[:gj]કોંગ્રેસમાં ફરી બાળવાની તૈયારી? કોણ કરશે બળવો?[:]

[:gj]કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો. પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનું નામ જ આવે છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ રાહુલની યંગબ્રિગેડના બે મહત્વના નેતા હતા અને તેમના બળવાથી કોંગ્રેસમાં ચિંતા થવી સ્વાભાવિક છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક નેતાનું કહેવું છે કે જે નેતાઓને ઓછા સમયમાં વધારે જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની ક્ષમતાઓ અને પ્રભાવથી પાર્ટી માહિતગાર પણ છે. તેવામાં જો તે નેતા હાલમાં સંતુષ્ટ નથી તો તેનો મતલબ સ્પષ્ટ છે કે કંઈક ગડબડ ચોક્કસથી છે.

વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા

નોંધનીય છે કે કોંગ્રેસની અંદર સૌથી મોટા નિર્ણયો સીડબલ્યુસી દ્વારા લેવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે પાયલટ અને સિંધિયાની ઓળખ કોંગ્રેસમાં રાહુલ બ્રિગેડના નેતાઓના રૂપમાં થતી હતી. હાલમાં બંને જણાએ બળવો કર્યો છે. વાત જયારે રાહુલ બ્રિગેડની આવે છે તો તેમાં હરિયાણાથી અશોક તંવર, મધ્ય પ્રદેશ યુનિટના ભૂતપૂર્વ વડા અરૂણ યાદવ, મુંબઈના ભૂતપૂર્વ વડા મિલિંદ દેવડા અને સંજય નિરૂપમ, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવા, ઝારખંડ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અજય કુમાર અને કર્ણાટકના ભૂતપૂર્વ વડા દિનેશ ગુંડૂનું નામ સામે આવે.

વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

[:]