[:gj]ભારત-વેસ્ટ ઇન્ડિઝ સીરીઝના કાર્યક્રમમાં ફેરફારઃ પ્રથમ ટી-૨૦ હૈદરાબાદમાં યોજાશે[:]

[:gj]હૈદરાબાદ,તા.૨૫
બીસીસીઆઈએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર ત્રણ મેચની ટી-૨૦ની પ્રથમ અને છેલ્લી મેચના સ્થળમાં ફેરફાર કર્યો છે. જે શ્રેણીની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરના રોજ હૈદરાબાદ અને છેલ્લી મેચ ૧૧ ડિસેમ્બરના રોજ મુંબઇ ખાતે રમાશે.

પ્રથમ મેચ મુંબઇ ખાતે ૬ ડિસેમ્બરના રોજ રમાવવાનો હતો. પરંતુ, તે દિવસે બાબરી મસ્જિદ વિદ્વંસની વર્ષી અને સંવિધાનના નિર્માતા ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ પણ છે. જેને લઇને મુંબઇ પોલીસે સુરક્ષા તૈનાત કરવામાં પાછીપાની કરી હતી કારણે કે તે દિવસે લાખોની સંખ્યામાં આંબેડકરના સમર્થક દાદર સ્થિત રહેલ ચૈત્યભૂમિ ખાતે આવતા હોય છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે,” બીસીસીઆઈ મુંબઇ અને હૈદરાબાદમાં રમાનાર મેચના સ્થળમાં ફેરફાર કરવા તૈયાર થઇ ગયુ છે. અમે હૈદરાબાદ ક્રિકેટ સંધના અધ્યક્ષ મોહમ્મદ અઝરુદિનની સહમતિ મળ્યા બાદ આ પગલુ ભર્યુ છે.મળતી માહિતી મુજબ એચસીએના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અઝરુદિને આ ફેરફારમાં મહત્વની ભૂમિકા અદા કરી છે, નહીતર આ મેચનું આયોજન મુંબઇ પાસેથી લઇ લેવામાં આવ્યુ હોત.[:]