[:gj]યુવતીના કારણે રાજકોટમાં NSUI દ્વારા પ્રોફેસર પર ફેંકાઇ શાહી[:]

[:gj]રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, આ વખતે પીએચડીના ગાઇડ પર એક યુવતિએ છેડતીનો આરોપ લગાવ્યો છે, જેને લઇને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પ્રોફેસર પર શાહી ફેંકીને તેનો વિરોધ કરવામાં આવ્યો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે એસોસીએટ પ્રોફેસર ડો.રાકેશ જોશીએ છેડતી કરી હોવાનું સામે આવ્યું છે, આ મામલે એસોસીએટ પ્રોફેસરને યુનિવર્સિટી દ્વારા નોટીસ પણ પાઠવવામા આવી છે. જો કે આ મામલે વિદ્યાર્થીનીના વાલીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે.

બીજી બાજુ ઘટના સામે આવતા યુનિવર્સિટી દ્વારા એક સેલ્ફ ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે, જેમા પ્રોફેસરોએ યુનિવર્સિટીના સમય દરમિયાન જ વિદ્યાર્થીઓને મળવાનું રહેશે, તેમજ સોશિયલ મીડિયામાં વધુ વાત ન કરવી, જેવા જુદા જુદા નિયમો બનાવવામાં આવ્યાં છે, ઉલ્લેખનીચ છે કે આ પહેલા પણ સોરાષ્ટ્ર યુનિ.ના પીએચડી ગાઈડ નિલેશ પંચાલ દ્વારા એક વિદ્યાર્થીનીને છેડતી કર્યાની ઘટના સામે આવી હતી, જે બાદ તેમની ગાઈડશીપ પણ રદ્દ કરવામા આવી હતી.[:]