[:gj]એએમટીએસનો ભાડાવધારો – AMTSના મુસાફરો ઘટ્યા પણ આવક વધી[:]

[:gj]4 જુલાઈ 2023 સુધીમાં અમદાવાદની લાલ અને લીલી બસે 1 જુલાઈથી ભાડા વધારો કર્યો છે. જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ એવી એએમટીએસ બસ સર્વિસમાં તંત્ર દ્વારા ભાડાવધારો કરાયો છે. ભાડાવધારો બીઆરટીએસ બસ સર્વિસમાં પણ કરાયો છે. 2014માં ભાડા વધાર્યા હતા.

હાલ AMTS માં લઘુત્તમ દર 3 રૂ, જયારે મહત્તમ 35 રૂ છે, જયારે BRTS માં લઘુત્તમ 4 રૂ અને મહત્તમ 32 રૂ. છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં મોટો ફેરફાર થતા AMC તંત્રની ભાડા વધારાની હિલચાલ ચાલી રહી છે. વિદ્યાર્થીનીના મહિનાના પાસના 300 છે જે વધારી 350 કરાયા છે. એએમટીએસના મનપસંદ ટિકિટના પુરુષના 35 રૂપિયાના 45 રૂપિયા કરાયા છે.એએમટીએસ, બીઆરટીએસના ક્વારટલી પાસનાં 2000 રૂપિયાના 2500 રૂપિયા કરાયા છે. તેમજ એએમટીએસ, બીઆરટીએસના મનપસંદ મંથલી પાસમાં 750 રૂપિયાના 1000 રૂપિયા કરાયા છે.

હવે એએમટીએસ અને બીઆરટીએસમાં લઘુત્તમ ભાડુ રૂા.પાંચ કરાયું હોઈ માત્ર છ સ્ટેજનાં ભાડા અમલમાં મુકાયાં છે. દરમિયાન, એએમટીએસ તંત્રની ધારણા મુજબ ભાડાવધારાથી દિલ્હીની મેટ્રોની જેમ પેસેન્જર્સ ઘટ્યા છેે, જાેકે આવકમાં વધારો થતાં આવકની દૃષ્ટિએ ભાડાવધારો ફળતાં તંત્ર ખુશખુશાલ છે.

જૂલાઈ 2023માં એ.એમ.ટી.એસ. વાર્ષિક રુપિયા ૩૭૫ કરોડ તથા બી.આર.ટી.એસ.રુપિયા ૧૫૦ કરોડની ખોટ કરી રહી છે.મ્યુનિ.તંત્રે બંને બસ સર્વિસના ભાડાના દર સમાન કરાયા હોવાનો દાવો કરવામા આવ્યો છે.વિપક્ષે ભાડા વધારાનો નિર્ણય પરત ખેંચવા માંગણી કરી છે. એ.એમ.ટી.એસ.ની રોજની રુપિયા ૨૫ લાખ આવક છે અને રોજ ૪.૧૪ લાખ લોકો મુસાફરી કરે છે.બી.આર.ટી.એસ.ની પણ ૨૫ લાખની આવક સામે રોજ બે લાખ જેટલા મુસાફરો મુસાફરી કરી રહયા છે.

હવે ૧૯ સ્ટેજના ભાડાના બદલે છ સ્ટેજના ભાડાના દર પહેલી જૂલાઈથી અમલમાં મુકવામા હતા.
એ.એમ.ટી.એસ.ના મુસાફરોને પણ એરકન્ડીશન બસનો લાભ મળી રહે એ માટે ૧૦૦ એ.સી.બસ ખરીદવા ૧૫ દિવસમાં ટેન્ડર પ્રક્રીયા તંત્ર દ્વારા કરવામા આવશે.૩૦૦ મીડી ઈલેકટ્રીક બસ નવ મીટર સુધીની આવવાથી આ બંને સર્વિસમાં તેને મુસાફરો માટે મુકવામા આવશે. એ.એમ.ટી.એસ.-બી.આર.ટી.એસ.ના જે રુટ ઉપર મુસાફરોનો ધસારો વધુ હોય ત્યાં ૨૫ ડબલ ડેકર ઈલેકટ્રીક બસ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી ફાળવવામા આવ્યા બાદ ઓનરોડ મુકવામા આવશે.

એએમટીએસ-બીઆરટીએસ માં નવા અમલમા મુકાનારા દર

કિલોમીટર નવા દર (રુપિયામાં)

૦-૩ ૦૫

૩-૫ ૧૦

૫-૮ ૧૫

૮-૧૪ ૨૦

૧૪-૨૦ ૨૫

૨૦ ૩૦
ગત તા.1 જુલાઈથી એએમટીએસમાં પેસેન્જર્સને વધુ ભાડું ચૂકવવું પડે છે. એએમટીએસમાં મહત્તમ ભાડું રૂા.30 થયું છે. બે કિ.મી.ના પહેલા સ્ટેજની જગ્યાએ હવે ત્રણ કિ.મી. કરાયા છે, જાેકેે મહિલાઓની મનપસંદ ટિકિટમાં કોઈ વધારો કરાયો નથી. ફક્ત પુરુષ મનપસંદ ટિકિટના રૂ.૩૫નાા બદલે રૂ.૪૫ કરાયા છે. પેસેન્જર્સને હવે રૂ.પાંચ, દસ, પંદર, પચીસ અને ત્રીસના દરની ટિકિટ લેવી પડશે એટલે છુટા પૈસાનો કકળાટ નહીં થાય તેવો તંત્રનો દાવો છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને 1 જુલાઈના ભાડાવધારાની પેસેન્જર્સની સંખ્યા અને આવકમાં થયેલા ફેરફાર અંગે પૂછવામાં આવતાં તેઓ કહે છે, તા.1 જુલાઈએ કુલ 3.40 લાખ પેસેન્જર્સ થયા હતા, જ્યારે તંત્રને રૂ.29.34 લાખની આવક થઇ હતી.

આની સરખામણીએ ગત તા.24 જૂન, શનિવારે એટલે કે ભાડાવધારાના એક અઠવાડિયાની પહેલાં કુલ 3.55 લાખ પેસેન્જર્સે એએમટીએસની સફર કરી હતી અને તે દિવસે તંત્રને રૂ.19.77 લાખની આવક થઇ હતી.

જાેકે એક જ અઠવાડિયામાં ભાડું વધતાં આશરે ૧૫ હજાર પેસેન્જર્સ ઘટી ગયા હતા. જાેકે પેસેન્જર્સ ઘટ્યા હોવા છતાં તંત્રની આવકમાં રૂ.સાડા નવ લાખ જેટલો વધારો થયો હતો.

શનિવારે પેસેન્જર્સ ઘટવા અંગે તંત્ર કહે છે, તે દિવસે શહેરમાં ભારે વરસાદના પગલે પણ પેસેન્જર્સ ઘટ્યા હતા. અનેક લોકોએ વરસાદની બીકથી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જાેકે રવિવારેે રજા હોઈ તે દિવસે પેસેન્જર્સની સંખ્યા સ્વાભાવિકપણે ઘટે છે એટલે તે દિવસના પેસેેન્જર્સ કે વકરો ખાસ ગણી શકાય તેમ નથી.

ભાડા વધારાને કારણે મુસાફરો સાથે કોઇ ઘર્ષણ ન સર્જાય તે માટે 176 જેટલા પૂર્વ કન્ડક્ટર અને 40 જેટલા કન્ટ્રોલર સ્ટાફને તમામ બસના રૂટ પર એક સપ્તાહ સુધી રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

એએમટીએસનો ભાડા વધારો અમલી
મ્યુનિ. સંચાલિત એએમટીએસ દ્વારા રૂ. 10 સુધીનો ભાવ વધારો કરીને બીઆરટીએસ અને એએમટીએસના ભાડા સરખા કરી દેવામાં આ‌વ્યા છે. એએમટીએસ દ્વારા બસના કિ.મી. પ્રમાણે 6 સ્લોટ પાડીને ભાડા નક્કી કરવામાં આવ્યા છે. AMTS બસના લઘુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ એએમટીએસ બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી પાંચ રૂપિયા કરવામાં આવ્યું છે .અમદાવાદમાં AMTS અને BRTSના ભાડામાં વધારો કર્યો છે. જેમાં AMTS અને BRTSનું ભાડું કોમન કરાયું છે. જેમાં બંનેમાં લઘુત્તમ ભાડું 5 રૂપિયા અને મહત્તમ ભાડું 30 રૂપિયા કરવામાં આવ્યું છે.

એએમટીએસની હવે નવી બસો AC હશે. આગામી 15 દિવસમાં એએમસી 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. એએમસી 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે. થોડા દિવસો પહેલા જ એએમટીએસના લાલ દરવાજાના નવા બસ ટર્મિનસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું.

છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો
અમદાવાદીઓને એક જગ્યાએથી બીજી જગ્યા માટે આવવા જવા માટે તકલીફ ન પડે તે માટે AMC દ્વારા AMTS-BRTS શરૂ કરવામાં આવી છે. જેથી રીક્ષાનાં મોંઘા ભાડા ન ખર્ચવા પડે. ત્યારે દિવસેને દિવસે પેટ્રોલ તેમજ સીએનજીનાં ભાવમાં પણ વધારો થતા હવે એએમસી દ્વારા પણ AMTS-BRTSનાં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે AMTSનું લઘુત્તમ ભાડું 3 રૂપિયા છે જે વધીને 5 રૂપિયા સુધી થઇ શકે છે. તેમજ AMTSનું મહત્તમ ભાડું અત્યારે 35 રૂપિયા છે. BRTSમાં લઘુત્તમ ભાડું 4 રૂપિયા છે અને મહત્તમ ભાડું 32 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં ફેરફાર થતાં વધારો થશે. છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો.

સત્તાવાળાઓએ જૂઠ ફેલાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી AMTS અને BRTSના ભાડામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન્હોતો.

અમદાવાદ બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (BRTS) તે સિસ્ટમ છે જે ‘જનમાર્ગ’ અથવા ‘લોકોના માર્ગો’ નામથી ઓળખાય છે. આ બીઆરટીએસ ઑક્ટોબર 2009માં કામગીરી શરૂ કરી હતી, અને રૂટના 12 કિલોમીટરથી 45 કિલોમીટર સુધી ચલાવવામાં આવે છે. આની સાથે મુસાફરોની સંખ્યામાં પણ વધારો જોવા મળીયો છે, BRTSની જ્યારે શરૂઆત થઇ હતી ત્યારે મુસાફરોની સંખ્યા આશરે 18,000 હતી જે આજે લગભગ 130,000 થઈ ગઈ છે.

AMTS બસ સેવા શહેર તેમજ બહારના ગામડાઓમાં ઉપલબ્ધ છે પરંતુ BRTS માત્ર અમદાવાદ શહેરમાં જ ઉપલબ્ધ છે.
મોટાભાગની BRTSમાં એસી છે પરંતુ AMTS નોન એસી છે.
AMTS છેલ્લા 60 વર્ષથી બસો અમદાવાદમાં ચાલે છે. AMTSની બસ સુવિધા હેઠળ 700 બસો દ્વારા દરરોજ 9 લાખ લોકો મુસાફરી કરે છે જે શહેરના મોટાભાગના રૂટને આવરી લે છે. તેનાથી વિપરીત, BRTS માત્ર 15 મહિના પહેલા શરૂ થઈ હતી અને માત્ર 1 લાખ મુસાફરો BRTS બસો દ્વારા મુસાફરી કરે છે જે પસંદગીના રૂટ પર ચાલે છે.

CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા
મળ્યું છે કે આ સંખ્યા માત્ર 12% છે. તેની સામે, 27%, જે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા લોકો કરતા બમણા કરતા વધુ છે, ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. CEPT યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ (CoE-UT)ના એસોસિયેટ પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાલિની સિન્હાએ જણાવ્યું હતું કે આ અભ્યાસ જાહેર પરિવહનની વર્તમાન અને ભાવિ સંભાવનાઓ પર ધ્યાન આપે છે. “વાહનોની વસ્તીમાં વધારો થવાથી, શહેર જાહેર પરિવહન પર પાછું પડવાનું બંધાયેલ છે. આ રીપોર્ટમાં એમ પણ કેહવામાં આવ્યું છે કે “ટેક-અવે ટ્રિપનો સમય, પરિવહનની ગુણવત્તા અને છેલ્લા-માઇલ કનેક્ટિવિટીને સંબોધિત કરે છે.” અમદાવાદીઓ શા માટે મુસાફરી કરે છે તેની સમજમાં, અભ્યાસ દર્શાવે છે કે 47% ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ કામ માટે મુસાફરી કરે છે, જ્યારે અન્ય 34% શિક્ષણ માટે મુસાફરી કરે છે. માત્ર 1% લોકોએ કહ્યું કે તેઓ સામાજિક હેતુઓ માટે મુસાફરી કરી રહ્યા છે, અને અન્ય 2% મનોરંજન માટે મુસાફરી કરે છે.

2023માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં ડબલ ડેકર ઇલેક્ટ્રીક 200 ચલાવવાનું નિર્ણય કરવામાં આવે છે. જે આગામી સમયમાં 25 નવી ઇલેક્ટ્રિક ડબલ બસ ખરીદવામાં આવશે. આ ઉપરાંત 18 મીટર લાંબી ઇન્ટર ચેન્જ બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બસ અમદાવાદ શહેરના ફરતે આવેલો રિંગ રોડ, આશ્રમ રોડ અને એસજી હાઇવે પર દોડાવવામાં આવી શકે છે. આ ઉપરાંત હવે અમદાવાદ શહેરમાં જે પણ નવી બસ ખરીદવામાં આવશે. તે એસી બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખાનગી લક્ઝરી બસ 35 રૂપિયા પ્રતિ કિ.મી. લેખે ભાડે મળી રહે છે ત્યારે AMTSના સત્તાધીશો CNG મીડી બસના પ્રતિ કિ.મી. 46.50 રૂપિયા ચૂકવવા ઉતાવળ કરી હતી.

AMTSના માનીતા ઓપરેટરો પાસેથી નવી 200 CNG મીડી બસ ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ હેઠળ લેવા માટે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા, જેમાં એક ઓપરેટર મેસર્સ ટાંક બસ ઓપરેશન પ્રા.લિમિટેડ દ્વારા 70 બસનો કોન્ટ્રાકટ આપવાનો તથા સેકન્ડ લોએસ્ટ ઓપરેટર મેસર્સ અર્હમ ટ્રાન્સપોર્ટેશન તથા થર્ડ લોએસ્ટ ઓપરેટર મેસર્સ આદિનાથ બલ્ક પ્રા.લિ.ને ફર્સ્ટ લોએસ્ટના ભાવે 65 બસ ચલાવવાની દરખાસ્ત AMTSની ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

ટેન્ડરમાં પ્રાઇઝ બીડ ખોલવાની તારીખ 28 ડિસેમ્બર 2021 હતી, તે જોતાં ખરેખર ટેન્ડર રદ કરવુ જોઇએ, પરંતુ માનીતા ઓપરેટરોને ખટાવવા માટે AMTSના રાજકિય નેતાઓએ મુદત એક મહિનો વધારી દેવામાં આવ્યો છે. હાલમાં ખાનગી ઓપરેટરોને કોઇ GST ચૂકવાતો નથી તેમ છતાં ભવિષ્યમાં ટેકસના માળખા મુજબ ઓપરેટરોને નિયમ મુજબ તફાવત ચૂકવવા અથવા વસુલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે, પરંતુ મ્યુનિ.માં મોટાભાગે ટેકસ ચૂકવવાનો જ આવતો હોવાના દાખલા છે.
દરખાસ્ત ખરેખર કોની કમાણી માટે મુકવામાં આવી તે બધા લાગતાવળગતા જાણે છે.

લાલદરવાજા સિટી બસ મથક ઇંગ્લેન્ડના લીડ્ઝ નગરના બસ મથકની નકલ

બજેટ
અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરા વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરાયુ છે. ૮૧૧૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ગત વર્ષે ૭૪૭૫ કરોડનુ બજેટ હતું. ૬૩૬ કરોડના વધારાવાળુ આ બજેટ છે. જેમાં રેવન્યુ ખર્ચ ૪૨૪૦ કરોડ, કેપિટલ ખર્ચ ૩૮૭૧ કરોડ સાથે કુલ ૮૧૧૧ કરોડનું બજેટ રજૂ કરાયુ છે.
આ વર્ષના અમદાવાદના ડ્રાફ્ટ બજેટમા ચૂંટણીની અસર જોવા મળી છે. અમદાવાદના નાગરિકો પર કોઇ વધારા ઝીંકાયા નથી. સામાન્ય વેરામાં કોઇ વધારો કરયો નથી. વોટર અને કન્ઝરવેશી ટેક્સમાં કોઇ વધારો નથી કરાયો. તો વાહન વેરો પણ વધારો નથી.
વર્ષ ૨૦૨૨-૨૩ મા કોને શું ફાળવાયુઃ
* બજેટમાં ટ્રાફિકના નિવારણ માટે ૬ કરોડ
* અર્બન ટ્રાન્સપોર્ટ માટે ૪૯૦ કરોડ
* બીઆરટીએસ માટે ૧૦૦ અને એએમટીએસ માટે ૩૯૦ કરોડ
* ૧૦૦ ઇલેક્ટ્રીક બસ ખરીદવાનું આયોજન

ભાડાવધારાના કારણો
હિસાબી ગોટાળા
બીઆરટીએસની પરિવહન સેવા માટે રચાયેલી જનમાર્ગ કંપનીમાં પણ હિસાબોની પદ્ધતિ યોગ્ય નહી હોવાની ટીકા ઇન્ટરનલ ઓડિટરના રિપોર્ટમાં કરાઈ છે. જંગી ખોટ કરતી આ કંપની ચલાવવી મુશ્કેલ હોવાનું ઓડિટરે જણાવતા જણાવતા મ્યુનિ. જરૂરી આર્થિક સહાય કરે જ છે અને કરતી રહેશે તેમ જણાવ્યું છે. જો કે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કંપની હંમેશા ખોટમાં જ ચાલતા હોય છે.
આ અંગે એક મુદ્દો એવો ઉભો થયો છે કે, મ્યુનિ.એ જનમાર્ગના પ્રમોટર તરીકે રૂા. ૫૮ કરોડ આપ્યા હતા તેની સામે મ્યુનિ.ને તેટલી રકમના શેર નતી ઇસ્યુ થયા કે નથી તેનો યોગ્ય રીતે હિસાબ રખાયો. આ અંગે ટીકા કરી વિપક્ષના નેતાએ ઉમેર્યું છે કે, ઓડિટ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, સપ્ટેમ્બર- ૨૦૧૬થી જનમાર્ગ કંપની દ્વારા પેસેન્જર ટેક્સનું એકાઉન્ટિંગ કરાયું નથી. એટલે કે ટેક્સની આ નાણાં સરકારમાં ભરાવા જોઈએ તે ભરાતા નથી.
ઉપરાંત કંપની અને સરકાર વચ્ચે જીએસટીના મુદ્દે રૂા. ૭ કરોડ જેવી મોટી રકમનો વિવાદ છે. મ્યુનિ.ની કંપની રૂા. ૯.૧૧ કરોડ જીએસટીના રીફંડની વાત કરી રહેલ છે તેની સામે જીએસટી ઓથોરિટી માત્ર રૂા. ૨.૪૯ કરોડના રિફંડની વાત જ કરે છે. આમ બન્ને વચ્ચે રૂા. ૬.૬૨ કરોડનો મોટો વિવાદ છે. બીઆરટીએસ વર્ષે ૫૪ કરોડનું જંગી નુકસાન કરે છે, નવી બસ રોજના એક લાખનું નુકસાન કરે છે જો કે આ ખોટ એએમટીએસના પ્રમાણમાં ઘણી ઓછી છે. એએમટીએસના રોજના ૧ કરોડ લેખે વર્ષે ૩૦૦થી ૩૬૫ કરોડનું નુકસાન કરે છે. જો કે જનમાર્ગની આર્થિક સ્થિતિ વખાણવા લાયક તો નહી પણ કંગાળ જેવી છે. બીજી તરફ નાણાંકીય બાબતમાં યોગ્ય નિયંત્રણ પણ નથી.
તેમજ જનમાર્ગની સ્થાવર મિલકતો કેટલી અને ક્યાં છે તેનું યોગ્ય રજીસ્ટર નથી. જો કે જનમાર્ગ કંપનીએ ઓડિટરના રિમાર્કસ પર એવો દાવો કર્યો છે કે, આ બાબતો સુધારી લેવાશે. મ્યુનિ.ની રિવર ફ્રન્ટ, સ્માર્ટ સિટી કંપની, હેરિટેજ ટ્રસ્ટ, મેડિકલ ટ્રસ્ટ- મેટ, નગરી ટ્રસ્ટ વગેરે તમામ સહયોગી સંસ્થાઓ અને કંપનીઓના હિસાબોમાં આ જ રીતે ઓડિટર દ્વારા ટીકા કરવામાં આવે છે. હમણાં જ રિવર ફ્રન્ટની મિટીંગમાં ઓડિટરે આકરી ટીકા કરી હતી. જો કે સંલગ્ન સંસ્થાઓના હિસાબોમાં મ્યુનિ.ના નાણાં રોકતા હોવાથી તેના હિસાબોને મ્યુનિ.ના ચીફ ઓડિટર પાસે ઓડિટ કરાવવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.

એપ્રિલ 2023માં AMTSમાં 2.64 કરોડની મંજૂરી સામે 4.87 કરોડનો ખર્ચ કરવાનું કૌભાંડ થયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)માં ઇલેક્ટ્રિક બસો માટે ૫૦ નંગ ચાર્જીંગ સ્ટેશન બનાવવા ૨.૬૪ કરોડની મંજૂરી સામે ૪.૮૭ કરોડનો ખર્ચ કરી દેવાના કૌભાંડ થયું હતું. નાણાંકીય લેતીદેતીના આક્ષેપોથી બચવા એએમટીએસ ચેરમેને પણ દરખાસ્ત પરત કરી હતી.

૫૦ નંગ ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ સ્ટેશન માટે રાજ્ય સરકારે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. જાગ ડિઝાઇનર્સ કન્સલ્ટન્ટને કુલ પ્રોજેકટ કોસ્ટના ૦.૫૮ ટકા ફી ચૂકવવાનો ઠરાવ કરી દીધો હતો. આ કન્સલ્ટન્ટે ૨.૪૮ કરોડના અંદાજ સાથેનુ ટેન્ડર તૈયાર કરી આપ્યુ હતું.

કન્સલ્ટન્ટે તૈયાર કરી આપેલાં ટેન્ડરને પ્રસિદ્ધ કરાતાં બે કોન્ટ્રાક્ટર પૈકી યમુનેશ કન્સ્ટ્રક્શન એલએલપી નામના કોન્ટ્રાક્ટરે એએમટીએસના(કન્સલ્ટન્ટના) અંદાજ કરતાં ૬.૫૧ ટકા વધુ ભાવનુ ૨.૬૫ કરોડનુ ટેન્ડર ભર્યુ હતું. જેને લોએસ્ટ ગણી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યુ હતુ અને ટેન્ડરની શરત મુજબ જુનુ સ્ટ્રક્ચર તોડીને લઇ જવાના ફક્ત ૨૫ હજાર રૂપિયા તેમાંથી બાદ કરી ૨.૬૪ કરોડનુ ટેન્ડર ફાઇનલ કરવામાં આવ્યુ હતું. એએમટીએસમાં ઇલેક્ટ્રિક બસોના ચાર્જીંગ સ્ટેશન ઇન્સ્ટોલેશનની કામગીરી ટાટા મોટર્સ દ્વારા કરવામાં આવનાર છે, ત્યારે ફક્ત સિવિલ વર્ક જેવી કામગીરી માટે ૨.૬૪ કરોડનુ ટેન્ડર મંજૂર કર્યા બાદ એકસ્ટ્રા આઇટમોના નામે ૨.૮૩ કરોડનો સુધારેલો અંદાજ પણ મંજૂર કરી દેવામાં આવ્યો હતો.

કામમાં અકળ કારણોસર વધારો કરવાનો નિર્ણય લેવાયો અને ગ્રાઉન્ડ ફ્લોરની સાથે ફર્સ્ટ ફ્લોરનુ કામ પણ કોન્ટ્રાક્ટર પાસે કરાવી લેવામાં આવ્યુ હતું. આ બધુ કામ પૂરૂ થયાં બાદ એએમટીએસના અધિકારીઓએ ૨.૬૩ને બદલે ૨.૮૩ કરોડ સુધીના ખર્ચના બિલ મંજૂરીમાં મુકવાને બદલે ૪.૮૭ કરોડ ચૂકવવાની દરખાસ્ત કરી હતી.

ડિસેમ્બર 2016માં બીઆરટીએસનાં ખાનગી ઓપરેટરની ઊંચા ભાવની બસો એએમટીએસમાં ચલાવવા આપી દેવાયા બાદ બસનાં બિલમાંથી ૧૮ મહિનાથી કાપેલાં હપ્તાની ૩ કરોડથી વધુની રકમ જનમાર્ગ લિમિટેડમાં જમા કરાવાયા ન હતા.

ખેલમાં જનમાર્ગ, મ્યુનિ. કે ચૂંટાયેલી પાંખમાં કોને કેટલો ફાયદો થયો હશે તે જાણવા નથી મળ્યું, પરંતુ ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ લિમિટેડને તો આશરે ૧૦ કરોડની બસ વગર મૂડીરોકાણે અને વગર વ્યાજનાં સરળ હપ્તે મળી ગઇ હતી. આશ્ચર્યજનક રીતે સીએનજીની કિંમત પેટ્રોલ અને ડિઝલ કરતાં ઓછી હોવા છતાં જનમાર્ગનાં અધિકારીઓએ ૩૫ સીએનજી બસ ચલાવવા માટે પ્રતિ કિલોમીટરે ૫૩.૧૩ રૂપિયા જેટલો ઊંચો ભાવ ચૂકવેલા હતા.

ચાર્ટડ સ્પીડ પ્રા.લિમિટેડ નામનાં ખાનગી ઓપરેટરને તો બીઆરટીએસમાંથી કમાણી કરીને હપ્તા ભરવાનો લાભ મળ્યો હતો.

જનમાર્ગની ૩૫ સીએનજી બસ શહેરીજનોનાં નામે એએમટીએસમાં ચલાવવા ટ્રાન્સફર કરી દેવાઇ હતી. તેતી નવી ખરીદી શકાય. તે સમયે પણ બીઆરટીએસની બસોનું બિલ એએમટીએસ કેમ ચૂકવે તેનો વિવાદ થયો હતો.

જનમાર્ગ દ્વારા પધરાવાયેલી બસોનું સંચાલન કરવા ઉપરાંત તેને બિલ ચૂકવવું અને તેમાંથી તેનો માસિક ૧૭ લાખ જેટલો હપ્તો કાપીને જનાર્ગ(બીઆરટીએસ)માં જમા કરાવવાની જવાબદારી એએમટીએસના શિરે ઢોળવામાં આવી હતી.

૧૮ મહિનાથી ૧૭ લાખ રૂપિયાના હપ્તા લેખે ત્રણ કરોડથી વધુની રકમ જનમાર્ગમાં જમા કરાવી જ નથી.

જનમાર્ગ લિમિટેડ અને સેપ્ટના એક પૂર્વ પ્રોફેસરના માનીતા ગણાતા બીઆરટીએસના ખાનગી ઓપરેટરની ૩૫ સીએનજી બસ એએમટીએસમાં ચલાવવાનાં થોપી બેસાડાયેલો હુકમ જોઇ એમટીએસના વર્તમાન ચેરમેને નારાજ થઇ ૩૫ બસોનું લાખો રૂપિયાનું બિલ અમે નહિ ચૂકવીએ અને અમારે આ બસો જોઇતી નથી તેવું સ્પષ્ટ સુણાવી દઇ ઊંચા ભાડાની બસોને રૂખસદ આપી દીધી છે.

બસમાં જ જવું
ર૦૧૯ના રોજ ઓફિસ ઓર્ડર નં. ૬૩ બહાર પડાયો હતો તે મુજબ સંસ્થાની આવકમાં વધારો થાય તેમજ શહેરીજનોને વધુ સારી બસ સેવા આપી શકાય તે હેતુસર સંસ્થામાં ફરજ બજાવતા તમામ સ્ટાફ એટલે કે વર્ગ-૧થી ૪ સુધીના કર્મચારી-અધિકારીઓએ દર સોમવારે ઘરેથી ઓફિસ, ઘરેથી પોઇન્ટ, પોઇન્ટથી ઓફિસ કે ઓફિસથી ઘરે, ઓફિસથી પોઇન્ટ, પોઇન્ટથી ઘરે જતી વખતે ફરજિયાત બસનો ઉપયોગ કરવાનો હતો.

AMTSમાં ડ્રાઇવરો એનાઉન્સમેન્ટ સિસ્ટમ બંધ રાખીને મનફાવે તેવા ફિલ્મી ગીતો વગાડે છે.
તમામ મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલ્સની નંબર પ્લેટની સાઇઝ 340×200 મીલીમીટર (અંદાજે 13.385×7.87 ઇંચ) હોવી જોઈએ. એએમટીએસ, બીઆરટીએસ અને એસટીની બસોમાં મોટર વાહન એક્ટની કલમ 50માં જણાવેલી એલએમવી/પેસેન્જર કાર માટેની 500×120 એમએમની નંબર પ્લેટ લગાવેલી હોય છે, જે કાયદા સાથે સુસંગત નથી. સાથેસાથે તમામ જિલ્લાના આરટીઓને યોગ્ય દિશાનિર્દેશ આપવા માગણી કરી છે. ધ મોટર વ્હીકલ્સની કલમ 50 હેઠળ 100 રૂપિયાનો દંડ થઈ શકે. અને નિયત સાઇઝની એચએસઆરપી નખાવવા ફરજ પાડવામાં આવે છે.

એએમટીએસ બસમાં આખો દિવસ ફરો તો પણ ફકત ૩૫ રુપિયાનો ખર્ચ

અટલ ફુટ ઓવરબ્રિજ ઉપર ત્રીસ મિનિટ મુલાકાત લેવા માટે વહીવટીતંત્ર તરફથી એક મિનિટના એક રુપિયાના હિસાબથી ત્રીસ રુપિયા ચાર્જ રાખ્યો છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એએમટીએસ બસમાં મન ફાવે ત્યાં પ્રવાસ યોજના અંતર્ગત જો કોઈ વ્યકિત ૩૫ રુપિયાની ટિકીટ એક વખત લે તો સવારથી લઈ મોડી રાત સુધી તે શહેરમાં ગમે તે સ્થળે અવરજવર કરી શકે છે. જ્યારે અટલ ફૂટ બ્રિજ પર ૩૦ મિનિટના ૩૦ રુપિયા છે.

2020ની શરૂઆતમાં અમદાવાદના વધતા જતા વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં બીઆરટીએસ અને એએમટીએસની મળીને 2000 જેટલી બસોની જરૂરિયાત છે. જેની સામે હાલ બીઆરટીએસની 255 અને એએમટીએસની 700 મળીને કુલ 955 બસો દોડી રહી છે, જેમાં 7થી 8 લાખ મુસાફરો રોજ પ્રવાસ કરે છે. બસોની સંખ્યા 1605 કરવાનું મ્યુનિ. દ્વારા આયોજન હાથ ધરાયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બીઆરટીએસનું સંચાલન કરતી જનમાર્ગ કંપનીની મળેલી મીટીંગમાં વધુ 300 એસી ઇલેક્ટ્રિક બસો લેવાનું નક્કી થયું છે. અગાઉ ઇ-ટેન્ડર પ્રક્રિયા મારફતે 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો હતો તેમાંથી 18 આવી ગઈ છે. ડિસેમ્બરના અંત સુધીમાં તમામ આવી જવાની સંભાવના છે. ઉપરાંત માર્ચ- 2019માં 300 મીડી ઇલેક્ટ્રીક બસોનો ઓર્ડર અપાયેલો છે, જેની ડિલીવરી માર્ચ 2020 આસપાસ મળી જશે. આ ઉપરાંત આજે મળેલી મીટીંગમાં વધુ 300 ઇલેક્ટ્રિક બસોનો કોન્ટ્રાક્ટ બે કંપનીને અપાયો છે. કેન્દ્રની સબસીડીવાળી બસો હોવાથી 10 વર્ષમાં બસદીઠ રૂા. 45 લાખની ગ્રાન્ટ મળશે. આમ, 650 બીઆરટીએસની નવી આવશે, હાલ 255 ચાલુ છે તે મળીને 905 થશે અને એએમટીએસની 700 ઉમેરાતા 1605 બસો થશે.

2011માં રસ્તો રિસરફેસ કરવા એએમટીએસ દ્વારા જુનો એસઓઆર વાપરી ૩૨.૮૭ લાખનો અંદાજ તૈયાર કરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. જેમાં શ્રીશક્તિ કન્સ્ટ્રકશન નામના કોન્ટ્રાક્ટરે ૨૧.૨૧ ટકા જેટલું નીચું ૨૫.૯૦ લાખ રૂપિયાનું ટેન્ડર ભરતાં તેને કામ આપી દેવાયું છે, તેમજ નીચા ભાવનું ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરને બીટ્યૂમીન તફાવત પેટે અંદાજે ૧૫.૮૮ લાખ ચૂકવવામાં આવશે. તેવી જ રીતે પાલડી ડેપોમાં જુની અંડરગ્રાઉન્ડ ડીઝલ ટેન્ક કાઢી નાખવામાં આવતાં યોગ્ય રીતે પુરાણ નહીં થવાના કારણે આજુબાજુનો રસ્તો બેસી જઈ ખાડા પડી ગયા છે, તેને રિસરફેસ કરાવવા માટે ૨૬.૦૩ લાખનો અંદાજ તૈયાર કરી ટેન્ડર બહાર પાડવામાં આવતાં નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. નામના કોન્ટ્રાક્ટરે ૧૯.૫૦ ટકા ઓછા ભાવનું ૨૦.૯૫ લાખનું ટેન્ડર ભરતાં તેને કામ આપી દેવાયું છે. તદ્ઉપરાંત કોન્ટ્રાક્ટરને બીટ્યૂમીનના ભાવ તફાવત પેટે અંદાજે રૂ.૧૦.૧૫ લાખ ચૂકવી દેવામાં આવશે. આ બંને કામોમાં જુદા જુદા કોન્ટ્રાક્ટરોએ જુદા જુદા ભાવ ભર્યા છે, તેમાં જે સૌથી લોએસ્ટ છે તેના ભાવે બીજું કામ કરાવવાને બદલે એએમટીએસ કમિટીએ કામો મંજુર કરી દીધાં છે, તેમજ જે કોન્ટ્રાક્ટરો નીચા ભાવે કામ લેતાં હોય છે તેના મટિરિયલ અને કામની ગુણવત્તા અંગે વારંવાર શંકા વ્યક્ત થતી હોય છે. તદ્ઉપરાંત કામ લેવા માટે નીચા ભાવ ભરતા કોન્ટ્રાક્ટરોને ભાવ તફાવતના નામે હિસાબ સરભર કરી આપવામા આવતો હોવાનું ચર્ચાય છે, પરંતુ પાર્ટી ફંડ આપતાં કોન્ટ્રાક્ટરોનો વાળ વાંકો થતો નથી તે નિર્વિવાદ વાત છે.

2019માં કાલુપુર સ્ટેન્ડથી ખાત્રજ જતી આ બસનો કોન્ટ્રાક્ટ અર્હમ ટ્રાન્સપોર્ટરને આપવામાં આવ્યો છે..એ બસમાં અનિલભાઈ નામના કંટક્ટર ફરજ પર હતા. તેમણે મુસાફરો પાસેથી પૈસા ઊઘરાવી લીધા હતા. કંડક્ટરે 34 મુસાફરો પાસેથી 567 રૂપિયા ઉઘરાવી લીધા હતા. ટિકિટ મશીન બગડી ગયાનું બહાનું કાઢીને પેસેન્જરોને ટિકિટ આપી ન હતી. એએમટીએસના અધિકારીઓના ચેકિંગ દરમિયાન આ કૌભાંડ ધ્યાને આવ્યું હતું.[:]