[:gj]
ભાવનગર, 21 સપ્ટેમ્બર 2025
ગુજરાતના દરિયાકાંઠે સમુદ્ર આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમમાં રૂ. 33,600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસર પર તેમણે મેરિટાઇમ ક્ષેત્રને ભારતની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાની ચાવી ગણાવતાં “ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા નવું ભારત ઊભું કરવાની વાત કરી.
આત્મનિર્ભર ભારતનો મંત્ર
પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, “2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આત્મનિર્ભરતા જ એકમાત્ર માર્ગ છે. વિદેશી નિર્ભરતા ભારત માટે સૌથી મોટું જોખમ છે. આપણું ભવિષ્ય બીજા પર નહી, આપણાં પોતાના હાથમાં જ હોવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે ભારતની દરિયાઈ સંસ્કૃતિને નવી ઊંચાઈએ પહોંચાડવા સરકાર સતત નીતિગત ફેરફારો કરી રહી છે.
મેરિટાઇમ ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં પોર્ટ કેપેસિટી બમણી થઈ છે અને ભારત આજે વિશ્વના ટોચના ત્રણ મેરિટાઇમ દેશોમાં સ્થાન ધરાવે છે. તેમણે શિપ બિલ્ડિંગ ક્ષેત્રે ભારતના ઉછાળા અંગે ઉદાહરણ આપતા કહ્યું કે તાજેતરમાં INS વિક્રાંત સહિત 40 સ્વદેશી જહાજોનું નિર્માણ થયું છે. “એક જ શિપ બિલ્ડીંગથી રોજગાર સાથે 600 અન્ય રોજગારી તકો ઊભી થાય છે. આ મેરિટાઇમ ક્ષેત્રની મલ્ટિપ્લાયર ઇફેક્ટ છે,” એમ તેમણે જણાવ્યું.
લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ ઉભું થઈ રહ્યું છે, જે ભારતની દરિયાઈ ધરોહરનું ભવ્ય પ્રતીક બનશે એમ પણ તેમણે ઉમેર્યું.
ગુજરાતની આગવી ભૂમિકા
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરે છે. પોર્ટ આધારિત ઉદ્યોગો, એલએનજી ટર્મિનલ્સ, કન્ટેનર સુવિધાઓ અને મેરિટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસિત થયા છે.” તેમણે ઉમેર્યું કે, “સોલાર અને પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. આજે રાજ્ય દેશના 60% રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન માટે યોગદાન આપી રહ્યું છે.”
મુખ્યમંત્રીએ નાગરિકોને આહવાન કર્યું કે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરી વડાપ્રધાનના “લોકલ ફોર વોકલ”ના મંત્રને જીવન્ત બનાવે.
ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાનશ્રી પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વધુમાં, વડાપ્રધાનશ્રી ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી ₹1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઇ રહ્યા છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.
ગુજરાતને મળશે ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
20 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે, જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના ₹23,830 કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ₹5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.
*કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન*
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનશ્રી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.
*ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત*
વડાપ્રધાનશ્રી ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો નીચે મુજબ છે:
• *ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત,*
· ₹270 કરોડના ખર્ચે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બડેલી ગામમાં સરકારી પડતર જમીન પર
· 45 મેગાવોટલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
o ₹303 કરોડના ખર્ચે રાજ્યના ચાર જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલીને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (MVCC) લગાવવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત,*
o ₹583.90 કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
o ₹525.10 કરોડના ખર્ચે જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ માટે ઓપીડી, એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત* ₹440.7 કરોડના ખર્ચના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વિવિધ રોડ-રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતીકરણ કરવું, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરેનો સમાવેશ
• *શહેરી વિકાસ વિભાગના* ₹267.16 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં,
o ભાવનગર ખાતે કુંભારવાડામાં 45 MLD ક્ષમતાવાળા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ અને કુંભારવાડાથી દસનાલા સુધીનો ચાર-લેન પેવર રોડ અને વરતેજ ગામ ખાતે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ જેવા કાર્યોનું ખાતમુહૂર્ત
o જામનગર ખાતે એલસી નંબર 188 (હાપા) ખાતે રેલ્વે ઓવર બ્રિજ, ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ફેઝ-1) તેમજ પુનઃસ્થાપન કરવામાં આવેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ
• *જળ સંપત્તિ વિભાગ* હેઠળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામ ખાતે ₹56 કરોડના ખર્ચે ‘ચાંચ એન્ટી-સી ઇરોઝન’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *પાણી પુરવઠા વિભાગ* અંતર્ગત ₹38.27 કરોડના ખર્ચે જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
• *કૃષિ વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ વિભાગ* અંતર્ગત ₹39.46 કરોડના ખર્ચે ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે તૈયાર થનારા ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત[:en]Bhavnagar, September 21, 2025
Promoting the maritime economy along the Gujarat coast, Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for projects worth over ₹33,600 crore at the “Prosperity from the Sea” program held in Bhavnagar on Sunday. On this occasion, he described the maritime sector as the key to India’s prosperity and self-reliance and spoke about building a new India through “chip to ship” manufacturing.
Mantra of Self-Reliant India
In his address, the Prime Minister said, “Self-reliance is the only way to realize the vision of a developed India by 2047. Foreign dependence is the biggest threat to India. Our future should be in our own hands, not in others.” He further stated that the government is continuously making policy changes to take India’s maritime culture to new heights.
Historic Transformation in the Maritime Sector
Prime Minister Modi stated that port capacity has doubled in the past decade, and India is now among the top three maritime nations in the world. Citing India’s rise in the shipbuilding sector, he said that 40 indigenous ships, including the recently commissioned INS Vikrant, have been built. He said, “Building one ship creates not only one job but also 600 other employment opportunities. This is the multiplier effect of the maritime sector.”
He further stated that the world’s largest maritime museum is being built in Lothal, which will be a magnificent symbol of India’s maritime heritage.
Gujarat’s Key Role
At the event, Chief Minister Bhupendra Patel said, “Today, under the Prime Minister’s vision, Gujarat handles 39% of the country’s cargo. Port-based industries, LNG terminals, container facilities, and maritime infrastructure have developed rapidly.” He further said, “Gujarat is a leader in solar and wind energy. Today, the state contributes 60% of the country’s renewable energy production.”
The Chief Minister called upon the citizens to use indigenous products during festivals like Navratri and Diwali and bring to life the Prime Minister’s mantra of “Local for Voice”.[:hn]भावनगर, 21 सितंबर 2025
गुजरात के तट पर समुद्र आधारित अर्थव्यवस्था को बढ़ावा देते हुए, प्रधानमंत्री नरेंद्र मोदी ने रविवार को भावनगर में आयोजित “समुद्र से समृद्धि” कार्यक्रम में 33,600 करोड़ रुपये से अधिक की परियोजनाओं का शिलान्यास और उद्घाटन किया। इस अवसर पर उन्होंने समुद्री क्षेत्र को भारत की समृद्धि और आत्मनिर्भरता की कुंजी बताया और “चिप टू शिप” निर्माण के माध्यम से एक नए भारत के निर्माण की बात कही।
आत्मनिर्भर भारत का मंत्र
अपने संबोधन में, प्रधानमंत्री ने कहा, “2047 तक विकसित भारत के संकल्प को साकार करने का एकमात्र रास्ता आत्मनिर्भरता है। विदेशी निर्भरता भारत के लिए सबसे बड़ा खतरा है। हमारा भविष्य दूसरों पर नहीं, बल्कि हमारे अपने हाथों में होना चाहिए।” उन्होंने आगे कहा कि सरकार भारत की समुद्री संस्कृति को नई ऊँचाइयों पर ले जाने के लिए लगातार नीतिगत बदलाव कर रही है।
समुद्री क्षेत्र में ऐतिहासिक परिवर्तन
प्रधानमंत्री मोदी ने कहा कि पिछले एक दशक में बंदरगाहों की क्षमता दोगुनी हो गई है और भारत अब दुनिया के शीर्ष तीन समुद्री देशों में शामिल है। उन्होंने जहाज निर्माण क्षेत्र में भारत के उत्थान का उदाहरण देते हुए कहा कि हाल ही में आईएनएस विक्रांत सहित 40 स्वदेशी जहाज बनाए गए हैं। उन्होंने कहा, “एक जहाज निर्माण से रोज़गार के साथ-साथ 600 अन्य रोज़गार के अवसर पैदा होते हैं। यह समुद्री क्षेत्र का गुणक प्रभाव है।”
उन्होंने आगे कहा कि लोथल में दुनिया का सबसे बड़ा समुद्री संग्रहालय बन रहा है, जो भारत की समुद्री विरासत का एक भव्य प्रतीक होगा।
गुजरात की प्रमुख भूमिका
कार्यक्रम में, मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा, “आज, प्रधानमंत्री के विजन के तहत, गुजरात देश के 39% माल का संचालन करता है। बंदरगाह-आधारित उद्योग, एलएनजी टर्मिनल, कंटेनर सुविधाएँ और समुद्री बुनियादी ढाँचा तेज़ी से विकसित हुआ है।” उन्होंने आगे कहा, “गुजरात सौर और पवन ऊर्जा के क्षेत्र में अग्रणी है। आज, राज्य देश के नवीकरणीय ऊर्जा उत्पादन में 60% योगदान दे रहा है।”
मुख्यमंत्री ने नागरिकों से नवरात्रि और दिवाली जैसे त्योहारों पर स्वदेशी उत्पादों का उपयोग करने और प्रधानमंत्री के “लोकल फॉर वॉयस” के मंत्र को जीवन में उतारने का आह्वान किया।[:]