[:gj]સોસાયટીમાં ગૃપ બનાવી, વારાફરતી વસ્તુઓ લેવા નીકળે – પોલીસનો નિયમ [:]

[:gj]કોરોના વાયરસ સંદર્ભે રાજયના પોલીસ વડાએ
યોજેલી પત્રકાર પરિષદની મુખ્ય વિગતો
…………
• ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગઇકાલના જાહેરનામાં અન્વયે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો હાલ રાજ્યની પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે.
• હાલ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉનનો અમલ કરાવવામાં તમામ લોકોનો પોલીસને સારો સહકાર મળી રહયો છે. નાગરિકો તરફથી આવો જ સહકાર આગળ ઉપર પણ મળતો રહે તેવી આપના માધ્યમથી સૌને અપીલ છે કે જેથી લોકડાઉનને વધુ અસરકારક બનાવી શકાય અને હાલ ઉભી થયેલ સમસ્યાને ઝડપથી નિવારી શકાય.
• લોકડાઉનમાં પોલીસ યોગ્ય રીતે પોતાની ફરજ બજાવે તે માટે રાજયના તમામ પોલીસ કમિશ્નરશ્રીઓ, તમામ જિલ્લાના વડાશ્રીઓ, તમામ રેન્જ વડાશ્રીઓ તથા રાજય અનામત પોલીસ દળના તમામ સેનાપતિશ્રીઓ સાથે પણ ડી.જી.પીશ્રી દ્વારા વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચના કરવામાં આવેલ છે.
• આ લોકડાઉન સંદર્ભે વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ વિભાગ તમામ નાગરિકો પાસેથી નીચે પ્રમાણેની અપેક્ષા છે.
1. જેમાં ખાસ તો, જે સ્થળોએ આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે, ત્યાં લોકો ભીડ ન કરે.
2. આવા સ્થળે ચીજ-વસ્તુ લેતી વખતે એકબીજાથી ચોકકસ અંતર રાખવામાં આવે તે દુકાનદારે સુનિશ્ચિત કરવું.
૩. લોકો સ્વયંભુ એવું આયોજન કરે કે જેથી એક સાથે બધા લોકો બજારમાં જરૂરી વસ્તુ લેવા ન નિકળે તે ઇચ્છનીય છે. આ માટે સ્થાનિકકક્ષાએ દરેક સોસાયટીમાં સંકલન થાય અને બે-ત્રણ ગૃપ બનાવી, વારાફરતી જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા કોઇ એકાદ વ્યક્તિ બહાર નીકળે તેવું આયોજન કરવું. ૪. લોકોને બિનજરૂરી માર્ગો ઉપર અવરજવર કરવાની બાબત ટાળવી જોઇએ.
• આ લોકડાઉનના અમલ માટે પોલીસ પ્રમાણ ભાન રાખીને તમામ જીવન જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકો અને વાહનોને મુક્ત રીતે અવર-જવર કરવા છૂટ આપી રહેલ છે.
• પરંતુ આમ છતાં જો આપના ધ્યાને અથવા નાગરિકોના ધ્યાને કોઇ મુશ્કેલી આવે તો તેવા સંજોગોમાં તેની વિગત સ્થાનિક પોલીસને આપવા વિનંતી છે.
• તમામ લોકોને સ્થાનિક જીલ્લા/શહેરના કંટ્રોલ રૂમ અને તમામ પોલીસ સ્ટેશનના નંબરો વેબસાઈટ પરથી મળી શકશે. દરેક જીલ્લા/શહેરમાં આવા સંકલન માટે એક અલગથી અધિકારી પણ નિમવામાં આવેલ છે. અન્ય કોઇ નંબર ન મળે તો પોલીસ માટે નો ઇમરજન્સી નંબર ૧૦૦ ઉપર પણ જાણ કરી શકાય.
• ગઇકાલે આપના માધ્યમથી ઘણી જગ્યાએ લોકોને લોકડાઉનથી મુશ્કેલી પડી રહેલ હોવાની બાબત પણ ધ્યાને આવેલ છે. જેથી આવું ન થાય અને ઇમરજન્સી સેવાઓ અને જાહેરનામાથી જેને છુટ-છાટ આપવામાં આવેલ છે તેવા તમામ લોકોને લોકડાઉનથી મુશ્કેલી ન પડે તે માટે અત્રે રાજ્યકક્ષાએ પણ અમુક પગલાં લેવામાં આવેલ છે.
• લોકડાઉનના અમલીકરણમાં કોઇ પ્રશ્નો/સમસ્યાઓ ન થાય અને થાય તો તેનું તાત્કાલીક નિવારણ થાય તે માટે 24×7 (૨૪ કલાક) ચાલવાના આ ખાસ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવેલ છે. જેની કામગીરી ઉપર બે ADG કક્ષાના અધિકારીઓ સુપરવિઝન રાખશે.
• આ ADGની નીચે એક આઇ.જી, એક એસ.પી અને એક ડીવાયએસપીની ટીમ બનાવી, સમગ્ર રાજ્યને આવી 3 ટીમો મારફતે રાજ્યની સમસ્યાઓ/મુશ્કેલીઓ ઉપર દેખરેખ રાખી તેનું નિરાકરણ કરાશે.
• ગઇકાલથી આજ સુધી જાહેરનામા ભંગના ૨૩૮ (કુલ-૨૯૯) ગુના, કવોરેન્ટિન ભંગના- ૧૨૭ (કુલ ૧૪૭) ગુના અને આરોપી અટકની સંખ્યા-૪૨૬ (કુલ-૫૪૪) છે.
અધિકારીશ્રીનું નામ/હોદ્દો મોબાઇલ નંબર રેન્જ/વિસ્તાર
ટીમ-૧ (૧) શ્રી નરસિમ્હા કોમાર
આઇ.જી.પી. (કા. અને વ્ય.) 99784 06095
(૧) વડોદરા શહેર
(ર) સુરત વિભાગ
(૩) વડોદરા વિભાગ
(૪) સુરત શહેર
(૨) શ્રી હરેશ દુધાત, પોલીસ અધિક્ષકશ્રી,
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ 99784 08718
(૩) શ્રી રીમા મુન્શી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી 98250 33669
ટીમ-૨ (૧) શ્રી વી. ચંદ્રશેખર,
પોલીસ મહાનિરીક્ષકશ્રી (P & M) 99784 02471 (૧) અમદાવાદ શહેર
(ર) અમદાવાદ વિભાગ
(૩) રાજકોટ શહેર
(૪) રાજકોટ વિભાગ
(૫) ગાંધીનગર વિભાગ
(૨) શ્રી રાજેશ ગઢીયા, પોલીસ અધિક્ષકશ્રી,
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ 99784 08719
(૩) શ્રી એમ.એસ. શેખ,
નાયબ પોલીસ અધિક્ષકશ્રી 98795 77788
ટીમ-૩ (૧) શ્રી પિયૂષ પટેલ,
પોલીસ મહાનિરીક્ષકશ્રી, હથિયારી એકમો 99784 07675 (૧) સરહદી વિભાગ
(ર) જૂનાગઢ વિભાગ
(૩) રેલવેઝ વિભાગ
(૪) ભાવનગર વિભાગ
(ર) શ્રી ભગીરથસિંહ જાડેજા,
પોલીસ અધિક્ષકશ્રી, એસ. ટી. બી. 99784 08720
(૩) સુશ્રી નિતા દેસાઈ
નાયબ પોલીસ અધિક્ષકશ્રી 97270 50926
સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર
૦૭૯-૨૩૨ ૫૪૩૪૪ /૦૭૯-૨૩૨ ૪૬૩૨૮ /૦૭૯-૨૩૨ ૪૬૩૩૦[:]