[:gj]પેન્શન મેળવતા સિનિયર સિટીઝન નોમિનીમાં ફેરફાર કરવા માંગતા હોય તો ઓન લાઈન થઈ શકશે[:]

[:gj]રાષ્ટ્રીય પેન્શન યોજના -NPS- ના ગ્રાહકોના લાભ માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરએ નોંધણીમાં ફેરફાર માટે ઇ-સાઇન આધારિત ઓનલાઇન સુધારા સુવિધા શરૂં કરી છે. પેન્શનદારના મૃત્યું પછી કોને હક્કો આપવા તે અંગે નોમિની – વારસદાર બતાવેલા હોય તેમાં સુધારો કરવો હોય તો ઓન લઈન શઈ શકે છે. બીજી કેટલીક વિગતોમાં ફેરફાર કરવાની છૂટ ઓન લાઈન આપવામાં આવી છે.

એનપીએસમાં ઓનલાઈન નોમિનેશન કેવી રીતે બદલવું?

  • ઓનલાઇન નામાંકન બદલવા માટે, સબ્સ્ક્રાઇબર્સ તેમની સીઆરએ સિસ્ટમમાં ઓળખપત્રો સાથે લોગિન કરે છે અને ‘ડેમગ્રાફિક વિષયક ફેરફારો’ મેનૂ હેઠળ ‘વ્યક્તિગત વિગતો અપડેટ કરો’ વિકલ્પ પસંદ કરે છે.
  • ત્યારબાદ નોમિનીની વિગતો ઉમેરવા કે અપડેટ-સુધારા કરવા માટે વિકલ્પ પસંદ કરવો પડશે.
  • તે પછી નોમિનીનું નામ, નોમિની સાથેનો સંબંધ અને ટકાવારી શેર જેવી વિગતો સબમિટ કરવાની રહેશે.
  • એકવાર વિગતો સેવ કરીને કન્ફર્મ થઈ જાય, પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર , વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપીOTP) આવશે.
  • ઓટીપી સબમિટ કરવા પર, ગ્રાહકે ઇ-સાઇન વિકલ્પ પસંદ કરીને ફેરફારોને પ્રમાણિત કરવાની જરૂર રહેશે.
  • ગ્રાહકને ઈ-સહી માટે ઇ-સિગ્નેચર સર્વિસ પ્રોવાઇડરની લીંક પર લઈ જવામાં આવશે જ્યાં તેને આધાર, વર્ચ્યુઅલ આઈડી દાખલ કરવાની રહેશે અને ઓડીપી મોકલી ક્લિક કરો. યુઆઈડીએઆઇ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. સબસ્ક્રાઇબરે OTP સબમિટ કરવું પડશે અને વેરિફાઇડ OTP પર ક્લિક કરવું પડશે.
  • વેરીફિકેશન પછી, નોમિની વિગતો એનપીએસ રેકોર્ડમાં અપડેટ કરવામાં આવશે.
  • જો તે ઇ-સાઇન નિષ્ફળ જાય, તો ગ્રાહકે પેન્શન કચેરીએ જવું પડશે.

[:]