[:gj]5 લાખ ગેરકાયદે મકાનોને કાયદેસર કરી મોટું ચૂંટણી ફંડ કોણ મેળવશે ? [:]

[:gj]ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગેરકાયદેસર ઈમ્પેકટનો અમલ થાય તેવી શકયતા છે. હેરીટેજ મિલ્કતોમાં ચાલી રહેલી હોટેલો સામે કાર્યવાહી ન કરવામાં કાયદો આગળ કરવામાં આવે છે. સુરેન્દ્ર પટેલ, મેયર અને ભાજપના અનેક નેતાઓ ચૂંટણી માટે કરોડોનું ભંડોળ એકઠું કરવા માટે આ કામ કરવા માટે ઉપરથી મંજૂરી માંગવામાં આવી રહી છે.

જો કોઈ વિવાદ વગર અમદાવાદમાં તેનો અમલ થાય તો બાકીની 7 મહાનગર પાલિકામાં તેનો અમલ કરીને સમગ્ર ગુજરાતમાં 18 લાખ ગેટકાયદે મકાનો કાયદેસર કરવાનું પણ રાજનેતાઓ વિચારતા અચકાશે નહીં.

અમદાવાદ મહાનગર પાલિકાની ચુંટણીઓ નજીક આવી રહી હોવાથી શાસકપક્ષ દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા વિચારણા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રાજકારણીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ-માફીયાઓની મજબુત સાંઠગાંઠના પરીણામે ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા વધી રહી છે.

રાજય સરકારે ર૦૧રમાં ઈમ્પેકટ કાયદો લાવી ગયા વર્ષે તેનો અમલ પૂર્ણ થયો છે. ર૦૧૦-૧૧ના વર્ષમાં પાંચ લાખ ગેરકાયદેસર બાંધકામો હોવાની એફીડેવીટ વડી અદાલત સમક્ષ કરી હતી. ઈમ્પેકટ કાયદા અંતર્ગત તંત્રને ર.૪૩ લાખ અરજીઓ મળી હતી. જેમાં ૧.૧૦ લાખ બાંધકામો કાયદેસર કરવામાં આવ્યા હતા.

ત્યાં સુધીમાં બીજા એટલા જ ગેરકાયદે બાંધકામ ફરી થઈ ગયા છે. હવે તેને કાયદેસર કરવામાં આવે તો ભાજપને મોટું ચૂંટણી ફંડ મળી શકે તેમ છે.

ઈમ્પેકટની મુખ્ય શરત મુજબ જે બાંધકામો કાયદેસર થયા ન હોય તેને તોડી પાડવા ફરજીયાત છે.

5 લાખ કરતા વધારે અનઅધિકૃત બાંધકામો છે. જેને દૂર કરવામાં રાજકારણીઓ અને અધિકારીઓને કોઈ જ રસ નથી. નાના ફેરીયાઓ અને વેપારીઓને જ કનડગત કરવામાં વધારે રસ હોય તેમ લાગી રહયું છે.

સ્ટેન્ડીંગ કમીટીમાં કમીશ્નરે પણ પ્લાન મંજૂર થતા હોય તો તેને તોડવા નહીં તેવા કાયદાનો ઉલ્લેખ કર્યો હતો.[:]