[:gj]વિદ્યાર્થીએ નૈસર્ગિક જંતુનાશક દવા બનાવી, દવાથી છોડનો વિકાસ 20 ટકા વધી જાય છે[:]

[:gj]આણંદના વલ્લભવિદ્યાનગર ખાતે માસ્ટર ઓફ બાયોટેકનોલોજીમાં અભ્યાસ કરતા કપડવંજના વિદ્યાર્થી જીમીશ પરેશ પટેલે એક અદભુત નેચરલ પેસ્ટિસાઈડ્ઝની શોધ કરી છે. તેમની આ શોધ અંગે સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે નવી ઓર્ગેનિક પદ્ધતિ વિકસાવી છે. હાલ પેસ્ટીસાઈઝ જંતુનાશકો વપરાય છે, તેના સ્થાને કુદરતી દવા વાપરીને મબલખ ઉત્પાદન મેળવી શકાશે. ખેતરોમાં ઉગાડવામાં આવતા પાકમાં બેક્ટેરિયા કે ફૂગ મોટા પ્રમાણમાં લાગતી હોય છે. તેનો નાશ કરવા માટે રાસાયણિક દવા વાપરવામાં આવે છે. જેના કારણે બીજા લાખો જીવો કમોતને ભેટે છે. જમીન પણ નિર્જીવ બની જાય છે. આ યુવાને કરેલા સંશોધન પ્રમાણે છોડ ઉપર નૈસર્ગિક દવા છાંટવાના કારણે રોગમુક્તિ મળે છે. એટલું જ નહિ છોડ પર આ મિશ્રણ છાંટવામાં આવે છે તેના કારણે છોડનો વિકાસ અગાઉ કરતાં 20 ટકા વધારે જોવા મળે છે. તેમના આ રિસર્ચને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઇન્ટરનેશનલ બોટનીમાં પ્રસિદ્ધ થઈ છે. બનાવેલી આજે નૈસર્ગિક જંતુનાશક દવામાં 15 પ્રકારની અલગ-અલગ વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં લીમડો, ધતૂરો, તમાકુ, ગૌમૂત્ર અને બીજી કેટલીક ઔષધિઓ તેમાં નાંખવામાં આવી છે. એ મિશ્રણ પર ખાસ પ્રકારની પ્રક્રિયા કરીને તે તૈયાર કરવામાં આવે છે. જેના કારણે છોડ પરના રોગ દૂર થાય છે. તેનો વિકાસ પણ એકદમ ઝડપી બને છે. આ શોધ બાદ ગુજરાતના લાખો ખેડૂતોને એનો ઘણો ફાયદો થઈ શકે એમ છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા તેની પેટન્ટ મેળવી ને ગુજરાતના ખેડૂતોને આનો ફાયદો આપવામાં આવે તેવી પણ તૈયારીઓ ચાલી રહી છે. મોટા પ્રમાણમાં નૈસર્ગિક દવાનું ઉત્પાદન થાય તો હાલના જંતુનાશકો વાપરીને જમીન નો નાશ થઈ રહ્યો છે અને કેન્સર જેવા ઘાતક રોગ પેદા થઈ રહ્યા છે, તે અટકાવી શકાય તેમ છે.[:]