[:gj]કોવિડ-19નું બુલેટીન, આખા દિવસના ભારતના સમાચાર [:]

[:gj]22.4.2020

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 3870 દર્દીઓ સાજા થાય છે જે 19.36% નો રિકવરી દર દર્શાવે છે. ગઇ કાલે નવા 1383 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 19,984 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 50 દર્દીના આ બીમારીથી મૃત્યુ થયા છે. વધુમાં, મંત્રીમંડળે મહામારી બીમારી અધિનિયમ 1897 હેઠળ ડૉક્ટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વટહુકમ બહાર પાડવાની આજે ભલામણ કરી હતી. એવો પૂનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, એન્ટીબોડી ઝડપી પરીક્ષણોનો વ્યાપકપણે દેખરેખના સાધન તરીકે ઉપયોગ થાય છે. વૈશ્વિકસ્તરે પણ, આ પરીક્ષણની ઉપયોગીતા વધી રહી છે અને હાલમાં વ્યક્તિઓમાં એન્ટીબોડીનું બંધારણ શોધવા માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે..

કોવિડ-19 સામે લડવા માટે સરકારે વધારાની કૃષિ અને વન સંબંધિત ચીજો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દુકાનો અને ઇલેક્ટ્રિક પંખાની દુકાનોને લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી

ગૃહ મંત્રાલયે, વધારાની કૃષિ અને વન સંબંધિત ચીજો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દુકાનો અને ઇલેક્ટ્રિક પંખાની દુકાનોને કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. ઉપરોક્ત ઉલ્લેખિત ચીજો માટેની રાહત હોટસ્પોટ/ ચેપગ્રસ્ત ઝોન માટે લાગુ પડતી નથી. આવા ઝોનમાં આવી કોઇપણ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવી નથી.

શહેરી વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકોની ઘરમાં સંભાળ લેનારાઓ, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ જેવી જનઉપયોગી સેવાઓ, ખાદ્ય પ્રસંસ્કરણ એકમોને કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી

કોવિડ-19 સામે લડવા માટે અમલમાં મુકવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા સંબંધે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ આદેશ આપવામાં આવ્યો છે  ઉપરોક્ત આદેશો અંતર્ગત જે શ્રેણીઓમાં વિશિષ્ટ સેવાઓ/ ગતિવિધિઓમાં અગાઉથી જ છુટ આપવામાં આવી છે તે સંબંધે કેટલાક પ્રશ્નો પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંબંધે સ્પષ્ટતા કરી છે અને કેટલીક ચોક્કસ સેવાઓને મુક્તિની શ્રેણીમાં સામેલ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ડૉક્ટરો અને IMAના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમને કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં તેમની સુરક્ષાની ખાતરી આપી

ગૃહમંત્રીએ ડૉક્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા, ખાસ કરીને કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ ડૉક્ટરો અત્યાર સુધી આ લડાઇમાં લડતા રહ્યા તેવી જ રીતે સમર્પિતરૂપે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે ડૉક્ટરો દ્વારા કોવિડ-19 જેવી ઘાતક બીમારીઓ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણ અને તેમના બલિદાનને વંદન કર્યા હતા.

આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, તબીબી સ્ટાફ અને અગ્ર હરોળના કર્મચારીઓ પર થતી હિંસા સામે પૂરતું રક્ષણ આપો: કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, મેડિકલ સ્ટાફ અને અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહેલા કર્મચારીઓ પર થતી હિંસા સામે પૂરતી સુરક્ષા આપવા માટે તાકીદ કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે લડી રહેલા તબીબી પ્રોફેશનલો અને અગ્ર હરોળમાં કર્મચારીઓ તેમની સેવા આપી રહ્યા હોય ત્યારે કામમાં અવરોધો ઉભા કરનારા સામે અવશ્યપણે આકરાં પગલાં લેવામાં આવે.

મંત્રીમંડળે “ભારત કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી પેકેજ” માટે રૂ.15,000 કરોડની મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રિય મંત્રીમંડળે “ભારત કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી પેકેજ” માટે રૂ. 15,000 કરોડને મંજૂરી આપી છે. આ મંજૂર કરાયેલા ભંડોળનો ઉપયોગ 3 તબક્કાઓમાં કરવામાં આવશે અને વર્તમાન સમયગાળા દરમિયાન કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ માટે (રૂ. 7,775 કરોડ)ને મંજૂરી આપવામાં આવી છે અને બાકીનું ભંડોળ મિશન આધારિત અભિગમ હેછળ મધ્યમ ગાળા (1- 4 વર્ષ) માટે પુરું પાડવામાં આવશે.

મોબાઈલ બ્લડ બેંક અને સ્વૈચ્છિક રક્તદાતાઓને લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવાની સાથે સાથે બ્લડ ટ્રાન્ફ્યુઝન માટે રકતનો પૂરતો સ્ટોક જાળવો

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન નિર્માણ ભવનમાં આયોજીત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતના રેડ ક્રોસની સમર્પિત યોધ્ધાઓનુ સ્વાગત કરતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હાજર રહેલા પ્રતિનિધિઓને સ્વૈચ્છિક રકતદાનને પ્રોત્સાહિત કરવા તથા રકત દાતાઓને લાવવા અને લઈ જવા માટેની સગવડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરીને રકતનો સ્ટોક ઉભો કરવા માટે પ્રેરણા આપી હતી. ડો. હર્ષવર્ધને આઈઆરસીએસને જણાવ્યુ હતુ કે તે કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓ રકત દાન કરે તે માટે સંપર્ક કરવાનુ ચાલુ રાખે. જેથી સાજા થયેલા દર્દીઓ પાસેથી એકત્ર કરવામાં આવેલા લોહીનો પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટે ઉપયોગ કરી શકાય

કોવિડ મહામારી દરમિયાન માલગાડીના ટ્રાફિડ માટે ભારતીય રેલવેએ સંખ્યાબંધ ઇન્સેન્ટિવની જાહેરાત કરી

24.03.2020 થી 30.04.2020 ખાલી કન્ટેઇનર અને ખાલી ફ્લેટ વેગનના આવનજાવન માટે કોઇ હોલેજ ચાર્જ લેવાશે નહીં. વધુ ગ્રાહકો તેમની માંગ નોંધાવી શકે છે અને સામના માટે ઇલેક્ટ્રોનિકલી રસીદ મેળવી શકે છે તેમણે સામાન ભૌતિક રીતે આવે નહીં ત્યાં સુધી મુલાકાત લેવી જરૂરી નથી. જો ગ્રાહરને ઇલેક્ટ્રોનિક રસીદ ના મળે તો, તેઓ રેલવે ગંતવ્ય સ્થળે ઇનવોઇસ જમા કરાવ્યા વગર વૈકલ્પિક પ્રક્રિયાથી સામાનની ડિલિવરી મેળવી શકે છે. BCNHL માટે લોડ કરવાની ઓછામાં ઓછી આવશ્યક સંખ્યા 57થી ઘટાડીને 42 કરવામાં આવી જેથી ટ્રેન લોડ દર મેળવી શકાય. ઉદ્યોગોને પ્રોત્સાહન માટે મિનિ રેક, ટુ પોઇન્ટ રેકેટ માટે અંતર સંબંધિત શરતો હળવી કરવામાં આવી.

સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં આવેલા રેલવેના રસોડાઓના માધ્યમથી રેલવે તંત્રએ દરરોજ 2.6 લાખ રાંધેલા ભોજનનો પૂરવઠો આપવાની ઓફર કરી

ભારતીય રેલવે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં રેલવેના રસોડા મારફતે જ્યાં પણ જિલ્લા વહીવટીતંત્ર ભોજન લઇ જઇને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકે તેમ હોય ત્યાં દરરોજ 2.6 લાખ રાંધેલા ભોજનનો પૂરવઠો પૂરો પાડવાની ઓફર કરવામાં આવી છે. નિર્ધારિત સ્થળોએ રસોડાની ક્ષમતાના આધારે 2.6 લાખ ભોજન/ દિવસ આપવાની ઓફર કરવામાં આવી છે. જો જરૂર પડશે તો, આવા સ્થળોએ પૂરવઠો વધારી શકાય તેમ છે. આ ભોજન માત્ર રૂ. 15 જેટલી નજીવી કિંમતે ઉપલબ્ધ થશે.

ભારતીય બંદરો પર ભારતીય નાવિકોના સાઇન-ઓન અને સાઇન-ઓફ તથા તેમની અવરજવર માટે એસઓપી ઇશ્યૂ કરવામાં આવી

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ ભારતીય બંદરો પર ભારતીય નાવિકો માટે સાઇન-ઓન અને સાઇન-ઓફ માટે એસઓપી ઇશ્યૂ કરવાનું પગલું આવકાર્યું છે. એક ટ્વીટ કરીને તેમણે આ ઓર્ડર માટે ગૃહ મંત્રીનો આભાર માન્યો હતો, જેનાથી બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે, આ આદેશથી હવે હજારો નાવિકોની મુશ્કેલીનો અંત આવશે.

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એડવાઇઝરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એક એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવી છે. મંત્રાલયે સલાહ આપી છે કે, રિપોર્ટરો, કેમેરામેન, ફોટોગ્રાફર વગેરે સહિત કોવિડ-19 સાથે સંબંધિ ઘટનાને કવર કરતાં મીડિયાકર્મીઓ દેશનાં વિવિધ વિસ્તારોમાં કામ કરે છે અને વિવિધ સ્થળો, નિયંત્રણ ઝોન, હોટસ્પોટ અને અન્ય કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસ કરે છે. તેઓ તેમની ફરજ અદા કરતાં સ્વાસ્થ્ય અને એની સાથે સંબંધિત સાવચેતીઓ રાખી શકે છે. મંત્રાલયે મીડિયા હાઉસોના મેનેજમેન્ટને પણ ફિલ્ડ અને ઓફિસ સ્ટાફની જરૂરી સારસંભાળ રાખવા પણ વિનંતી કરી છે.

EPFOએ કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન PMGKY હેઠળ 6.06 દાવા સહિત કુલ 10.02 દાવાની પતાવટ કામકાજના 15 દિવસમાં કરી

આમાં કુલ 3600.85 કરોડની રકમ ચુકવાઇ જેમાં PMGKY પેકેજ હેઠળ કોવિડ દાવા માટે રૂ. 1954 કરોડ પણ સામેલ છે. લૉકડાઉન દરમિયાન માત્ર ત્રીજા ભાગનો સ્ટાફ હોવા છતાં કોવિડ-19ના 90% દાવા કામકાજના દિવસમાં પતાવવામાં આવ્યા, ઝડપી નિકાસ માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ સોફ્ટવેર દ્વારા સેવાની ડિલિવરીના નવા માપદંડો નક્કી થયા.

ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો; ગરીબ લાભાર્થીઓ માટે મફત ઉજ્જવલા રીફિલ મહત્તમ સંખ્યામાં પહોંચાડવા કહ્યું

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના 1000 કરતા વધારે LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો હતો. લૉકડાઉનના સમયમાં પણ ગ્રાહકોને તેમના ઘર સુધી LPG સિલિન્ડરોની ડિલિવરી પહોંચાડવા માટે વિતરકોએ કરેલી કામગીરીને બિરદાવવા સાથે તેમણે સૌને અપીલ કરી હતી કે, કોવિડ-19 મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબોને સહાય કરવા માટે જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત PMUY લાભાર્થીઓને ત્રણ મફત LPG સિલિન્ડરની ડિલિવરી મહત્તમ સંખ્યામાં કરવા માટે તેઓ વધુ સક્રીય બને.[:]