[:gj]જુનાગઢમાં ભાજપનો અભિવાદન કાર્યક્રમ યોજાયો [:]

[:gj]ભાજપા દ્વારા ૨૪ જુલાઇ, ૨૦૧૯ના રોજ જુનાગઢ ખાતે સવારે ૧૧ કલાકે ગુજરાતની જનતાના વંદન-અભિનંદન માટે જનતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા. 

વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત વિવિધ જિલ્લા તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો છે.  વિજય માટે ભારતીય જનતા પાર્ટીના લક્ષ્યાવધિ કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો તેને પણ બિરદાવતાં કહ્યું છે કે, ગુજરાતની જનતા જનાર્દનની વિકાસની રાજનીતિને સ્વીકારવા સાથે સૌના સાથ – સૌના વિકાસ મંત્રમાં હવે સૌના વિશ્વાસની મ્હોર પણ આ ભવ્ય વિજયથી ભળી છે. 

મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળવાના વિજયોત્સવમાં સહભાગી થવા અને જૂનાગઢના નાગરિકોનો આભાર વ્યક્ત કરવા બુધવારે ૨૪ જુલાઈએ સવારે ભાજપા પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી સાથે જૂનાગઢ આવ્યા હતા.  

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, જાહેર થયેલ જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, ૫ જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ, ૪૬ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના પરિણામોમાં જનતાએ ભાજપને જનમત આપ્યો છે.

નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઈ શાહ,  વિજયભાઈ રૂપાણી,  નીતિન પટેલ, જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં ભાજપના સંગઠનના કાર્યકર્તાઓના પરીશ્રમનું આ પરીણામ છે. 

જુનાગઢની મહાનગરપાલિકાની ૬૦ બેઠકોની સામાન્ય ચૂંટણીમાં ૫૯નાં પરીણામોમાં ભાજપની ૫૪ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસ ને માત્ર ૦૧ બેઠક મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ૧ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપાનો વિજય થયો છે. જે અગાઉ કોંગ્રેસની હતી. ૦૫ જીલ્લા પંચાયત બેઠકો પેટાચૂંટણીઓમાં તમામ બેઠકો પર ભાજપા વિજયી થતા કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે જે અગાઉ કોંગ્રેસની ૪ જી.પં.સીટ હતી  તથા ૪૬ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીઓમાં ભાજપાને ૩૬ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી.

આમ, કુલ ૧૧૧ બેઠકોમાંથી ૯૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૮ બેઠકો મળી છે. આમ, જીલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય કોંગ્રેસનો તમામ જગ્યાએ રકાસ થયો છે જ્યારે ભાજપાનો ભવ્ય વિજય થયો છે. 

ભાજપે જૂનાગઢ મનપામાં ફરી એકવાર કેસરીયો લહેરાવ્યો છે. જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 મળી છે અને એક બેઠક કોન્ગ્રેસના નામે રહી હતી. કૉન્ગ્રેસનું માંડ એક બેઠક મળી છે. ભાજપને જૂનાગઢ મનપાને કોન્ગ્રેસ મુક્ત કરવામાં કોન્ગ્રેસના ઉમેદાર મંજુલાબેન આડે ઉભા રહ્યાં હતા. મંજુલાબેન એકમાત્ર કોન્ગ્રેસના ઉમેદવાર છે જેમણે કોન્ગ્રેસને જૂનાગઢ મનપામાં જીવત રાખી છે. ઉલ્લેખનીય છે કે એનસીપીને પેટાચૂંટણીમાં ભાજપ કરતા 4 ગણી 4 બેઠક મળી હતી.

હાર પછી પણ કોન્ગ્રેસના નેતાઓ હારને સ્વીકાર કરવા તૈયાર નથી. વિપક્ષના નેતા સતિષચંદ્ર વીરડાની પેનલમાં હાર થતા તેમણે કહ્યું હતું કે, જૂનાગઢની પ્રજા વિકાસ નથી ઈચ્છતી. જો કે હાલ તો ભાજપ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢ ભાજપે જીતની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની તમામ પાંચ બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર જીત મેળવી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી હતી.[:]