધુકા – સસ્પેન્ડ સુરેશ ચૌધરી CPI-સસ્પેન્ડ
સજાના ભાગરૂપે બદલી થઈ હોય તેમ બોટાદ LCB – SOGના પોલીસ કર્મીઓને દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ-આહવા, તાપી – વ્યારા વગેરે જિલ્લામાં મુકાયા
ગાંધીનગર, તા.30 : લઠ્ઠાકાંડ બાદ સરકારે બોટાદ જિલ્લા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી અને સસ્પેન્ડના પગલાં લીધેલા, ત્યારે હવે બોટાદના 12 પોલીસમેનની જિલ્લા ફેર બદલી થઈ છે. સજાના ભાગરૂપે બદલી થઈ હોય તેમ દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ-આહવા, તાપી – વ્યારામાં બદલીઓ કરાઈ છે. આ પોલીસ કર્મીઓ બોટાદ એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા હતા.

આઈએસઆઈ ક્રિપાલસિંહ દોલુભા ઝાલાને છોટાઉદેપુર, વનરાજભાઇ વિશુભાઇ બોરીયાને બનાસકાંઠા, કિરણસિંહ ધીરુભા દાયમાને વલસાડ, ઇન્દ્રજીતસિંહ ધનશ્યામભાઇ મોરીને નવસારી, નિકુંજભાઇ ગોરધનભાઇ ડાભી સુરત ગ્રામ્ય, વિજયભાઇ ભુપતભાઈ ધરજીયાને ભરૂચ, હેડ કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ કાલીદાસ રામાનુજને દાહોદ, જયેશભાઇ ગભરૂભાઇ ધાધલને પશ્ચિમ કચ્છ ભુજ, લગધીરસિંહ અજીતસિંહ ચુડાસમાને ડાંગ આહવા, પ્રદ્યુમનસિંહ દાનસિંહ વાળાને તાપી વ્યારા, પૃથ્વિરાજસિંહ પ્રતાપસિંહ જાદવને પંચમહાલ અને લોક રક્ષક એલઆરડી નિલેશભાઇ શામજીભાઈ ગલથરાને મહીસાગર મુકાયા છે.
————
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.27 : બોટાદ પંથકના લઠ્ઠાકાંડ અંગે નિમાયેલી તપાસ સમિતિ દ્વારા બે દિવસમાં રિપોર્ટ અપાશે અને બાદમાં 10 દિવસમાં આરોપીઓ સામે ચાર્જશીટ કરાશે, તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે લઠ્ઠાકાંડનો મૃત્યુ આંક 42 થયાનું અને 97 અસરગ્રસ્ત સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું.
બોટાદ લઠ્ઠાકાંડ કહો કે કેમિકલ કાંડ, ગુજરાત સરકારે બુધવારની મોડી સાંજે પત્રકાર પરિષદ યોજી પોલીસની કાર્યવાહી તેમજ મૃત્યુ આંકડાનો ચિતાર રજૂ કર્યો છે. સમગ્ર મામલે આધિકારિક રીતે પહેલીવાર હર્ષ સંઘવીએ લઠ્ઠાકાંડ વિશે માહિતી આપતા કહ્યું કે, મને ગુજરાતના નાગરિક તરીકે આ ઘટનાથી બહુ દુ:ખ લાગ્યું, પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનામાં અમદાવાદની એક કેમિકલ કંપનીમાંથી કેમિકલ ચોરી કરી અલગ અલગ ગામોમાં વેચાયું હોવાનો ખુલાસો થયો છે. આ કેમિકલ પીવાથી 42 નાગરિક મૃત્યુ થયાં છે, 97 સારવાર હેઠળ છે. પહેલા કેસ મળ્યો ત્યારથી મુખ્યમંત્રીની સૂચના મુજબ તકેદારી રાખી ઘટનાની આસપાસના વિસ્તારોમાં 30 ટીમે લોકોને શોધી હોસ્પિટલ ખસેડયા છે. 2500 પોલીસ કર્મીઓએ દિવસ-રાત મહેનત કરી ખેતરો ખૂંદી અસરગ્રસ્તોને શોધી કાઢયા છે. તમામ દર્દીઓને સમયસર ડાયાલિસીસ કરાવીને તેમની જિંદગી બચાવી લેવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, તપાસ સમિતિ 2 દિવસમાં સરકારને સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપે તેવા આદેશ અપાયા છે. તપાસ સમિતિના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલાં લેવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઠ્ઠા કાંડનો કેસ ચલાવવામાં આવશે અને 10 દિવસમાં આ કેસની ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. એટલું જ નહીં, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનામાં 600 લિટર કેમિકલની ચોરી થઈ હતી અને તેનું વેચાણ થયું હતું. આ ઘટનામાં કેમિકલ ચોરાયું ત્યારથી માંડીને વેચનાર તમામ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં 38 આરોપીઓમાંથી 15 ગુનેગારને 2 દિવસમાં પકડી લીધા છે. આ ઘટનામાં ગુજરાતના વોન્ટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. જેનું નામ પિન્ટુ છે. પિન્ટુને પણ એસએમસીએ ઝડપી લીધો છે. સરપંચના પત્ર બાદ પોલીસે 6 વાર રેડ કરી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ કરાવ્યા હતા, એવું સ્થાનિકોએ મીડિયાને પણ જણાવ્યું છે.
આ લઠ્ઠો છે કે કેમિકલ, તેમાં પડવાની જરૂર નથી. આવી ઘટનાઓ અંગે 100 ટકા કડક પગલાં લેવામાં આવશે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તપાસનો સંપૂર્ણ ડેટા આવ્યા બાદ બીજી તમામ કામગીરી કરવામાં આવશે. કેસની તપાસ સતત ચાલુ છે. જેમ જેમ વિગતો સામે આવશે અને જેની લિંક આ કેસમાં જોડાશે તે તમામ સામે પગલાં લેવામાં આવશે. અમે કોઈપણ વિષયમાંથી હાથ ઊંચા કર્યા નથી. વિપક્ષનો ધર્મ છે કે વિરોધ કરવો, જો કે કસૂરવાર સામે કડક પગલાં લેવાશે જ. નાગરિકો પણ આવી બદીની માહિતી આપે. તો તેને દૂર કરવામાં મદદ મળે, અમારી જવાબદારી લોકોની સુખાકારી માટે છે. આવી ઘટનાઓ તમારી આસપાસ બનતી હોય તો તેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને આપજો, દારૂ સમાજનું સૌથી મોટું દૂષણ છે. આપણે એક થઈને આ દૂષણને ડામવું પડશે.
રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે, કેમિકલકાંડમાં બીજા ગુનેગારો પકડાયા છે. આ ઘટનામાં 600 લીટર કેમિકલમાંથી 475 લીટર રીકવર થઈ ગયું છે. અત્યાર સુધી પોલીસે 3 કેસ દાખલ કર્યા છે. વર્ષ દરમિયાન સતત ડ્રાઇવ ચાલી છે. દેશી દારૂના 70 હજારથી વધુ ગુના અને 60 હજારથી વધુ આરોપીઓ પકડયા છે
એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, કેમિકલકાંડમાં અત્યાર સુધી કુલ 42 મૃત્યુ થયાં છે. જેમાં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 32 અને અમદાવાદમાં 10 મૃત્યુ નોંધાયાં છે. પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ બનાવ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે. પ્રોહિબિશનના 101 ગુના અને દેશી દારૂના 202 કેસ નોંધ્યા છે.
ભાવનગરનો અહેવાલ: બોટાદ, બરવાળાના કેમિકલ યુકત દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાયેલા લોકો પૈકીના વધુ ત્રણના મૃત્યુ થયા છે. આ સાથે ભાવનગરની હોસ્પિટલનો મૃત્યુ આંક 18 થયો છે. આ મૃતકમાં ભીમનાથના રમેશભાઇ મધુભાઇ ખાંભલિયા, ચંદરવાના કિરીટ કાળુભાઇ સોલંકી અને વેજલકાના અશોક ગોવિંદભાઇ સીતાપરાનો સમાવેશ થાય છે. જ્યારે હોસ્પિટલમાં 70 જેટલા અસરગ્રસ્તો સારવાર હેઠળ છે. આ પૈકીના 18 અસરગ્રસ્ત હોસ્પિટલમાંથી નાસીને ગુમ થઇ ગયા છે. આ અસરગ્રસ્તો પોલીસની કાર્યવાહીના ડરના કારણે નાસી ગયાનું જણાવાય છે. આ તમામ 18 અસરગ્રસ્તને શોધીને ફરી સારવાર માટે હોસ્પિટલમાં લાવવા પ્રયાસ ચાલી રહ્યા છે.
બોટાદ લઠ્ઠાકાંડ મામલે સરકાર પર પસ્તાળ
અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂના અડ્ડાઓ ધમધમતા હોય છે, તેનું તાજું ઉદાહરણ બોટાદનો લઠ્ઠાકાંડ છે. જો પોલીસ અને તંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરી હોત તો આજે અનેક લોકોની જિંદગી બચી શકી હોત. બોટાદમાં દારૂકાંડની ઘટના સામે આવતાં રાજ્ય સરકાર પર વિપક્ષના નેતાઓ માછલાં ધોઈ રહ્યા છે અને મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીના રાજીનામાંની માગણી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના હપ્તાખોર શાસનને કારણે આજે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. ગુજરાતમાં બરવાળા અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડના કારણે 31થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 20થી વધુ લોકો ગંભીર હાલતમાં છે. આ કોઇ લઠ્ઠાકાંડ નહીં પણ સરકાર અને પોલીસ પ્રશાસનની હપ્તાખોરીના પરિણામ સ્વરૂપ હત્યાકાંડ છે. ગામલોકો અને ત્યાંના આગેવાનો દ્વારા અવારનવાર દારૂ વેચાતો બંધ કરવા અંગે રજુઆતો કરવામાં આવી હોવા છતાં તે ન અટકાવાતાં લોકોનાં મોત થયાં છે.દરમિયાન લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, જે ગામમાં આ ઘટના બની છે, તે જ ગામના લેટરપેડ પર મહિનાઓ પહેલાં લખીને આપ્યું હતું કે, ગામમાં ખૂબ દારૂ વેચાય છે, લઠ્ઠાકાંડ થવાની શક્યતા છે, છતાંય સરકાર તરફથી તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. આ લઠ્ઠાકાંડ ગુજરાતમાં પહેલીવાર નથી. જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી દર વર્ષે લઠ્ઠાકાંડ થાય છે અને લોકોનાં મોત થાય છે.
————–
ખરીદનાર વિપુલ વિનુ ખુદ પણ પીને મર્યો..!!
July 26, 2022 in ગુજરાત લાઈવ
લઠ્ઠાકાંડ : અમદાવાદના ગોડાઉનમાંથી ચોરાયેલું 600 લીટર મિથાઈલ આલ્કોહોલ આ રીતે સપ્લાય થયું હતું, ખરીદનાર વિપુલ વિનુ ખુદ પણ પીને મર્યો..!!

બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામે થયેલા કથિત લઠ્ઠાકાંડ કેસમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કેમિકલ કંપનીમાંથી લાવવાથી લઈને કેવી રીતે લોકોના પેટમાં પહોંચ્યુ તેની માહિતી આપી હતી.

ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યુ કે, ગઇકાલે બપોરે અમારી પાસે માહિતી આવી હતીકે અમદાવાદના ધંધુકા ના ગ્રામ્ય વિસ્તારમાં 2-3 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેનાં આધારે પોલીસ અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં વિગત મળી હતી કે, તેમણે કેમિકલ પીધો હોવાની જાણકારી મળી, અને તેની અસર થઈ છે તેવી માહિતી મળી હતી. તેના બાદ તપાસ વધતા જાણવા મળ્યુ કે, બોટાદના અનેક ગામોમાં આ રીતે લોકોએ કેમિકલ પીધુ છે. તેની અસર લોકોને થઈ છે. બનાવને પર્દાફાશ કરાયો છે. 24 કલાકની અંદર ગુનો ડિટેક્ટ કરાયો છે. તમામ આરોપીએ રાઉન્ડઅપ કરીને એફઆઈઆર કરી છે. 460 લીટર મિથાઈલ આલ્કોહોલ કબજે કરાયુ છે. રિપોર્ટમાં 99 ટકા મિથાઈલ છે તે સ્પષ્ટ થયુ છે.

તેમણે વધુમાં કહ્યુ કે, જયેશ ઉર્ફે રાજુ અસ્લાલીના આમોઝ નામની કંપનીમાં કામ કરે છે. તે આ કંપનીમાં ગોડાઉનનો ઈન્ચાર્જ હતો. તે તેના પરિવાર સાથે અહી જ રહે છે. આ કંપનીના ગોડાઉનમાં મિથાઈલ આલ્કોહોલના બેરલ મૂકાય છે. જયેશના પિતરાઈ ભાઈ સંજય નગોઈનો રહેવાસી છે. બંનેએ મળીને કેમિકલ કાંડને અંજામ આપ્યો હતો. જયેશે 22 તારીખે 600 લીટર કેમિકલ ગોડાઉનમાઁથી ચોરી કરીને સંજયને 40 હજારમાં વેચ્યુ હતું. તગડી ફાટક પાસે તેણે કેમિકલ સંજયને સપ્લાય કર્યુ હતું. સંજયનો સગો ભાઈ વિનોદ પણ તેમાં સામેલ હતો. બંનેએ મળીને 600 લીટર કેમિકલ અલગ અલગ લોકોને સપ્લાય કર્યુ હતું. જેમાં પિન્ટુને 200 લીટર આપ્યુ હતું. તો 200 લીટર કેમિકલ નગોઈના બીજા શખ્સ અજિત દિલીપને આપ્યુ હતું અને 200 લીટર પોતે રાખ્યુ હતું. પીન્ટુએ આગળ 200 લીટર કેમિકલ રૈયા ગામના ભગવાન નારાયણ, વલ્લભ, જટુભા, ગજુબેન, વિપુલ વિનુને આપ્યુ હતું. આ રીતે 600 લીટર મિથાઈલ આલ્કોહોલનુ ડિસ્ટ્રીબ્યુશન થયુ હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, કેમિકલ ખરીદનાર વિપુલ વિનુ પણ તે પીને મૃત્યુ પામ્યો છે.

આશિષ ભાટિયાએ જણાવ્યુ કે, આ એક ઈન્ડસ્ટ્રીય કેમિકલ છે, જેનો ઉપયોગ પેઈન્ટ, પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. પરંતુ આ લોકોએ આ રીતે સપ્લાય કરીને જેના કારણે લોકોને અસર પડી છે. અત્યાર સુધી કુલ 22 બોટાદના અને અમદાવાદ રુરલના 6 લોકોના મોત થયા છે. 28 જણાના મોત થયા છે. 2 હજી શંકાસ્પદ મોત છે. આ ઉપરાંત ભાવનગર અને અમદાવદા હોસ્પિટલમાં સારવાર છે, હાલ તેઓની સ્થિતિ સારી છે. બરવાળા, અમદાવાદ રુરલમાં અને રાણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

તેમણે કહ્યુ કે, કેમિકલ દારૂમાં મિક્સ નથી કર્યું, પણ પાણીમાં ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટ મિક્સ કરીને તેને બનાવાયુ હતું. કેમિકલમાં પાણી મિક્સ કરીને સીધેસીધુ પી ગયા. તેમને ખબર ન હતી કે ઈન્ડસ્ટ્રીય યુઝ માટે થાય છે. ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટના ગેરઉપયોગનુ આ પરિણામ છે. જયેશે પહેલીવાર આ રીતે ચોરી કરીને કેમિકલ સપ્લાય કર્યુ હતું. જયેશ પોતે જ ગોડાઉનનો ઈન્ચાર્જ છે. ચોરી બે દિવસ પહેલા જ કરી હતી, તેથી તેના માલિકને આ વિશે જાણ ન હતી. જયેશે 600 લીટર સોલવન્ટને 40 હજારમાં વેચ્યુ હતું.

સરપંચે આ વિશે અગાઉ જાણ કરી હતી તે વિશે તેમણે કહ્યુ કે, તેમની અરજી માર્ચ મહિનામા આવી હતી. તેના બાદ અમે રેડ પણ પાડી હતી. સ્થાનિક 2 બુટલેગર પર કાર્યવાહી, એકની સામે તડીપારની કાર્યવાહી કરી હતી. 26 જુલાઈના રોજ કોમ્બીંગ પણ કરાયુ હતું. દારૂનો જથ્થો પણ પકડીને નાશ કરાયો હતો.

————-
રાજ્ય સરકાર બચાવમા આવી ગઇ છે, એક બાદ એક એક્શન લઇને ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કરી રહી છે. તો, વિપક્ષી દળો માટે રાજકીય જમીન બનાવવાનું પ્લેટફોર્મ મળી ગયું છે. રાજયમાં લઠ્ઠાકાંડની ઘટના નવી નથી. દારૂબંધીના દંભમાં રહેતા ગુજરાતની અસલી વાસ્તવિકતા છેકે, દારૂ મુક્ત રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઠલવાય છે, અને વેચાય છે. બસ, દારૂબંધીના નામે ઉપરથી નીચે સુધી મોટા તોડપાણી થાય છે અને જે સસ્તી કિંમતના દારૂને મોઘા ભાવે વેચવો સરળ બને છે. Gujarat Assembly Election : કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી ગુજરાતની આ વિધાનસભા બેઠક, ભાજપ હેટ્રિક માટે તૈયાર રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી ટાણે મત લેવા માટે આ લોકોને જ મફતમાં દારૂની મહેફીલો કરાવીને દારૂ ઢીંચવાની લત લગાવતાં હોય છે. છાશવારે આવતી ચૂંટણીમાં આ રાજકીય નેતાઓ જ મોટા પ્રમાણમાં દારૂ પીવડાવી મત મેળવતાં હોય છે, કેટલાક તો પરમીટ ધારક હોય છે, સાંજે બે પૅક લગાવ્યા સિવાય ખાવા પણ પચાવી શકતાં નથી. આ રીઢા રાજકારણીઓ પણ લઠ્ઠાકાંડમાં રાજનીતિ ચમકાવવા માટે ખોટી સહાનુભૂતિ દર્શાવવા ઉતરી પડતાં હોય છે. રાજ્યમાં આ ઘટના પ્રથમ વખત નથી. અગાઉ પણ અનેક વખત લઠ્ઠાકાંડની હોનારત સર્જાઇ ચુકી છે. બસ તપાસ થાય, કેટલાક પોલીસ કર્મીઓ પર ઉચ્ચ અધિકારીઓ ફરજ મોકૂફી કે બદલી કરવાનાં પગલાં ભરે અને બે ચાર લોકોની ધરપકડ થાય. આ રીતે સમગ્ર ઘટનાનું ફીંડલું વાળી દેવામાં આવે. આથી વિશેષ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ન તો કોઇ પગલાં લેવાય છે, ન કોઇ આયોજન કરવામાં આવે છે કે તંત્ર આવી ઘટનાઓ લોકો ભુલી જાય તેવા જ પ્રયાસમાં લાગી જાય છે. જો રાજ્યમાં દારૂબંધીનું સઘન પાલન કરવું ટેક્નિકલી શક્ય નથી તો, સરકારે આ પોલીસી પર પુનર્વિચાર કરી તેમાં કડક નિયમો સાથે છુટછાટ કરવી જોઇએ યા તો, તેને સઘનતાથી લાગુ કરવા સક્રિય સેલ બનાવી નાર્કોટિક્સ બ્યૂરોની માફક ગુજરાતના પ્રોહિબિશન એક્ટને મજબુત કરવો જોઇએ. આ લઠ્ઠાકાંડ માટે માત્ર તંત્ર જ જવાબદાર નથી, આપણો સમાજ એટલો જ જવાબદાર છે જેટલું તંત્ર છે. દારૂનું પરમિટ વિના વેચાણ થાય ત્યાના આજુબાજુના લોકો પણ એટલા જ જવાબદાર છે. જ્યાં સુધી આપણે “મારે શું?”ની ભાવના નહી ત્યજીએ ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. જનતાએ પણ આવા દુષણો સામે અવાજ ઉઠાવવો જોઈએ, કેમ કે એક સ્વચ્છ સમાજ સ્થાપિત કરવાની જવાબદારી માત્ર સરકારની નથી હોતી.

———
ઉનાના દેલવાડા નજીક આવે સુપ્રસિધ ગૃપ્ત પ્રયાગ ધામ ખાતે ઉના ગીરગઢડા તાલુકા શહેર કોંગ્રેસ સમિતી દ્રારા લોકોમાં નશીલા પદાર્થોથી દૂર રહેવા જાગૃત કરવા માટેનો કાર્યક્રમ સાથે લઠ્ઠાકાંડમાં જે જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા તેને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

બરવાડા સહીતના ગામોમાં લઠ્ઠાકાંડમાં અનેક વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે. તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરીવારોને સાંત્વના સાથે આ તમામ મૃત્યુ પામનાર વ્યક્તિઓના માનમાં બે મિનિટનું મૈન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવી. આ તકે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ગુણવંતભાઇ તળાવીયા, રામભાઇ ડાભી, કમલેશભાઇ બાંભણીયા સહીતના ગામના સરપંચો, આગેવાનો કોંગ્રેસ કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. પુંજાભાઇ વંશે જણાવેલ હતુ કે આ લઠ્ઠાકાંડ નથી, હત્યાકાંડ છે. દારૂ, ડ્રગ્સ, હેરોઇન, ગાંજો નશીલા પદાર્થનું હલ બન્યુ છે. ગુજરાત ગાંધી અને સરદાર તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભાજપ સરકારની અણઘડ નિતીઓમાં ગુજરાત નશીલા પદાર્થોનું એપી સેન્ટર બન્યું. ત્યારે ગુજરાત આવા વ્યવસનોથી દૂર રહે અને દારૂ બંધીનો કડક રીતે અમલ થાય અને અસામાજીક પ્રવૃતિ કરનારા માથુ ન ઉંચકે અને સમાજને નુકસાન ન કરે આમ આ પ્રાર્થના સભામાં દારૂબંધી જનજાગૃતિ અભિયાન સાથે લઠાકાંડમાં થયેલા તમામ મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલી અર્પી હતી..
———-
ગુજરાત પોલીસનો દાવો, ‘મૃતકોએ દારૂ નહીં કેમિકલ જ પી લીધું હતું,’ આ રીતે થયો આખો લઠ્ઠાકાંડ
ગુજરાત પોલીસના દાવા પ્રમાણે, આ લોકોએ કેમિકલ પીધું હોવાથી મોત થયા છે. હાલમાં 450 લિટર મિથાઇલ જપ્ત કર્યું છે.
Ahmedabad latest News: અમદાવાદની એમોસ કંપનીના (Amos Company) ગોડાઉન મેનેજર જયેશ ઉર્ફે રાજુની મોટી ભૂમિકા સામે આવી રહ્યું છે. આ કંપની મિથાઇલ કેમિકલના વેપાર સાથે જોડાયેલી કંપની છે.
NEWS18 GUJARATI
LAST UPDATED : JULY 26, 2022, 10:16 IST
સંબંધિત સમાચાર
રાજકોટ : ‘તોફાની રાધા’ને પોલીસે બનાવી દીધી ડાહી, જુઓ કેવા કેવા બનાવ્યા છે વીડિયો
રાજકોટ : ‘તોફાની રાધા’ને પોલીસે બનાવી દીધી ડાહી, જુઓ કેવા કેવા બનાવ્યા છે વીડિયો

જુઠ્ઠાણું પકડાયું! વિશાલ ગાલાએ ટેન્ડરમાં નહીં પરંતુ ઓનલાઇન ગેમિંગમાં ગુમાવ્યા 27 કરોડ
જુઠ્ઠાણું પકડાયું! વિશાલ ગાલાએ ટેન્ડરમાં નહીં પરંતુ ઓનલાઇન ગેમિંગમાં ગુમાવ્યા 27 કરોડ

સુરત એરપોર્ટ પરથી 15 લાખના સોના અને છ કરોડના હીરા સાથે બે લોકોની થઇ ધરપકડ
સુરત એરપોર્ટ પરથી 15 લાખના સોના અને છ કરોડના હીરા સાથે બે લોકોની થઇ ધરપકડ

આર્મીની મહેનત રંગ લાવી, ચાર કલાક બાદ બોરવેલમાં ફસાયેલી બાળકીને કઢાઇ બહાર
આર્મીની મહેનત રંગ લાવી, ચાર કલાક બાદ બોરવેલમાં ફસાયેલી બાળકીને કઢાઇ બહાર

અમદાવાદ: બોટાદના (Botad) બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી (Gujarat Hooch Tragedy) અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત નીપજ્યા છે. તેમજ અન્ય 40થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. ત્યારે મોડી રાતે દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપી જયેશ ખાવડિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime branch) ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઉપરાંત દારૂ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. ગુજરાત પોલીસે આ અંગે મોટો દાવો કર્યો છે. ગુજરાત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ લઠ્ઠાકાંડના મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધું કેમિકલ જ પીધું હતુ.

જાણો કેવી રીતે ખેલાયો આ ખેલ

विज्ञापन
આ આખો ખૂની ખેલ ત્રણ તબક્કામાં સર્જાયો હતો. જેમાં પહેલા તબક્કામાં અમદાવાદની એમોસ કંપનીના (Amos Company) ગોડાઉન મેનેજર જયેશ ઉર્ફે રાજુની મોટી ભૂમિકા સામે આવી રહ્યું છે. આ કંપની મિથાઇલ કેમિકલના વેપાર સાથે જોડાયેલી કંપની છે. આ કંપનીમાં ગોડાઉન મેનેજર તરીકે જયેશ ઉર્ફે રાજુ કામ કરતો હત. કંપનીના માલિકે અનેકવાર મિથાઇલ કેમિકલ અંગે અનેકવાર ચેતવ્યો છે. તો પણ જયેશે કન્ટેનરોમાંથી થોડું થોડું મિથાઇલ ચોરીને 600 લિટર કેમિકલ ભેગું કરી લીધું હતુ.

આ પણ વાંચો: લઠ્ઠાકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા,જાણો આખો મામલો

જે બાદ જયેશે તેના સંબંધી સંજયને આ જથ્થો આપ્યો હતો. જે માટે પિન્ટું નામના વ્યક્તિએ આ લોકોને 600 લિટર માટે 60 હજાર રુપિયા આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

 

આ ઉપરાંત આ લોકોએ મળીને લોકોને દારૂના નામે કેમિકલના પાઉચ આપ્યા હતા. ગુજરાત પોલીસના દાવા પ્રમાણે, આ લોકોએ કેમિકલ પીધું હોવાથી મોત થયા છે. હાલમાં 450 લિટર મિથાઇલ જપ્ત કર્યું છે. આ મિથાઇલનો પણ ઉપયોગ થવાનો હતો. જો આ જથ્થાનો પણ ઉપયોગ થાત તો આ દૂર્ઘટના મોટી જાનહાની સર્જી શકત.

———-
બરવાળા લઠ્ઠા કાંડ થી મોતનું તાંડવ રોજીદ ગામે ઝેરી દારૂ પીતા ૧૮ ના મોત ૪૫ ની હાલત ગંભીર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લઠ્ઠો બનાવનાર અને તેને કેમિકલ આપનારને પણ ઝડપી પાડયો
Bharatbhai Bhikhubhai
5 days ago • Rajula Gujarat • 518 Views

બોટાદ ૫ કલાક પહેલાં ભાવનગરમાં ૩ ના મોત નીપજ્યા છે,જ્યારે ૩૦ દર્દી દાખલ છે , જેમાંથી ૩ ની હાલત ગંભીર છે. DYSP ની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી.બોટાદ એસપી – ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો સ્થળ પરચોકડી ગામે પોલીસનો કાફલો પહોંચ્યો. દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી ૧૮ લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. ત્યારે મોડી રાતે દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઉપરાંત દારૂ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. ઉલ્લેખનીય છે કે.દેશી દારૂમાં મિથેનોલના કારણે દારૂ ઝેરી થઈ ગયો હતો.અને તેને કારણે મોત નીપજ્યા હતા.હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSP ની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ બરવાળા લઠાંકાંડમાં અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોતમાં રોજિંદ ૫,ચદરવા ૨, દેવગના ૨, અણીયાલી ૨, આકરું ૩, ઉચડી ૨, અન્ય ગામના ૨ ના મોત થયા છે . ઝેરી દારૂ પી જવાથી ૮ નાં મોત થયાં ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા.હતા.બીજી તરફ બોટાદ એસપી – ડી.વાય.એસ.પી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી. આ દેશી દારૂના લઠ્ઠાકાંડથી ધંધુકા અને બરવાળા તાલુકાના ગામડાના ૧૫ લોકોનાં મોત થયાં હતાં ૧. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ.ઉચડી, તા.ધંધુકા, ૨. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી, તા.ધંધુકા , ૩. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ.અણીયાળી ભીમજી, તા.ધંધુકા ૪. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી, તા.ધંધુકા, ૫. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ .૩૭ ગામ.આકરુ, તા.ધંધુકા, ૬. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ .૨૭ ગામ.આકરુ, તા.ધંધુકા ૭. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.૩૦ ગામ.આકરુ તા.ધંધુકા,૮. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ .૩૦ ગામ.રોજીદ, તા.બરવાળા, ૯. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ .૩૪ ગામ.રોજીદ,તા.બરવાળા,૧૦. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.૫૦ ગામ.રોજીદ,તા.બરવાળા,૧૧. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ .૩૫ ગામ.ચંદરવા, તા.રાણપુર,૧૨. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા.રાણપુર,૧૩. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.૩૭ ગામ.રોજીદ,તા.બરવાળા,૧૪. ભૂપતભાઈ વીરગામા ગામ.રોજીદ ૧૫. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.૫૦. રાણપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓ ૧.ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા.ગામ.ઉચડી,તા.ધંધુકા ૨. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી, તા.ધંધુકા,૩. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા ૪. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા,૫.ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા,૬.ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા,૭.દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા,૮.હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા,૯. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા,૧૦. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા, ૧૧. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા,૧૨. અનીલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા,૧૩.રમેશભાઈ રાજુભાઈ કાવઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા,વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા,૧૫.ભરતભાઈ ભનાભાઈ કાવઠીયા ગામ.રોજીદ, તા.બરવાળા,૧૬.વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ,તા.બરવાળા, ૧૭. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા,૧૮. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા,૧૯. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા,૨૦.શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા,૨૧.સિતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા,૨૨. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા, તા.રાણપુર,૨૩.બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા,તા.રાણપુર,૨૪. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા, તા.રાણપુર, વાળા નો સમાવેશ થાય છે. અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો,રોજીદ સહિત ૩ ગામમાં વેચાયો એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું.બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું બહાર આવ્યું છે.ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ,ચંદરવા,દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો.જે ૧૫ વ્યક્તિના મૃત્યુ થયા છે તે તમામ લોકો આ ગામોના હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે . મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.ચોકડી ગામેથી દારૂ બન્યો હતો. અને તેનું વેચાણ થયું હતું.જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો.બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG,DySP, પ્રાંત મામલતદાર,સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, કોઈએ દારૂ પીધો છે કે કેમ.તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા. ઘટનાના પગલે બરવાળાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,ધંધુકા અને રોજિદમાં મળીને મૃત્યુઆંક ૧૮ પર પહોંચ્યો છે.અને હજુ આ આંક વધે તેવી શક્યતાઓ છે. રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. આ ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે.આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે . પરંતુ એનો અમલ કેટલો?રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી. ડોક્ટર સહિતની ટીમ ICU એમ્બ્યુલન્સ સાથે ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ બોટાદ જવા રવાના થઈ છે.બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે . હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.ઘટનાને પગલે રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા. દારૂની ઝેરી અસરના કારણે રોજિંદ ગામે ૫ લોકોનાં મોત થયાં છે.તો પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૮ લોકોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા છે. તેમજ જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર બરવાળા સરકારી હોસ્પિટલ કર્યા બાદ દર્દીઓને બોટાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.લઠ્ઠાનું કેમિકલ અમદાવાદની કંપનીમાંથી સપ્લાય થયું હતું. આજે મોટો ઘટસ્ફોટ ધંધૂકા – બરવાળામાં લઠ્ઠાકાંડનું કારણ બનેલા ઝેરી દારૂ બનાવવા માટે અમદાવાદથી ૯૦ લીટર કેમિકલ મગાવવામાં આવ્યું. હોવાની જાણકારી પોલીસના સૂત્રો પાસેથી મળી છે.આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મંગળવારે લઠ્ઠાકાંડને લઈને મોટો ખુલાસો થશે. જેમાં ઝેરી દારૂમાં કયું મટીરિયલ કેટલા પ્રમાણમાં વપરાયું હતું તથા આ કાંડમાં કોની સંડોવણી છે એ તમામ વિગતો સામે આવશે.એફએસએલ દ્વારા તપાસ શરૂ એફ.એસ.એલ. એ ઝેરી દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે.તેની વિગતો પણ મંગળવાર સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી
—–
કેમિકલવાળું પાણી પીવાથી અસર થઈ; બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું નિવેદન
By
Satya Manthan Desk

27/07/2022
15
0
FacebookTwitterPinterestWhatsApp
gujarat state home minister harsh Sanghvi statment on botad latthakand gujarat
ફાઈલ ફોટો
ગાંધીનગર સમાચાર : બોટાદમાં લઠ્ઠાકાંડ (Botad Latthakand) લાંબા સમય બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મીડિયા સમક્ષ આવ્યા હતા. જેમાં તેમણે પત્રકારોને સવાલના જવાબ આપ્યા હતા. હર્ષ સંઘવીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, કુલ 42 મૃત્યુ થયા છે જેમાં 32 બોટાદના અને 10 અમદાવાના લોકોનો સમાવેશ થાય છે. ઉપરાંત હજૂ 97 લોકો સારવાર હેઠળ છે તેવું સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું હતું. તેમણે પોલીસની કામગીરી મામલે જણાવ્યું કે, પોલીસે ખેતરો ખુંદીને અસરગ્રસ્ત લોકોને શોધી કાઢ્યા હતા. રાજકીય પક્ષોને આ ઘટના અંગે રાજનીતિ નહીં કરવાની પણ સલાહ આપી હતી.

હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે કુલ 600 લીટર કેમિકલનું વેચાણ અલગ-અલગ જિલ્લામાં થયું હતું. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ 10 દિવસમાં ચાર્જશીટ રજૂ કરશે. પોલીસ દરેક ગામડોમાં કડક પગલા લઈ કાર્યવાહી કરશે અને SITના રિપોર્ટ મુજબ દોષિતો વિરૂધ્ધ પગલા લેવામાં આવશે.

કેમિકલ વાળુ પાણી
સતત બે દિવસથી લઠ્ઠાકાંડ મામલે સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં છે. ત્યારે આજે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂ સમાજનું સૌથી મોટુ દુષણ છે. કેમિકલ વાળું પાણી પીતા લોકોને અસર થઈ છે. આ દુઃખદ ઘટના રાજનીતિનો વિષય નથી જે પાર્ટીઓ રાજનીતિ કરે છે તેમનો ભૂતકાળ તપાસી લે.

ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે
હર્ષ સંઘવીએ અસરગ્રસ્તો મામલે જણાવ્યું કે, પીડિતોના પરિવારને ન્યાય મળશે. પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી હતી અને દારૂ ન મળતા કેમિકલ વાળુ પાણી લોકોને આપવામાં આવ્યું હતું. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે.

કેમિકલ કે લઠ્ઠો તેમાં પડવા નથી માગતા
લઠ્ઠા મામલે તેમણે કહ્યું કે, ઘણા લોકો કહે છે કે આ લઠ્ઠો છે, કેમિકલ છે પણ અમે લઠ્ઠો છે કે કેમિકલ એ બાબતમાં પડવા નથી માગતા અમે હાથ ઊંચા કરી લેવા પણ નથી માગતા આ વિષયમાં કાર્ય કરવા માગીએ છીએ. આ ઘટનામાં પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે. આ ઘટનામાં ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થા થાય તેની હું ખાતરી આપું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યાં હતા. પોલીસે આરોપી ગજીબેન, પીન્ટુ, રસિક ગોરાહવાને કોર્ટમાં હાજર કર્યા અને તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

—————
શું ગુજરાતના બરવાળામાં મહિનામાં ત્રણ વખત થાય છે પોલીસ સબ ઇન્સ્પેકટર ની બદલી? ફેકટ ચેક
OnlyFact Team
By
OnlyFact Team
July 27, 2022
0
740
Share

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા તારીખ 27 જુલાઈ 2022 ના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત રાજ્યના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, “સારા અધિકારી ને અહીંયા(બરવાળા)માં ટકવા દેવામાં આવતા નથી. ભાજપ ના નેતાઓ દર દસ દિવસે પીએસઆઈ ની બદલી કરાવી નાખે છે. બધા જ ગામ લોકોએ કીધું કે બરવાળા પોલીસ સ્ટેશનમાં એક મહિનામાં ત્રણ પીએસઆઈ ની બદલી થાય છે. જેમની પણ અહીંયા(બરવાળા)માં બદલી થઈ ને આવે, અઠવાડિયામાં બદલી કરાવી નાખે ભાજપના નેતાઓ. કેમ કે આ બધા જ હપ્તાઓ ભાજપના નેતાઓ લે છે અને પોલીસ ને દબાવે છે. આવું ગામ લોકોએ નેચરલી પોતાની રીતે મે ચર્ચા કરી ત્યારે કહ્યું. હવે વિચારવા જેવી બાબત છે કે જો સારા અધિકારી આવે છે તો ભાજપ દ્વારા બદલી કરાવી નાખવામા આવે છે. એટલે આ જે લઠ્ઠા કાંડ થયો છે, જે ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ થયા છે એમની પાછળ અહીંના ભાજપ ના નેતાઓ છે એવું અહીંના ગામ લોકો સ્પષ્ટપણે માને છે.”

આપ ની ટ્વીટ
ફેકટ ચેક

ગોપાલ ઇટાલિયાએ કરેલ દાવો ખૂબ જ ગંભીર હોવાથી અમારી ટીમ દ્વારા ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું સાથે સાથે દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા.

બરવાળા પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર પીએસઆઈ ની યાદી
ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પર થી સ્પષ્ટ થાય છે કે તારીખ 06/07/2020 થી લઇ ને આજ સુધીમાં એટલે કે લગભગ બે વર્ષમાં ફક્ત ચાર પીએસઆઈ ની જ બદલી થઈ છે. આ માહિતી માં ગુજરાત પોલીસ દ્વારા બદલીનું કારણ પણ સ્પષ્ટ પણે દર્શાવેલ છે.

અમારી ટીમ દ્વારા વધુ તપાસ કરતા અમને ગુજરાતી ન્યુઝ ચેનલ VTV નું એક રિપોર્ટિંગ ધ્યાન પર આવ્યું. આ રિપોર્ટમાં ગામ ના નાગરિક દ્વારા નવા પીએસઆઈ અને તંત્રના ખૂબ જ વખાણ કરતા જોઈ શકાય છે. અહીંયા અમે એ સ્પષ્ટ કરી દયીએ કે આપ ના મુખ્યમંત્રી પદના ભાવિ ઉમેદવાર અને ગુજરાતના રવિશ કુમાર ગણાતા ઈશુદાન ગઢવી પણ VTV પર જ પોતાનો એજન્ડા પ્રોગ્રામ ચલાવતા અને હાલમાં ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ ગુજરાતી મીડિયાને પંજાબ અને દિલ્લી સરકાર દ્વારા કરોડોની જાહેરાત આપવામા આવતી હોય તો એ VTV જ છે.

———–
બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યાPublished 3 days ago on July 27, 2022By Web Editor Panchat

બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા

 

સમગ્ર વિશ્વનું ગૌરવ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહના ગુજરાતમાં દારુના ખરીદ વેચાણ પર સંપુર્ણ પ્રતિબંધ છે, જેનો ગુજરાતની ભાજપ સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પોલીસ કડકાઇથી દારુ બંધીનો અમલ કરાવી રહી છે, પોલીસની લાલ આંખના કારણે બુટલેગરો ગુજરાતમાં દારુ વેચવાની હિમ્મત પણ કરી સકતા નથી, એવા 27 વરસથી શાષન છે તેવા ભાજપના રાજમાં કોની મહેરબાનીથી લઠ્ઠા કાંડ કમ કેમિકલકાંડ થયો, તે એક મોટો તપાસનો વિષય છે,ધંધુકા બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ દરમિયાન 41 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ભાજપના મહિલા નેતાએ ખુલીને ટ્ટીટ કર્યુ છે, જેના કારણે સોશિયલ મિડીયા યુઝર્સે આ નેતાને તો ઝાટકી નાખ્યા છે,, સાથે સાથે જેમને લઠ્ઠા કાંડ સાથે સીધુ લેવા દેવા નથી તેવા ગુજરાત ગુજરાત ભાજપના અધ્યક્ષને પણ આડે હાથે લીધા છે,

જીનલ પટેલ નામની ટ્ટીટર યુઝરે એક ટ્ટીટ કર્યુ,, જેમા તેણે લખ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા જે એટલો મોટો હોબાળો થઇ રહ્યો છે, જેના કારણે સોશિયલ મિડીયા યુઝર્સ જીનલ પટેલ ઉપર ભડકી ઉઠ્યા હતા, અને આક્રમક તેવરમાં લોકોએ આ યુઝર્સ ઝાટકી નાખી હતી, ટ્ટીટર ઉપર જીનલ પટેલ પોતાને ઉત્તર ગુજરાત ભાજપના સયોંજક ગણાવે છે, સાથે સાથે તેઓ પોતાની જાતને સ્વય સેવક તરીકે ઓળખાવી છે, તેમના ટ્ટીટ પછી જાણે લોકોનો રોષ ટ્ટીટર ઉપર ભડકી ઉઠ્યો હતો, અનેક યુઝર્સે સરકાર પોલીસ અને ભાજપના પ્રમુખને પણ છોડ્યા ન હતા,

—————–

બોટાદ: આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર પ્રહાર,કહ્યું ટવીટ કરવામાં સુરા CR પાટીલ લઠ્ઠા કાંડ મામલે કેમ કઈ નથી બોલતા
બોટાદ લઠ્ઠાકાંડ મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને હોદ્દેદારોએ રોજીદ ગામે મૃતકોના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી
BY Connect Gujarat27 July 2022 2:57 PM

બોટાદ લઠ્ઠાકાંડ મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને હોદ્દેદારોએ રોજીદ ગામે મૃતકોના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે હવે રાજનીતિ પણ શરુ થઇ ગઈ છે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની મુલાકાત બાદ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા હતા અહીં તેમણે 5 પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.ગોપાલ ઈટાલીયા સાથે પ્રદેશનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું. પરિવારજનો સાથે મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને સી આર પાટીલ પર પ્રહાર કર્યા હતા ઇટાલિયા આરોપ લગાવતા કહ્યું કે નાની વાતોમાં ટ્વિટ કરતા સી આર પાટીલે આ મુદ્દે મૌન સેવી લીધું છે.

————-
ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ગુજરાતની જનતાને નશાની લતમાં ધકેલવાનું કાવેતરું: મોઢવાડિયા

 

ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા સહિતમાં લઠ્ઠાકંડના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. લોકોના મોત નિપજયા હોવાના કારણે તેમના પરિવારજનો નોંધારા બની ગયા છે. કોઈએ પિતા ગુમાવ્યા છે, તો કોઈએ પરિવારના મોભી ગુમાવ્યા છે. અને પરિવારના મોભી ગુમાવ્યા બાદ ઘરનો માળો વિખરાઈ ગયો છે. ગુજરાતમાં લઠ્ઠા કાંડના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે લઠ્ઠા કાંડ મુદ્દે કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે, અને તેઓએ જણાવ્યું છે કે જનતાને દારૂની લતમાં નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠા કાંઠે કાંડના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે. તેના માટે ભાજપની સરકાર જવાબદાર હોવાનું જણાવ્યું છે. ગુજરાતના લોકોને નશાની લત લગાડવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી થઈ રહ્યું હોવાનો આક્ષેપ અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી નશાની કારોબાર ચાલી રહ્યો હોવાનું પણ અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું છે. આમ કોંગ્રેસના અગ્રણીએ લઠ્ઠા કાંડ મુદ્દે ભાજપની સરકારને જવાબદાર ગણાવી છે.

લઠ્ઠા કાંડ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા

 

ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ગુજરાતની જનતાને નશાની લતમાં ધકેલવાનું કાવેતરું: મોઢવાડિયા

સોરઠ ટાઇમ્સ-પોરબંદર

ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા સહિતમાં લઠ્ઠાકંડના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. લોકોના મોત નિપજયા હોવાના કારણે તેમના પરિવારજનો નોંધારા બની ગયા છે. કોઈએ પિતા ગુમાવ્યા છે, તો કોઈએ પરિવારના મોભી ગુમાવ્યા છે. અને પરિવારના મોભી ગુમાવ્યા બાદ ઘરનો માળો વિખરાઈ ગયો છે. ગુજરાતમાં લઠ્ઠા કાંડના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે લઠ્ઠા કાંડ મુદ્દે કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે, અને તેઓએ જણાવ્યું છે કે જનતાને દારૂની લતમાં નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠા કાંઠે કાંડના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે. તેના માટે ભાજપની સરકાર જવાબદાર હોવાનું જણાવ્યું છે. ગુજરાતના લોકોને નશાની લત લગાડવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી થઈ રહ્યું હોવાનો આક્ષેપ અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી નશાની કારોબાર ચાલી રહ્યો હોવાનું પણ અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું છે. આમ કોંગ્રેસના અગ્રણીએ લઠ્ઠા કાંડ મુદ્દે ભાજપની સરકારને જવાબદાર ગણાવી છે.
————-[:]