[:gj]પાડોશી રાજ્યો પાસેથી લેવાના છે 6436 કરોડ[:]

[:gj]ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કારણે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કરોડોની ટેક્સની રકમ ગુમાવવી પડી રહી છે. પરંતુ બીજી તરફ નર્મદા સરોવરની કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. જેમાં ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કરોડોની રકમ લેણી નીકળે છે. જો આ લેણી રકમ ગુજરાતને મળે તો ઘણો ફર્ક પડી શકે છે. જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી ૪૩૯૬ કરોડનું લેણુ છે.ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કુલ ૬૪૩૬ કરોડ રૂપિયા લેણા છે. આ લેણું પુનઃ વસવાટ, વ્યાજખર્ચ અને બિન વિવાદીત રકમને લઇને લેણા છે. જ્યારે મહારાષ્ટ્ર પાસેથી ૧૪૮૪ કરોડ જ્યારે રાજસ્થાન પાસેથી ૫૫૪ કરોડ રૂપિયા લેણુ નીકળે છે. ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીની આ રકમ લેણી છે. જે લેણી રકમની ઉઘરાણી જો થાય તો ગુજરાત સરકારને મોટી રકમની આવક થઇ શકે તેમ છે.

રાજયલેણું
ગુજરાત6436
મધ્યપ્રદેશ4396
મહારાષ્ટ્ર1484
રાજસ્થાન554

[:]