[:gj]કલ્પસર યોજનાને વડાપ્રધાન મોદીએ મંજૂરી ન આપતાં 2 કરોડ લોકોને ફાયદો ન થયો [:]

[:gj]ગુજરાતમાં 10 સરકાર બદલાઈ ગઈ છતાં કલ્પસર યોજના સાકાર ના થઈ શકી.
કલ્પસર ડેમનું કામ 20 વર્ષનો સમય લાગે.
90 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીએ રસ દાખવ્યો છે
કલ્પસર યોજના ત્રણ દાયકા પહેલાંથી છે.
25 સર્વે થયા છે, ત્યાં જ 500 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે!

કલ્પસર યોજના કેવી રીતે અમલમાં આવી?
1975માં કલ્પસર યોજનાનો પહેલો વિચાર એરિક વિલ્સન નામના યુ.એન.ડી.પી.ના નિષ્ણાતને આવ્યો. ખંભાતનો અખાત ભરતી અને ઓટજન્ય વીજ ઉત્પાદન માટે ઉત્તમ છે. તેમણે યોજનાનું સ્થળ નક્કી કરી ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના હાંસોટ સુધી 64 કિ.મી. લાંબો ડેમ બાંધી મીઠા પાણીનો સંગ્રહ કરવાની કલ્પના કરી. કલ્પસર યોજનાનું મંડાણ “ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના” ડૉ. અનિલ કાણે અને એ જી.એસ.એફ.સીના ચેરમેન મુસા રઝાએ કર્યું. મુસા રઝાને કલ્પસરનો વિચાર ખૂબ ગમ્યો. તેમણે યોજનાની પ્રાથમિક તપાસ માટે બે લાખ રૂપિયા ફાળવ્યા.

કલ્પસર યોજના શું છે?
ખંભાતના અખાતમાં ગુજરાતની નદીઓનું પાણી દરિયામાં ભળીને વેડફાઈ જાય છે. જો ખંભાતના અખાતમાં બંધ બનાવવામાં આવે તો મોટા પ્રમાણમાં મીઠા પાણીનો સંગ્રહ કરી શકાય અને નદીઓના પાણીને દરિયામાં વહેતું અટકાવી શકાય. કલ્પવૃક્ષ એટલે ઈચ્છા મુજબ ફળ આપનારું ફળ. એવી રીતે કલ્પસર એટલે ઈચ્છા મુજબ પાણી આપનારું સરોવર. આ રીતે આ યોજનાનું નામ કલ્પસર પડ્યું. આ નામ ડૉ. અનિલ કાણેએ આપ્યું.

દુકાળનું ગ્રહણ લાગ્યું
આના પછી 10 વરસના વહાણાં વહી ગયાં. 1985, ’86 અને ’87નાં ત્રણ વરસ ચોમાસું નબળું રહ્યું. ત્યારે બી. જે. વસોયા નામના સિંચાઈ વિભાગના સચિવ અને ઈજનેરે ભરૂચ અને ભાવનગર વચે પુલ-કમ-પાઈપલાઈનનો રૂપિયા 500 કરોડનો અન્ય પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂક્યો. આ યોજનામાં તેમણે ખંભાતના અખાત પર એક પુલ બનાવવાનું સૂચન કર્યું. આ પુલ ઉપરથી ચાણોદ ગામ પાસેથી નર્મદાનું પાણી પાઈપ મારફત ભાવનગર સુધી પહોંચાડવાની ભલામણ કરી. આ માટે સરકારે શેલત સમિતિ બનાવી. સરકારે નિમેલી શેલત સમિતિનાં તારણોમાં જણાવાયું કે ખંભાતના અખાત પર પુલ બાંધવાનો વિકલ્પ ઘણો સારો છે. પુલના પૈસા ટોલ ટેક્સમાંથી ઊભા થઈ શકે. આમ, ખંભાતના અખાત પર પુલ અને પાઈપલાઈન આધારિત એક યોજનાનો ઉદય અમરસિંહ ચૌધરી અને સનત મહેતાના સમયમાં 1989 થયો. એ સમયે આ યોજનાની સાથે-સાથે કલ્પસર યોજના પણ પ્રકાશમાં આવી અને એના પર પણ વિચાર કરવામાં આવ્યો.

કલ્પસરની ફાઈલ પરથી ધૂળ ખંખેરાઈ
એ પછી પાંચ વરસ સુધી ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. કલ્પસરની ફાઇલ અભેરાઈ પર ચઢી ગઈ. 1998માં કેશુભાઈ પટેલની સરકાર બની. નવનિર્મિત ભાજપા સરકારે નર્મદાની કેનાલ આધારિત પીવાના પાણી યોજનાને આગળ ધપાવવાની જાહેરાત કરી. કલ્પસર યોજનાને આગળ ધપાવીશું. એ સમયે સનત મહેતાએ 700 કરોડની ચાણોદ-ચોટીલા પાઇપલાઇન નાખવા સરકારમાં દરખાસ્ત કરી હતી. પણ 700 કરોડની પાઈપલાઈન મોંઘી લાગી. પછીથી 54 હજાર કરોડની કલ્પસર યોજનાને કેશુભાઈની સરકારે મંજૂર કરી.

સરકારમાં નવું મંત્રાલય બનાવવામાં આવ્યું
કેશુભાઈની સરકાર બની એમાં જયનારાયણ વ્યાસ પણ મંત્રી બન્યા. ભાજપ સરકારે કલ્પસર યોજનાની જાહેરાત કરવાની નવેસરથી શરૂઆત કરી. નર્મદા જળ સંપત્તિ અને પાણીપુરવઠાની સાથે કલ્પસર મંત્રાલયને ઉમેરવામાં આવ્યું હતું. જયનારાયણ વ્યાસ તેના મંત્રી બન્યા.

અત્યારસુધીમાં 25 સર્વે થયા
ગુજરાતના મહાત્ત્વાકાંક્ષી એવા કલ્પસર પ્રોજેક્ટ માટે અત્યારસુધીમાં 25 જેટલા સર્વે થઇ ચૂક્યા છે. હજુ 10 સર્વે બાકી છે. તમામ સર્વેના રિપોર્ટ તૈયાર થાય. કેન્દ્ર સરકારમાં અભ્યાસ માટે મોકલાયા પછી કામ શરૂ થઇ શકે. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઓ દ્વારા 25 જેટલા સર્વે થઇ ચૂક્યા છે. એનો રિપોર્ટ પણ તૈયાર થઇ ચૂક્યો છે. સર્વેની પ્રક્રિયા પણ ખૂબ લાંબી હોય છે. 54 હજાર કરોડના ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો હતો. હવે આ યોજના અમલમાં આવે તો 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય.

1980ના દાયકામાં માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પછી ચીમનભાઈ પટેલ આવ્યા ત્યારે આ યોજનાની ફાઈલ અભેરાઈ પર ચઢી. એ પછી શંકરસિંહ વાઘેલા અને દિલીપભાઈ પરીખ થોડો સમય મુખ્યમંત્રી રહ્યા, પણ કલ્પસર યોજના દબાયેલી રહી. એ પછી ફરીવાર જ્યારે કેશુભાઈ પટેલ 1998માં મુખ્યમંત્રી બન્યા ત્યારે કલ્પસર યોજના લાઇમ લાઇટમાં લાવવામાં આવી અને પછી મોદીએ 10 ચૂંટણીઓમાં દરેક વખતે ભાજપે મત માટે કલ્પસર યોજનાનું નામ વટાવી લીધું 3 વખત ખાત મૂહુર્ત કર્યા હતા. માધવસિંહ, શંકરસિંહ, દિલીપભાઈ, કેશુભાઈ પટેલ પછી નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, હવે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

કલ્પસર યોજના બને તો શું ફાયદા થાય?

કલ્પસર યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી મળી જાય તો ગુજરાત સૌથી વધારે સમૃદ્ધ રાજ્ય થઇ જાય. કારણ કે કલ્પસર યોજનાથી ગુજરાતની એક કરોડની જનતાને પાણીનો લાભ મળે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રોલોજીના સર્વેમાં જણાવાયું છે કે જો કલ્પસર સાકાર થાય તો એકલી મહી નદીનું જ 3150 મિલિયન ક્યૂબિક પાણી ઠલવાશે. નર્મદા, સાબરમતી, ઢાઢર, ઘેલો, કાળુભાર, રંગોલા, ઉતાવળી, સુખભાદર અને શેત્રુંજી સહિતની નદીઓનું મીઠું જળ એક જગ્યાએ એકત્ર થશે.

રાજકોટ કરતાં સાત ગણો મોટો ડેમ બને!
કલ્પસર ડેમનો ઘેરાવો બે હજાર વર્ગ કિલોમીટરનો હશે. ડેમ ઉપર 100 મીટર પહોળો રોડ બનશે અને એના પર 10 લેનનું નિર્માણ થશે. ભાવનગર અને ભરૂચ વચ્ચેનું અંતર 30 કિલોમીટર ઘટી જશે.

ચીન અને દક્ષિણ કોરિયાને રસ
કલ્પસર ડેમમનું સિંચાઈ માટે 5600 મિલિયન કયૂબિક મીટર, 800 મિલિયન કયૂબિક મીટર ઘરેલુ વપરાશ માટે અને 470 મિલિયન કયૂબિક મીટર જળ જથ્થો ઔદ્યોગિક વપરાશ માટે વપરાશે, કલ્પસર પ્રોજેક્ટની સાથે સોલર મદદથી 1000 મેગાવૉટ અને પવન ઊર્જાની મદદથી 1470 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટને કારણે ભાવનગર પોર્ટ ફરી જીવંત બનશે. આ સિવાય સરોવરના વિસ્તારમાં ભારતનું સૌથી મોટું નવું બંદર વિકસાવી શકાશે. આ જાયન્ટ પ્રોજેક્ટમાં ચીનની ત્રણ કંપની અને દક્ષિણ કોરિયાની બે કંપનીએ કોન્ટ્રેકટ લેવામાં રસ દાખવ્યો છે.

ભાડભૂત બેરેજ યોજના શું છે?
ભરૂચ પાસેનર્મદા નદીમાં 100 કિલોમીટર સુધી દરિયાના પાણી ભળી ગયા છે. ભાડભૂત બેરેજ યોજના નામ આપવામાં આવ્યું. 1.6 કિલોમીટર લાંબા આ બેરેજના કારણે 599 મિલિયન કયૂબિક મીટર પાણીનો સંગ્રહ થશે. આ બેરેજમાં 100 દરવાજા ફિટ કરવાનું આયોજન છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યપ્રધાને કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પ્રશ્ન કર્યો હતો. જેમાં 20 વર્ષ થઇ ગયાં છતાં પણ હજી યોજનાને હજુ પણ અભ્યાસક્રમો અને રિસર્ચ ચાલુ જ છે. 216.50 કરોડનો થયો ખર્ચ થયો છે. 22 જાન્યુઆરી 2003ના રોજ સરકાર દ્વારા 84 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી 20 વર્ષ જેટલો સમય ગાળો થયો હોવા છતાં કલ્પસર યોજના માટેના 10 અભ્યાસક્રમ પૈકી 3 અભ્યાસક્રમ પૂર્ણ થયા છે. જ્યારે સાત અભ્યાસક્રમો હજી પ્રગતિ હેઠળ છે ત્યારે આ યોજના હેઠળના 19 અભ્યાસક્રમો પૈકી 18 અભ્યાસક્રમો પ્રગતિ હેઠળ અને એક અભ્યાસક્રમ આયોજન હેઠળ છે. આમ 20 વર્ષે પણ કલ્પસર યોજના અંગેના અભ્યાસક્રમ પ્રગતિ અને આયોજન હેઠળ છે ત

ગુજરાતની સાબમરમતી, મહી અને ઢાઢર સહિતની મહત્ત્વપૂર્ણ નદીઓ ખંભાતના અખાતમાં જઈને ભળે છે.

અગાઉ 64 કિલોમીટર લાંબો ડૅમ બાંધવાની યોજના હતી, જેને ઘટાડીને હવે 30 કિલોમીટર કરી દેવામાં આવ્યો છે.
બે હજાર વર્ગ કિલોમીટર હશે અને તે દરિયાઈ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર હશે.

અગાઉના વર્ષોનાં આંકડાના આધારે સૅન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન (ગાંધીનગર) તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રૉલૉજી (રુડકી)ના અનુમાન પ્રમાણે, સરોવરમાં મહીનું ત્રણ હજાર 150 એમસીએમ (મિલિયન ક્યૂબિક મીટર) પાણી ઠલવાશે, કુલ ક્ષમતાના 40.56 ટકા સાથે તે સૌથી વધુ હશે.

આ સિવાય ડાયવર્ઝન કૅનાલ મારફત નર્મદાનું પાણી ઠલાવશે. જે બે હજાર 230 એમસીએમ (28.71%) હશે. સાબરમતી (586 એમસીએમ, 7.50%), ઢાઢર (518 એમસીએમ, 6.67%), સરોવર પર (881 એમસીએમ 11.33%) પાણી ઠલવાશે. આ સિવાય સૌરાષ્ટ્રની લીમડી-ભગવો, વઢવાણ-ભગવો, સુખભાદર, વાગડ, કાળુભાર, રંઘોળા, ઘેલો, ઉતાવળી, કેરી અને માલેશ્રી જેવી નદીઓનું પાણી પણ તેમાં ઠલવાશે. જે કુલ 402 એમસીએમ (5.17%) હોવાનું અનુમાન છે.

યોજનાની સંભાવના પ્રમાણે, કલ્પસર પરિયોજનાથી સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાને થશે, તેની ચાર લાખ 50 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. જ્યારે જૂનાગઢના (ત્રણ લાખ 45 હજાર), રાજકોટ (એક લાખ 42 હજાર), અમરેલી (42 હજાર) હેક્ટરને લાભ મળશે.

આ પરિયોજનાથી સૌરાષ્ટ્રના પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાને કોઈ લાભ નહીં થાય. જોકે, સુરેન્દ્રનગર (બે લાખ 27 હજાર), બોટાદ (56 હજાર) અને મોરબી (93 હજાર) હેક્ટરમાં સરદાર સરોવર પરિયોજનાનો લાભ મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લાને સરદાર સરોવર (48 હજાર) તથા કલ્પસર (64 હજાર) એમ બંને યોજનાનો લાભ મળશે એવું અનુમાન છે.

સિંચાઈ માટે પાંચ હજાર 600 એમસીએમ અનામત રાખવામાં આવ્યું છે. 800 એમસીએમ પાણી ઘરેલુ વપરાશ તથા 470 એમસીએમ ઔદ્યોગિક વપરાશ માટે વપરાશે, એવું અનુમાન છે. આ પાણીથી ગુજરાતના લગભગ એક કરોડ લોકોને લાભ થશે એવું અનુમાન છે.

પ્રોજેક્ટની સાથે સોલાર (એક હજાર મેગાવૉટ) તથા પવનઊર્જાની મદદથી એક હજાર 470 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થશે. જેમાંથી 850 મેગાવૉટનો ઉપયોગ પાણીના પરિવહન માટેના ઉપયોગમાં લેવાનાર પમ્પિંગ વ્યવસ્થા માટે થશે.

અગાઉ ભરતી-ઓટની ઊર્જા મારફત વીજળી ઉત્પાદિત કરવાની પરિયોજના વિચારવામાં આવી હતી, જેને બાદમાં પડતી મૂકવામાં આવી.

આ પ્રોજેક્ટને કારણે ભાવનગર પૉર્ટને ફરી જીવંત બનશે, જ્યારે દહેજ પૉર્ટ સરોવરની પરિઘથી બહાર હોઈ, તેને કોઈ અસર નહીં થાય. આ સિવાય સરોવરના વિસ્તારમાં નવું બંદર વિકસાવવામાં આવશે, જે માલની હેરફેર માટે ઉપયોગમાં લેવાશે.

સરકાર પાસે હયાત જળસંશાધનોને ચલાવવા માટે પણ પૈસા નથી. સિંચાઈખાતું તેના બજેટના માંડ 15 ટકા રકમ કૅનાલોની જાળવણી માટે ખર્ચે છે. જેમાંથી 10થી 12 ટકા રકમ વહીવટીખર્ચ પાછળ ખર્ચાઈ જાય છે. જેના કારણે કેનાલો દક્ષતાપૂર્વક કામ કરી નથી શકતી.’

ખંભાતના અખાતમાં પ્રવેશતી નર્મદા નદીના મુખથી 25 કિલોમીટર દૂર અને સરદાર સરોવર ડેમથી 125 કિલોમીટરના અંતરે 1663 કિલોમીટર લાંબો આડબંધ બાંધવામાં આવશે. જે 599 મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતું મીઠા પાણીનું સરોવર બનશે.

આ આડબંધને 90 દરવાજા હશે જેની પર છ માર્ગીય પુલનું નિર્માણ કરવામાં આવનાર છે. વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 41.70 કરોડના ખર્ચે ભોપાલ સ્થિત દિલીપ બિલ્ડીકોન અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની કામગીરી સોંપી છે.

આ યોજના પાછળ અત્યાર સુધીમાં સરકારે 347.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 3819.84 કરોડનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અગાઉ જાન્યુઆરી 2003ના રોજ સરકાર દ્વારા 84 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ (ડીપીઆર) તૈયાર થઇ રહ્યો છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તે પૂર્ણ કરવામાં આવશે.

આ 84 કરોડની વહીવટી મંજૂરી સામે 216.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના કલ્પસર વિભાગના રાજ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે આ યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી રિપોર્ટ આવી ગયા પછી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મેળવવાની થતી યોજના સબંધિત તમામ મંજૂરી મળ્યા પછી આ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવશે.

31 મે 2019ની સ્થિતિએ સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય સંબંધિત વિવિધ અભ્યાસો ઉપરાંત કલ્પસર ડેમ બનાવવા માટેના વિવિધ પાસાઓ તેમજ તેની અસરો સહિતના વિવિધ અભ્યાસ હાથ ધરવામાં આવેલા છે. કલ્પસર યોજનાના શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરવાની કામગીરી સહિત ફુલ 25 અભ્યાસ પૂર્ણ થયેલા છે.

જ્યારે અન્ય આઠ અભ્યાસો પ્રગતિ હેઠળ છે આ યોજના શરૂ કરવા જાન્યુઆરી 2003ના રોજ સરકારે ૮૪ કરોડની વહીવટી મંજૂરી આપી હતી.

છેલ્લા બે વર્ષ દરમિયાન આ યોજના પાછળ 5483 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની ઘણી બધી મંજૂરીઓ મેળવવાની બાકી છે. આ પ્રોજેક્ટમાં 1998થી સરકાર વિવિધ પ્રોજેક્ટો પાછળ ખર્ચ કરે છે પરંતુ પ્રોજેક્ટ શરૂ થવાની અનિશ્ચિતતાઓ વધતી જાય છે.
2017માં 3590.95 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2018માં 2036.02 લાખનો ખર્ચ થયો છે અને 2019માં સરકાર તરફથી 56.04 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ કુલ 5683.01 લાખનો ખર્ચ થયો છે.કલ્પસર યોજના સાકાર કરવા હજુ બે દાયકા રાહ જોવી પડશેઃ હજુ તો સર્વે ચાલે છે!

સોરાષ્ટ્રને રકાબી જેવા ભૌગોલિક આકારના કારણે માત્ર પંપીંગ કરીને જ પાણી મેળવવું પડે છે. કલ્પસર યોજના સાકાર થાય તો સૌરાષ્ટ્રને કુદરતી રીતે પાણી પૂરૃં પાડી શકાય તેમ છે, ધોલેરા પ્રોજેક્ટ અને કલ્પસર પ્રોજેક્ટ વચ્ચે પસંદગી કરવામાં જ સરકારો અટવાતી રહી છે.

કલ્પસર યોજના 2011 માં શરૂ કરાઈ : 1980માં ડૉ. અનિલ કાણેએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે ડેમ બનાવવાના વિચાર સાથે એક પ્રોજેક્ટ રજૂ કર્યો અને તેનું નામ ‘કલ્પસર’ રાખ્યું હતું. ડોક્ટર. 1999માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે કલ્પસર યોજનાને મંજૂરી આપી હતી. 2002 માં વિવિધ અહેવાલો અને તારણો પછી, નર્મદા ડેમ પૂર્ણ થયા પછી કલ્પસર પ્રોજેક્ટ પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને તેને 2011 માં શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

અનિલ કાણેએ જણાવ્યું હતું કે, નર્મદા યોજના માત્ર ભાવનગરને જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરતું પીવાનું પાણી પૂરું પાડશે. અન્યત્ર ખેતી માટે સિંચાઈના પાણીની જરૂર હોય તો કલ્પસર યોજના જ તારણહાર બની શકે છે. ઉપરાંત આ યોજનાને કોઈ વ્યક્તિગત જમીન સંપાદન અથવા ટ્રાન્સફરની જરૂર નથી, પરંતુ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો કારણ કે, આ ખોટા લોકો છે જેમને ફાઇલ પુશર્સ કહી શકાય છે. આ પ્રોજેક્ટથી કોઈને નુકસાન થયું નથી. અન્યથા હું સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધા વિના પ્રોજેક્ટ પૂરો કરવા તૈયાર છું.

રિપોર્ટમાં માત્ર 15 વર્ષ થયા છે!! 2004 માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કલ્પસર પ્રોજેક્ટ માટે સક્રિય થયા પછી, કલ્પસર પ્રોજેક્ટ ફરીથી ચર્ચામાં આવ્યો અને પછીથી ભાલથી ખંભાત સુધી લંબાવવામાં આવ્યો હતો. જે વર્ષો પહેલા ઘોઘાથી દહેજ સુધી બતાવવામાં આવ્યું હતું, પરંતુ અંતે તેને નવા લુક સાથે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ 2004 થી 2019 સુધીના આ નવા કલ્પસર પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ હજુ પૂરો થવાનો બાકી છે.

ખંભાતના અખાતની બંને બાજુઓ એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો વિશાળ ડેમ બાંધીને વીજ ઉત્પાદન, સિંચાઈ અને ઔદ્યોગિક અને પીવાના પાણીના વ્યવસ્થાપન માટેની યોજના છે. આ યોજના હેઠળ 30 કિલોમીટર લાંબો ડેમ બનાવવામાં આવશે. જેમાં વરસાદી પાણી એકત્ર થશે. જે વિશ્વનું સૌથી મોટું સ્વચ્છ પાણીનું સરોવર બનાવશે. ડેમમાં 10 લેનનો રોડ અને રેલ્વે ટ્રેક પણ હશે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ વચ્ચેનું અંતર કાપશે અને નર્મદા જેવા આ તળાવમાંથી ગુજરાતના ખૂણેખૂણે પાણી પહોંચાડશે. તળાવની અંદાજિત ક્ષમતા 1000 કરોડ ઘન મીટર છે. પાણીનો પૂર આવશે. આ તળાવમાં નર્મદા, ધાંધર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની કેટલીક નદીઓનું પાણી એકત્ર થશે.

કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે

કલ્પસર : યોજના એક વાયદા અનેક

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર

નર્મદા યોજના નિષ્ફળ

મોદીની જળયોજના પાણીમાં !!!

https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0/[:]