[:gj]એક લાખ વાહનો પકડી લીધા, હવે કર્ફ્યું ક્યાંય નથી – શિવાનંદ ઝા[:]

[:gj]https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976

ગાંધીનગર, 24 એપ્રિલ 2020

કોરોના વોરિયર્સ’ ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને ‘પાસા’ હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા.

જાહેરનામા ભંગ

23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 807 તથા 464 અન્ય ગુના (રાયોટિંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4547 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3261 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ સુધીમાં 6175 અને અત્યાર સુધીમાં 1,03,936 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કર્યા છે.

પત્રકાર પરિષદને સંબોધતી વેળાએ 24 એપ્રિલ 2020ના દિવસે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું, કે, —

કર્ફ્યુ નથી

રાજ્યમાં લોકડાઉન દરમિયાન સાવચેતીના પગલાંરૂપે જે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા વિસ્તારો પૈકીના અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવામાં કોઈ ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા નથી અને લોકોનો સાથ-સહકાર મળી રહ્યો હતો.

હવે રાજ્યમાં કોઈ પણ સ્થળે કર્ફ્યુ નથી, પરંતુ રાજ્યમાં 3 મે, 2020 સુધી લોકડાઉનનો અમલ સખ્તાઈથી ચાલુ રહેશે. જ્યાં-જ્યાં કર્ફ્યુ હતો અને રાજ્યના જે વિસ્તારોનો સમાવેશ ‘હોટસ્પોટ’ છે, ત્યાં લોકડાઉનનો સખત અમલ કરવવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 198, 155 અને 129 ગુનાઓ નોંધીને ક્રમવાર 223, 178 અને 143 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સોસાયટીઓમાં CCTV

રહેણાક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત ગઈકાલે 35 ગુનામાં 49 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 224 ગુનામાં કુલ 384 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 482 ગુનામાં 544 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકીના 51 ગુના ડ્રોન અને 6 ગુના સીસીટીવી સર્વેલન્સની મદદથી દાખલ કરવામાં આવ્યા હતા.

લોકો ઘરે જ રહે

લોકડાઉન દરમિયાન જે ઉદ્યોગો અને કૃષિક્ષેત્રની કામગીરી માટે શરતોને આધીન મુક્તિ આપવામાં આવી છે, તે વિસ્તાર સિવાયના સૌ લોકો ઘરે જ રહીને સહકાર આપે તે અનિવાર્ય છે. વળી, જ્યાં પણ લોકડાઉનનો ભંગ થતો જણાશે ત્યાં કાયદેસરની કાર્યવાહી થશે, તેવું તેમણે ઉમેર્યું હતું.

ટ્યૂશન ક્લાસ

લોકડાઉનની આ પરિસ્થિતિ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના બદલે ટ્યૂશન ક્લાસ ચલાવનારા એક ટ્યૂશન સંચાલક વિરુદ્ધ કચ્છ જિલ્લાના ભુજમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

‘કોરોના વૉરિયર્સ’ ઉપર હુમલા

પોલીસ, આરોગ્ય કર્મચારી કે કોઈ સરકારી કર્મચારી; જે કોરોના સામેની લડતમાં લોકોની સહાયતા કરી રહ્યો છે, તેની ઉપર જો હુમલો કરવામાં આવશે કે કોઈ સંઘર્ષમાં ઊતરશે તો તેની વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે.

આ પ્રકારના વધુ ત્રણ બનાવો ધ્યાને આવ્યા છે: 6 એપ્રિલે મોરબી જિલ્લાના ટંકારામાં મેડિકલ ઓફિસર પર હુમલો કરનાર એક વ્યક્તિની સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરી, તેને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. બીજા એક કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 25 માર્ચના રોજ પોલીસ ઉપર હુમલો કરનારા બે વ્યક્તિને ‘પાસા’ અંતર્ગત સુરત જેલમાં ધકેલી દેવાયા છે; જ્યારે ત્રીજી એક ઘટનામાં બનાસકાંઠાના પાલનપુરમાં ગઈકાલે પોલીસ ઉપર હુમલો કરનાર એક વ્યક્તિને જામનગર જેલમાં ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરી પૂરી દેવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં પોલીસ ઉપર હુમલાની 6, આરોગ્ય કર્મચારી ઉપર બે તથા મહેસૂલના એક કર્મચારી ઉપર હુમલાની એમ કુલ મળીને 9 જુદી-જુદી ઘટનામાં 26 લોકો વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આર્થિક શોષણ

લોકડાઉનની આ પરિસ્થિતમાં લોકોનું નાણાકીય અને આર્થિક શોષણ કરતા કેટલાક લોકો પણ ધ્યાને આવ્યા છે. સરકાર દ્વારા બેન્ક એકાઉન્ટમાં સહાયની સીધી રકમ જમા કરાવવાની પ્રક્રિયામાં રૂ. 1 લાખની રકમ ઉપર રૂ.350નું કમિશન એજન્ટ માટે મુકરર કરવામાં આવ્યું છે. આ કમિશનથી વિપરીત પંચમહાલના વેજલપુરમાં એક આરોપી દ્વારા પ્રત્યેક રૂ.1000ની રકમ જમા કરવા માટે રૂ.20નું કમિશન લેવાતું હોવાની બાબત ધ્યાન ઉપર આવતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુનાઓ

ડ્રોનના સર્વેલન્સથી 321 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 8171 ગુના દાખલ કરીને 16,587 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 77 ગુના નોંધીને 90 લોકોની અટકાયત કરાઈ છે. અત્યાર સુધીમાં સીસીટીવીના માધ્યમથી 1550 ગુના નોંધીને, 2469 લોકોની અટકાયત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજે 16 ગુનાની સાથે અત્યાર સુધીમાં 437 ગુના દાખલ કરીને 830 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જામનગરમાં સોશિયલ મીડિયા મારફત જરૂરિયાતમંદ લોકોને કલેક્ટર કચેરી ખાતે સામૂહિક રીતે રૂબરૂમાં જવાથી સહાયકીટ મળશે તેવી વાતો ફેલાવીને ટોળામાં લોકોને એકત્રિત કરનારી વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.

વિડિયોગ્રાફી મારફત 115 ગુના નોંધવામાં આવ્યા છે.

ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા આજદિન સુધીમાં 430 ગુના દાખલ કરવામાં આવેલા છે.

કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 43 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજ દિન સુધીમાં 275 ગુના દાખલ કરવામાં આવ્યા છે.[:]