[:gj]RSS દ્વારા સહાય વિતરણમાં શું લોચો માર્યો ? [:]

[:gj]અમદાવાદ, 23 એપ્રિલ 2020

કુદરતી આફત, માનવ સર્જિત રોગચાળો, મહામારીના સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજનું મનોબળ વધારવા હંમેશા અગ્રેસર રહ્યો છે. કોરોના એક વિશિષ્ટ પરિસ્થિતિ છે, એટલે શાસન અને પ્રશાસનની સાથે રહી ને, એમની સૂચનાનું પાલન કરી ને સમાજમાં સેવાકાર્યો શરૂ કર્યા જે આજ સુધી આવશ્યકતા પ્રમાણે સાતત્ય પૂર્વક ચાલી રહ્યા છે.

વર્તમાન સમયમાં કોરોનાની જાણકારી, ચેપ ના લાગે એની સાવચેતી અને ગરીબ, મજુર અને વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને ભોજન એ પ્રાથમિક રીતે આવશ્યક લાગતા સેવા ભારતી, ડૉ. આંબેડકર વનવાસી ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ ના નેજા હેઠળ ગુજરાતભરમાં સેવા કર્યોનો આરંભ કર્યો છે.

આયુર્વેદિક કાઢા વિતરણ અને હોમિયોપેથી

કોરોના એક એવો વાયરસ છે જેની રસી કે ઈલાજ આજ સુધી શોધાયો નથી, આવી પરિસ્થિતિમાં મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ વધે તો એ આ મહામારીથી બચી શકે. રાજ્યભરમાં અનેક સ્થાનો પર આયુર્વેદિક કાઢો અને હોમિયોપેથી માં ઉપયોગમાં લેવાતી Aresnic album નામની દવાનું વિતરણ કરવામાં આવ્યું. 509766 લોકોને આયુર્વેદિક કાઢો અને 400446 લોકોને હોમિયોપેથી દવા આપવામાં આવી. વિસનગર અને પાલનપુર જિલ્લામાં રોજ લગભગ સાત થી આઠ હજાર લોકો ને કાઢો અને હોમિયોપેથી દવા આપવામાં આવી રહી છે. એવી જ રીતે ભરૂચ જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજની અને અગાઉની વિગતોમાં ભારે વિસંગતતા જોવા મળે છે. આરએસએસ દ્વારા ગુજરાતમાં 1 કરોડ લોકો માટે દવાઓ આપવામાં આવી હોવાની અખબારી યાદી જાહેર કરી હતી.

16 એપ્રિલ 2020 સુધી કરવામાં આવેલ સેવા કાર્યની વિગતો સંઘ દ્વારા જાહેર કરાઈ હતી, જેમાં આ વિગતો હતી. 

આયુર્વેદ કીટ -: 519466
હોમિયોપેથીક કિટ -: 405515
ખાદ્ય અનાજની કીટ -: 159669
ફૂડ પેકેટ. -: 534958
અન્ય પ્રકારની સેવા -: 66636
માસ્ક -: 29872
જાગૃતિ પત્રિકા -: 12550
વિસ્તરણ -: 4405
કુલ સ્વયંમસેવકો -: 34164

આમ, એટલા માટે ફરીથી અખબારી યાદી સંઘ દ્વારા બહાર પાડવામાં આવી છે.

ભોજન સામગ્રી અને તૈયાર ભોજન

અત્યાર સુધીમાં 534958 જેટલા લોકો ના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એક પરિવાર ને 7 દિવસ ચાલે એટલા રાશન ની કીટ તૈયાર કરી ને 159669 પરિવારો સુધી પહોંચાડવામાં આવી છે.

પ્રશાસન અને પોલીસ સાથે સંપર્કમાં રહીને વિસનગરમાં રોજના 300 પરિવારોને ભોજન કીટ અપાઈ તો પાલનપુર , પાટણ તેમજ મહેસાણામાં તૈયાર ભોજન અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

અહમદાબાદમાં બાર વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જ્યાંથી જરૂરિયાતમંદો ને આવશ્યક રાશનકીટ વિતરિત કરવામાં આવે છે.

સુરતના રાંદેર, અંબિકા, ઉઘના, લીંબાયત . વરાછા, સરથાણા સમેત સુરતના તમામ એવાં વિસ્તાર જ્યાં આવશ્યકતા જણાયી છે ત્યાં તૈયાર ભોજન અને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.

નવસારી, વલસાડ, વ્યારા, બારડોલી વગેરે તાલુકાઓ માં રોજની સરેરાશ 300 જેટલા પરિવારો ને રાશન કીટ અને 3500 જેટલા લોકોને તૈયાર ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

ભરૂચ, છોટા ઉદેપુર , વડોદરા, પંચમહાલ, આણંદ ,નડિયાદ અને ખેડામાં પણ તૈયાર ભોજન તેમજ રાશન કીટ નઉ વિતરણ કરાઈ રહ્યું  છે.

માસ્ક અને સેનેટાઈઝર વિતરણ, પત્રિકા વિતરણ

29872 જેટલા માસ્ક નું વિતરણ કર્યું. કોવિડ 19 એ વાયરસ, એના લક્ષણો, સાવચેતીની વાતો વગેરેની સમજ સમાજમાં વધે એ હેતુથી પત્રિકાઓનું પણ વિતરણ કર્યું હતું. કર્ણાવતીમાં રાત દિવસ ખડે પગે ઉભા રહી લોક ડાઉનનો અમલ કરાવતી પોલીસને ક્યાંક માસ્ક તો ક્યાંક સેનેટાઈઝર, હેન્ડગ્લોઝ તો ક્યાંક નારંગી અને ચાનું વિતરણ સ્વયંસેવકો કરી રહ્યા છે.

ગુજરાતમાં 4405 સ્થાન પર કોરોના નિર્મિત પરિસ્થિતિ ને પહોંચી વળવા રાજ્યભરમાં 34164 જેટલા સ્વંયસેવકો કાર્યરત છે.[:]