[:gj]રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં રૂ.૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે રૂ.૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ કરાશે. આ માટે રૂ. ૪૪ કરોડની જોગવાઇ કરાઇ છે. સાથે-સાથે અધિકારી-કર્મચારીઓના વિવિધ કક્ષાના આવાસોના બાંધકામ માટે પણ રૂ. ૧૦૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, પાટનગરમાં સી-કક્ષાના ૫૬ ક્વાર્ટર્સ રૂ.૧૫.૨૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે. ઉપરાંત બી અને સી કક્ષાના ૮૯૬ ક્વાર્ટર્સના કામો રૂ. ૨૩૫.૮૦ કરોડના ખર્ચે તથા કર્મયોગી ભવન અને સરકારી કચેરીઓ ખાતે રૂ. ૬૦ કરોડ નવા બ્લોકના પ્રગતિ હેઠળના કામો માટે ફાળવાયા છે. એટલુ જ નહી ચ-કક્ષાના નવા ૨૮૦ ક્વાર્ટર્સ રૂ.૮૫.૮૬ કરોડના ખર્ચે તથા બી-કક્ષાના નવા ૨૮૦ ક્વાર્ટર્સ નિર્માનના કામો રૂ.૫૯ કરોડના ખર્ચે શરૂ કરાશે.[:]
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:en]Gujarat: Uninterrupted power supply to be provided at a cost of ₹5,000 crore[:hn]गुजरात: 5 हजार करोड़ रुपये खर्च में बिजली लगातार दी जाएगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1.jpeg?resize=218%2C150&ssl=1)