[:gj]ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો – ઊર્જા મંત્રી સૌરભ પટેલ[:]

[:gj]નાગરિકોને વીજ વપરાશ માટે ઇલેક્ટ્રિસિટી ડયુટીનુંભારણ ન આવે તે માટે અમારી સરકારે ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો કર્યો છે.  દુકાનદારો/ વેપારીઓ/ કારીગરોને તથા વ્યવસાયની ઓફિસો ધરાવનારને રાહત આપવા માટે ર૫ ટકાના અત્યારના વીજકરમાં ઘટાડો કરી ર૦ ટકા કરવામાં આવશે. જેનો લાભ રાજ્યના ૩૦ લાખ જેટલા દુકાનારો/ વેપારીઓ/ કારીગરોને અને આવી ઓફિસ ધરાવનારાને મળશે.રૂા. ૩ર૦ કરોડનું ભારણ રાજ્ય સરકાર વહન કરશે .

કોલ્ડ સ્ટોરેજ ઉપર વીજકરનો દર હાલ ર૦ ટકાથી અડધો કરી ૧૦ ટકા કરવામાં આવ્યો છે. વેરાકીય આવકમાં વાર્ષિક રૂા. ૩.૬૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જેનો લાભ રાજ્યમાં અસ્તિત્વ ધરાવતાં અંદાજિત ૧૩૦૦ કોલ્ડ સ્ટોરેજને મળશે.

મંદિરો, મસ્જીદો,ચર્ચ, ગુરૂદ્વારા, દેરાસર, અગિયારી જેવા વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો કે જયાં પૂજા, પ્રાર્થના કરવામાં આવતાહોય કે નમાઝ પઢવામાં આવતી હોય, તેમજ દેરી, સમાધિ, સ્મશાનગૃહ, દરગાહ, કબ્રસ્તાન જેવા સ્થળોના વીજ વપરાશ પર હાલ ર૫ ટકાના દરે વીજ કર ગ્રામ્ય વિસ્તારોમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૫ ટકા કરવામાં આવ્યો છે.  આવકમાં વાર્ષિક રૂા. પ.૧૧ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જેનો લાભ રાજ્યના અંદાજે ૧૦,૫૦૦ ધાર્મિક સ્થળોને મળશે.

પરિણામે રાજ્યની વેરાકીય આવકમાં વાર્ષિક કુલ રૂા. ૩ર૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, તેમ ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગૃહમાં કહ્યું હતું.[:]