[:gj]પશુ સારવારનું ખાનગીકરણ કરી એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ શરૂ કરતી ગુજરાત સરકાર[:en]Privatized – Mobile Veterinary Hospitals for 3.5-Cr livestock in 4600 villages of Gujarat[:hn]निजीकृत – गुजरात के 4600 गांवों में 3.5-करोड़ पशुधन के लिए मोबाइल पशु चिकित्सा अस्पताल[:]

[:gj]ગાંધીનગર, 23 જુન 2020

એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુને આરોગ્ય રક્ષા કવચ પુરું 108 મોબાઇલ પશુ દવાખાના 22 જૂન 2020થી શરૂ થયા છે. ૧૦ ગામ દિઠ એક મોબાઇલ – હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે મળશે. પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં ખાનગી ધોરણે શરું કરી છે.

૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાનાથી ૪૬૦૦ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ગમાણ સુધી  આરોગ્ય સંભાળ સુવિધા આવનારા દિવસોમાં મળશે.  ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે પશુસારવાર મળશે.

બજેટમાં જે ખેડૂત પ્રાકૃતિક ખેતી ગાયોના છાણથી ખેતી કરશે એટલે કે ઓગ્રેનિકથી એક કદમ આગળ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થશે તેને ગાય દીઠ દર મહિને ૯૦૦ રૂપિયા રાજ્ય સરકાર સબસીડી આપવાની છે.

નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઇ શકશે. સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે.

ગુજરાતમાં પશુઓની સારવાર કરવા માટે હવે ખાનગીકરણ થઈ ગયું છે. જેનો વિરોધ પશુ તબીબો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 450 પશુ તબીબો કહે છે કે 108 એમ્બ્યુલંસની જેમ હવે સરકારે પશુઓને સારવાર આપવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આખા રાજ્યમાં તે થઈ રહ્યું છે. ઓક્ટોબર-2017થી રાજયમાં 1962-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુંગાપ્રાણીઓને સારવારના બહાને, કરૂણાના રૂપકડા નામે અમલ કરાવી દીધો હતો.

હાલ ગુજરાત રાજ્યમાં પશુ આરોગ્ય માટે ૩૩ જિલ્લામાં વેટરનરી પોલિક્લિનીક, પશુ દવાખાના, મોબાઇલ પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે  ‘108’ સેવાની જેમ જ GVK-EMRI મારફતે જનભાગીદારીથી રાજ્યના પશુ-પક્ષીઓને અકસ્માત-ઇમરજન્સીમાં સારવાર આપવામાં આવી રહી છે. જેનો વિરોધ ગુજરાતમાં ચારેકોર થઈ રહ્યો છે.

ઓક્ટોબર-2018ના રોજ આ ‘1962’ને એક વર્ષ પૂર્ણ થયું હતું, સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે 37,672 ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં 31, ઓક્ટોબર,2018 સુધીમાં 37 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 25,564 કોલ પર સેવા મળી હતી. બાકીના 12 હજાર લોકોને સેવા મળી શકી ન હતી.

સપ્ટેમ્બર 2018 પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની 43 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોઇ 10 વર્ષ બાદ જુલાઇ માસમાં 280 બેઠકો ભરવાની રૂપાણી સરકારે જાહેર કરી હતી. 15 ઓગસ્ટે માત્ર 40 તબીબોની ભરતી કરાશે તેવું પ્રસિદ્ધ થતાં વિદ્યાર્થીઓએ સરકારની આ નીતિનો વિરોધ કરી આણંદ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર  આપ્યું હતું.

ગુજરાત રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારીની 43 ટકા 1151 તબીબોની જગ્યાઓ ખાલી છે. દર 5000  પશુએ એક પશુ દવાખાનું હોવું જોઇએ. જેની સામે ગુજરાતમાં 27 હજાર પશુએ એક પશુ દવાખાનું છે.

(B.V.Sc. A.H.)ની ડિગ્રી ધરાવતા 5 હજાર પશુચિકિત્સકને નિરાશા સાંપડી છે. ગુજરાત કૃષિ અને પશુપાલન આધારિત રાજ્ય હોવા છતાં પશુ ચિકિત્સા અધિકારીની ભરતીમાં 85 ટકા નોકરીનો  કાપ ભાજપની રૂપાણી સરકારે મૂકેલો છે, જે પશુપાલન માટે આઘાતજનક છે એમ તબીબો માને છે.

જ્યાં સૌથી મોટી દૂધની ડેરી આવેલી છે તે આણંદ જિલ્લામાં 7.50 લાખ પશુધન છે. જેમાં 20 પશુદવાખાનાઓમાં માત્ર 12 જ તબીબો છે.

આપાતકાલીન સ્થિતિ માટે ગુજરાતમાં ભાજપની મૂડીવાદી સરકારે 108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી.  જેના 10 વર્ષ બાદ પશુપંખીઓને સારવારના બહાને “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962”  શરૂ કરીને દૂધ આપતા પ્રાણીઓમાં પણ તેને પાછલા બારણેથી લાગુ કરી દેવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ 11 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 સેવા 2017થી ઉપલબ્ધ બનાવી હતી.

https://twitter.com/CMOGuj/status/1275064527407550471[:en]Gujarat has now been privatized to treat animals. Which is being opposed by veterinarians. 460 veterinarians working on contract in Gujarat say that like 108 ambulances, the government has now given private contracts to treat animals. It is happening all over the state. Vijay Rupani, the Chief Minister of 1962-Karuna Animal Ambulance in the state from October-2017, had implemented the metaphor of compassion under the pretext of treating mute animals.

With an aim to provide health security cover at the spot to over 3.5-crore of livestock of Gujarat, on the highly successful GVK EMRI PPP-Model, launched ‘The 108 Mobile Veterinary Hospitals’ in Gujarat on 22 Juve 2020.

The rural cattle breeders can avail the home services of 108 mobile veterinary hospitals between 7 AM and 7 PM by dialing ‘On Call’ 1962 number during all the 365 days of the year. Gujarat, wants to be leader in ‘White Revolution’ and ‘Green Revolution’ with healthy and prosperous livestock.

Provide a unit of ‘108 Mobile Veterinary Hospital’ for a group of 10 villages. In total 460 ‘108 Mobile Veterinary Hospitals’ would be made operational soon to cover more than 4600 villages of Gujarat. As every unit of ‘108 Mobile Veterinary Hospital’ has been equipped with GPS system, their services’ would be monitored using the real-time monitoring system of CM Dashboard from Gandhinagar.

Almost every farmer is cattle breeder and every cattle breeder is farmer.  ‘White Revolution’ and ‘Green Revolution’, which can be achieved by taking good care of livestock. Encourage the farmers to make complete organic farming using cows’ dung, in this budget the state government is going to give a subsidy of Rs. 900 on each cow per month.

https://twitter.com/CMOGuj/status/1275064527407550471[:hn]गांधीनगर, 23 जून 2020

जानवरों के इलाज के लिए गुजरात का अब निजीकरण कर दिया गया है। जिसका पशु चिकित्सकों द्वारा विरोध किया जा रहा है। गुजरात में अनुबंध पर काम कर रहे 460 पशु चिकित्सकों का कहना है कि 108 एंबुलेंस की तरह, सरकार ने अब जानवरों के इलाज के लिए निजी अनुबंध दिए हैं। यह पूरे राज्य में हो रहा है। अक्टूबर, 2017 से राज्य में 1962-करुणा पशु एम्बुलेंस के मुख्यमंत्री विजय रूपानी ने मूक पशुओं के इलाज के बहाने करुणा का रूपक लागू किया था।

अत्यधिक सफल GVK EMRI PPP-Model पर गुजरात के 3.5-करोड़ से अधिक पशुधन को स्वास्थ्य सुरक्षा कवच प्रदान करने के उद्देश्य से, 22 Juve 2020 को गुजरात में Mobile 108 मोबाइल पशु चिकित्सा अस्पताल ’का शुभारंभ किया गया।

ग्रामीण मवेशी प्रजनक वर्ष के सभी 365 दिनों के दौरान ‘ऑन कॉल’ 1962 नंबर डायल करके सुबह 7 बजे से शाम 7 बजे के बीच 108 मोबाइल पशु चिकित्सा अस्पतालों की घरेलू सेवाओं का लाभ उठा सकते हैं। गुजरात, स्वस्थ और समृद्ध पशुधन के साथ ‘श्वेत क्रांति’ और ‘हरित क्रांति’ में अग्रणी होना चाहता है।

10 गांवों के समूह के लिए a 108 मोबाइल पशु चिकित्सा अस्पताल ’की एक इकाई प्रदान करें। गुजरात के 4600 से अधिक गांवों को कवर करने के लिए कुल 460 total 108 मोबाइल पशु चिकित्सा अस्पतालों को जल्द ही चालू किया जाएगा। जैसा कि V 108 मोबाइल वेटरनरी अस्पताल ’की प्रत्येक इकाई जीपीएस प्रणाली से लैस है, उनकी सेवाओं की निगरानी गांधीनगर से सीएम डैशबोर्ड की वास्तविक समय की निगरानी प्रणाली का उपयोग करके की जाएगी।

लगभग हर किसान पशु ब्रीडर है और हर पशु ब्रीडर किसान है। ‘श्वेत क्रांति’ और ‘हरित क्रांति’, जो पशुधन की अच्छी देखभाल करके प्राप्त की जा सकती है। किसानों को गायों के गोबर का उपयोग करके पूर्ण जैविक खेती करने के लिए प्रोत्साहित करें, इस बजट में राज्य सरकार रुपये की सब्सिडी देने जा रही है। प्रति माह प्रत्येक गाय पर 900।

https://twitter.com/CMOGuj/status/1275064527407550471[:]